” ભરોસાની ભેંસ પાડો જણે” કહેવત ને અનુરૂપ શાશક સરકારો ના રાજરાંગ રૂપી પ્રજા જાગૃતિ ના ભાગ રૂપે હાસ્યલેખ…..પ્રદીપ રાવલ
માની લો કે ભાજપ ની.ભરોસા.ની સરકાર માં મુખ્યમંત્રી શ્રી ભોપાભાઇ પટેલ ના પડખે કોઈ માહિર સોખટા બાજ બેસી ગયો અને કોઈ ખોટી સલાહ આપી ગામ ગઢાડે ચડાવવાની આવી કોઈ યોજના દાખલ કરાવે યો શું થાય..?
આ દલા તરવાડી ની જેમ શેખચલ્લી આવા એવોર્ડ આપવાનું વિચારે તો કેવા આપી શકે તેની કલ્પના સર્જક કઈક આવી કરી છે..
કેમકે શાશકો અને રાજકીય પક્ષ ના નેતાઓ ગોદી મીડિયાને બોલાવી કહે છે કે
@ કોઈ ચમરબંધી ને છોડવામાં નહિ આવે,
@ સરકાર ની બહાદુર પોલીસે ઘડીવાર માં.ગુનેગારો ને પકડી પાડયા છે..
@ કડક માં કડક સજા કરવામાં આવશે…આવી વાતો કરી મીડિયા ને બધી રીતે છલકવ્યા છે…
જે એક હિ આગ જન ફરિયાદ જાહેર કર્યા મુજબ ભરોસાની.ભેંસ જેવી સરકારે આવા અત્યાર સુધી.૧૩ “પેપર ફોડ પાડા ” ને જન્મ આપ્યા છે…આમાંથી કેટલા પાડા જેલમાં છે કે કોઈ સજા આપી હોય તેવું સંશોધન કોઈની પાસે હોય તો કહેજો..મને શોધે જડતું નથી.
…હા પહેલા પેપર ફોડ માં.નિર્દોષ કે જામીન ઉપર બહાર આવેલા ફરી આવા કાંડ માં.પકડાયેલ જોવા મળે છે જેને રીઢા પેપર.ફોડ પાડા કહી શકાય જેને ગુજરાત જેને ભાજપ સર્વોચ્ચ ભરોસા એવોર્ડ આપી શકે..અથવા રાષ્ટ્રપતિ ચંદ્રક ની પણ ભલામણ કરી શકે..
ગુજરાતમાં હમણાં જુનીયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટયું જેમાં નવ લાખ ૫૩ હજાર વિદ્યાર્થીઓ બેસવાના હતા જેમણે ખૂબ ખર્ચ કરીને પુષ્કળ તૈયારીઓ સરકારી નોકરી મેળવવા કરી હતી.જેમના માટે પિતાઓ તેમના પુત્ર.પુત્રી સરકાર માં બેસશે તેમ કરી કેટલાક ના સામાજિક ચોખટા પણ ગોઠવાઈ ગયા હશે.અને કેટલાક ના આંખમીંચામણાં પણ થઈ ગયા હશે..એકલ દોકલ ફરતા પણ થઈ ગયા હશે..
નવ વર્ષમાં સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનું આ તેરમું પેપર ફૂટ્યુ છે..૨૭ વરસથી રાજ્ય માં ભાજપ ની ભરોસો રાખવાની કહેતી આ સરકાર છે..
પેપર ફોડ ગેંગને પોલીસે જાણે.બધું જાણતા જ હોય અને બાતમીદારો બાહોશ હોય તેમ આબાદ રીતે ૧૬ જણા ને પકડી આખી ગેંગ પકડવાનો પોતાનો પોલીસ રેકોર્ડ બનાવી દીધો છે. એમને ગુનેગારોને ભવિષ્યમાં સજા થશે કે કેમ તે હવે ભરોસા ની ભાજપ સરકાર અને પક્ષ ના મહાન ભેજાબાજ નેતાઓ જાણે..
પરંતુ બેઘડી માની લો કે પેપર ફોડ કાંડ અને એના માહિર લોકો ને જો એવોર્ડ આપવાનો હોય તો કયા કયા એવોર્ડ આપી શકાય? તે હાસ્ય ની દુનિયાના કાલ્પનિક સર્જક કઈક આવું વિચારી શકે…
તેરમા પેપર ફોડ ભેજાબાજ/ચાલબાજી ૨૦ થી વધારે એવોર્ડની કાલ્પનિક યાદી.
01). પોલીસ ભેજાબાજ એવોર્ડ
(પેપર ફોડ ગેંગને ગુજરાત પોલીસે આબાદ રીતે પકડવા બદલ…)
02). બેસ્ટ ક્રાઈમ સ્ટાર્ટ અપ એવોર્ડ
(પેપર ફોડવાની ગુનાખોરીના સ્ટાર્ટઅપ બદલ…)
03). બેસ્ટ ઈન્ટર સ્ટેટ ક્રાઈમ એવોર્ડ
(પેપર ફોડવાની આંતરરાજય ગુનાખોરી બદલ…)
04). બેસ્ટ શોર્ટ ટર્મ એમ્પલોયમેન્ટ એવોર્ડ
(સાગરિતોને ટૂંકા ગાળાની કમાણીના પ્રોજેક્ટ બદલ…)
05). આઈડિયા એવોર્ડ
(પ્રેસમાંથી પેપર તફડાવવાના આઈડિયા બદલ…)
06). ઝીરો ઈન્વેસ્ટમેન્ટ બિઝનેસ આઈડિયા એવોર્ડ
(મૂડી રોકાણ વિનાના ‘ધંધા’ બદલ…)
07). પેપર સોલ્વ એટ મીડ નાઈટ એવોર્ડ
(જુનિયર કર્લકની પરીક્ષાનું પેપર મધરાત્રે સોલ્વ કરવા બદલ…)
08). પેપર સોલ્વ એટ સિંગલ પ્લેસ
(જુનિયર કર્લકની પરીક્ષાનું પેપર અજાણી જગાએ સોલ્વ કરવા બદલ…)
09). પેપર સોલ્વ બાય નોન કેન્ડીડેટ એવોર્ડ
(પરીક્ષાના ઉમેદવાર સિવાય અન્ય વ્યક્તિ દ્વારા પેપર સોલ્વ કરવા બદલ…)
10). પેપર ફોડ લીડર 2023 એવોર્ડ
(પેપર લિકેજ ગુનાખોરીના નેતૃત્વ બદલ…)
11). પેપર ફોડ લીડર સપોર્ટર 2023 એવોર્ડ
(પેપર ફોડ ગુનાખોરીમાં સહયોગ બદલ…)
12). પેપર ફોડ ગ્રુપ 2023 એવોર્ડ
(પેપર લિકેજની સંગઠ્ઠિત ગુનાખોરી બદલ…)
13). હાય હાય એવોર્ડ
(પેપર લિકેજના લીધે પરીક્ષા રદ થવાથી નારાજ ક્રોધિત ઉમેદવારો દ્વારા અપાતો ખાસ એવોર્ડ)
(૧૪) પેપર ફોડ.શ્રેષ્ઠ આંદોલન કારી એવોર્ડ
(૧૫) પેપર ફોડ.આંદોલન કારી માથી પી.એમ,એચ.એમ ને ગાળો આપી ધારાસભ્ય બનનાર ને શ્રેષ્ઠ ” ભગવા એવોર્ડ” પક્ષ તરફથી…(પૂર્વ આંદોલન કારી નેતા ને આખી સરકાર ગાળો આપી આરોપી બનાવ્યા બાદ સત્તા માં આવવાની લાલચે વોટ બેન્ક ની ભીખ ખાતર ધારાસભ્ય ની ટિકિટ આપી જીતાડી વિધાનસભા માં બેસાડ્યા)
(૧૬)
શાશક સરકાર ના ૪ ચોપડી થી દસ ચોપડી ભણેલા મંત્રીઓ.ધારાસભ્યો ની કમિટીમાંથી ” પેપર લીક નીતિ” કાયદો બહુમત સરકાર માં બનાવનાર ને પણ પ્રથમ.દ્વિતીય.તૃતીય અને આશ્વાસન એવોર્ડ થી નવાજી શકાય
(૧૭)
પેપર ફોડ માં ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળું મારવા નો માસ્ટર પ્લાન કરીને સરકાર તેમજ પક્ષ ની આબરૂ બચાવનાર ને શ્રેષ્ટ ” સરકારી ભેજાબાજ અથવા રાજકીય ભેજાબાજ” શ્રેષ્ઠ મોટી કટકી કરી કેન્દ્રીય નેતાઓની ભલામણ ના બહાને આવા એવોર્ડ આપી શકાય….
(૧૮)
આવા એવોર્ડ ના ટેન્ડર બહાર પાડી ને તેમાં રીંગ બનાવી” શ્રેષ્ઠ કટકી કાંડ કોન્ટ્રાકટર એવોર્ડ” પણ આપી શકાય…
(૧૯) ” ગોદી મીડિયા પ્રસિદ્ધિ શ્રેષ્ઠ સરકાર ના પીઠ્ઠું/પોઠિયા ” એવોર્ડ આપી દેશ અને દુનિયા માં પ્રસિદ્ધિ પામી શકાય
(૨૦) છેલ્લે ચૂંટણીઓ નજીક આવતા ક્લીન ચીટ બીજા નાના મોટા અનેક એવોર્ડ ની હારમાળા કેન્દ્રીય નરેત્વુત્વ(ક્લીન ચીટ માહિર બેલડી) દ્વારા કચ્છ ના રણ માં માંડવી બીચ(ફેમસ માનસી પ્રેમ લીલા પ્રકરણ.જાસુસી કાંડ ઉદગમ સ્થાન) બીચ ઉપર ભવ્ય રાજ્ય નો મોટો એવોર્ડ સમારંભ પબ્લિક માટે ટિકિટ રાખી યોજી મોટી સરકારી આવક પણ ઉત્પન્ન કરી શકાય..
(૨૧)
નવ લાખ ત્રેપન હજાર વિદ્યાર્થીઓ માથી કેટલાક લોકો પાસે બે લાખ થી ૧૨ લાખ અને ૨૫ થી ત્રીસ લાખ રૂપિયાના પેકેજો આપી એડવાન્સ ઉઘરાવી નાખનાર ભેજાબાજો ને પણ અનેક એવોર્ડ આપી શકાય(જેમ ભૂતકાળ માં મહિલા શિક્ષણનમંત્રી ના રાજ માં પચીસ હજાર માં નકલી ભોપાલ ની પીટીસી ડિગ્રી કાંડ થી રાજ્ય માં નોકરી મેળવનાર શિક્ષકો નો કાયદાકીય કોયડા રૂપી કેસ તેઓ નિવૃત્ત ના થઈ જાય ત્યાં સુધી ચાલ્યો અને તેમને પેન્શન પણ મળે તેવી રીત નો ચુકાદો આવી ક્લીન ચિટ ચુકાદો કહેવાયો.)
ભ્રષ્ટ અધિકારીઓ તરફથી નેતાઓ ના કહેવાથી તેમના અભણ રાજકીય કારકિર્દી બનાવવા તલપાપડ થતાં કાકા.મામાં.માસી ના સંબંધીઓ માટેના બીજા એવોર્ડ પણ ઘણા આપી શકાય….જે રાજકીય ભેજાબાજ વધુ પ્રકાશ આ પ્રચંડ બહુમતી ના માહિર લોકો આપી શકે.
કેન્દ્ર અને રાજ્ય માં રાજકીય જીત હાંસલ કરી ને શાશક સરકાર માં પક્કડ જમાવી પક્ષ નો ધરોહર સંભાળનાર મહાનુભાવો ની ટીમ આવું કઈક ” કમળ હાઉસ” ખાતે વિચારી અંડર પ્રોજેક્ટ માં હોય તો નકારી પણ ના શકાય…..પ્રેસ કોન્ફરન્સ નું આમંત્રણ આવે પછી એમને ખબર પડશે..
(ઉપરોક્ત હાસ્ય સર્જકો માટેની ટીપ્સ લેખમાળા,વાર્તા,પદ્ય,ગદ્ય બનાવવા મદદ રૂપ થશે..)
સંપાદક : પ્રદીપ રાવલ
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક
જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક..ગાંધીનગર
www.janfariyadnews.com