0_GN_18-12-21
[12/18, 9:14 AM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા
પરિવાર ગૃપ.
NOG NO. S.S. 0059.
વિષય:શબ્દ-સાસરિંયુ-પિયરિંયુ.
પ્રકાર:ગદ્ય- વાર્તા.
શીર્ષક: ” લેખ,વિધાતાના મિથ્યા”.
શબ્દો: ૨૮૮
કુબેર શેઠને ત્યાં પુત્ર જન્મ
થયો,પરિવારમાં આનંદ છવાઈ ગયો , પણ એક સભ્યનો ઉમેરો થતાં ખર્ચો વધ્યો તેની પરિવારને ચિંતા પણ છે. કારણ,નામને સાર્થક કુબેર જેવું કશું હતું જ નહીં.
હા, ‘શેઠ’ અટક,
શેઠની શાન હતી.
પુત્રનું નામ તો લક્ષ્મીનંદન,કંજૂસ
ફૈબાએ રાખ્યું પણ !
વિધાતા છઠ્ઠીનાં દિવસે,લેખ લખવા આવેલા, ત્યારે
લક્ષ્મીનંદન કાચી ઊંઘમા હતો તો પણ, સાસરિયેથી પિયર ખાસ નામકરણ કરવા આવેલા લોભી ફૈબાના હાથમાંની,દસની નોટ લઈ,લક્ષમીનંદને પોતાનાં કોમળ હાથમાં જકડી રાખી હતી, તે જ સમયે લેખ લખવા આવેલ વિધાતાએ નોટ જોતાં જ, ફકત ત્રણજ , સોનેરી શબ્દો લખ્યા,
“દસ હવે બસ” !
અને પરિવારનો લક્ષ્મીનંદન પિયરપક્ષે,મોટી ઉંમર સુધી રાંકનંદન જ રહ્યો !
‘નાણા વગરનો નાથિયો ને
નાણે નાથાલાલ’
આ છે, પામર માનવીની અકળ લીલાનો મહિમા !
સમય બળવાન,લક્ષ્મીનંદન
સમજણો થતાં પિયરની પરિસ્થિતિ સમજવા લાગ્યો.
હવે,અભ્યાસ જ આજની પરિસ્થિતિ સુધારી શકે એમ છે, તે સમજતાં તેને વાર ન લાગી.
હવે સમયને, અને ગરીબીને માત આપવા તનતોડ મહેનત કરી સ્કૂલ- કોલેજમાં
પોતાની હોશિયાર વિદ્યાર્થી તરીકેની શાખ વધારતો ગયો, સાથે સાથે ટ્યુશન કરી ઘરખર્ચમાં પણ હાથ બટાવતો રહ્યો.
આ છે, સાચી સમજણ શકિતનો સાર !
પોતાના ધરની, બાજુમાં જ હવેલીમાં રહેતા પૂનમચંદશેઠની એકની એક યુવાન દીકરી, સ્મિતાની નજરમાં લક્ષ્મીનંદન વસી ગયો.
દિવસે દિવસે બન્ને વચ્ચેનો સંબંધ
ગાઢ બનતો ગયો, સાથે સાથે, સાચી સમજણનો અહેસાસ પણ વધતો રહ્યો.
દીકરીની ખુશી એ પરિવારની ખુશી સમજી, પૂનમચંદશેઠે, સ્મિતાનો હાથ લક્ષ્મીનંદનનાં હાથમાં સોંપ્યો,સાથે પોતાના જવેલરીના વ્યવસાયમાં ભાગીદાર પણ બનાવ્યો.
સ્મિતાને ગામમાં જ સુખી પિયરીયું અને ગામમાં જ
સુખી સાસરિયું મળતાં આનંદિત છે,તો પિયરપક્ષની
ગરીબાઈનો અંત લાવી સમયસર સુખની સાહ્યબી આપનાર સાસરીપક્ષની શુભ લાગણીને વધાવી
લક્ષ્મીનંદન પણ ખુશી મનાવી રહ્યો છે.
સાસરિયું, પિયરિયું તો માત્ર શબ્દોનો ખેલ છે,
વાસ્તવમાં ‘પ્યારે’આ તો કર્મોનો અદ્ભૂત ખેલ છે.
©️જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’
[12/18, 10:44 AM] Varsha Jani.MeM.NOG,Bhavnagar: NOG – 80
વિષય – સાસરિયું – પિયરીયું
શીર્ષક – પિયર સાંભરે… રે !
**********************
આ કોરોનાએ તો ….. હેરાન કરી નાખ્યા હો !’
હા, હાચી વાત છે, આમાં દીકરીયું વેકેશન કરવા ય ક્યાંથી આવી શકે? ‘
‘ ‘ હું તો વળી હમણાં જ ભાઈને ઘેર પંદરથી રોકાઈ આવી. પછી વહુ છોકરા વેકેશન કરવા પિયરે જાય..
‘ ‘ માસી, તમે હજીય પિયર રોકાવા જાવ?’
“હા હો, વર્ષમાં બે વાર તો પાક્કું, ભાઈને ય ન ગમે, જો ન જાયે તો..!
‘ સારુ કહેવાય હો !’
” પછી વહુ પિયર જાય એટલે વાંધો નય, કેમકે અમારી દરશુનો ય ફોન હતો કે હું આવતા અઠવાડિયે રોકાવા આવું છું.. , દીકરીયું બચારી બે ચાર દિ આવે ! તયેં થોડું કામ કરાવાય એની પાહે !
સોસાયટીમાંથી આવી આવી વાતો ક્યાંકને ક્યાંક સાંભળવા મળતી હોય.
એ.. ય.. વેકેશન પડવાની તૈયારી હોય ને પિયરેથી કહેણ આવવા લાગે ! બધા ભાંડરડાં ને એની ટેણીયા પલટન… નાના, નાની, ને મામા મામી ભાણેજડાવને લાડ લડાવે… વૈશાખ તો પાછો કેરીનો મહિનો, એ… ને.. રસપુરીના પ્રોગ્રામ થાય ને પાછી કોણ વધારે વાડકા રસ પી જાય ! એવી એવી તો હરિફાયું થાતી.. હોય ! ”
સામે વાળી રીના તો વસવસો.. કરતાં બોલી.
‘ મારે તો પિયર જેવું કાંઈ છે જ નહીં ! મા બાપ તો નાનેથી ગુજરી ગ્યાં છે, ભાઈ – ભાભીને તો બેન જીવે છે કે મરી ગઈ ! એની કાંઈ પડી જ નથી! ફોનબોનેય કોઈનો ન આવે’
અમે એને આશ્વાસન દઈએ, ‘ હશે, બેન લેણું હોય એટલું લેવાય ! આ તો.. ગયા જનમના ઋણ હોય! બેન , એ ઊંડો નિઃસાસો નાંખીને બોલે ‘ હા, એ તો એમ જ માનવાનું બીજું શું !’
મને ય મારી મા હામ્ભરી ગઈ !
અમે નાના હતા ત્યારે કોઈ દિ સાંભરતું નથી કે અમે મામાને ઘેર.. કે માસીના ઘેર રોકવા ગયા હોય !
બા, બિચારી નાનપણથી જ મા વગરની મોટી થઈ !
આ કળિયુગમાં પણ નિઃસ્વાર્થ પ્રેમ મરી પરવાર્યો નથી હજી! હાલમાં પણ સમાજમાં એવા ય પણ ઘણાંભાઈ બહેનની જોડી છે,ભલે એક માના ઉદરે જનમ ન પામ્યા હોય! ને એ ભાઈ પણ વળી પાછા કહેતા હોય !
” બેના, પિયર નથી સાંભરતું ! ક્યારે આવીશ?
તારી ભાભી પણ તેડાવે છે હો ! ” એવો દિલનો ખરો પ્રેમ પામનાર ભગિની કેટલી નસીબદાર !
વર્ષા જાની
ભાવનગર
[12/18, 3:19 PM] Tejal Vaghasiya.MeM.NOG: NOG :: 0017
વિષય :: શબ્દ સાસરિયું-પિયરીયું
પ્રકાર :: પદ્ય (ગીત)
શીર્ષક :: અમૂલખ સાસરું
(રાગ : જનની ની જોડ સખી નહી જડે રે લોલ)
પિતાએ શોધ્યું અમુલખ સાસરું રે લોલ,,,
મૂલ્ય એનું આંક્યુ ના અંકાય જો ,,, પિતાએ…
આ દીકરીની ચિંતા પિતા નવ કરો રે લોલ,,,
સસરા ભુલાવે તમ સ્નેહ જો ,,, પિતાએ…
પિયરમાં માનો પ્રેમ નવ પામી રે લોલ,,,
સાસુએ ભુલાવી મને માત જો ,,, પિતાએ…
ભાઈ સમાન જેઠ – દિયરજી રે લોલ,,,
જેઠાણીમાં મળી મને મિત્ર જો,,, પિતાએ…
નણંદી બની મોટી બેનડી રે લોલ ,,,
શિખવી સ્નેહે ઘરની એણે રીત જો,,, પિતાએ…
આજની યુવાઓ તમને વિનવું રે લોલ,,,
સાસુ-સસરા માનજો માત-તાત જો,,, પિતાએ…
દઈને સન્માન માતા પિતા નું રે લોલ,,,
કરજો જીવન તેજમય જો,,, પિતાએ…
©®- તેજલ વઘાસીયા
18/12/2021 શનિવાર