અમેરીકાના કેલીફોર્નિયા સ્ટેટ ના એનાહેમ શહેર માં આવેલા ગાયત્રિ ચેતના કેન્દ્ર માં હનુમાન જન્મોત્સવ ની ઉજવણી બહુજ ધામધુમ પુર્વક કરવા માં આવી.
અમેરીકાના કેલીફોર્નિયા સ્ટેટના એનાહેમ શહેર માં આવેલા ગાયત્રિ ચેતના કેન્દ્ર માં હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુંમાન જયંતી ની ઉજવણી બહુજ ધામધુમ પુર્વક કરવા માં આવી હતી. ગુરુવારે એપ્રિલ ની છઠ્ઠી તારીખે સાંજના સમયે યોજવા માં આવેલા આ કાર્યક્રમ ની શરૂઆત સુંદરકાંડ ના પાઠ થી કરવામાં આવી હતી અને ત્યાર બાદ ૧૧ વખત શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવેલ .આ ઉજવણીમાં કિર્તન કરાવનાર સુક્રિતાજી તથા નીકીબેન ભટ્ટ ની જુગલબંધી એ શ્રી રામ ભક્ત હનુમાન જી ના ભજન ..સ્તવન ની રમઝટ બોલાવી હતી .ભક્તિ સંગીત ની ધુન પર સભામંડપ માં આવનાર સમગ્ર ભક્ત ગણ પણ તનમય થઇ ઝુમી ઉઠ્યા હતા. આરતી ને ભજન ના સુરીલા વાતાવરણ માં દરેક ભક્તજનો હનુમાનજી ની ભક્તિ માં મસ્ત બની ને આનંદિત બન્યા હતા. ત્યાર બાદ મહાપ્રસાદ લીધાબાદ સહુ ભક્તજનો વિખરાયા હતા. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માં કુસુમબેન પંડયા ,મીનાબેન ભટ્ટ ,કુસુમ પટેલ ,ભાવના પટેલ ,મંજુબેન, કૈલાસબેન,સુમિત્રાબેન પટેલ અને સુક્રિતા શર્મા ના ગ્રુપ ના સભ્યો નો ખુબ જ સહકાર મળ્યો હતો.
( માહિતી અને તસ્વિર; કાંતિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )
![]() |
Virus-free.www.avast.com |
Show quoted text