ગોંડલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઈ- સ્ટેમ્પિંગના ઓપરેટરોની મનમાનીથી લોકો પરેશાન….. કોમ્પ્યુટર ઓપરેટરોએ ધારાશાસ્ત્રી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા મામલો કલેકટર કચેરીએ પહોંચશે
ગોંડલ
સરકાર દ્વારા ઇ-સ્ટેમ્પિંગ ફરજિયાત કરાતાં લોકો એક તરફ મુશ્કેલી ભોગવી જ રહ્યા છે ત્યારે ગોંડલ સબ રજિસ્ટ્રાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાવા પામ્યો છે આ અંગે કલેકટરને ફરિયાદ કરવામાં આવનાર છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભગવતપરા ખાતે રહેતા ધારાશાસ્ત્રી આશિષભાઈ વ્યાસ ઈ -સ્ટેમ્પ માટે સબ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા હતા ત્યાં લોકોની લાંબી કતાર લાગી હોય તેઓ પણ કતારમાં ઉભા રહ્યા હતા દરમ્યાન કોમ્પ્યુટર ઓપરેટીંગનું કામ કરતા પ્રકાશ સુરાણિયા અને કાજલ સરવૈયા દ્વારા લગભગ બધા જ ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરી સબ રજીસ્ટ્રાર કચેરી પોતાના ઘરની ધોરાજી હોય તેઓ વાણીવિલાસ કરતા લોકોમાં રોષ ફેલાયો હતો, આ બાબતે ધારાશાસ્ત્રી દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરો ને ગ્રાહકો સાથે સભ્યતાથી વાત કરવાનું જણાવતા તેઓની સાથે પણ ઉપરોક્ત બંને ઓપરેટરોએ ગેરવર્તણૂક કરી હતી આ અંગે ધારાશાસ્ત્રી દ્વારા આગામી દિવસોમાં કલેકટરને ફરિયાદ કરવામાં આવનાર છે.
કોમ્પ્યુટર ઓપરેટર એ તો આજે પોતાની મનમાનીની હદ વટાવી હતી લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યા બાદ કોમ્પ્યુટર કાર્ય સદંતર બંધ કર્યું હતું અને કહેવા લાગ્યા હતા કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરી યાદ કરો અમોને મન થશે ત્યારે જ કોમ્પ્યુટર ફરી શરૂ કરીશું.ર બંધ કર્યું હતું અને કહેવા લાગ્યા હતા કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરી યાદ કરો અમોને મન થશે ત્યારે જ કોમ્પ્યુટર ફરી શરૂ કરીશું.