*ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ*
*ભરોસાની ભાજપ સરકાર*
*_______*
*રાજયના 182 વિઘાનસભામાં LED રથ(પ્રચાર વાહન)નું પેજ સમિતિના પ્રણેતા એવા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું.*
*_______*
*ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતા પ્રજાકીય સેવા કાર્યોનો રીપોર્ટ લઈને આ LED રથ રાજ્યના મહોલ્લે-મહોલ્લે, ગામડે-ગામડે, શહેરે-શહેરે જઈને જનસંપર્ક કરશે:- શ્રી ગોરઘનભાઈ ઝડફીયા*
*_______*
*ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પ્રજા સાથે સંપર્ક કરી સંવાદ નાં માધ્યમથી કેન્દ્ર તેમજ રાજ્યસરકારની ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓ તેમજ વિકાસની અવિરતધારાને યાત્રાનાં માધ્યમથી પહોંચાડવામાં આવે છે:- શ્રી ગોરઘનભાઈ ઝડફીયા*
*_______*
*ભાજપા દ્વારા આવતીકાલ 12 મી ઓક્ટોબર અને ૧૩ ઓક્ટોબર નાં રોજ ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પાંચ જુદી જુદી યાત્રાઓના પ્રસ્થાન કરાવવામાં આવશે*
*_______*
*દરેક યાત્રામાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય મંત્રીશ્રીઓ, રાજ્યના મંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીનાં કેન્દ્ર તેમજ રાજ્યનાં પદાધિકારીશ્રીઓ સમયાંતરે ઉપસ્થિત રહેશે.*
*_______*
આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા રાજયના 182 વિઘાનસભામાં LED રથ(પ્રચાર વાહન)નું પેજ સમિતિના પ્રણેતા એવા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું. આ રથ કેન્દ્ર અને રાજય સરકારની પાંચ વર્ષના કામની સિદ્ધીઓ અને વિવિધ યોજનાઓની માહીતી વિઘાનસભા દીઠ પહોંચાડશે. LED રથ ફ્લેગઓફ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખશ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ ઉપપ્રમુખશ્રી વર્ષાબેન દોશી, પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માં, ગાંધીનગરનાં પ્રમુખશ્રી રૂચિરભાઈ ભટ્ટ, મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, પ્રદેશ સહ પ્રવક્તાશ્રી ડૉ.ઋત્વિજ પટેલ, પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ સંદર્ભે પ્રદેશ ઉપાઘ્યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજીએ પત્રકાર પરિષદને સંબોઘી હતી.
શ્રી ગોરઘનભાઇએ પ્રેસ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ભારતીય જનતા ગુજરાત પ્રદેશ પ્રજા સાથે સંવાદ કરવા વર્ષોથી વિવિધ યાત્રાઓ નીકાળી રહ્યા છે. આ વખતે ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પાંચ વિવિધ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે થકી રાજયના તમામ ગ્રામીણ વિસ્તારોને કવર કરવામાં આવશે અને રાજ્યની 144 વિઘાનસભા વિસ્તારમાં યાત્રા ફરશે. આજે જે LED રથને પ્રસ્થાન કરાવ્યું છે તે રથ આગામી ચૂંટણી સુઘી એક એક વિઘાનસભામાં મહોલ્લે-મહોલ્લે, ગામડે-ગામડે, શહેરે-શહેરે રાજય અને કેન્દ્ર સરકારના કામોનો રીપોર્ટ પ્રજા સમક્ષ રજુ કરશે.
શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ વધુમાં જણાવ્યું કે, રાજનીતિક જીવનમાં પ્રજાએ આપેલ મેન્ડેટ પછી પ્રજાની અપેક્ષા પર ખરા ઉતરવાની જવાબદારી સત્તા પક્ષની હોય છે. ભારતીય જનતા પાર્ટી હરહંમેશ પ્રજાની સાથે પ્રજાની પડખે ઉભી રહીને સેવાકાર્ય કરે છે. ભારતીય જનતા પાર્ટીનીકેન્દ્ર સરકાર અને રાજ્યસરકારની વિવિધ યોજનાઓ પ્રજા સુધી પહોંચે અને તેના મહત્તમ લાભો લાભાર્થીઓને મળી રહે તે હેતુથી આ યાત્રાઓ તેમજ LED પ્રચાર રથનું ખુબ મહત્વ છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશના સહ પ્રવકતશ્રી ડો.ઋત્વિજભાઇ પટેલ, પ્રદેશ મીડિયા વિભાગના સહ કન્વીનરશ્રી ઝૂબિનભાઇ આસરા ઉપસ્થિત રહ્યા હતા.
***********ન્યૂઝ ચેનલ સમાચાર લિંક********
Janfariyadnews.com
***********************************
આપની આસપાસ બનતી ઘટનાઓ તેમજ સમાચારો ન્યૂઝ ચેનલમાં તેમજ અમારા અખબારમાં પ્રસિદ્ધ કરવા માટે અમોને 9824653073 ઉપર whatsapp થી મોકલી આપો.
2022 દિવાળી અંકમાં આપના વ્યવસાયની આપની પ્રોડક્ટની બહોળી પ્રસિદ્ધિ માટે ન્યૂઝ ચેનલમાં તેમજ અખબારમાં જાહેરાત આપવા માટે અમોને આપની ડિઝાઇન સાઈઝ પ્રમાણે 9824653073 ઉપર મોકલી આપો અને અમારા ભાવ પત્રક પ્રમાણે ઓછા પૈસામાં સારી પ્રસિદ્ધિ મેળવો.
તંત્રી પ્રદીપ રાવલ
Editor/owner ; Pradip Raval
Managing Editor : Minaxi Raval
International Editor(UK)Pooja Raval
state Pramorers
(Uk.usa Canada,Ausi,UAI)
જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક (1996)
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક (2014)
Janfariyadnews.com (ન્યૂઝ ચેનલ)
Janfariyadnews.com ( News portal)
Govt Block : 677/2.GH Type.Sector-8
Gandhinagar – 382008
Gujarat..India
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
www.janfariyadnews.com