[4/6, 8:43 AM] Pravina Kathiriya.MeM: NOG SS No : 114
વિભાગ : પદ્ય.
શબ્દ :વિસામો
શિર્ષક : તને યાદ મારી આવશે.
શબ્દ સંખ્યા-130.
રચના:
ધબકશે દિલ મારુને, તને યાદ મારી આવશે.
આંખોમાંથી વહેશે અશ્રુઓ મારા ને, તને યાદ મારી આવશે.
કેમ કરી સમજાવું ,તને આ વિરહની વાત.
ધગધગતા અંગારા પર ચાલીને પણ ચાહું છું હું તને.
એ અંગારા પર ચાલતા પગમાં પડશે,જ્યારે પડશે સાલા.
ત્યારે તને યાદ મારી આવશે.
નહી જીવી શકું તારા વગર પણ તે દીધેલી છે આણ મને.
તારા પ્રેમમાં પાગલ છું, રહીશ પણ તારા વગર જિંદગી જીવવી અધુરી લાગશે મને.
જ્યારે મારા દર્દનો અહેસાસ થશે તને,ત્યારે યાદ તને મારી આવશે. જિંદગીને જીવવા ખાતર જીવી નાખીશ, અંતે તારા ખોળામાં આખરી વિસામો નાખી જિંદગીનો આખરી પડાવ પૂરો કરીશ.
ત્યારે ધબકશે આખરી વાર “પવિ” નું દિલ અને તને યાદ મારી આવશે.
કથીરીયા પ્રવિણા “પવિ” હાલ-નવસારી. વતન – જુનાગઢ જીલ્લાનું નાનકડુ ઉમરાળી ગામ.
[4/6, 9:56 AM] Bijal Jagad….Sahityakar.. ઘાટકોપર: NOG SS : 100
નામ : બીજલ જગડ
પ્રકાર : પદ્ય
શીર્ષક : વિસામો
ચરણ થાકે શેરીની ધૂળ જેમ વિખરતી,
ખર ખર સદીઓ છાતીમાં જાય ખરતી.
પગમાંથી પગલાંઓ જળમાંથી દરિયાઓ,
વીતેલા લાખ ભવો, આંજે આંખે ભરતી.
જીવનની સરિતા સુખ દુઃખ એના બે કાંઠા,
બરછટ હથેળીઓમાં હાથ રેખા વહેતી.
મારો પંથ ચાલે તો આગળ હું ચાલુ,
બે ચાર ડગલે વળાંક મળે જો શુકનવંતી.
કંટક ભર્યા પંથ પર ચાલી હું થાક્યો,
કે પંથે પેહેર્યો લીલો મોડ નથી ખંડેરવંતી.
શાંત કિનારે ધસમસતા મોજાં ને વિસામો,
આભ પવન મન પાણી આકાશ ઠેક્તી.
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર
[4/6, 11:45 AM] Mina Mangroliya.MeM.NOG: NOG.S.S NO. 0032
વિષય: વિસામો
પ્રકાર: પદ્ય
શીર્ષક:*ભરોસો*
સાંજ પડે લીધો વરસાદે આજ વિસામો,
વરસતા વરસાદનો મીનુને આજ થઈ ગયો ભરોસો.
વરસતાં વરસાદમાં વાત વહેતી મૂકી,
નજરો મળતાં જ વાત શાનમાં કીધી.
દિલમાં છે જેનું નામ એને જ વહેતી મૂકી,
મનમાં બહુ હરખાણી એને જ કાનમાં કીધી.
સપનું હતું એજ વાત આજ હકીકત બની,
મનમાં હતી વાત એજ આજ ખુશાલી બની.
વહેતા શબ્દો અંતરનાં ઊંડાણમાં અડકે છે,
મનમાં ખુશીથી આજ અનહદ ઝૂમી ઊઠે છે.
સાંજ પડે લીધો વરસાદે આજ વિસામો.
વરસતા વરસાદનો મીનુને આજ થઈ ગયો ભરોસો.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
6/4/2022
[4/6, 4:00 PM] Babu Sangada.પત્રકાર: NOG.109
વિષય :-વિસામો
શિર્ષક :સમય મળે તો
પ્રકાર :-પધ
“સમય મળે તો ”
તારી આંખોમાં ઝોંકજે સમય મળે તો,
મેં વિસામો લીધો જોજે સમય મળે તો.
પ્રસંદ કરજે એકાંત એવું કે ઉઘડી પડું,
એકએક પડો ખોલજે સમય મળે તો.
ઘણો બારીક બની સરકયો હવાથી એ,
દ્દષ્ટિ દિવ્ય જોજે સમય મળે તો.
ભીંતરથી યે ભીંતર મુકામ કરી લીધો,
બળે દીપ રાત જોજે સમય મળે તો.
જગમગ શર્ણાગારી ઝોપડી બેમિસાલ,
અંતરવાસ ઉજાશ જોજે સમય મળે તો.
ભઠ્ઠી સળગાવી ગોખમાં અખંડ “મહેક”,
ફરે નાચ લઈ પગલા જોજે સમય મળે તો.
બાબુ સંગાડા “મહેક”
હાલોલ
[4/6, 4:38 PM] Arti Merchant.MeM.NOG: NOG ss no.0007
વિષય : વિસામો
પ્રકાર:ગદ્ય,માઈક્રોફીક્શન
શિર્ષક : બાપનું ઘર
એને આપણે લતિકા કહેશું.પંચાવનની આસપાસની ઉંમર, તેજસ્વી ચહેરો,શરીર હજી પણ ખડતલ,અને હૈયામાં હામ.પંચાવન વર્ષે પણ પાણીદાર આંખો.એવી લતિકા નંદનવન વિશ્રામ ગૃહની ઓફિસમાં દલપતરામ સામે બેઠી હતી.
“નામ ?”
“લતિકા.”
“ઉંમર?”
” પંચાવન વર્ષ.”
“રહેઠાણનું સરનામું?”
” નથી.”
“કોઈ સગાંવહાલાંનું સરનામું?”
“નથી.”
“મિત્રવર્તુળમાંથી કોઇનો નંબર, સરનામું?”
“કોઈ નથી.”
દલપતરામે પોતાનાં હાથની પેન નીચે મૂકી આશ્ચર્યથી લતિકા સામે જોયું અને બોલ્યાં,” બેન કોઈ તો હશે જે તને ઓળખતું હોય.અહીં આવવા પહેલાં જ્યાં રહેતી હતી ત્યાંનું સરનામું આપ.જેથી કરીને ભવિષ્યમાં ન કરે નારાયણ ને જો તને કંઈ થઈ જાય તો સંસ્થા તારાં સગાં સુધી સમાચાર પહોંચાડી શકે.” એટલે લતિકા એજ પાણીદાર આંખોમાં મક્કમતાના ભાવ સાથે બોલી,” પરણેલી હોત અને કોખ ખાલી રહી હોત તો વાંઝીયાણી કહેવાત,કદાચ એ સહન થઈ જાત.પરંતુ જે સંબંધોને મેં જન્મ આપ્યો, હૂંફ,પ્રેમ અને લાગણીથી સીંચ્યા, એમનું સંવર્ધન કર્યું; જેમના માટે એક ક્ષણ પણ વિસામાનો વિચાર કર્યા વગર એ મૃગજળ સમાન સંબંધોને પકડી રાખ્યાં કે જીવનનાં અંતિમ વિસામે આજ સંબંધો છાંયો આપશે.પરંતુ એ આશા ઠગારી નીકળી.વિસામે પ્હોંચી ત્યારે જ સમજાયું કે આપણો વિસામો આપણે જ નક્કી કરવાનો હોય.”આટલું બોલતાં બોલતાં લતિકાની પાણીદાર આંખોમાં ખારો દરિયો ડોકાયો.દલપતરામે રજીસ્ટરમાં લતિકા દલપતરામ વેદ લખીને પેનનું ઢાંકણું બંધ કરી દીધું.અને લતિકાના માથે હાથ મૂકી કહ્યું,” બેટા આ તારાં બાપનાં નંદનવન વિશ્રામ ગૃહમાં તારૂં સ્વાગત છે.”
લેખિકા : આરતી અઢીયા મરચંટ
મુંબઈ : કાંદિવલી