ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવાની મુદત જે 31/3/2023 હતી તે એક વર્ષ માટે વધારી ને 31/3/2024 સુધી કરવામાં આવી છે..
પરંતુ આધાર કાર્ડ અને પાન કાર્ડ ને લિંક કરવામાં કોઈ પણ મુદત નો હજી સુધી વધારો કરવામાં આવ્યો નથી.અને 1000 રૂપિયા દંડ ની જોગવાઇ જે કરવામાં આવી છે તેમાં પણ કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જેથી જનતામાં કોઈપણ ગેર સમજ થાય નહિ તે માટે અહી સ્પષ્ટતા કરવામાં આવે છે.
સરકારે પણ આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ નહિ તો ઘણા લોકોને ગેરસમજ થઈ શકે તેમ છે અને લોકો ને 1000 રૂપિયા દંડ થઈ શકે તેમ છે.
આ બાબતે ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા પ્રેસ વાર્તા યોજી ને વિસ્તૃત માહિતી આપી ને કેન્દ્ર સરકાર ને આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની મુદત માં વધારો કરવા માંગણી કરવામાં આવી હતી..અને લોકો દંડ ના ભારણ માંથી બચી શકે તે માટે જન જાગૃતિ સરકારી વિભાગો દ્વારા લાવવા અનેક માહિતી આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર ના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાના પોર્ટલ ખૂલવામાં અને લિંક કરવામાં પણ ઘણી તકલીફ પડે છે..જેના લીધે દલાલો ફાટી નીકળ્યા છે..સરકારે અનેક જગ્યાએ આવી લિંક કરવાની સગવડ સુવિધા કેન્દ્રો માં કરાવી જનતા ને જાણ કરવી જોઈએ તેમ હેમાંગ રાવલે જણાવ્યું હતું..