NG-41-3-12-23 pdf NG-42-4-12-23 pdf NG-44-5-12-23 pdf
ગુજરાત ના ભાજપ શાશન માં સૌથી વધુ ગુનેગારી,કૌભાંડ,પેપર ફૂટવા,ભ્રષ્ટાચાર,ગુજરાત ડ્રગ હબ જેવી પરિસ્થિતિ,સૌથી વધુ ડ્રગ દેશમાં ગુજરાત માંથી પકડ્યું,ડ્રગ પ્રોસેસિંગ,ડ્રગ export, જેવી ગંભીર ઘટનાઓ,હત્યાઓ,આત્મ હત્યાઓ,નસિલા પદાર્થ ની સિગારેટ કૌભાંડ,દેશી વિદેશી દારૂ તો સમગ્ર ગુજરાત ના એક પણ પોલીસ સ્ટેશન ની હદ બાકી નહિ હોય કે જ્યા વેચાણ નહિ થતું હોય…સરકાર નું ગૃહ ખાતું જાણે સંપૂર્ણ નિષ્ક્રિય હોય અને જાણે ગુનેગારો ને છૂટો દોર આ 156 ની ભાજપ નિં પ્રચંડ બહુમતિ માં મળી ગયો હોય તેમ બેરોકટોક ગુનાખોરી તમામ ક્ષેત્રો માં જોવા મળે છે.એમાં હવે ” નકલી ” ની બોલબાલા વધુ ચાલી રહી છે…નકલી ઘી,તેલ,દૂધ,મસાલા,કઠોળ…..નકલી દવાઓ,નકલી ઇન્જેક્શન,..નકલી સીરપ નું ધમધમાટ વેચાણ….જાણે ફૂડ એન્ડ ડ્રગ્સ પણ પોલીસ ના ખાતા ની જેમ ઢીલી નીતિ અપનાવી ગુનેગારો ને છૂટો દોર મળી ગયો છે..
નકલી પીએમ કાર્યાલય અધિકારી,નકલી સીએમ કાર્યાલય અધિકારી,નકલી ટ્રાફિક પોલીસ અધિકારીઓ,હાઇવે ઉપર નકલી પોલીસ ડ્રેસ મા સૌરાષ્ટ્ર મા રોજ જગ્યા બદલી ટીમ ઉઘરાણા કરતા ની વારે ઘડીયે ફરિયાદો પ્રજા હાલાકી ભોગવતા સાંભળવા મળે…..હવે બાકી હતું તો ગુજરાત માં નકલી ડ્રાઈવિંગ લાયસન્સ પણ બનીને બીજા રાજ્યો મા જાય…સરકાર ની આખે આખી સરકારી કચેરી છોટા ઉદેપુર આદિવાસી વિસ્તાર માં ધમધમે કે જ્યા સરકારી ગાંધી અગર ઉચ્ચ અધિકારીઓએ ગ્રાન્ટ અને સબસિડી પણ ફાળવી દીધી…..અને ઘોડા જાણે સરકારે છોડ્યા હોય તેમ છૂટી ગયા પછી તબેલા ને તાળું મારવાનું જાણે સરકાર નાટક કર્યો હોય તેવું પ્રજામાં જોર શોર થી સંભળાય અને અંતે સરકાર પુરાવા ના અભાવે કાયદાકીય ન્યાય મેળવી ગુનેગારો નકલી ક્લીન ચિટ ની જેમ છૂટી જઈ ફરી અનુભવી ગુનેગારો તરીકે ઉભરી આવે…..આજે તો નકલી ટોલ પ્લાઝા..વાંકાનેર વઘાસિયા ખાતેથી પકડાયું કે જ્યા જાણે સરકારી તંત્ર દ્વારા રોડ.રસ્તા પણ બનાવી છેલ્લા ઘણા સમય થી ટોલ ઉઘરાવવામાં આવતો હતો અને ગેર કાયદેસર પણ ટોલ ઓછી રકમ લઈને ઉઘરાવવામાં આવતો હતો…નવાઈ ની વાત તો એ છે કે આ બાબતે પોલીસ સ્ટેશન માં ફરિયાદ અગાઉ કરવામાં આવતા પણ પૂરતી તપાસ થઈ નહોતી કે ઉપર થી આદેશ આવતા તપાસ કરવામાં આવી આ કૌભાંડ ને દબાવી દેવાનો પ્રયાસ થયો…..શું સ્થાનિક ધારાસભ્ય,સાંસદ સભ્ય,રોડ બિલ્ડિંગ ના ઉચ્ચ અધિકારીઓ,ટોલ માફી કરેલ સરકાર ના ઉચ્ચ અધિકારીઓ ની ગાડીઓ ત્યાંથી રોજે રોજ પસાર થાય….રાત્રી ઉઘરાણા માટે પોલીસ શું ત્યાં રાત્રે આંટા મારતી ના હોય તેવું બને ખરું?…શું મામલતદાર.કલેક્ટર કચેરી,જિલ્લા તાલુકા રૂરલ અને શહેર પોલીસ કચેરીઓ શું આ બાબતે અજાણ હોય તેવું માનવામાં આવે ખરું?
અને હવે પછી પોલીસ ફરિયાદી બની ને ઉમિયા ધામ સિદસર ના ટ્રસ્ટી જેરામ પટેલ ના પુત્ર અમરશી પટેલ(વ્હાઇટ સિરામિક ના માલિક અને બીજા આ ગેર કાયદેસર ટોલ ના જવાબદાર ચાર ક્ષત્રિય સમાજ ના ટોલનાકું ચલાવતા કર્મચારી,ભાગીદારો કે તેમના મળતીયાઓ લોકો એમ કુલ પાંચ સામે ગુનો નોંધી પોલીસ FIR કરવામાં આવી છે…અને dysp અને કલેક્ટર ની ખાસ ટીમ દ્વારા તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે…….નવાઈ ની વાત એ છે કે સરકાર ના સીએમ,કેબિનેટ મંત્રીઓ,રાજ્ય કક્ષાના મંત્રીઓ કે જીતેલા 156 ભાજપ વિધાયકો ને આ નકલી તમામ ક્ષેત્રો ના કારોબાર ચાલતા ની ખબર સુદ્ધાં નથી કે સરકાર કાઈ જાણે જાણતી જ નથી તેવું સૌથી મોટું નાટક ગુજરત નિં જનતા ને બતાવવામાં આવી રહ્યું છે….કોઈ જવાબદાર મંત્રી આ બાબતે મીડિયા ને સીધે સીધું કાઈ કહેવા તૈયાર નથી કે આ બાબત ની કોઈ પ્રેસ કરવા તૈયાર નથી અને વાઇબ્રન્ટ ની તૈયારીઓ માં આખી સરકાર પોતાને વ્યસ્ત બતાવી રહી છે…ખુદ વાઇબ્રન્ટ ની પ્રેસ માં પણ અધિકારીઓ મીડિયા ના પ્રશ્નો ના જવાબો આપી શક્યા નથી કે કુલ કેટલું રોકાણ દેશ ના અન્ય રાજ્યો ના ઉદ્યોગ વીર કે વિદેશો માંથી કુલ કેટલું શું થયું અને કયા પ્રોજેક્ટ અત્યાર સુધી વાયેબલ થયા……કેન્દ્રીય ગુજરાત ના મંત્રીઓ કે સ્થાનિક સાંસદો આ નકલી કારોબાર વિશ કાઈ બોલવા તૈયાર નથી..
ગુજરાત સરકાર ના કહેવાતા મીની સચિવાલય રૂપી કમલમ ના ભાજપ સંગઠન ના પ્રદેશ પ્રમુખ કે કોઈપણ સંગઠન ના હોદ્દેદારો,જિલ્લાના હોદ્દેદારો આ નકલી કારોબાર વિશે જાણે ઉપલી નેતાગીરી એ તેમના મો સિવી લીધા હોય તેમ બોલવા પણ તૈયાર નથી….એવી રીતે જ જાણે ગોદી મીડિયા ને જાણે ભાજપ પ્રચંડ બહુમત બાદ ખરીદી લીધું હોય તેમ મીડિયા માં પણ જાણે સરકાર ખુદ ડીબેટ ના વિષયો આપી પ્રજણનું ધ્યાન ભટકાવતી હોય તેવા કાર્યક્રમો મીડિયા ચેનલ માં જોવા મળે છે..અને નવા નિશાળિયા જેવા લોકો ને રાજકીય પાર્ટીઓ પણ તૈયાર કરી વેશભૂષા માં મોકલી બાલિશ ચર્ચાઓ સામસામી કરાવી ઘણીવાર હાસ્ય ઉપજાવે છે…પણ સરકાર સામે પ્રજાકીય હોત ના પ્રશ્નો ને તીખા તેવર માં કોઈ મીડિયા પૂછી શકાતું નથી કેમકે સરકારી આર્થિક મીડિયા ની આવકો બંધ કરવાનો બીક માં કારણે ગોદી મીડિયા પણ જાણે સરકારી ભાગીદારી થી ચાલતું હોય તેમ પ્રજામાં સંભાળવા મળે છે….
રોજે રોજ સંગઠન ના પ્રમુખ હજુ દિવાળી સ્નેહમિલન ના કાર્યક્રમો માં રીબીન કાપી ભાષણ આપે અને કાર્યકરો નો સ્થાનિક જમાવડો કરી ગોદી મીડિયા દ્વારા પ્રસિદ્ધિ કરાવે પણ આવા નકલી ગુનેગારી જેવા કૌભાંડો બાબતે ની એક પણ પ્રેસ કરી સરકાર ક્યારેય કોઈ ખુલાસો આપતી નથી…સરકાર ના પ્રસિદ્ધિ ના કાર્યક્રમો માં ઉપસ્થિત મંત્રીઓ,અધિકારીઓ ને મીડિયા સમય સૂચકતા જોઈ આવા નકલી કારોબાર અંગેના પ્રશ્નો પૂછે ત્યારે તપાસ ચાલુ છે તેમ કહી પ્રશ્નો માં જવાબો આપવામાં આવતા નથી….આજે વાઇબ્રન્ટ ગૂજરાત ની પ્લાનિંગ પ્રેસ કોન્ફરન્સ માં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ને આ નકલી ટોલનાકાના કૌભાંડ નો પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે આખી સરકાર ના કોઈ લાગતા વળગતા કોઈ આ કૌભાંડ વિશે જાણતા ના હોય તેવું ના બને.તો જવાબ મા માત્ર એટલું કહેવાયું કે તપાસ ટીમ તૈયાર કરી મોકલી અપાઈ છે.ઉચ્ચ તપાસ ના આદેશ અપાઈ ગયા છે…….આમ ઉડાઉ જવાબ આપી પ્રશ્નો ને ટાળી દેવાય છે.,
મહત્વ નો પ્રશ્ન એ છે કે આ ભૂપેન્દ્ર પટેલ ની.પાટીદારો બહુમત મંત્રીઓ.ધારાસભ્યો ની સરકાર માં મોટા ભાગના કૌભાંડો માં ગુનેગારો માં સૌથી વધુ પાટીદારો ના નામ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે..આ સરકાર માં જિલ્લા તડીપાર અને ગંભીર ગુનાઓ નિં કલમો લગાવી ગુનેગાર બનાવેલ જામીન ઉપર ના હાર્દિક પટેલ જેવા સામે પુરાવા ના નાશ કરી..નકલી ક્લીન ચીટ જેવો કાર્યવાહીઓ ન્યાયિક પતાવી ગુનેગાર માંથી ધારાસભ્ય બનાવી દીધા…આવા રાજકીય પાટીદાર સમાજ ના રાજકીય પ્રભુત્વ ઊભું કરીને જે ખેલ ગુજરાત ની પ્રજાને બતાવવામાં આવે છે તે બુદ્ધિજીવી જનતાના મગજ માં એક. મોટો સવાલ ઊભો કરે છે….મોદીજી અને અમિત શાહ….ગુજરાત ના હોવાથી પ્રજા સ્થાનિક રાજકીય મહાનુભાવો કેન્દ્ર નીતાગીરી માં શાસક તરીકે હોવાથી આંખ આડા કાન કરી પ્રજાંખોબલે ખોબલે મત આપે છે જેનો ગુજરાત ભાજપ ના તમામ રાજકીય લોકો સત્તા સ્થાન માં હોવાથી પોતાના સ્વાર્થ ખાતર પ્રજાને રાજકીય બ્લેક મેલિંગ સરકારી અધિકારીઓ ના ખભે કરી રહ્યા છે..નકલી વિકાસ બતાવી ગુજરત સરકાર ને આજે પાંચ લાખ કરોડ ની આસપાસ દેવામાં આ ભાજપ સરકાર લઈ જઈ રહી છે….હવે ગુજરાત ની બુધ્ધિ જીવી જનતા એ પણ રાજસ્થાન નીંજેમ દર પાંચ વર્ષે શાશક બદલવા જોઈએ તો રજ્કિય નેતાઓ અને અધિકારીઓ પણ માપ માં રહે…આ ઓછું ભણેલા બહુમત થી બનેલા.મંત્રીઓ ની અણઆવડત નું પરિણામ જનતા ભોગવી રહી છે..
********************************
*અહી કોઈપણ જાતના રાગદ્વેષ વિના માત્ર જન જાગૃતિ ના ભાગ રૂપે સમાચારો પ્રસિદ્ધ થાય છે છતાં કોઈને વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી શકે છે*
***********************************