GN_03-12-21.
[12/2, 4:51 PM] Jayshree Patel. Sahityakar: NG/022
વિષય : પ્રકૃતિ સાથે પ્રવાસ
વિભાગ : ગદ્ય
પ્રકાર : લેખ
શીર્ષક : શિવરૂપ સાગર
ગોવામાં પ્રવેશતાં જ જોવા મળે છે ખીલેલી વનરાજી. કુદરતે ગોવાને અદ્ભુત સૌંદર્ય અર્પ્યુ છે અને ગોવાએ તે જાળવી પણ રાખ્યું છે.
અહીંની લાલ માટીમાં અનેક પ્રકારની વનસ્પતિ અને વૃક્ષો ખીલે છે. ચોમાસાએ હજી હમણાં જ વિદાય લીધી છે એટલે લીલુંછમ ગોવા આંખને ઠારે છે. નાળીયેરી, સોપારી, બદામ, પીપળો અને ભાતભાતનાં વૃક્ષો સમુદ્ર તરફથી આવતા મંદ પવનમાં લહેરાતાં જોઈને મન પણ તેમની જેમ ઝૂમી ઉઠે છે.
હું કંપનીના કામથી ગયો હોવાથી આઠ દિવસના પ્રવાસમાં ફક્ત એક જ દિવસ પોતાના માટે આપી શક્યો. મને જેનું આકર્ષણ હંમેશાંથી રહ્યું છે એવા સાગરની મુલાકાત માટે. મડગાંવથી પાંચ કિલોમીટર દૂર આવેલ કોલવા બીચ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર છે. રવિવાર હતો અને કોરોનાનો ભય ઓછો થવાથી ઘણાંબધાં મુલાકાતીઓ ત્યાં હાજર હતાં.
વોટરબાઈક અને બોટનો ધંધો કરનારને તડાકો પડી ગયો હતો. પાંચસો રૂપિયા ખર્ચીને મેં પણ વોટરબઃઈકની સવારીનો આનંદ માણ્યો. ત્યારબાદ થોડે દૂર સુધી ચાલીને શાંત સ્થળે જઈને રેતી ઉપર આસન જમાવ્યું, જેથી સાગર સાથે શાંતિથી વાત થઈ શકે. ન કોઈ શોરબકોર, ન તો દરિયાકિનારે છબછબિયાં કરતાં લોકો. બસ હું અને ઘુઘવતો મારો સાગર.
કદાચ પાછલા જન્મમાં સાગરખેડૂ હોઈશ, તેથી મને સાગર ગમે છે અને તેની ઉપરથી વહેતો ખારો પવન. તે મને બીજી દુનિયામાં પહોંચાડી દે છે.
દરિયા સામે બેસતાં જ તેનાં મોજાંની જેમ મારી અંદર જુદા જુદા વિચારો આવવા લાગ્યા. સિત્તેર ટકા પૃથ્વી સમુદ્રથી ઘેરાયેલી છે અને જો આ ધરા એટલી વિશાળ લાગે છે, તો સાગર કેટલો વિશાળ છે અને છતાં પણ કોઈ જાતનું અભિમાન નહીં. હંમેશાં તેના જ લયમાં ચંદ્રને ઈશારે આગળ અને પાછળ થતો રહે છે.
મેં મનોમન સાગરની તુલના શિવ સાથે કરવા માંડી. શિવ પણ સર્વવ્યાપી છે અને સાગર પણ. શિવ પણ જીવન આપે છે અને સાગર પણ. શિવ વિષ ગ્રહણ કરીને નીલકંઠ બન્યા અને સાગર પણ સારી કે નરસી દરેક વસ્તુ પોતાની અંદર સમાવી લે છે. શિવને સંપૂર્ણપણે જાણી ન શકાય અને સાગરને પણ. ન જાણે કેટલા રહસ્યો સમાવીને બેઠો છે. શિવ ત્રીજું નેત્ર ખોલે તો હાહાકાર મચી જાય અને સાગર રૂઠે તો પણ. શિવને ગંગા અને ચંદ્ર સાથે સંબંધ અને સાગરને પણ.
બે કલાકની મૌન ચર્ચાને અંતે હું ત્યાંથી ઉઠ્યો. ન તો એનાં મોજાં બંધ થવાનાં હતાં, ન તો મારા વિચારો. શિવરૂપ સાગરને પ્રણામ કરીને મેં મારી મુલાકાત ટુંકાવી.
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા
[12/2, 4:57 PM] Jayshree Patel. Sahityakar: NOG. SS. NO 0026
યાદગાર પ્રવાસ.
મસૂરી.
મૌલિક રચના.
મસૂરીની હવાઓમાં અજબનો એક રણકાર છે.
લયમાં ગાતાં સુરીલા પક્ષીઓનો ટહુકાર છે.
પહાડો પર અહીં પથરાયેલી લીલી કહું ચાદર,
એ જોઈને નયન તૃપ્તિ થયાં, આનંદ અપાર છે.
પહોડોની છે એ રાણી, હવા વહેતી તરંગોમા,
જરા જો ધ્યાનથી સૂણતાં, છૂપ્યો થડકાર છે.
હવે ક્યાં ડર અહીં ક્યાં શહેરનો ઘોંઘાટ જે પજવે?
મસૂરી એ જ હ્રદયમંથન સાથે આતમનો એકાકાર છે.
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
(હાલ અમેરિકા)
[12/2, 5:05 PM] Jayshree Patel. Sahityakar: NOGSSN 0079
વિષય કુદરત સંગે
ગદ્યઃ લેખ (પ્રવાસ વર્ણન)
શીર્ષકઃ કેદારનાથ યાત્રા
હિમાલયમાં વિરાજમાન ભવ્ય તીર્થસ્થાન બસ દ્વારા પ્રવાસનો આરંભ.
હરદ્વાર , ગંગા ઘાટ અને આરતી નિહાળી આંખો તૃપ્ત થઈ. દિમાગમાં તેની ભવ્યતા કોતરી ગાડી કેદારનાથ તરફ હંકારી.
હિમાલયની મુસાફરી એટલે રસ્તો ખરબચડો પણ ચારે તરફ કુદરતી સૌંદર્ય . દેવ પ્રયાગમાં વસિષ્ઠ ગુફાનાં પવિત્ર વાતાવરણમાં શાંતિની પળો ગુજારી. રેતીમાં ચાલી અરુંધતી ગુફાનું દર્શન કર્યું.
હિમાલયમાં પ્રવાસ એટલે કુદરત સાથે તાલ મેલ . તેની ઉદારતાનું પાન કરવાનું. તેનું સૌંદર્ય માણવાનું .
કેદારનાથ જવા “ફાટા”માં રોકાયા. ૧૭ કિલોમિટરનો ખડકાળ, કાદવ ગ્રસત રસ્તો મૂકી હેલિકોપટર માં
જવાનું પસંદ તર્યું.
સકેદારનાથ જ્યોર્તિલિંગમાં કેદારેશ્વર શિવરૂપનું પ્રસિદ્ધ મંદીર છે. વર્ષમાં છ મહિના તે સ્થળ બરફને કારણે બંધ હોય છે. પર્વતોની મધ્યમાં બરફ આચ્છાદિત , વાદળો સંગે વાત કરતું મંદીર દિલ દિમાગ પર છવાઈ ગયું .
મંદિરમાં શિવજી, નંદી અને વીરભદ્ર બિરાજમાન છે. ત્યાં પૂજા અર્ચના થાય છે. અર્ધ શિવલિંગ મંદિરની મધ્યમાં બિરાજમાન છે.
આંખો માર્ગ સુંદર સોહામણા દ્રશ્યથી ઉભરાતો હતો. વાદળો સાથે વાત કરતા હિમાલયના બરફ આચ્છાદિત શિખરો. ધ્યાનમાં મસ્ત બની સહુને આકર્ષતો હિમાલય. પર્વતમાંથી ખળ ખળ વહેતા ઝરણા. નયનોની પ્યાસ બુઝાવતી કુદરતની નજાકત. અલકનંદાનો મધુર રવ અને તેની સુંદર નયન રમ્ય ચાલ જીગર પર છવાઈ ગયા .
જીવનમાં અનુકૂલતા એ જરૂર આ આનંદ માણશો.
પ્રવિણા કડકિઆ