[2/10, 12:46 AM] Pradip: NOG:SS:NO.:0101
નામ: ભરત સાંગાણી
વિષય: વેલેન્ટાઇન ડે
પ્રકાર: પદ્ય
શીર્ષક: કૃષ્ણ તું મારો વેલેન્ટાઇન
કૃષ્ણ તું મારો વેલેન્ટાઇન
માનવી સૌ સરખા તારે મન
તું આનંદ ઉછલિત દરિયો,
પ્રણયપાત્રો સ્વજન તારે મન
યૌવનનું રેશમી પાનેતર તું,
ઓઢે તે રાધા સૌ તારે મન
ના ભેદો તારી દુનિયામાં,
દુશ્મનો આપ્તજન તારે મન
મૈત્રીનું ઝરણું વહેતું રાખે,
વિષમતા સૌમ્યતા તારે મન
(રચના:ભરત સાંગાણી)
[2/10, 12:46 AM] Pradip: N.O.G. S.S. No. 0102.
વિષય:- પ્રેમ સંબંધની દિવાલ પર/ પ્લાસ્ટર ના હસ્તાક્ષર.
પ્રકાર:- ગદ્ય. ( મૌલિક વાર્તા.)
શીર્ષક :- પસ્તાવો.
રચના:-
અશોકેઇન્જીનિયરીંગનું શિક્ષણ પૂરું કરી લીધું અને તેને એક સારી સરકારી નોકરી મળી ગઈ. તેના લગ્ન એમ.બી.એ .પાસ થયેલી મનીષા નામની કન્યાની સાથે થઈ ગયા. મનીષાના પિતા પણ એક સરકારી સારી નોકરી કરતા હતા. સમૃદ્ધ ઘર હતું. લગ્ન પણ એકબીજાની પસંદગી થયેલા.
બંનેનું સુંદર દાંપત્યજીવન હતું. પાંચેક વરસ માં તેને ત્યાં પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો.
મનીષાને એમ થયું કે છોકરાઓ થોડા મોટા થયા છે અને શિક્ષણ પણ છે તો ક્યાંક નોકરી કરું
અને તેને એક ઑફિસની અંદર નોકરી મળી ગઈ.
મનીષાની સુંદરતા ,કામ ની ચતુરાઈ ,શિક્ષણ વગેરે ને કારણે તે બોસની માનીતી બની ગઈ. ધીરે ધીરે બોસે તેની સાથે સંબંધો વિકસાવ્યા .મનીષા એ પણ લગ્ન જીવનને નેવે મૂકી અને બોસ ની સાથે શારીરિક સંબંધ વધાર્યા. આવું બધું કરવાને કારણે તેની આવકમાં અનેક ગણો વધારો થયો અને વધારે વૈભવી જીવન જીવવા લાગ્યા. મનીષા ચાલાકીથી આ બાબતની અશોકને જાણ થવા દીધી ન હતી, પરંતુ તેનું ઘર તરફનું વલણ ઘણું બધું શુષ્ક બની ગયું હતું.
અવાર નવાર બંને વચ્ચે ઝઘડાઓ પણ થતા.
બોસે ધીરે ધીરે મનીષા તરફ જાળ બિછાવી. પોતાની સાથે તેને જુદા જુદા શહેરોમાં કામ હોય તે બહાને ત્રણ ચાર દિવસ સુધી બહાર હોટલોમાં લઈ જતો અને તેઓ બંને આનંદ કરતા હતા.
અશોકે આવી બાબતમાં વાંધો ઉઠાવ્યો ,ત્યારે મનીષા એ જણાવ્યું કે આ તો કામ નો એક ભાગ છે. મારે બહાર જઈ અને આ બધું કરવું એ બહુ જરૂરી છે.
ધીરે-ધીરે બોસ પોતાના અન્ય મિત્રો અને પોતાના ક્લાઈન્ટને મનીષાની સાથે સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મજબૂર કરી .જોકે તેનું ઘણું બધું વળતર મનીષાને મળતું હતું અને મનીષા ને પણ આ બધું પોષાતું હતું .એટલું જ નહીં પણ બોસ હવે તેના ઘરે પહોચી રહ્યો હતો. મનીષા અને અશોક વચ્ચે મોટો ઝઘડો થયો અને મનીષાએ અશોકને જણાવ્યું હવે આપણી સાથે સારા સંબંધો રહ્યા નથી હું તને છોડવા માગું છું . એમ કહી અને બંને છોકરાઓને છોડી અને પોતે બોસને સાથે રહેવા ચાલી ગઈ.
હવે અશોક માટે નોકરી કરવી બંને બાળકોનું ધ્યાન રાખો આ બધું બહુ મુશ્કેલ બની ગયું હતું તેણે પોતાની એક વિધવા બેન ને ઘરે બોલાવી અને બાળકોને ધ્યાન રાખે તેવું જણાવ્યું અને આ રીતે પોતે જીવન ગુજારવા લાગ્યો. મનીષા ના પિતા અને અન્ય સગા-સંબંધીઓને આ બાબતની જાણ કરી પરંતુ સૌ લોકોએ આ બાબતમાં પડવાની લાચારી બતાવો.
પાંચેક વરસનો સમય આ રીતે વીતી ગયો. એવામાં બોસનું અકસ્માતે મૃત્યુ થયું ,અને મનીષાની સ્થિતિ કફોડી થઇ ગઇ .તેની આવક પણ ગઈ પોતે પણ રોગ ગ્રસ્ત બની ગઈ. તેને પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો.
બીજી બાજુ બંને છોકરાઓની પણ તબિયત લથડી .તેના સમાચાર મળતાં મનીષા અશોક ને મળવા આવી અને પોતાની હકીકત જણાવી પોતાને ખૂબ પસ્તાવો થયો છે ,દુઃખ થયું છે, છોકરા તરફનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, વગેરેના કારણે અશોકે ફરી પાછી તેનો સ્વીકાર કરી લીધો . ગઈ ગુજરી ભૂલી જઈ અને બંને હવે પોતાનું નવું જીવન જીવવા લાગ્યા.
વવ
બાહેંધારી:-આ મારી સ્વરચિત રચના અને અપ્રકાશિત છે.
રતીલાલ વાયડા.
૯/૨/૨૦૨૨. બુધવાર.
નવી મુંબઈ.
આ
[2/10, 12:46 AM] Pradip: ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG. SS: 0089
પ્રકાર : ગદ્ય
વિષય: વેલેંટાઇન ડે
શીર્ષક : પ્રેમ યુગલ
રેખા શુકલ- અમેરિકા
ઉડ ઉડ પત્ર ઉતાવળો , જા પ્રેમીની પાસ
પ્રત્યુત્તર લઇ આવજે ,નહીંતર થઇશ હું ઉદાસ
— રશ્મિ
કોલેજમાં ચાર નજર મળી ને હૈયું બહાર આવી જશે કે ? લીંબુના ફાડ જેવી મોટી મોટી આંખો હસતા ચહેરે મર્દ મૂંછાળો બેલબોટમ પેંટ પહેરેલો ડોલતો આવે તો બધી જ છોકરીઓનું ધ્યાન તુષાર પર જ જાય સ્વાભાવિક છે.
ઉંપર ગ્લાસ કરી પાણી પીતા રંગીલી રશ્મિ બોલી નહીં પણ તુષારને જાણી જોઇને નજર અંદાજ કર્યો પણ હોઠ તો બોલવા તૈયાર જ હતા કે હાય હાય હીરો તું તો ગયો.
બીજા દિવસે અચાનક લાલ દવા લમણે લગાડી ઉપર પાટો બાંધી તુષાર જેવો પ્રવેશ્યો કે રશ્મિ બોલી પડી હાય હાય શું થયું ? સહાનુભૂતિ જ જોઈતી હતી ને મળી ગઇ. વાત વાતમાં હૈયું એકમેકને દઇ દીધું. હવે એકબીજાને રાહ જોવી ગમતી નથી એક બીજા વગર ગમતું નથી. રોઝ ડે આવ્યો ને રશ્મિને રેડ રોઝ આપતા તુષાર એની એકદમ નજીક ગયો ને બોલ્યો : વીલ યુ બી માય વેલેંટાઇન ?
પછી પત્ર વ્યવહારને મુલાકાતો ના અંતે એકબીજાના તનમન એક થવા આતુર હતા લગ્ન કર્યે જ છૂટકો. પ્રેમ આંધળો છે પ્રેમ પાંગળો છે પણ પ્રેમ જ જીવન છે.
મધ્યયુગ સુધી લોકોને એ વિશ્વાસ હતો કે વેલેંટાઈન દિવસની સવારે સૌ પ્રથમ જે કોઈ વિપરિત સેક્સવાળા અવિવાહિત
વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે એ જ તમારો સાચો જીવનસાથી બનશે. આવી વસંત રૃતુ મસ્તાની થઇ પવન દિવાની. ઉપરથી થનગનતી યુવાની પ્રેમ યુગલ પરણ્યા વહાલમાં. 14 ફેબ્રુઆરી હંમેશ પ્રેમી ઓના ભાવી માટે જવાબદાર રહી છે. કામદેવ પણ વેલેંટાઈન દિવસનુ એક પ્રતિક છે. આ પ્રેમ અને સૌદર્યના દેવતા શુક્રના પુત્ર હતા. વેલેંટાઈન ગ્રીટિગ કાર્ડસ પર મોટાભાગે કામદેવ પોતાના હાથમાં એક ધનુષ અને બાણ સાથે જોવા મળે છે. કારણ કે તેઓ પ્રેમની ભાવનાઓથી પ્રેરાવવા માટે જાદુઈ તીરનો પ્રયોગ કરવામાં વિશ્વાસ રાખતા હતા.વસંતોત્સવ ના મનભાવન નૃત્ય માં પ્રેમ ના ફૂટે અંકુર. ચોતરફ પ્રણય પ્રકૃતિ સૌંદર્ય માં ભળે. હવે આ દિવસે પ્રેમ નો એકરાર કરવામાં દેખાય છે રંગ બેરંગી ફૂલોના ગુલદસ્તાઓ ની આપલે કરાય છે. દિલ આકાર ના ફુગ્ગા ગુલાબ સાથે ચોકલેટ આપવામાં આવે છે. સૌનો દિવસ ખુશાલીમાં પસાર થાય તે જ શુભેરછા સાથે હેપપી વેલેંટાઇન ડે !!
— રેખા શુકલ
[2/10, 12:46 AM] Pradip: ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG. SS: 0032
પ્રકાર : પદ્ય
વિષય: વેલેન્ટાઈન ડે
શીર્ષક : *નિસ્વાર્થ પ્રેમ*
શ્વાસ લઈ ને જીવું છું,
પણ, તારા શ્વાસમાં જીવવા માંગું છું.
શ્વાસ લઈ ને જીવું છું,
પણ, મારો પ્રેમ હ્રદયથી નિભાવવા માંગું છું.
શ્વાસ લઈ ને જીવું છું,
પણ, મારો પ્રેમ મજબૂત બનાવવા માંગું છુ.
શ્વાસ લઈ ને જીવું છું,
પણ, મારા હ્રદય ને તારા ધબકારા બનાવવા માંગું છું.
શ્વાસ લઈ ને જીવું છું,
પણ, હંમેશા તારા નિસ્વાર્થ પ્રેમમાં જીવવા માંગું છુ.
શ્વાસ લઈ ને જીવું છું,
પણ,તારા નિસ્વાર્થ પ્રેમનું ઝરણું બનવા માંગું છુ.
શ્વાસ લઈ ને જીવું છું,
પણ,તારા પ્રેમમાં હંમેશા વેલેન્ટાઈન ડે માંગું છું.
શ્વાસ લઈ ને જીવું છુ,
પણ,સાત સાત જન્મો તારી થઈ જીવવા માંગું છુ.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
9/2/2022
[2/10, 12:46 AM] Pradip: બાબુ સંગાડા “મહેક”
NOG NO 109
વિષય:-પત્રવ્યવહારની યાદો.
શિર્ષક – :જવાબ મારા પત્રનો :-
રાહ જોઈ રે’તો આવશે જવાબ મારા પત્રનો,
કેમ છો?મજામા છું,હશે જવાબ મારા પત્રનો.
બેઠો હોઉં મીણ જેમ પીગળતો આગમાં,
નથી રેડી દે ઘી ધીંખશે ખ્વાબ મારા છત્રનો.
મારા કદને વધારતા કેટલા વર્ષો વેડફયા,
નાનો થતો ગ્યો આશે રુંવાબ મારા ગોત્રનો.
આવતી જતી હવા ગૂંજયા કરે પોંકાર ભરી,
ના રહ્યો અમન કશે પ્રતાબ મારા અન્યત્રનો.
રહી આંખ સૂરજ ઉગતા એ દિશા મંડી પડે,
સાંજ ખાલિપો દેશે જવાબ મારા પત્રનો.
શ્વાસ અધ્ધર ફરે પડઘા વચ્ચે અથડાઈ,
પછડાઈ રહ્યો તરશે નવાબ ખરા તંત્રનો.
વિશ્વાસ ઘટ કરી બમણો જુવો વાવી રહ્યો,
કાલ શબ્દો ફૂંટી આપશે જવાબ મારા પત્રનો.
બાબુ સંગાડા…મહેક
હાલોલ પંચમહાલ