આમ આદમી પાર્ટી ના પ્રમુખ જયેન્દ્ર ગાવિત જણાવી રહ્યા છે કે હાલમાં.ધરમપુર, વાંસદા,ડાંગ બાદ કપરાડા માં પણ વાપી વલસાડ ના આયાતી.ઉમેદવાર ધવલ.પટેલ.વિરુદ્ધ ના બેનર લાગ્યા છે.
કોંગ્રેસ માંથી ભાજપ માં.પક્ષ પલટો કરનાર જીતુ ચોધરી ની લોકપ્રિયતા દિવસે દિવસે આ વિસ્તારમાં ઘટી રહી છે.મોટે ઉપાડે પ્રદેશ પ્રમુખ ને 5 લાખ થી વધારે લીડ લાવી આપવાના બણગા ફૂકનાર હવે પોતાની જ આ વિસ્તાર માં લોકપ્રિયતા ગુમાવી રહ્યા છે..જીતુ ચોધરી ના પુત્ર ની હોસ્પિટલ નજીક માં જ ધવલ પટેલ ઉમેદવાર વિરુદ્ધ ના બેનર લાગ્યા છે જેને જીતુ ચોધરી રોકી નથી શક્યા.સ્થાનિક ભાજપ ના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ માં બિલકુલ નિઃ રસ વાતાવરણ ચૂંટણી ટાણે જોવા મળી રહ્યું છે .ભાજપ માં નવા પક્ષ પલટો કરીને આવેલ ને મહત્વ અપાતા સ્થાનિક ભાજપ ના લોકો માં રોષ વધી રહ્યો છે.જોકે સમગ્ર ગુજરાત માં આ પરિસ્થિતિ સર્જાઈ છે અને સી.આર.પાટીલ ખુદ ખોટા પડ્યા છે અને પહેલા જે વિપક્ષ માટે બોલતા હતા ત્રણ કરતા વિરુદ્ધ પોતે પક્ષ પલટો કરવી ભગવો ખેસ પહેરાવવા ખુદ સામે પહોંચી જાય છે.
આમ ધવલ પટેલ વિરુદ્ધ ડાંગ.આહવા.વાળા.ચીખલી,કપરાડા તાલુકા મા પણ વિરોધ ના વાદળો ઘેરાયા છે..પ્રભારી કે જિલ્લા પ્રમુખ અને પદાધિકારીઓ માં પણ સ્થાનિક ભાજપ ના વાતાવરણ થી ચિંતા નો માહોલ જામ્યો છે .
આમ આદમી પાર્ટીના લોકો જોર શોર થી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે