[5/4, 9:26 PM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૦૦૧૩
પ્રકાર: પદ્ય
શીર્ષક : તરબોળ
વિષય: ધૂપ છાંવ
આ છાંવમાં ભીની ભીની
માટીની ખુશ્બુ લઈને તું
આવ મારે તરબોળ થવું છે.
આ ધૂપમાં તું અષાઢ ના
ગીત લઈને આવ પસીના
થી રેબઝેબ થવું છે.
આ ધૂપ છાંવ ના
વાયરા મારા અંગ અંગને
બાળે એની પહેલા તું
વરસાદ લઈને આવ
સાથે ભીંજાઈ જવું છે.
તારી સાથે આ વરસાદી
માહોલના નશામાં
મદહોશ થઈને તારામાં
એકાકાર થઈ જવું છે.
આ ધૂપ છાંવ “શ્યામ”
તું જ લઈને આવ તારી
સાથેના નાતા માં સદાને
માટે બંધાઈ જવું છે.
ઘનશ્યામ વ્યાસ.
[5/4, 10:00 PM] Muktida Oza.MeM: NOGSS-106
NOG-સાહિત્ય સરિતા-ગ્રુપ
વિષય:-અખાત્રીજ
શીર્ષક:-:”બાલોત્સવ”
પ્રકાર:-પદ્ય
શબ્દ:-158
—-
મને આવે રે આ દિવસે
મારું બાળપણ યાદ !
એટલે અખાત્રીજ પાડે મારાં મન પર અલગ ભાત!!
ભલે ભગવાન ખાતા પાકી કેરીનો રસ
મને તો..
માએ બનાવેલી ઘરનાઘીથી લબાલબ રોટલી
સાથે,
કાચીકેરીની ‘ગોળકેરી’ ભરેલાં ચાર છાલિયાં,
ખાતાં!!!
બાર પણ ઓછી પડે
લેચી રોટલી!!
અખાત્રીજનું લગન, અખાત્રીજના લગન
કાકા-મામા-માસી-ફોઈ..
કોણ જાણે કોના લગન??
કેટલા દિવસથી ગાજતાં!!
અખાત્રીજના લગન અખાત્રીજના લગન..
નવાં કપડાં,ખાવું પીવુંને મસ્તીમાં મગન
માંડવામાં
‘રોઝસરબત’ ઘટઘટાવી,
અમે તો
મગન મસ્તીમાં મગન..
અખાત્રીજ એટલે
આનંદ/મસ્તી/તોફાન?
એક ના ગમતું ..
પેલો ઊનાળો
જમતી વખતે,
પંખા સામે ફરરરર ઊડતો! પાપડ,પરસેવે રેબઝેબ પીરસણીયા!!
બહેન જાતી રડતી-સાસરે ..
નહોતું ગમતું!!
—-બસ એટલેથી,
ના અટકતું
**દાદા કે’તા દાન-ધરમ,મંદિરે ચાલો..
**દાદી કે-
ખેડૂતનો દિવસ,
વણમાગ્યાં મૂરતનો દિવસ,
સપરમો દિવસ
વરસીતપ પારણીયા
જૈન ખમત-ખામણાંનો દિવસ,
પરશુરામ –
શસ્ત્ર શાસ્ત્ર
ધર્મની રક્ષાનો દિવસ!!
**હું બોલું..
“આનંદ ખુશી વહાલ, મઝાનો દિવસ?”
અક્ષય અક્ષય અક્ષય– આ
‘ખતરોંકે ખિલાડી’-અક્ષય?
ફિલ્મનો અભિનેતા અક્ષય?
ના રે એ શું સગો ને
શું વ્હાલો??
અક્ષય તો કોઈ દિ’ ખૂટે નહિ!
અક્ષય અનંત છે,
અમાપ છે..
સારાં કાર્યની શરૂઆત
સારામિત્રની મુલાકાત !!
આવી રીતે-
મને આવે રે બાળપણની યાદ !!
મુક્તિદા ઓઝા