Dr.Manisha vyaas Birth day 21/1/2022(happy birthday)
NOG.SS. NO – 0099
વિષય- ખાના ખજાના
પ્રકાર- ગદ્ય
શીર્ષક- ચોખાની વાનગીઓ
શબ્દો- 250
દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લાનો વિસ્તાર એટલે ચોખાની અવનવી અને સ્વાદિષ્ટ વાનગીનો ભંડાર. નહિવત્ મસાલા નાખીને ચોખાના લોટની સુંદર વાનગીઓ બનાવવાની પ્રતિભા અહીંના લોકો ધરાવે છે. ચોખાના લોટમાંથી બનતી વાનગીઓ ઝડપથી બને છે અને
મીઠાશવાળી હોય છે.
(1) ચોખાના કરકરા લોટમાંથી બનતી વાનગીઓ.
ચોખાના કરકરા લોટમાંથી હાંડવો, ઢોકળા, પાતરા, મુઠીયાં, કપુરીયા, વેજ ખમણ, લોટીયું, રાઈસ ઉપમા, પૂળા, લોચો, વડી, ઈડલી, ઢોસા, ચકરી વગેરે લાળ ટપકાવતી વાનગીઓ બનાવી શકાય છે. આ દરેક પ્રકારની વાનગી બનાવતી વખતે ચોખાના લોટમાં બે મુઠ્ઠી જેટલો ચણાની દાળ, તુવેરની દાળ કે મગની દાળનો કરકરો લોટ ઉમેરી શકાય.
(2) ચોખાના બારીક લોટમાંથી બનતી વાનગીઓ.
ચોખાના બારીક લોટમાંથી રોટલા, ઢેબળા, શિરોટો, ખિચિયા પાપડી, મીઠી રોટલી, શેરડીનાં રસની રસેલી વગેરે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે.
આ ઉપરાંત તૂટેલા ચોખા (વાટલા)માંથી નરમ ખીચડી અને વેજીટેબલ ખીચડો બનાવી શકાય છે. અક્ષત ચોખા રાંધીને દાળ, કઢી કે મોળીદાળ સાથે ખાવાની મજા જ અલગ છે. વઘારેલો ભાત એટલે સ્ત્રીઓ માટે સૌથી સરળ અને હાથવગી વાનગી. આ ઉપરાંત દૂધપાક અને ખીર ખાવાનો તો આનંદ જ અનોખો હોય છે.
મિત્રો, ક્યારેક જો દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં તમારું આવવાનું થાય તો ચોક્કસ ચોખાની અવનવી વાનગીનો લાભ લેજો, ખૂબ આનંદ થશે.
🖋️ ભાવનાબેન મિસ્ત્રી “અભય”
વલસાડ