“નમસ્તે ટ્રમ્પ ” કોના બાપ ની દિવાળી.? એક મિનિટ ના ૫૫ લાખ નો ખર્ચ? અઢી લાખ કરોડ ના દેવા વાળી ભગવી સરકાર હજુ કેટલું દેવાળું ફૂકી વોટબેંકની રાજનીતિ કરશે?
૨૪ ફેબ્રઆરી ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ત્રણ કલાક માટે વિશ્વ ના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ના ઉધ ઘાટન તેમજ ૨૨ કિલોમીટર ના રોડ શો કરવા નો કાર્યક્રમ મોદીજી એ પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા ગોઠવ્યો છે.અમેરિકા માં હાઊડી ટ્રમ્પ કાર્યક્રમ પણ અમેરિકા માં વસતા ગુજરાતીઓ ના ખર્ચે ઉજવાયો હતો.અને મોદી ની વાહ વાહ તેના બદલામાં ટ્રમ્પે કરી હતી..ફરીવાર અમેરિકા માં ચૂંટણીઓ છે અને ગુજરાત માં પણ આવનાર છે અને ગુજરાત માં ખેડૂત.શિક્ષકો.વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ,કર્મચારી સંગઠનો.વ્યવસાઇક લોકો નારાજ છે અને અનેક આંદોલન સરકાર સામે ચાલે છે તેવામા ગણતંત્ર દિવસ માં ટ્રમ્પ આવાનો ઇનકાર કરતા હવે અમેરિકા માં ગત ચૂંટણી માં એક ટકો ગુજરાતી નો વોટ લેનાર આં વખતે ૩૩ લાખ થી વધારે ગુજરાતીઓ માંથી વધારે વોટ લેવા અઢી લાખ કરોડ ના દેવા નીચે ચાલતી ગુજરાત સરકાર માં પ્રજાના ટેક્ષ ના પૈસે ૧૦૦ કરોડ થી વધારે ખર્ચ કરી મોદીજી ટ્રમ્પ ને લાલચ આપી બોલાવી રહ્યા છે અને બહાનું વ્યવસાઇક કરાર નુંકઢવામાં આવે છે…ગુજરાત નો “કેમ છો” શબ્દ કાઢી નાખીને નમસ્તે નામ રાખી ગુજરાત નું મોદીજી એ અપમાન કર્યું જ છે. માત્ર ૩ કલાક મા ટ્રમ્પ ની પાછળ ગુજરાત ૧૦૦ કરોડ થી વધારે ખર્ચ માટે ગુજરાત ના ખેડૂતો કે જેમને પાક વીમા મળ્યા નથી..તેઓ વિરોધ કરી રહ્યા છે .અમદાવાદ રાતો રાત જુદા જુદા કોન્ટ્રાક્ટ આપી હલકી.ગુણવત્તા ના કામો ચાલી રહ્યા છે.ગુજરાત ના અનેક બુદ્ધિજીવીઓ અને રાજકારણીઓ પણ આવી ઉડતી મુલાકાત નો વિરોધ કરી રહ્યા છે.ટ્રમ્પ ના ગુજરાત આગમન ની શાહી તૈયારીઓ ના ભાગ રૂપે અમિત શાહ પણ ત્રણ દિવસ અગાઉ અમદાવાદ આવી રહ્યા છે. હાલમાં અનામત ના આંદોલન કરીઓ નું આંદોલન વેગ પકડી રહ્યું છે તેમની સાથે આદિવાસીઓ પણ જોડાઈ ગયા છે..આજે જૂનાગઢ માં એક વિદ્યાર્થી ના પિતાએ પણ આત્મ હત્યા કર્યા નો બનાવ બન્યો છે..શંકરસિંહ વાઘેલા જેવા પૂર્વ મુખ્યમંત્રી પણ ટ્રમ્પ ની મુલાકાત માં પ્રજાના પૈસા વેડફવા નો આક્ષેપ થઈ રહ્યો છે.અમેરિકા ના રાષ્ટ્રીય ખેલ માં ક્રિકેટ ને સ્થાન નથી અને વિશ્વ ના મોટા સ્ટેડિયમ ના ઉધઘાટન માં ટ્રમ્પ ને બોલાવી તેના બહાને એક લાખ લોકો ને અધૂરા બાંધકામ વાળા સ્ટેડિયમ માં મોદીજી મેળાવડો બોલાવી શું સિદ્ધ કરવા માંગે છે તે સમજાતું નથી..મોદીજી દિલ્હી ગયા પછી પોતાના શાશન માં સલામત ગુજરાત ના બહાને અમેરિકા.ચીન.કેનેડા.ઓસ્ટ્રેલિયા.યુનો ના સેક્રેટરી બાલ્કી મુન જેવાને પણ વાઇબ્રન્ટ અને અનેક બહાને બોલાવી.૧૫૦૦ કરોડ નીલોન થી બનાવેલા રિવરફ્રન્ટ માં સાબરમતી ના બંધિયાર પાણી માં બોટ માં બેસી શાહી રિવર બોટિંગ નો મજાઓ કરી ચૂક્યા છે .ગુજરાત ની ભાજપ શાસિત મહાનગર પાલિકા.નગર પાલિકાઓ માં અનેક બજેટ ફાળવી નવરાત્રી.દિવાળી.પતંગોત્સવ .કચ્છ ના રણોત્સવ જેવા ઉત્સવો ના તાયફાઈ વાતાવરણ સર્જવા બજેટો ફાળવી પૈસા નો દૂર ઉપયોગ થઈ રહ્યો છે.અને અનેક દેશ વિદેશ ના મહેમાનો ને પ્રવાસન ના બહાને ગુજરાત બોલાવી આગતા સ્વાગતા પાછળ.વાઇબ્રન્ટ ના આર્થિક આંકડા ની માયાજાળ જેવા વિદેશી રોકાણ ના બહાના ના ઉત્સવો પાછળ ખોટા પ્રજા ના ટેક્ષ ના પૈસા ની ખેરાત સમાન ગુજરાત ની સરકાર ઉપર અઢી લાખ કરોડ રૂપિયા નું દેવું ભાજપ ની ભગવી સરકાર દલા તરવાડી ના રાજ ની જેમ કરીને બેઠી છે..વિરોધ પક્ષ ની નબળી નેતાગીરી નો સંપૂર્ણ બને તેટલો લાભ શાશક સત્તા ના જોરે ભાજપ લઈ રહ્યું છે. ગુજરાત ની જનતા મોંઘવારી માં ત્રસ્ત છે..ખેડૂત પાયમાલ છે..બળાત્કારો.ખૂન.લૂંટ.હત્યા ના બનાવો ખૂબ વધી રહ્યા છે.બેરોજગારી ની સૌથી મોટી સમસ્યા છે..અનામત ના આંદોલન સરકાર સામે લોહિયાળ જંગ ખેલવા મૂડમાં છે..ઉદ્યોગકારો જીએસટી. નોટબંધી પછી મૃત પાયે ચાલી રહ્યા છે…ચોથી જાગીર મીડિયા ને સરકાર ના હક્કો ઉપર બ્રેક લગાવી સરકાર ના પ્રેશર થી સરકારી વાહ વાહ કરવા પ્રેરવામાં આવે છે.અનેક અખબારો ને સરકારે મૃત પાયે કરી નાખ્યા છે.ગુજરાત નોંકોઈ એવો વર્ગ નથી કે જેને સરકાર થી સંતોષ હોય…માત્ર ભાજપ ના ભગવા હોદ્દેદારો.સરકાર માં બેઠેલા મંત્રીઓ.તેમના દલાલો અને જિલ્લા ના ભાજપ ના હોદ્દેદાર કાર્યકરો અને મળતિયા અધિકારીઓ સિવાય ગુજરાત નો કોઈ વર્ગ આજની તારીખે સુખી નથી .નક્કી ૨૦૨૨ માં ગુજરાત માં થી આં ભગવા પ્રજાના પાપી શાશન કરતા ને પ્રજા જાકારો આપી.કામ કરવા વાળા ને ચૂંટી લાવશે અને આં ભવવાઓ ને પાઠ ભણાવશે તે નક્કી……એક હિ આગ જન ફરિયાદ….ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક…..
સંપાદક : પ્રદીપ રાવલ..(9824653073)