[4/19, 9:19 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS NO: 0081
પ્રકાર : પદ્ય
વિષય: પડછાયો
શીર્ષક: ઉજાસનું પ્રતીક
શબ્દો : ૧૧૫
પડછાયો બદનામ ,કેવળ પાછળ રહેવું એનું કામ !
વગોવાય એ તેથી ,થાય લાંબો ટૂંકો ,પણ રંગે શ્યામ !
પડછાયો ડરાવે શિશુને,પણ રમાડે ભીંતે છાપ બની,
એકલવાયા જણને આપે દિલાસો સાથી બની.
પડછાયા જેવી સંતતિ સહુ ચાહે,બને સ્વની પ્રતિકૃતિ,
પતિ ચાહે ભાર્યા એવી ,પડછાયા સમ સાથે રહેતી.
ગુરુ ચાહે શિષ્ય એવો,અદ્દલ એનાં પડછાયા જેવો,
માલિક ચાહે દાસ એવો,વણબોલે બધું સમજે એવો.
પડછાયો તો સૂરજને શરણે,એનાં વિણ એ ન ઉદભવે,
લાંબો ટૂંકો સૂરજ જ કરે ,એ ચાહે તો વાદળથી ભૂંસે.
વૃક્ષો તો રહે સદાય તત્પર, ખમે સૂરજનો તાપ,
ગરમી ગળી શાતા આપતો,એમનો પડછાયો અમાપ.
પડછાયો શીખવે માનવને, જો ગતિ પ્રકાશ ભણી કરશો,
અંધકાર પાછળ રહી જાશે, ઉજાસનાં પ્રતીક બનશો!
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
[4/19, 9:44 PM] Babu Sangada.પત્રકાર: NOG 109
પ્રકાર :-પધ
શિર્ષક:-પડછાયો
મારી સામે રોજ હાફે,
રાત પડતાની સાથે,
શાંતિ બની જાય ઉગતા સૂરજે,
વિછળાય જાય વાદળો જેમ,
થનગનતો પડછોયો.
મધુર હાસ્ય ચાંદની પાથરી,
વૈકુંઠની અનુભૂતિ કરાવે,
ને હું અપ્સરાના દરબારે,
દીન બનું અદ્દભૂત પડછાયે.
સતત ખરતા તારા અધર મઢયા,
લાગે ઉલ્કાપાત સર્જાતો,
હું પરીલોક ઉડતો રહું,
પંખ મઢી તેમના ભ્રામક પડછાયે.
ઝંખતો,ઝૂરતો જુવો હું ઓગળુ,
મીણની જેમ તેના વિરહ ,
ચોપાસ જાગી જોઉં તો,
મારી આસપાસ ટટળે તરસ્યા ઝાંઝવા,
હું ઉકળતો ગયો રેતના ઢૂંવા વચ્ચે,
સમેટી પડછાયો.
કલ્પનાના અશ્વો શર્ણગારી દોડી પડું,
દુર્ગમમાર્ગ ,
ફકીરી લઈ ,
કોઈ વિસામો લઈ બેઠો હોઉં ઝાડ,
હ્રદય ખડખડાટ હસે,
મારા ખૂદની દશામાં,
જોઈ છૂપાયો પડછાયો.
બાબુ સંગાડા”મહેક”
હાલોલ
[4/20, 9:44 AM] Pravina Kathiriya.MeM: NOG SS No : 114
વિભાગ : ગદ્ય
શબ્દ : પડછાયો
શીર્ષક: એ અંધારી કાળી રાત સત્ય ઘટના.
શબ્દ સંખ્યા-265
રચના-
સત્યઘટના આધારીત
પડછાયો.
એ કાળી ભમ્મર રાતનો પડછાયો આજે પણ દિલમાં ગભરાટ કરી રહ્યો છે. કાળી ભમ્મર રાતનો અંધકાર જાણે મોત થઈ મારી વ્હાલી 3 વરસની દીકરી ખુશી પર મંડરાઇ રહ્યો હતો. અચાનક ખુશીને લોહીની ઊલટીઓ પછી ઊલટીઓ થતા ઈમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવી. કાળી ભમ્મર રાતનો અંધકાર વધી રહ્યો હતો. કૂતરાઓનો ભસવાનો અવાજ ચારેકોરથી આવી રહ્યો હતો, તેમ તેમ મારાં દિલનાં ધબકારા પણ વધી રહ્યાં હતાં. જિંદગીમાં પહેલીવાર આવો બનાવ. એ પણ જીવથી વ્હાલી મારી ખુશી સાથે.
લોહીનાં રિપોર્ટ સોનોગ્રાફી તથા એક્સ-રે, બધા જ રિપોર્ટ પછી સીટી સ્કેન કરવાનું ડોક્ટરે જણાવ્યું સીટી સ્કેનના આધારે ડોક્ટરે જણાવ્યું કે દીકરીનાં આંતરડામાં રસી અને પરું થઇ ગયું છે. જેના કારણે આતરડું કાપી ઓપરેશન કરવું પડશે. એટલે તાત્કાલિક મોટી હોસ્પિટલ – સુરત એપલમાં ખસેડવા માટે ડોક્ટરે તુરંત અમને જણાવ્યું.
એમ્બ્યુલન્સની સ્પીડ અને મારી ગોદમાં ઓક્સિજનના મસમોટા બાટલા સાથે પરોવાયેલી મારી દીકરી ખુશીને જોતા જ જાણે મારા શ્વાસ થંભી ગયેલાં. આજે પહેલીવાર નવસારીથી સુરત દીર દેખાયું. મારી દીકરીની જિંદગી હવે પ્રભુના હવાલે. સતત હું ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી રહી હતી. આંખોમાંથી આંસુઓ સમાતા ના હતાં.ક્યાંક મારી સાથે ન થવાનું થશે તો એવા નકારાત્મક વિચારો એક પછી એક રાતના અંધકારમાં મારા માનસપટ આવવા લાગ્યાં.
બે કલાકના સફળ ઓપરેશન પછી ડોક્ટર અરુણ ત્રિવેદીએ જણાવ્યું કે ઓપરેશન સફળ રહ્યું છે. સારું થયું, તમને આ વહેલી જાણકારી થઈ ગઈ અને સમયસર સારવાર મળી, નહીંતર ઇન્ફેક્શન આખા શરીરમાં ફેલાઈ જાત. થોડા દિવસમાં ખુશીને રાહત થઈ જશે.મોતી મોતી જેવડા આંસુઓ મારી આંખોમાંથી ખરવા માંડ્યાં અને ડોક્ટર સાહેબનો આભાર ખરા દિલથી હું માનવા લાગી.
15 દિવસ ઈમરજન્સી વોર્ડમાં રહેલી ખુશી હવે સ્વસ્થ તંદુરસ્ત છે જેમાં બધાં જ વડીલોનાં આશીર્વાદ અને ખાસ તો ભગવાનની કૃપા સામેલ છે.
કથીરીયા પ્રવીણા “પવિ” નવસારી.
[4/20, 10:10 AM] Shila Patel.MeM.NOG: Nog ss :-0038
વિષય :-પડછાયો
વિભાગ:-પદ્ય
શીર્ષક:-તારો જ સાથ
એક તારો જ સાથ જીવનભર રહે છે,
સુખ દુઃખમાં તું જ મારી સાથે રહે છે.
નથી જોઈ શકતો હું ખુદને આંખોથી,
તને જોઈને મારા હોવાની આશ રહે છે.
દિવસે સાથે સાથે ચાલે રાત્રે સમાઈ જાય,
સૂરજદાદા ને જોઈ તું મલકાતો રહે છે.
છોડીને ચાલ્યા જાય પોતાના પણ રાહમાં,
પડછાયો જીવન પથમાં હામ ભરતો રહે છે.
પડછાયો બની રહે એવી સંતતિ સૌ કોઈ જંખે છે,
એકલતામાં સહારો આપી સાથી બની રહે છે.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
[4/20, 11:38 AM] Mina Mangroliya.MeM.NOG: *NOG SS NO:0032*
*વિષયઃ પડછાયો*
*પ્રકારઃપદ્ય*
*શબ્દોઃ 66*
*શીર્ષકઃ *વિસામો*
તારા વિસામે બેઠી વિસામો કરી,
ખુશી છે આજ મને વરસો પછી.
તારા પડછાયે બેઠી વિસામો કરી,
શ્વાસ હેઠો બેઠો મને વરસો પછી.
નિર્મલ નયનોની મીઠી ભાષા વાંચી
સમજાઈ મને આજ વરસો પછી.
ઉદાસી અને નારાજગી આજ વાંચી,
એમાંય કોઈ ફરિયાદ નહી હોય પછી.
પડછાયાની મોહમાયામાં જાતને વાંચી,
સમજાયું સઘળું મને આજ વરસો પછી.
આંખમાં કાજળ આંજી પાંપણને વાંચી,
યાદોનો પડછાયો પલકો વચ્ચે ડોકિયું કરે
છે પછી.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
20/4/2022