[7/25, 12:57 AM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG 0013
પ્રકાર: ગદ્ય
વિષય :
દેશ વિદેશમાં ગુજરાતીઓનો દબદબો,બદલાતી સામાજિક,આધુનિક શૈલી.
તારીખ ૨૪/૦૭/૨૨.
“જયાં જયાં વસે
એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ
ગુજરાત.”
ગુજરાતીઓ માટે દેશ
વિદેશ કે દેશ પરદેશ
જેવું કંઈ જ હોતું નથી.
એ જ્યાં રહે એ જ એમનું
ઘર. એજ એમનો દેશ.
મને ખબર છે કે પરદેશમાં અમુક શહેરોમાં
આપણે જઈએ તો ત્યાં
એમની ભાષા આવડવી
જરૂરી છે, પણ જ્યારથી
ત્યાં ગુજરાતીઓ આવીને
વસ્યા છે ત્યાં હવે આપણી
ભાષા વપરાય છે.
દેશ પરદેશના કોઈ પણ
ખૂણે તમે ફરો તો ત્યાં
તમને આપણી ગુજરાતી
ભાષાનો,ગુજરાતી લઢણ,
ગુજરાતી સંસ્કારો, ગુજરાતી રહેણીકરણી,
ગુજરાતી ઝભ્ભો લેંઘો પહેરેલા ફક્ત ગુજરાતીઓ
નહી પણ પરદેશના લોકો
પણ તમને ગુજરાતી
પહેરવેશ પહેરેલા જોવા
મળશે.આ જ છે આપણી
આધુનિક સંસ્કૃતિનો
દબદબો.
તમે પરદેશના કોઈ પણ
મંદિરમાં જાવ તો તમને
જય સ્વામિનારાયણ
અને
જય શ્રી કૃષ્ણ
સાંભળવા મળશે.
હમણાં તો ત્યાં, તમે
નહી માનો પણ ગણપતિ
નું બુકિંગ પણ શરૂ થઈ
ગયું છે અને અહીંયાના
પૂજારીઓ એક સાથે
ઓનલાઇન પંદર જગ્યાએ પૂજા કરાવે છે
અને એ પણ શાસ્ત્રોક્ત
રીતે શુદ્ધ સંસ્કૃતના શુદ્ધ
ઉચ્ચારણ સાથે.
આખા વિશ્વમાં તમે
નવરાત્રિમાં ફરો તો
ખબર પડે કે કેટલા
દિલથી માતાજીની સેવા
પૂજા થાય છે.
દુનિયાના કોઈપણ દેશમાં
તમે જોશો તો ખબર પડશે કે ત્યાંના રાજ્યમાં
ગુજરાતી બહેનો અને
ભાઈઓ પ્રધાન પદ શોભાવે છે. અને આપણા
રાષ્ટ્રીય તહેવારોની ત્યાં
ઉજવણી પણ કરાવે છે.
હવે તો ત્યાંના રાષ્ટ્રપતિ, વિદેશ પ્રધાન પણ
ગુજરાતી પહેરવેશ બંડી
પહેરીને “નમસ્તે” કહીને
બે હાથ જોડી ને નીચે
નમે છે.
તમે જુઓ તો અહીંયાના
ગુજરાતી છોકરાઓ વિદેશ
ભણી ને ત્યાં ની ગોરી
છોકરીઓ સાથે લગ્ન કરી
અને કાયમ માટે ભારત
પાછા ફરે છે.અને એ
ગોરી છોકરીઓ જ્યારે
આપણી ગુજરાતી ભાષા
બોલે છે અને લાલાની
સેવા કરે છે કે દેરાસરમાં
જઈ ને પૂજા કરે છે,
અઠ્ઠાઈ કરે છે ,શંકર
ભગવાનની સ્તુતિ કરે છે
અને ચણીયા ચોળી પહેરી
જ્યારે માતાજીના ચાચર
ચોકમાં ગરબા રમે છે ત્યારે આપણા ગુજરાતીઓની છાતી
ગજ ગજ ફૂલે છે અને
એનાથી વધારે જ્યારે
આપણી ગાય ભેશને
દોહે છે ત્યારે આપણને
એમને પણ શત શત
નમન કરવાનું મન થાય
છે કે કેવા અહિયાં આવીને
આપણી બદલાતી જતી
આધુનિક શૈલીમાં કેવા
ઓતપ્રોત થઈ જાય છે.
આજ છે આપણી
આધુનિક બદલાતી
સામાજિક શૈલી.
ઘનશ્યામ વ્યાસ.
“શ્યામ”
[7/25, 1:40 PM] Jagdish Ranodara.MeM Shankheshwar: *NOG SS NO : 119*
*વિષય* : સૂર – સંગીત – સુરાવલી
*પ્રકાર* : ગદ્ય
*શિર્ષક* : સંગતનો સૂર
ઘણા લોકો ને ગાવાનો, બજાવવાનો ઘણો શોખ હોય, પરંતું ન આવડતું હોય ત્યારે તે નિરાશ થઈ ને બીજાના અનુકરણથી શરીરને તાલ,લય કે ઢાળ લોલંમલોલ હલાવતા હોય છે.
મારા જીવનમાં આવી ઘટના ઘટેલી છે. કોઈ વાર ભજન મંડળીમાં ગયા હોય અને કોઈ મંજીરા લઈને સૌની સાથે તાલ મિલાવવાનો પ્રયાસ કરું ત્યાં બાજુવાળા ગોદો મારે કે તાલમાં વગાડ નહીંતર મૂકી દે, ત્યારે એમ થાય કે હે કુદરત…! તેં મને આવી શક્તિ કેમ નથી આપી…? શરમિંદા થઈ ને એ વાજીંત્ર મૂકી દેવું પડે.
રસ- રૂચિ હોય તો આગળ વધી શકાય છે.એનું જીવંત ઉદાહરણ છે.
મારા ધર્મપત્ની બિલકુલ અભ્યાસ કરેલ નથી, એમના પિયરની શાળામાં તેમનો જન્મ તારીખનો દાખલો કઢાવવા ગયો.આચાર્ય સાહેબે ઘણા જનરલ રજીસ્ટરો જોયાં પરંતુ નિષ્ફળતા મળી કેમકે શાળામાં નામ જ નોધાવેલુ ન્હોતું.
અભણબાઈ આજે સ્વયં અક્ષરજ્ઞાન મેળવી ને તેમને કરતાલ વગાડતા આવડે છે અને ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરીને યુ ટ્યુબ અને ગુગલમાં સર્ચ કરીને ભજનો શીખે છે,તે ઉપરાંત મહિલાઓનું ભજન મંડળ બનાવીને સરસ મજાનાં તાલ-લય, સાથે ભજનો ગાય છે. શબ્દોની સમજ ન પડે ત્યાં મારો સહારો લઈને મહિલાઓમાં સારા ભજનિક તરીકે નામના મેળવી છે.
ભજન ગાવાના હોય ત્યારે તેનું વારંવાર રિહર્સલ કરે છે અને સરસ રીતે તાલમાં ભજન રજૂ કરે ત્યારે સંગીતજ્ઞો પીઠ થાબડી પ્રોત્સાહિત કરે છે.
સંગીત એવો રસનો વિષય છે કે એને માણો એટલે તલ્લીન થઈ જવાય. માણસ તો થાય,પણ પશુ-પક્ષી કે જીવજંતુ અને વૃક્ષો પણ સંગીતનાં તાલમાં ડોલવા લાગે છે. જેને સંગીતનો રસ જાગે છે.
સાતમ-આઠમનાં કનૈયાના ગીતો કે નવરાત્રીમાં ગરબા ગવાય તેમાં બહેનો ઢોલના તાલે હિંચ,ઠમકો, ઉંચો તાલ,બેસણી જેવા ગીતો ગાઈને વાતાવરણ ધમધમતું કરી દેતા હોય છે.
સંગીત એટલે સં -સંગ – ગીત , સંગની સાથે ગીત ગાવું અને બજાવવુ એવો સામાન્ય અર્થ કરી શકાય. (સંગાથે ગાવું) આ ગામડા ગામની સંસ્કૃતિ રૂપ સંસ્કાર છે.
ગામડાઓમાં આવતા વાદી લોકો મોરલીના નાદે નાગને ડોલાવી ઝેર સાથે મોતના મુખમાં હાથ નાખી શૂર રેલાવી પોતાની આજીવિકા રળે છે. એજ રીતે ભરથરી લોકો પણ રાવણહથ્થો લઈ નાના બાળકોનાં હાલરડાં ગાઈને બાળકની માતાને રિઝવતા હોય છે.
સંગીતએ શૂર,તાલ,લય અને રસ થી માણવામાં આવે તો ભલભલા સંગીતનાં સૂરમાં સંગીતમય બની જાય છે.
ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
વીસાવડી-વરણોસરી-શંખેશ્વર-વાહેદપુરા
***********************************
Janfariyadnews.com (chenal news link)
નોધ : આપની આસપાસ બનતી ઘટનાઓ,સમાચારો અમોને અમારા વોટસ અપ નંબર 9824653073 ઉપર મોકલી આપો.નિર્ભય રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે..તંત્રી