મોબાઈલ ફોન જુગારના સાહિત્ય સાથે રોકડ રકમ સહિત 11, 380 /- નો મુદ્દામાલ ઝડપાયો.
ચાર જુગારિયાની અટકાયત, એક કરાર, પાંચ ઈસામો સામે ફરિયાદ.
રાજપીપળા, તા. 16
વાસી ઉતરાયણના દિવસે દેડીયાપાડા હાટ બજાર ચોકડી પાસે કાચા ઝૂંપડામાં ધમધમતા જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં મોબાઈલ ફોન જુગારના સાહિત્ય સાથે રોકડ રકમ. 10880 /- સહીત કુલ 11, 380/- નો મુદ્દામાલ ઝડપાયો હતો. જેમાં પાંચ ઈસમો પૈકી ચારની પોલીસે અટકાયત કરી છે. એક આરોપી ઘટનાસ્થળેથી ગાયબ થઈ જતા પોલીસે કુલ પાંચ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
જેમાં ફરિયાદી હેડ કોન્સ્ટેબલ સંતોષભાઈ જેરમણસિંગ આરોપી રિયાજ મહમદ દાદ મહંમદ (રહે,થાણા ફળિયા, દેડીયાપાડા ) જાણીયાભાઈ રતાભાઇ વસાવા (રહે, મોસદા ), દલપતભાઈ લકડીયાભાઈ વસાવા (રહે સોરાપાડા ) ઉંબાડિયાભાઈ વાસ્તાભાઈ વસાવા (રહે, અરેઠી ) વોન્ટેડ શંકરભાઈ દયારામભાઈ વસાવા ( રહે, નવીનગરી, દેડીયાપાડા ) સામે ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી રિયાઝ મહંમદ દાદ મહંમદ (રહે, થાણા ફળિયા, દેડિયાપાડા ) એ દેડીયાપાડા હાટ બજાર ચોકડી પાસે મેડિકલ સ્ટોર ની બાજુમાં આવેલા કાચા ઝૂંપડામાં આંખ ફરક ના આંકડા લખી લખાવતા હતા અને પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા જાનીયાભાઈ રતાભાઇ વસાવા ( રહે, મોસદા ), નરપતભાઈ લકડીયાભાઈ વસાવા (રહે સોરાપાડા), ઉબડીયાભાઈ વાસ્તાભાઇ વસાવા (રહે અરેઠી), ની અંગજડતી લેતા તેમની પાસેથી રો. રૂ. 10,880 તથા એક બોલપેન તથા સ્લીપબુક, કાર્બન પેપર તથા નોકિયા કંપની નો સાદો મોબાઈલ નં કિં. રૂ.500 /- મળી કુલ કિં.રૂ.11380 /-ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા, તથા વોન્ટેડ આરોપી શંકરભાઈ દયારામભાઈ વસાવા( રહે, નવીનગરી દેડિયાપાડા ) ઘટનાસ્થળેથી ગાયબ થઇ જતાં તેની ઝડપી પાડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા હતા, દેડીયાપાડા પોલીસે કુલ પાંચ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા