[6/12, 9:24 AM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO:004*
*વિષયઃ અંતરમનની આશ*
*પ્રકારઃગદ્ય*
*શબ્દઃ૨૬૫*
*શીર્ષકઃજાગૃતિ*
જીવનને માનવી કેવી રીતે લે છે એ તો એના અંતરમનની આશને ખબર. આજ કાલ માનવી વિશ્વ સાથે જોડાયેલો છે એટલે કે તેનામાં જાગૃતિ આવેલ છે.
આ જાગૃતિ એટલે શું? સારું પહેરવું ઓઢવું, ખાવું પીવું, સભ્યતા ને સંસ્કૃતિની સુફિયાણી વાતો કરવી, અંગ્રેજી બોલી બોલવી ,દોડતી દુનિયાને દોડતા પકડવું.
હા, મિત્રો આ બધું તેને ગાંડો બનાવી દે છે કારણ તેના અંતરમનમાં અનેક આશ બાંધી બેઠો છે. તે પૂર્ણ કરવા તે દોડતો જ રહે છે. તેમાં જોડાય છે બાહ્યઆડંબર જેને પોષવા તે ખરા સચોટ વિચારો કરવા કરતા બીજા સાથે હરિફાઈ કરતો થઈ જાય છે.
નાનપણથી તે આશાઓના પડીકાં બાંધી સમાજ સાથે ચાલતો જીવતો ઝઝૂમતો રહે છે.પાડોશીથી લઈ બીજાં બધાં જે સીધા કે આડકતરી રીતે તેની સાથે જોડાયેલા હોય છે તેને તે મનોમન પોતાનો સ્પર્ધક માને છે ને તેથી તે મૂંઝાયેલો રહે છે. તે મૂંઝવણનો કોયડો નથી મળતો તેથી અંતરમનથી નિરાશ થાય છે.અહીં તેને ખરેખર અંતરમનથી જાગૃત થઈ એવી આશની કેડી પર ચાલતા શીખવાની જરૂર છે જ્યાં ઈર્ષા, ક્રોધ કે સ્પર્ધા નહિ પણ અલ્પમાં ઘણુંની જાગૃતિની જરૂર આશ રહે.
એ મળે તો માનવી ખરેખર તે જગત સાથે જોડાયેલો રહી શકે.
મારાં અંતરમનની આશ છે કે હું એટલું ને એવું કાર્ય કરું કે મારે લીધે કોઈને ઠેસ કે દુઃખ ન પહોંચે પણ ક્યારેક તે મારી ગેરહાજરી અનુભવે ને તે વખતે હું અંતરથી તેની જાગૃતિનું કારણ બનું.સારા વિચારો અર્પું ને તેમાંથી સારી ભાવનામય વિશ્વની ડોર બની ઈશ્વર સાથે જોડાઉં જે જાગૃતિનાં માર્ગે ચાલવાનું શીખવે.
અંતર મન
ઝૂલે આશાએ
માનવ ને તરણું,
લાગે સહારો
જાગૃતિ પંથે.
જીવવું નિત્ય
નવીન આશે
પૂરવા કોડ ચિત્તે,
તમસ ભાગે
જાગૃતિ પંથે.
જ્યોત પૂંજ
જોડાઈ મને
પ્રકાશ તેજોમય,
મળે વિશ્વને
જાગૃતિ પંથે.
અસ્તુ
*જયશ્રી પટેલ*
*૧૨/૬/૨૨*
[6/12, 11:10 AM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS.N0-.0026
વિષય – અંતરમનની આશા.
વિભાગ – પદ્ય ( ગઝલ)
લગાગાગા ૪ – હજઝ છંદ.
શીર્ષક – માનો તો!
કરી છે કેદ ના જાણે હજારો આશ માનો તો.
રહી જાશે ,ઘણી બાકી અધૂરી પ્યાસ માનો તો.
રચાતાં જે ફરીથી એ બધાં સૌ તોડતાં જાતાં,
યુગોથી રોજ વિસ્તરતાં નવાં ઈતિહાસ માનો તો!
હ્રદય ધબકે ને ધડકન ના સૂરોમાં નામ બસ તારું,
અજાણ્યો થઈ ફરે લૈ ને તું મારા શ્વાસ માનો તો!
રહી બસ એક આ અંતરની આશા મન મહીં તોયે,
કદાચિત આપનો પામું જરા સહવાસ માનો તો!
તમારો સાથ પામીને બન્યું છે ધન્ય આ જીવન,
થયું પાવન જગતથી જીવવું લ્યો, ખાસ માનો તો!
અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
[6/12, 1:46 PM] Bhavna Mistry.Mem.-2: NOG.SS No : 0099
વિષય: અંતરમનની આશા.
પ્રકાર: પદ્ય
શીર્ષક: આશ છે
થનગનતી યુવાનીને પ્રણયની,
બેકાબૂ ઈન્દ્રિયો પર વિજયની આશ છે.
અબ્ધિના મોજાને કિનારાની,
અમાસના અંધારાને તારાની આશ છે.
વટેમાર્ગુઓને તરુનાં છાયાની,
સુંદરીઓને કમનીય કાયાની આશ છે.
જરઠોને જીવવા જિંદગીની,
મૃત્યુને મહેકાવવા બંદગીની આશ છે.
સરિતાને ઉત્કંઠા મળવાની,
સાગરમાં જઈને ભળવાની આશ છે.
ભાવનાબેન મિસ્ત્રી “અભય”
(વલસાડ)
[6/12, 5:10 PM] Nayana.MeM.NOG Patel: Nog.ss.no.73
વિષય અંતરમનની આશા.
પ્રકાર.ગદ્ય,
શીર્ષક.અંતરમનની ઈચ્છાઓ
અંતરમનની આશા એટલે માણસે દબાવી રાખેલી ઇચ્છાઓ, મનુષ્ય જીવનમાં કંઈક કેટલીય આશાઓ ને અંતરમનમાં ભરીને જીવે છે,એમાંથી જો કોઈ પુરી થાય તો એ પોતાને ખુશ નસીબ સમજે છે,
પરંતુ મનુષ્ય એ જાણતોજ નથી કે ઈચ્છાઓ ને પુરી કરવી એજ જીવન નથી,જીવનતો જે મળ્યું છે એમાં આનંદ લેવાનું છે,વર્તમાનમાં જીવવાનું છે,આજનો માણસ જો પોતાની રીતે જીવતા શીખીજાય એજ એના અંતરમનની મોટી ઈચ્છા છે,
વ્યક્તિ પોતાની રીતે પોતાના મન પ્રમાણે જીવીના શકે એવી અંતર મનની આશાઓ શુ કામની જે ક્યારેય પૂર્ણ ના થાય..
નયના પટેલ .વડોદરા.
[6/12, 5:43 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય – અંતરમનની આશા
વિભાગ – પદ્ય મૌલિક
શીર્ષક – મનની આશા.
તા -૧૨/૬/૨૦૨૨
………………………………..
હૃદય મને ખોલવું તુંજ સંગ..! ને વેણને રહેવું ચૂપ આતો ..!
વહેણના ઝીલનાર તે સાગર મન જેવાં..!
ને કહું અંતરમનની આશા ..!જ્યાં સ્પર્શે શબ્દ અંતરમનમાં..!
જીવન આપણું મંથન, જીવન એટલે મહામંથન..!
મંથન એટલે ધ્યેય, જીવનનું સત્ય એટલે મને થયું એક જ લક્ષ્ય મંથન એક જ લક્ષ્ય માત્ર..!
મુંજ અંતરમનની વાત કહેવી છે..!
જો હોય તો કૃપા મંગલમયી તો એક આશા અનોખી…! રંગ મહેલના સિતારાઓ જરા આ બાજુ જોવોને..!
કાદવમાં કમળ ઊગે તે કમળ અજાણ નથી…!
પણ પાંદડાં પર ફૂટતી વાણી આજ..!
બની મારી અંતરમનની વાણી કેવી..?
પ્રેમની કિંમત માત્ર ગુલાબના ફૂલને જ ખબર છે..!
લાંબી મંજિલ કાપી પડે..!
જ્યાં જ્યાં નજર કરું ત્યાં ખીલે વસંત..!
ને ખીલી ઊઠે વસંત કેવી..?
શું લઈને આવ્યાં ને શું લઈ જવાનાં..?
સમયે કામ ના આવે એ શું કામનાં..?
શબ્દો છે શ્વાસ મારાં એક એક..!
મારે મન તો અઠે દ્વારકા..! ચાતકની પ્યાસ ક્ષણક્ષણ કંઠે રહેવાની..!
ખાટું-મીઠું તો આપણે નક્કી કરવાનું..!
ઈચ્છા એ ઈચ્છા શીદને ફળતી નથી..?
આભ મહીં ઉડનારુ પંખી છું..!
અંતરમનની આશને ઉડવા દો..!
પિંજરમાં ના કરતાં કેદ કદી..? તાણાવાણાને ગળથૂથીમાં ગૂંથ્યા..!
તેને તોડીને અંતરમનની આશાઓને માં…!
વિહરવા દેજો મુક્ત ગગનમાં..!
રાગીની શુક્લ” રાગ”
મુંબઈ
[6/12, 5:46 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *NOGSS NO-* 0088
*વિષય-* આંતરમનની આશા
*પ્રકાર-* પદ્ય
*શીર્ષક-* ફળાઉ આશા
*નામ-* ડૉ. મનીષા વ્યાસ
ઊગું છું હું ફળ થઈ ક્યાંક કોઈક ફળાઉ વૃક્ષે..
બીજ થઈ રોપાઉં ઉગવાને પાછું કોઈક સ્થળે..
પડું વિમાસણમાં ભારે શું અસ્તિત્વ છે મારુ?
છું ઝાડ? પુષ્પ? ફળ કે બીજ લાગે મને અકારું..
ઊગું તો ઝાડ, મહેકું તો પુષ્પ ને પાછું ફળ માટે ફળું..
છુપાયું અંદર બીજમાં બીજ જો ઊગું તો તરું..
વાવે કોઈ, ઉછેરે કોઈ ને પેટ ભરું પારકાં..
ઉરની ઉષ્મા દઈ દઈ સેવું ઘરને ખોરડાં..
જગ જણનારી જન્મી પારકાં કરું પોતાનાં..
મનમાં રહું પીડાતી કેમ કહેવાઉં પારકી જણી?
અંતરમાં આશાઓ સેવું ઘર મધ્યે રહું માનીતી..
ઘર વચાળ મીંચાય આંખ જાઉં ધરણીમાં ભળી..
✍️ *ડૉ. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
*તારીખ:-* ૧૨/૦૬/૨૨
[6/12, 6:43 PM] Leena Sharma.MeM: NOG SS.No 0098
પ્રકાર;- ગદ્ય
વિષય:- અંતરમન ની આશા
શીર્ષક:- ફલીભૂત આશા
મિત્રો, મારી અંતરમન ની આશા આપ સમક્ષ રાખું છું. મારું સંયુક્ત પરિવાર છે.પહેલા અમે ભાણા ના મકાન માં રહેતા હતા. પરિસ્થિતિ પ્રમાણે પોતાનું ઘર બનાવ્યું.ગૃહ પ્રવેશ કર્યો ને ઘર માં રહેવા લાગ્યા.મારા ઘરે
જે મહેમાન,સગા સંબંધી આવે તે ઘર
જોઈને ખુશી જાહેર કરતાં હતાં ને સાથે સાથે જે વાસ્તુ શાસ્ત્ર ના જાણકારી રાખતા તે પોતાની રાય પણ આપતા.હુ વાસ્તુ શાસ્ત્ર માં વિશ્વાસ રાખો છું પણ મારા ઘર ના અન્ય સભ્યો નથી માનતા.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે રસોઈ અને શયનખંડ ગલત દિશા માં હતો.જીવન ની ગાડી ચાલતી હતી.ઘણા ઉતાર ચઢાવ જોયા. પણ અંતરમન માં આશા હતી કે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં ફેરફાર થશે. મૈં ઘણી વખત પતિ દેવ ને કહ્યું પણ એ મને જુદી જુદી રીતે અને ઉદાહરણ આપીને મને સમજાવી દેતા.
મિત્રો અમુક વખતે આપણે વાસ્તુ શાસ્ત્ર, પૂજા કે કોઈ પણ શાસ્ત્ર ને નથી માનતા પણ જીવનમાં હાલાત બનાવ એવો બની જાય છે કે આપણે એને માનવુ પડે છે.
જ્યારે જ્યારે પતિ દેવ અસ્વસ્થ રહેતા ત્યારે મારા મનમાં વાસ્તુ નું ખ્યાલ વધારે વેગ મારતો.ઘણા વર્ષો નીમારી અંતરમન ની આશા ઘર માં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ફેરફાર કરવાની હતી તે આજે પૂર્ણ થાય છે.બહુ જ ખુશી છે.
મિત્રો એ સત્ય છે કે માનવી ની અંતરમન ની આશા એક ના એક દિવસ જરૂર પૂર્ણ થાય છે.
✍️
લીના શર્મા
હાલોલ.