GN_11-06-2022.
[6/9, 6:17 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: .
N.O.G. S.S. No0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:-. અંતરમનનીઆશા.*
પ્રકાર:- ગદ્ય. વાર્તા.
તારીખ:-૯/૬/૨૦૨૨.ગુરૂવાર.
શીર્ષક:-*ફાઇનાન્સમેનેજરધ્યેય.*
રચના:-
ધ્યેયને નાનપણથીજ ભણવાની ખૂબ તમન્ના.દાદા શિક્ષક પિતા મેનેજર બંને જણ ખૂબ શિક્ષિત. દાદી અને માતા પણ ખૂબ જ શિક્ષિત ઘરમાં સંસ્કારી વાતાવરણ.
. ધ્યેયે એસ.એસ.સી.ની પરીક્ષા ખૂબ સારી રીતે પાસ કરી ,અને ત્યાર પછી હાય સેકન્ડરી વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થયો. ત્યાં પણ તેને સારા માર્ક મળ્યા.
ઘરના લોકોની ઈચ્છા તેને એન્જિનિયર બનાવવાની હતી ,પરંતુ તેનું મન માનતું ન હતું અને તેને એન્જિનિયરિંગ કરતાં ફાઇનાન્સમાં અને બેન્કિંગમાં વધારે રસ હતો. તેને કારણે તેણે બી.બી.એ.માં એડમિશન લઈ લીધું. ત્રણ વર્ષ પુરા કર્યા અને પ્રથમ વર્ગમાં ખૂબ સારા માર્ક સાથે ઉત્તિર્ણ થયો.
ત્યાર પછી તેણે એમ.બી.એ .ફાઇનાન્સ ની સાથે કરવાનું નક્કી કર્યું અને બે વર્ષ ખૂબ મહેનત કરી અને ખૂબ સારા માર્કે પાસ થતાં તેમાં કોલેજ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં બેંકમાં નોકરી મળી ગઈ.
બેંકમાં તેને ફાઇનાન્સ વિભાગ સોંપવામાં આવ્યો, અને થોડા સમયની અંદર તેમાં તેણે કાબેલિયત હાંસલ કરી લીધી બે વર્ષમાં તો ખૂબ સારું પ્રમોશન મળી ગયું.તે ફાઇનાન્સ મેનેજર બનીગયો.
તેને રમતગમત અને ખાસ ટેનિસમાં પણ ખૂબ રસ અને તેમાં પણ તે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લે અને સારી કારકિર્દી બનાવી આજે પણ તે ટેનિસને ભુલ્યો નથી જ્યારે સમય મળે ત્યારે તેની રમવા ચાલ્યો જાય છે.
તેની અંતર્મનની જે આશા હતી તે આશા પૂરી થઈ, અને આજે પોતાનું જીવન પોતાના પરિવારજનો સાથે ખૂબ સારી રીતે વિતાવે છે.
અંતર મનની આશા સાથે કરવામાં આવેલા સારા પ્રયત્નો હંમેશા ફળતા હોય છે તેનું આ એક ઉદાહરણ છે.
રતીલાલ વાયડા
નવી મુંબઈ.
૯/૬/૨૦૨૨. ગુરૂવાર .
[6/10, 4:07 PM] Muktida Oza.MeM: Nog106
NOG-સાહિત્ય સરિતા
વિષય:-‘આંતરમનની આશા’
શબ્દ:-55
શીર્ષક:-“આશાનાકૂંપળીએ”
***********
મુક્તિદા કુમાર
‘મનચલી’
————–
અજર અમરની આશાનાં…
સપનાં વાવ્યાં,
સવાર સવારમાં!!!
જીવનને જોડે
માટીડા!
ખાડે.માટીના ખાડે,
સપનાં સેવ્યાં,
મંછાનાં ખાતરથી,
આશાનાં ખેતરમાં
ઊંડે,ઊંડા અંધારે!
અનંતના ઓવારે
આશાને બીજેથી,
આશાની ડાળીએ!
સવાર સવારમાં.
સૂરજના કિરણો
સાથે એ.
કૂંપળ ફૂટે જાય..
ફૂ….ટે..જા..ય!
મારી આશામાં.
પ્રાણવાયુ થઈ..
આશાને અજવાળીએ
ઝાકળનાં ટીપાંમાં
ફૂલ ખીલતાં જાય
આનંદના ઓથારે
આશાના અમરતથી
સપનાં ખીલતાં જાય..
સપનાં ખીલતાં જાય.
આશાનાં બીજોના
અનંતના ઓવારે
સપનાં વાવેલાં! એ
આશાનાં કૂપળીએથી
ફૂલ ખીલતાં જાય.
અંતરના આંગણીયે
આશાનાં ફૂલ ખીલતાં જાય.. ખીલતાં જા…ય…!
[6/10, 4:46 PM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *ટૂંકી વાર્તા*
*વિષય* : *અંતરમનની આશા*
*શબ્દો* : *૩૪૬*
*શીર્ષક* : *’ખુશીઓનું આગમન’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
મૃગા એક હરણી જેવી ચંચળ અને પાણીના ખળખળ વહેતા ઝરણા જેવી નિર્મળ કિશોરી. નાની ઉંમરમાં મૃગાએ તેના પિતાને માર્ગ અકસ્માતમાં ગુમાવ્યા, ત્યારથી મૃગા અને તેની માતા મમતાબેન એ બે જ એકબીજાનો સહારો. કહેવા માટે સગાવ્હાલા હતાં. દુનિયાની શરમે થોડો સમય લાગણી અને હૂંફનો પ્રવાહ રહ્યો, પરંતુ સમય જતાં ધીરે ધીરે સહુ તેમનાથી કિનારો કરતા ગયા. જીવનની વાસ્તવિકતા મમતાબેન સમજી ગયા. ફૂલ જેવી દીકરી મૃગાના ઉછેરની સંપૂર્ણ જવાબદારી તેમણે સ્વીકારી લીધી.
મૃગા જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેના મનમાં અસંખ્ય પ્રશ્નો ઉદભવતા ગયા. તેની ઉંમરના બીજા બાળકોના માતા-પિતા અને સ્નેહાળ કુટુંબ જોઈને ક્યારેક તેના ચહેરા પર ઉદાસી ટપકી આવતી. ઘરે આવીને તેની માતા મમતાબેનને પૂછતી કે તેના હિસ્સામાં પિતાનો પ્રેમ અને કુટુંબની હૂંફ કેમ નહીં? તેની ઉંમરના બીજા બાળકોને મળતા લાડ-પ્યાર તેના નસીબમાં કેમ નથી?
મૃગા હવે કિશોરી મટી યુવાનીમાં ડગ માંડી રહી હતી. પરિસ્થિતિઓએ તેને સમય પહેલાંજ પરિપક્વ અને વિચારશીલ યુવતી બનાવી દીધી હતી. તેના મનમાં નાનપણથી પ્રેમ, હૂંફ અને લાગણીનો અભાવ સર્જાયો હતો. તેનું અંતરમન હંમેશા પોકારી પોકારીને કહેતું, શું મારા જીવનમાં પણ કોઈ અઢળક પ્રેમ અને લાગણી આપનારું આવશે? શું હું પણ અન્યની જેમ સુખી જીવનની હકદાર બની શકીશ?
મૃગા ખૂબ હોંશિયાર અને ચપળ હતી. પેઇન્ટિંગ અને ક્રાફ્ટનો શોખ તેને પહેલેથી જ હતો. કોલેજકાળ દરમિયાન તેને મનોજ નામના એક યુવાનનો પરિચય થયો. મનોજ એક સુખી, સંસ્કારી અને આધુનિક વિચારસરણી ધરાવતો યુવક હતો. મનોજને પણ પેઇન્ટિંગ્સનો ખૂબ શોખ હતો. એકસરખો રસ હોવાને કારણે બંનેની મિત્રતા વધુ ઘનિષ્ઠ બની. બંને અવારનવાર સાથે પેઇન્ટિંગ્સના એક્ઝિબિશનમાં જતાં અને એકબીજાના ઘરે પણ જતાં. વધતી જતી નિકટતા અંતે પ્રણયમાં ફેરવાઈ. પ્રેમના કોલ અપાયાં.
મનોજે મૃગાનો હાથ પકડીને કહ્યું ‘મૃગા, હું તને ખૂબ ચાહું છું અને લગ્ન કરી મારી જીવનસંગીની બનાવવા માગું છું. મારું વચન છે કે લગ્ન બાદ તારૂં જીવન હું ભરપૂર પ્રેમ, લાગણી અને સ્નેહથી ભરી દઈશ. મારા કુટુંબમાં તને માનભર્યું સ્થાન આપીશ.’ મૃગાની આંખમાં આનંદના ઝળઝળીયા આવી ગયા. મૃગાને લાગતું હતું કે તેના અંતરમનની આશા આજે ફળી છે અને અત્યાર સુધી જે પ્રેમ, લાગણી અને હૂંફની તે રાહ જોઈ રહી હતી તે તેની જીંદગીના દ્વાર ખટખટાવી રહી છે. બંનેના લગ્નને મંજૂરીની મહોર વાગી અને મૃગા અને મનોજના લગ્ન લેવાયા. મૃગાના જીવનમાં આનંદ અને ઉત્સાહની લહેર છવાઈ ગઈ.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૧૦ જૂન ૨૦૨૨.
[6/10, 5:33 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- અંતર મનની આશ
પ્રકાર:- પદ્ય
શબ્દ:- ૪૧
શીર્ષક:- ઉડાન
નામ :- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
ભરવી છે ઉડાન આભમાં
બેડી પહેરાવી ફરજોની
છતાં આશ તો છે ઉડવાની
કરીશ હું મનોબળ મક્કમ
રહીશ નિર્ણયમાં અડગ
કરીશ હું પ્રયત્ન અથાગ
ઉડીશ ફરજોની સાથેજ
સફળતા મેળવીને જ રહીશ.
© વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.