યુકે ના લેસ્ટરમાં ગયા રવિવારે ભારત પાકિસ્તાનની ટી ટ્વેન્ટી લીગ મેચ માં ભારતે પાકિસ્તાનને હાર આપતા લિસ્ટરના મેલ્ટન રોડ ઉપર તેમજ બેલગ્રેવ રોડ ઉપર યુવાનોના ટોળા ભેગા થઈ ગયા હતા અને એકબીજાની ટીશર્ટ ફાડી નાખી હતી તેમજ હિન્દુ મંદિર આગળ ઇસ્લામિક ગ્રુપના લોકો ભેગા થઈ ગયા હતા અને સૂત્રોચારો કરીને આગળ વધવા માગતા હતા પણ તેમને પોલીસે કોર્ડન કરી લીધા હતા.ભારત ના કટ્ટર હિંદુવાદી તેજાબી વક્તા સાધ્વી ઋતુંભરાજી ના હિન્દુ મંદિર ના કાર્યક્રમ ની જાણ મુસ્લિમ કટ્ટર સંગઠનો ને થતાં તેઓ જાણી જોઈ હથિયારો સાથે આગજની કરી શકે તેવી તૈયારી સાથે હિન્દુ ધર્મ સ્થાનો ને ટાર્ગેટ બનાવી હિન્દુઓ માં ભય ફેલાવવાનું ષડયંત્ર રચી નાખ્યું હતું પરિણામે સાધ્વી રૂતુંભરાજી નો કાર્યક્રમ હિન્દુ સંગઠન આયોજકે રદ કરવો પડ્યો હતો અને તેમાંનો એક વ્યક્તિ કેમેરા માં મોઢું દેખાય નહિ તેવા પહેરવેશ માસ્ક અને ભૂરા કલર ના પહેરવેશ સાથે પૂર્ણ તૈયારી ના ભાગ રૂપે યુવક મોઢું છૂપાવવા અલગ ડ્રેસ માસ્ક પહેરી હિન્દુ મંદિરનો ભગવો ધ્વજ ઉતારતો પોલીસની હાજરીમાં નજરે ચડ્યો હતો અને આ તોફાનોમાં પોલીસે 26 થી વધારે તોફાનીઓ ની હથિયારો સાથે નજરે ચડતા અટક પણ કરી છે. સુત્રો તરફથી મળતી સ્થાનિક ત્યાની માહિતી મુજબ લીસ્ટરમાં 7.4% મુસ્લિમ ની વસ્તી છે તેમ જ 7.2% હિન્દુ ની વસ્તી છે 55% શીખ કોમ્યુનિટી ની વસ્તી છે અને 22% ક્રિશ્ચિયન લોકો ની વસ્તી ધરાવતું આ લેસ્ટર છે.જ્યા સુમેળ ભર્યા સંબંધો થી લોકો રહીને ત્યાંના કીથ વાઝ જેવા હિન્દુ મુકા ના મંત્રી પણ વરસો વરસ ચૂંટાઈ યુરોપ મિનિસ્ટર તરીકે રહી ચૂક્યા છે તેમજ તેમના કૃષ્ચિયન ગોવાનીસ પત્ની મારિયા ફર્નાન્ડિઝ પણ કાયદા માં ઉચ્ચ પદવી થી ઓથ.સિનિયર સોલિસિટર તરીકે કાયદા ના વ્યવસાય માં પોતાની law solicitors company ધરાવે છે..અનેક નામી હિન્દુ સંગઠનો સામા એનજીઓ, અમે ગુજરાતી છીએ, જેવા પણ વર્ષોથી કાર્યરત છે .
યુકેના બર્મિંગહામમાં અને સ્મિથ વીક વિસ્તારમાં પણ હિન્દુઓ ઉપર મુસ્લિમોના હુમલો કરવાના ટોળા ની જાણકારી મળી છે અને પોલીસ આ બાબતે અંદરો અંદર સમાધાન કરીને શાંતિ જાળવવાની જાતજાતની અપીલો કરીને એકબીજા જૂથોને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે રાણી એલિઝાબેથના અવસાન બાદ હિન્દુઓ ઉપર મુસ્લિમો ના છૂટાછવાયા હુમલાના બનાવો ની કોશિશ કરી ડરાવવાની કોશિશ કરી રહ્યા છે. અને હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આવી જ ઘટનાઓ કેનેડાની અંદર પણ આવા બનાવો શરૂ થયેલ જાણવા મળે છે.
સમગ્ર યુકેના બર્મિંગહામ લેસ્ટર વેમ્બલી,હેરો તેમજ અન્ય વિસ્તારો ની અંદર મોટા પ્રમાણમાં હિન્દુ મંદિરો આવેલા છે અને સ્થાનિક હિન્દુઓ નીં વસ્તી વધારે છે અને હિંદુઓ વાર તહેવારે ઉજવાતા ઉત્સવોમાં હિન્દુ પરિવારો કેટલાક સમય થી આવી તંગદિલી ખાતર ભયભીત રીતે ઉત્સવો મનાવી રહ્યા છે અને સ્થાનિક પોલીસ પણ બને તેટલું ઘર્ષણ ન થાય તેવી રીતે હિન્દુ મુસ્લિમ સંગઠનો ને પ્રોટેક્શન આપવાનો પ્રયત્ન પણ કરી રહી છે આવું જે લોકો કટ્ટર નથી અને શાંતિ સ્થાપી ને હલી મળી ને રહેવા માંગે છે તે સમુદાય માં પણ હવે કટ્ટર પંથી લોકો ના કારણે ભય ફેલાઈ ગયો છે તેવું જાણવા મળે છે આ બાબતે હિંદુ સંગઠનો એ હવે આગળ આવીને સરકારમાં પોતાની કોમ્યુનિટીની સેફટી બાબતે ના કાયદાઓ અંગે લડત આપવાની રહેશે તેવું અંદરો અંદર જૂથોમાં ચર્ચા તો જાણવા મળે છે.કેમકે કેટલાયે સમય થી આ પરિસ્થિતિ વારે ઘડીએ બનતી આવી છે..
લંડન ખાસ પ્રતિનિધિ દ્વારા….ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક.જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક, janfariyadnews ચેનલ..તંત્રી પ્રદીપ રાવલ ની ખાસ રિપોર્ટ ..