[4/27, 12:43 PM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS. NO- 0026
વિષય – બિન્દાસ.
વિભાગ – પદ્ય.(ગઝલ)
શીર્ષક- કોણ શિખવશે?
લ્હેર પર સાગરની તું બિન્દાસ ફર.
કાં પછી તોફાનમાં ડૂબીને મર.
પ્રેમ છે તો ત્યાં પરીક્ષા પણ હશે,
તું હ્રદયમાંથી સદંતર કાઢ ડર!
આંખ મારી બોલતી, સૂણજે કદી,
મૌનનાં રણકાર પર તું ધ્યાન ધર!
ના ખીલે પંકજ ખરેખર એમ તો!
કીચ માં તો મૂળનાં ડૂબ્યાં વગર?
શિખજે બિન્દાસ ભાષા મૌનની,
કોણ શિખવશે તને ” મૌનુ” વગર?
અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
[4/27, 1:44 PM] Babu Sangada.પત્રકાર: NOG-0109
શિર્ષક :-બિન્દાસ છું.
પ્રકાર:-પધ
બિન્દાસ છું.
જિંદગી છે જિંદાદિલ બિન્દાસ છું,
વ્હેતુ ઝરણું છે આ દિલ બિન્દાસ છું.
બદનામ કરે કોઈ ને કોઈ નામ તારે,
વાત બધી રહી દિલ બિન્દાસ છું.
પ્રેમ તો વટથી કર્યો જમાને હરદિલ,
કોઈ શક કરે દિલ બિન્દાસ છું.
ફેંકનાર ઉભા પથ્થરો હાથ ઝાલી,
સ્હેજે પરવા ન દિલ બિન્દાસ છું.
આવડે એવું ગાતો ફરું લૈ ફકિરી,
સભા વચ્ચે સજાવું દિલ બિન્દાસ છું.
કોઈ ના’વે તો કયાં કહું મેફિલ મારી,
જામ છે છલોછલ દિલ બિન્દાસ છું.
પ્રેમથી અમને કોક જોશે જગ “મહેક”,
બસ જીવી ગયાે દિલ બિન્દાસ છું.
બાબુ સંગાડા”મહેક”
હાલોલ
[4/27, 5:21 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:-પદ્ય
શિર્ષક :- આશ છું, બિન્દાસ છું
પોતાના દમ પર ઝળકતો શ્વાસ છું,
લાખ નિરાશાઓની વચ્ચે એક આશ છું.
બંધનોથી દૂર રેલાતો પ્રકાશ છું,
લોક કહે છે હું સાચે જ બિન્દાસ છું.
કાલની ક્યાં ફિકર છે મને ?
ના ડર સતાવે છે કોઈ આજનો.
ભૂતકાળના ભૂતનો ઉપહાસ છું,
હા! છોકરી હું થોડીક બિન્દાસ છું.
કરું છું પતંગિયાથી દોસ્તી,
વહી જાઉં છું સરિતા સાથે ખળખળ.
પહેરું પવનની પાયલ કારણ કે ખાસ છું,
થોડીક નફિકરી ને થોડીક બિન્દાસ છું.
ના ટીકાઓની પરવાહ મને,
ના પોરસાવે ગડગડતી તાળીઓ.
પોતાના જ નશામાં હું બદહવાશ છું,
ક્યારેક અલ્લડ તો ક્યારેક બિન્દાસ છું.
શરતોમાં ના ક્યારેય બંધાઉ છું,
ના નિયમોમાં અકળાઉ છું.
આગવી જીવનશૈલીનો આગાસ છું,
મનમોજીલી ને બિન્દાસ છું.
ગમતા રીતિ- રિવાજો પાળુ છું,
હોઠ હસતા હોય ને અશ્રુ ખાળુ છું.
હું ભગ્ન હ્રદયખંડેરમાં ઉગેલ વિશ્વાસ છું,
સાચે જ નટખટ, જીંદાદિલ ને બિન્દાસ છું.
અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર.
૨૭/૦૪/૨૨.
[4/27, 5:31 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S.S. No. 0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:- બિન્દાસ.
પ્રકાર:- ગદ્ય.
શીર્ષક:-બિન્દાસ છું .
રચના:-
બિન્દાસ એટલે મુક્ત મને વિહાર કરવો આવો સામાન્ય અર્થ થઈ શકે .ઘણા વર્ષો પહેલાં હિપ્પી લોકો પોતે નિજાનંદમાં મસ્ત રહેતા હતા. આજે અઘોરીઓ અને બીજા ઘણા બધા લોકો પોતે બિન્દાસ રીતે જીવતા હોય છે. ચિત્ર-વિચિત્ર પહેરવેશ નશો કરવો મસ્તી માં રહેવું, કોઈ બંધન નહીં.
સામાન્ય રીતે સામાજીક જીવનને હરકત ન કરે તે પ્રકારે વર્તન કરી અને ઘણા લોકો બિન્દાસ રીતે પોતાનું જીવન વિતાવે છે .જ્યારે કેટલાક લોકો સમાજમાં ભારે મુશ્કેલીઓ પેદા કરે છે.
આવા ધૂની લોકો પોતાના કામમાં ખૂબ નિષ્ણાત હોય છે .પોતાની પ્રવૃત્તિ માં જ આનંદ લેશે. તેને બાકી દુનિયા સાથે ઝાઝો મતલબ નથી .એટલું જ નહીં પણ લોકો તેને માટે શું કહેશે તેની પણ તેઓ કોઈ પરવા કરતા નથી.
સામાન્ય માનવી આ પ્રકારનું વર્તન કરી શકતો નથી કારણ કે તેના ઉપર ઘણી સામાજીક જવાબદારીઓ હોય છે, અને તેને આવું કરવું પોસાય પણ નહીં.
હતા મીરાં હતા નરસિંહ ખરા પ્રેમી ખરા સુરા.આવા ખરેખર પ્રેમમાં રંગાઈ જનારા આ દુનિયામાં કેટલા? કેટલા લોકો પ્રેમ અને વિશ્વાસ માં દગા ના ભોગ બને છે?વાસ્તવિકતાનું ભાન થતા તેણે ઘણું બધું ગુમાવી દીધેલું હોય છે. માટે બિન્દાસ બનતા પહેલાં ચકાસણી કરવી જરૂરી છે. છમતાને ધ્યાનમાં રાખી અને આગળ વધવું.
રતીલાલ વાયડા
નવી મુંબઈ,
૨૭/૪/૨૦૨૨.
V
[4/28, 3:01 AM] Pravina Kadakiya.MeM NOG Houston: N O G S S 0089
વિષય બિંદાસ
શીર્ષક ઐસી કી તૈસી
પ્રવિણા અવિનાશ
ગદ્ય
———
બિન એટલે વગર, દાસ જે કોઈના પણ ન હોય. મન માન્યું કરે, સત્ય વક્તા, કોઈની સાડાબારી ન રાખે.
પોતાના મનના માલિક. બિંદાસ હોવું એ ગુણ છે.
પરિણામ સહન કરવાની શક્તિ ધરાવે છે, સત્ય કહેતાં અચકાતા નથી. જો છોકરી હોય તો તેને કોઈ છંછેડે નહી. જો છોકરો વર્તનમાં બિંદાસ હોય તો હાડકાં ખોખરા થઈ જાય.
બિંદાસ વ્યક્તિ ખોટું કરે નહી, ખોટું સહન કરે પણ નહી. મન મારીને જગતમાં જીવવાનું કોઈ કારણ ખરું? કોઈ આંગળી ચીંધે એવા કાર્ય બિંદાસ વ્યક્તિ કરી જ ન શકે!
સહુની આમન્યા જાળવી પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપે, જેમાં બાંધછોડને અવકાશ જ ન હોય . સ્થળ , સમય અને સંજોગ જોઈને આચરણ કરે. સમાજમાં ઇજ્જત અને સન્માન નો હકદાર બને.
શરમના માર્યા ચૂપ રહી અન્યાય સહન કરનારની વહારે થાય. સત્યના આગ્રહી બિંદાસ લોકો સધળે ઠેકાણે આવકારય છે.
બાળપણનું ગમતું ગીત કહીશ, હસવાની રજા નથી.
“દુનિયાનો લાત મારો દુનિયા સલામ કરે “.
આવી વ્યક્તિ કોઈને નડતી નથી પણ નબળા ને સહાય કરી હિંમત બંધાવે છે .
[4/28, 11:07 AM] Pravina Kathiriya.MeM: NOG SS No : 114
વિભાગ : ગદ્ય
શબ્દ : બિન્દાસ
શીર્ષક: પસ્તાવો
શબ્દ સંખ્યા-160
રચના-
કોલેજમાં પ્રવેશતા જ પ્રાચીને ઉડવાની પાંખો મળી ગઈ.ગામથી દૂર એકલા શહેરમાં ભાડેથી રહેતી પ્રાચી આકાશ સાથે બાઈક પર દરિયાકાંઠે,બાગમાં,મોલમાં, મન પડે ત્યાં હાથ માં હાથ નાખી ફરવા લાગી.
કોલેજનું ત્રીજું વર્ષ પૂર્ણ થવાના આરે હતું. પ્રાચીએ આકાશને કહ્યું,”આકાશ હવે આપણે આપણા લગ્ન વિશે આપણા ઘરે વાત કરવી જોઇએ”.
ત્યારે આકાશે “બિન્દાસ કહી”દીધું ,તું પાગલ છે, કોલેજમાં તો આવી રીતે બધાં ફરતા જ હોય, લગ્ન માટે કોઈ મારી ઈચ્છા તારી સાથે નથી.મને ભૂલીને તું આગળ વધ તને કોઈ સારો મુરતિયો મળી જશે.
ત્યારે પ્રાચીને ખૂબ પસ્તાવો થયો. પ્રાચી જેવી નાસમજ છોકરીઓનો ઘણાં છોકરાઓ બિન્દાસ લાભ લઇ તરછોડી દેતા હોય છે.અને છોકરીઓ મોંઘી ગિફ્ટ વસ્તુઓની લાલચમાં, આવા ચક્કરમાં પડતી હોય છે. ક્યારેક છોકરીઓ છોકરાઓએ આપેલી મોંઘી વસ્તુઓ અને પૈસાના અહેસાનમાં એવી રીતે દબાઈ જતી હોય છે, કે કયારેક છોકરીને પોતાની જિંદગી પણ ગુમાવવી પડે છે.
કથીરીયા પ્રવિણા “પવી”.નવસારી.
[4/28, 4:40 PM] Bhavna Mistry.Mem.-2: NOG SS No: 0099
વિષય: બિન્દાસ
પ્રકાર: પદ્ય
શીર્ષક: બનજે
શબ્દો: 54
મનુષ્ય રૂપે તું ઈશ્વરનો દાસ બનજે,
કર્મ કરવામાં તું સદા બિન્દાસ બનજે.
કેટલાયે જીવો જન્મે છે અને મરે છે,
સન્માર્ગ ઝાલીને તું સહુથી ખાસ બનજે.
મૃત્યુ પછી નથી સંભારતું આ જગ કોઈને,
કર્તવ્ય નિભાવીને તું સઘળે સુવાસ બનજે.
અજ્ઞાનનાં તમસમાં ભટકીને કેમ જીવવું?
સમયની સાથે ચાલીને તું પ્રકાશ બનજે.
🖋️ ભાવનાબેન મિસ્ત્રી “અભય”
વલસાડ