જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક સાથે લેસ્ટરના કંજરવેટીવ પાર્ટીના રાજકીય અગ્રણી શ્રી ભુપેન્દ્રભાઈ દવે પહેલેથી જ જોડાયેલા છે અને તેમની રેગ્યુલર રાજકીય સામાજિક પોસ્ટ જન ફરિયાદ દેશ-વિદેશ સાપ્તાહિક તેમજ ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિકમાં અમોને નિયમિત મળતી રહે છે.
લીસ્ટર સીટી કાઉન્સિલ ની ચૂંટણીમાં ગુજરાતના બ્રહ્મ સમાજના ગૌરવ કહી શકાય તેવા શ્રી ભુપેન્દ્રભાઈ દવે કાઉન્સિલર તરીકે ચૂંટાઈને આવ્યા છે જેઓ લ***** શાસક સરકારની રાજકીય પાર્ટીના લેસ્ટર ખાતેના રાજકીય અગ્રણી કહેવાય છે અને હિન્દુઓની વોટ બેન્ક ઉપર તેમજ અન્યત્ર જાતિઓની વોટબેંક ઉપર તેમનું ખૂબ જ સારું તટસ્થ પ્રભુત્વ રહેલું છે તે આ તેમની ચૂંટણીની જીત ઉપરથી સમજી શકાય છે. ભૂતકાળમાં પણ શ્રી ભુપેન્દ્રભાઈ દવે તેમની પ્રતિસ્પર્ધી પાર્ટી લેબર પાર્ટી ના પૂર્વ યુરોપ મંત્રી કિથ વાઝ સામે પણ ઇલેક્શન લડી ચૂક્યા છે અને તેમની પાર્ટી તરફથી રાજકીય ચૂંટણીમાં અગ્રિમ ભૂમિકાઓ પણ તેઓ ભજવી ચૂક્યા છે જેના સમાચારો અમારા અખબારમાં નિયમિત અમોને મળતા હતા અને પ્રસિદ્ધ પણ કરવામાં આવતા હતા
જન ફરિયાદ દેશ-વિદેશ સાપ્તાહિક તેમજ news of ગાંધીનગર દૈનિક અને અમારા મીડિયાના જન ફરિયાદ ન્યુઝ પોર્ટલ તેમજ ન્યુઝ ચેનલ પરિવાર વતી શ્રી ભુપેન્દ્રભાઈ દવેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.
પ્રદીપ રાવલ : તંત્રી
www.janfariyadnews.com
આ ન્યુસ પોટલમાં કોઈપણ રાગ દ્વેષ વિના જનજાગૃતિના ભાગરૂપે સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક જો સમાચાર લાગે તો તંત્રીનું ધ્યાન દોરવાથી તેવા સમાચારોની ખરાઈ કરીને તેવા સમાચારો ન્યુઝ માંથી દૂર કરવામાં આવશે. તંત્રી