ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૧૫ રચનાઓ
વિષય :.” વિશ્વ દીકરી દિવસ ની રચનાઓ(૨૮-૯-૨૦૨૧)
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
********************************
આપણા NOG સાહિત્ય સરિતા ગ્રુપ ના પરિવાર જનો ની દીકરીઓ ને અંતરથી દીકરી દિવસ ની શુભેચ્છાઓ સાથે મહાદેવ ના ખૂબ ખુબ ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ….સંચાલક, એડમિન ટીમ વતી…પ્રદીપ રાવલ
********************************NOG. SS. NO. 60
વિષય: દીકરી દિવસ
પ્રકાર: પદ્ય અછાંદસ
શીર્ષક : *દીકરી*
ઘડીમાં હસતી, ઘડીમાં રમતી
ઘડીમાં પોતાનાં કરી લેતી દીકરી.
અસ્તિત્વ એનું સુગંધ સરીખું,
જીવનબાગ મહેંકાવે.
દીકરી હોય તો ઘરમાં સૌને
ચકલી જેમ ચહેકાવે.
ઘડીમાં રીસતી, ઘડીમાં માનતી
ઘડીમાં નિર્મળ હાસ્ય વહાવે દીકરી.
માનો ઠપકો, ડાંટ પિતાની
પલમાં દેતી ભૂલાવી દીકરી.
નવું કરવાનો ઉત્સાહ અનેરો,
ભરોસો ખુદ પર અદકેરો,
ખુદ સાથે ઘરને આગળ વધારે દીકરી.
શું ભણતર કે શું ગણતર,
જીવનનાં પાઠ સૌને શિખાડે દીકરી.
હતી કાલ તો ઢીંગલી જેવડી,
આજ ઘર આખાંને સંભાળે દીકરી.
માની બીમારી, પપ્પાની વસ્તુઓ
સઘળું એકસાથે સંભાળે દીકરી.
ખુદનું ભણતર, ઘરનું વાતાવરણ
સર્વ કંઈ સંભાળી લે દીકરી.
સ્નેહે લે સર્વેની સંભાળ,
એનાં જવાથી મૂરઝાય બાગ.
તો પણ કડવી સ્વીકારી હકીકત,
સાસર વાસ સિધાવે દીકરી.
દીકરો ભલે પહોંચાડે સ્વર્ગે,
પણ ભવ તો પાર ઉતારે દીકરી જ.
ભગવતી પંચમતીયા ‘રોશની’
********************************
NOG SS No-0011
વિષય:-વિશ્વ દીકરી દિવસ
પ્રકાર :- મૌલિક રચના
શીર્ષક:- જીવવા દે
દીકરી બનીને અવતરવા દયે મુજને,
પા પા પગલીથી આંગણું દિપાવવા દે.
દીકરી છું, એટલે અળખામણી છું મા?
જન્મતાં પહેલા એક પળ જીવવા દે.
તમારા ઘડપણની લાકડી મને બનવા દે,
મમતા ને પ્રેમનાં સહારે મને આવવા દે.
ઘરની શાંતિ બની, વ્હાલ કરીશ તમને,
તારા ઘરની તુલસીનો ક્યારો બનવા દે.
આંસુ લુછીશ સુખનો વાયરો બનીને,
દુઃખ તારું વહોરી લઈ હેત પામવા દે.
દુનિયામાં આવીને માગણી નહીં કરું,
પારકી છું ઘડીભર પોતાની થાવા દે.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
********************************
Mina Mangroliya.MeM.NOG: *લાડકડી દીકરી*
મારા આયખા એ લીધી છે આંખની ઓળખ,
હરખના તેડાં અને અવસર આવ્યો આંગણીયે.
દીકરી થઈ ગઈ જુવાન, શોધી લીધુ સરનામું,
ઉંબરે ઊભી હરખાતી યૌવન આંબ્યુ આકાશ.
નીચી નજરે શરમાતી , મનમાં એતો હરખાતી,
કંચનવરણી સુંદરી ભિતરે ઓળઘોળ થાય.
ઉંબર શણગારી પિતૃ ઘેરથી પતિગૃહે જાય,
પિયરના સંસ્કાર લઈ સાસરિયે સોહાય.
મન મૂકીને સાસરીયામાં ધૂપસળીની જેમ ફેલાય, મારી લાડકડી દૂધમાં સાકરની જેમ ભળી જાય.
આજ મારા અંતરના દીવે અજવાળુ પથરાય,
મારા મન મંદિરે અંતરથી આજ ઘંટારવ થાય.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
*******************************
N O G S S N0 : 079
વિષય દીકરી દિન
શીર્ષક આશિષ
અછંદાસ પદ્ય
દીકરી નથી, પણ દીકરી છું
*
પ્રેમની ભાષા જાણું છું
*લાડકોડમાં ઉછરી છું
*મનગમતું પામી છું
*માતા પિતાની છાયામાં
*સ્નેહપૂર્ણ વાતાવરણમાં
*અંતરથી તેમને ચાહ્યા હતા
*અડધી રાતે દોડ્યા હતા
*તેમના અંતર વાંચ્યા હતા
*મનના ઓરતા પૂર્યા હતા
*માતા પિતાના અંતર ઠાર્યા
*અંત ઘડી તેમની ઉજાળી
*આશિર્વાદ મન ભરી પામી
*ઠાર્યા, ઠરીશ અશિષ પામી
*આખરે સુંદર બે પૌત્રી પામી
*કાળનું ચક્ર છે રહ્યું ફરી
********************************
NOG SS No : 0015
વિષય:- વિશ્વ દીકરી દિવસ
પ્રકાર:- ગીત
શીર્ષક:- *દીકરી*
દીકરી સૌની લાડકી રે હા દીકરી સૌની લાડકી
વ્હાલની વ્હાલી વેલડી જોને આંગણે મારા શોભતી
દીકરી મીઠી મોરલી રે હા દીકરી મીઠી મોરલી
ટાઢક થાતી હ્રદયે એવી મીઠડી વાણી બોલતી.
દીકરી સુખની છાયડી રે હા દીકરી સુખની છાયડી
પારકી કે’વાતી છતા એ તો દુઃખમાં સૌના દોડતી.
દીકરી ઘરની શાયબી રે હા દીકરી ઘરની શાયબી
હેતની હેલી પ્રેમની સાથે બારણે ઘરના લાવતી.
દીકરી ટાળે દુખડા રે હા દીકરી ટાળે દુખડા,
અંતને ટાણે દોટ મૂકીને બાપની વારે આવતી.
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી
*******************************
NoG SS No : 0004
દીકરી
હું દીકરી છું..!
દુ:ખ થાય હે,
ન લખો કોઈ
દિકરી❌
સાચો શબ્દ દીકરી છે..
ભાષા પણ સત્ય લખો
દીકરી તો એ છે
જે થકી જ વિશ્વ છે..
જન્મે જ ત્યાં ઉપમા
તેને લક્ષ્મી ની
પણ જગત જ્યારે
ઉતારે ચીંથરાં
કરે બેહાલ ત્યારે
ક્યાં હોય છે આ…
સભ્ય સમાજ?
જુઠા આંચળાઓ
ચહેરા પરના નકાબ
મને નથી થવું અહીં
દીકરા સમાન મને
આત્મસન્માનથી જીવવું
મારા આ શિયળને બક્ષવું
ખોટા શબ્દોથી ન સૂઝતું
જીવવું મને ખુલા શ્વાસ થકી..
મને *દીકરી* બની રહેવા દો
પછી ઉજવો શબ્દો થકી જ
*દીકરી દિવસ કે દીકરી સ્પ્તાહ*
જયશ્રી પટેલ…૨૬/૯/૨૧
********************************
NOG SS NO: 0037
વિષય – દીકરી દિવસે,સ્પેશ્યલ રચના,તમામ દીકરીઓને અર્પણ.
વિભાગ – વાર્તા.
શીર્ષક – મારું રતન મારી દીકરી.
ડુંગરની ગોદમાં નાનું એવું સુંદર હરિયાળું ગામ ગામમાં માલધારી લોકો રહે, એમાં એક મેરામભાઈ નું પરિવાર . ખૂબ મહેનતુ અને પ્રેમાળ મેરામભાઈના પરિવારમાં એમના બા બાપુજી પત્ની અને પાંચ દીકરીઓ. ગાયો , ભેંસો , ઘેટાં , બકરાં તો અગણિત સાથે કૂતરાઓ.
સવારથી સાંજ સુધી આખો પરિવાર પ્રાણીઓની દેખભાળ કરે , ઉનાળાનો સમય આવ્યો પ્રાણીઓ માટે ઘાસચારો લેવા માટે દૂર દૂર સુધી જવું પડે. વહેલી સવારથી પ્રાણીઓને લઈ નીકળી જતાં. મેરામભાઈની મોટી દીકરી રતન.નામ જેવાજ ગુણ ખુબ મહેનતુ,નીડર બપોર થતાંજ તે ભાત લઈ નીકળી જતી માથે ભાત , દુધભરેલ ઘડો , છાસનો કીટલો , અને સાથે મોતી. મોતી મેરામભાઈનો કૂતરો મોતી રતનનો દોસ્ત રતન જ્યાં જાય ત્યાં મોતી તેની સાથેજ જાય . ઘરના અને ગામ લોકો પણ કહેતા , ” રતન મોતીનું રખોપું કરે છે, કે મોતી રતનનું ? ” રતનના પગના ઝાંઝરના અવાજથી દૂર દૂર સુધી રતન આવે છે,વળી તેની સાથે મોતી હશેજ ! એવા સમાચાર મળી જતાં.ગામથી લઈ સીમ સુધી બધાંજ રતનને ઓળખે પ્રાણીઓ , પંખીઓ બધાં સાથે રતનની દોસ્તી ચાલતાં ચાલતાં બધાંના સમાચાર પૂછતી જાય , દૂધ , છાસ વહેંચતી જાય.મેરામભાઈને ભાત પહોંચાડે.પિતા , પુત્રી અને મોતી , સાથે બેસી આરામથી ભાત ખાય વળતાં સમયે બા એ મંગાવેલ ઘરની ચીજવસ્તુઓ લઈ આવે .
આમજ ઉનાળાનો સમય પૂરો થયો. આવ્યો શિયાળો મેરામભાઈ રતનને ભાત આપવા આવવાની ના કહે, પણ રતન કોઈનું કહેવું ના કરે તેને તો કામ કરવામાં આનંદ આવતો.
એક દિવસ સાંજના સમયે ઘરે પાછા વળતા સમયે, મેરામભાઈને અચાનક કઈક કામ આવી જતાં, એ ગામમાં રોકાઈ ગયાં, અને રતનને મોતી સાથે ગાયો , ભેંસો , બકરાઓ લઈ ઘર તરફ જવા કહ્યું . શિયાળાની સાંજ, એટલે વહેલું અંધારું થવા આવ્યું હતું. રતન તો ડર્યા વિના વાતો કરતી કરતી ચાલી નીકળી. પગમાં ઝાંઝર છમ.. છમ.. , વાગી રહ્યાં છે. હાથમાં ઢોર હાકવા માટે, મેરામાભાઈએ આપેલી લાકડી આમથી આમ ફેરવતી. અચાનક પોતાની પાછળ આવતો પ્રાણીઓનો અવાજ આવ્યો , બધાં પ્રાણીઓ આમથી આમ , દોડા દોડી કરી મૂકી રતન પાછળ જુએ છે ! ત્યાં તો , સિંહે પ્રાણીઓ પર હુમલો કર્યો છે. રતન જરાપણ ડર્યા વિના, ચાલ મોતી, એમ કહી, લાકડી લઈ સિંહ સાથે લડવા તૈયાર થઈ.રતનતો જાણે ‘ જગદબાનું સ્વરૂપ રતનને જોઈ પ્રાણીઓને પણ હિંમત આવી એ પણ એકી સાથે,ડર્યા વિના સિંહ પર ત્રાંડક્યા, અદભૂત દ્રશ્ય… ! સિંહ વચ્ચે, ચારેય બાજુ પ્રાણીઓ. સિંહની સામે રતન નામની કન્યા ઝઝૂમે. મોતી પણ જાણે રતનનાં રખોપાં કરતો હોય તેમ લડે સિંહ થોડીજ ક્ષણોમાં , રતનની નીડરતા,પ્રાણીઓની એકતા જોઈ, શિકારી ખુદ શિકાર બની જશે,એમ વિચારી ત્યાંથી ભાગી છૂટયા.
આ બાજુ પ્રાણીઓના, અવાજ સાંભળી, ગામલોકો , મેરામભાઈ સાથે દોડી આવ્યાં. રતન , મોતી , પ્રાણીઓ બધાંને એકી સાથે સિંહ પર ત્રાડકતાં જોયાં.સિંહને ત્યાંથી ભાગી જતાં જોઈ ગામલોકો વિચારતાં રહી ગયાં. રતનની હિમંતથી એક પણ પ્રાણીને નુકસાન ન પહોંચ્યું ગામ લોકો ખુશ થઈ આજથી, આ ગામનું નામ ‘ રતન રાખવું એવું નક્કી કર્યું . મેરામભાઈની આંખમાંથી ખુશીના અશ્રુ વહી રહ્યાં છે, એતો કંઈજ બોલી નથી શકતાં, બસ આટલું બોલ્યો….
” મારું સાચું રતન મારી દીકરી ”
લેખન – હેમલતા દિવેચા ( હેમ )
********************************NOG SS No/0044
વિષય:- વિશ્વ દીકરી દિવસની શુભેચ્છા.
શીર્ષક:- હાલરડું.
દીકરી મારી લાડકવાયી,
હેતને હીંડોળે ઝુલાવું.
પિતાનાં વહાલની ઝોળી બાંધી,
વહાલની દોરીએ હિંચકું.
નિંદ્રા રાણી વાયરો વીંઝે,
સપનાની પાંખે તું તો ઝુલે.
કાનુડાનાં આશિષ મળે,
મા જગદંબાની શક્તિ.
દીકરી મારી બહાદુર બને,
અન્યાય સામે લડે.
દીકરી મારી વિરાંગના બની,
દેશનું રક્ષણ કરજે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
*******************************
NOG. SS. NO. 0095.
વિષય :– દીકરી
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– ” મીરાં નો ધ્યેય , વ્યસન મુક્તિ “.
આજે મીરાંનાં પિતાનાં અવસાનને મહિનો થવા આવ્યો હતો. હા, એનાં પિતાને કેન્સર થયું હતું ! એની માતાને પણ કેન્સર થયું હતું ને બે વષૅ પહેલાં જ એમનું પણ અવસાન થયું હતું.
મીરાં એનાં માતા – પિતા ની એક માત્ર સંતાન હોવાથી એમની સેવા માટે મીરાં એ લગ્ન નહોતાં કર્યાં. એક પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ફરજ બજાવતી હતી. આજે માતા પિતા બંને ને કેન્સર જેવી બિમારીમાં ગુમાવીને એ ખૂબજ દુ:ખી થઈ ગઈ છે. એણે નક્કી કર્યું કે મારે હવે કોઈપણ સંજોગોમાં ગામનાં લોકો ને સમજાવવું જ પડશે કે ‘ કેન્સર’ કેટલો ગંભીર રોગ છે ! અને એની માટે જ ગામનાં વડીલો, યુવાનોને વ્યસન નહીં કરવા માટે પણ સમજાવવું પડશે.
મીરાંએ શાળામાં આવીને આજે પોતાનાં જ વગૅનાં બધા બાળકોને એક સવાલ પુછ્યો.
“ બાળકો તમારાં ઘરમાં કે આસ – પડોશમાં કોઈને વ્યસનની આદત છે ? જેવી કે બીડી, સિગારેટ, હુક્કો, તમાકુ, બજર, છીંકણી ? “
તરતજ બધા બાળકો એકસાથે જ બોલી ઉઠ્યા, “ હા હા બેન છેને ! “
કોઈનાં દાદા હુક્કો પીવે છે ,તો દાદી છીંકણી સુંઘે છે. કોઈનાં પપ્પા બીડી પીવે છે તો કાકા તમાકુ ખાય છે. આમ ગામમાં લગભગ ઘરેઘરે વ્યસન કરતાં લોકો છે.
મીરાં એ બાળકો પાસે એક નાટક તૈયાર કરાવ્યું અને એ નાટક હતું, “ વ્યસન થી થતું નુકસાન “ .અને પછી ગામમાં સરપંચને વાત કરીને એક ગ્રામસભા નું આયોજન કરીને બધાં જ ગ્રામજનોની વચ્ચે આ નાટક ભજવાયું. અને જ્યાં નાટક સમાપ્ત થયું ત્યાંજ સૌ પ્રથમ સરપંચ ઊભા થયાં ને બાળકો તેમજ મીરાંબેનનો આભાર માન્યો અને સાથે સાથે પોતે આજથી હુક્કો નહીં પીવે એવો નિયમ પણ લીધો.
અને ત્યારપછી તો એક પછી એક સૌએ ઊભા થઈને હવેથી અમે પણ કદી વ્યસન નહીં કરીએ એવી પ્રતિજ્ઞા લીધી.
આજે મીરાંએ પોતાનું લક્ષ્ય પાર પાડ્યું હતું. પોતે ભલે પોતાનાં માતા – પિતાને બચાવી ના શકી પણ ગામનાં બધાં જ લોકો જે વ્યસન કરતાં હતાં એમને એક કુટેવ માંથી બહાર લાવીને એમનું જીવન બચાવ્યું છે એનો મીરાંને અનહદ આનંદ છે.
જાણે આજે એને ગામનાં દરેક વડીલો રૂપે પોતાનાં માતા – પિતા પાછાં મળ્યાંનો સંતોષ છે.આજે એ આખાયે ગામની લાડલી દીકરી બની ગઈ છે .બધાને મોઢે બસ એક જ વાત છે કે દીકરી હોય તો આવી !!!!
દીપિકા ચાવડા ‘ તાપસી. ‘
******************************
NOG SS No.0081
દીકરી દિન!
જ્યાં સુધી દીકરીને ઘરની બહાર મોકલતાં જીવ ફફડે,
જ્યાં સુધી ઘરમાં દીકરી એકલી રહેતાં થથરે,
જ્યાં સુધી સ્ત્રી ગમે તે ઉંમરે નજરોનો શિકાર,
જ્યાં સુધી ઘરમાં એનાં અભિપ્રાયનો થાય અનાદર,
જ્યાં સુધી દીકરીને તનય સમ ન માન અપાય,
જ્યાં સુધી દર રૂઢિ,રિવાજ,ધારા ધોરણ
દીકરી પર જ થોપાય…
*ત્યાં સુધી દીકરી દિવસ ન મનાવાય!*
એક દીકરી ત્રણ કુળથી પિછાણાય
*મોસાળ,પિયર, સાસરૂં*
#માયા દેસાઈ
મુંબઈ ભારત .
*******************************
NOG SS No : 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- વાતનો વિસામો દીકરી
‘મા ના પાલવની કોર દીકરી,
હૈયે ઉઠતું પ્રેમનું જોર દીકરી.
બાપની આંખોનું નૂર દીકરી,
બા ના પ્રેમમાં ચૂર દીકરી.
હાથમાં આવ્યાની પહેલી જ ક્ષણે લાગે હૂર દીકરી,
ના અળગી કરવી ગમે નજરથી દૂર દીકરી.
ઝાંઝરનો મીઠો રણકાર દીકરી,
ભર ઉનાળે વરસેલો વરસાદ દીકરી.
વિધાતાનું અણમોલ વરદાન દીકરી,
મા ના હૈયાનો ધબકાર દીકરી.
વાતનો કાયમી વિસામો દીકરી,
મા ના હૃદયનો દિલાસો દીકરી.
નિર્દોષ તોફાનોની ભરમાર દીકરી,
વ્હાલપનું બેસુમાર સ્થાન દીકરી.
હૃદયમાં લાગણીઓનું ઉદગમસ્થાન દીકરી,
આંખોમાં વસતું ભૂરું આસમાન દીકરી.
જેને જોતા જ જિંદગી જીવવાની ઈચ્છા થાય અને,
જેના જતાંજ જિંદગી પુષ્પ વિનાની વાટિકા બની જાય એ દીકરી.
અલકા મહેતા.ગાંધીનગર.૨૬/૦૯/૨૧.
********************************
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- દીકરી
*પ્રકાર*- ગદ્ય
*શીર્ષક*- દાદીની દીકરી
અરે! આજે વિશ્વ દીકરી દિવસ અને હું એ વિશે કાંઈ ના લખી શકી! તેવો અફસોસ ..જ્યારે મેં મોડી સાંજે સૌના દીકરીને અનુલક્ષીને મુકાયેલા સંદેશા વાંચ્યા ત્યારે થયો..
પછી થયું.. એમ નહિ થવાનું કારણ પણ તો વ્યાજબી જ હતું ને! છેલ્લા એક મહિનાથી મારા સાસુ પડી જવાથી બિલકુલ પથારીવશ બની ગયાં છે.. અને પાછો આજે રવિવાર સમાચાર પૂછવા વાળાં સગાંસ્નેહીઓ પણ હોય..
હા.. આજે વાત કરવી છે મારાં સાસુ અને મારી દીકરીની.. મારાં સાસુને બે દીકરા. સાસુ – સસરા બંનેને દીકરી બહુ વહાલી..પણ પોતાની કુંખે ના હોવાનો અફસોસ કાયમ થતો.. જે ઈશ્વરે દીકરાના ઘરે દીકરી આપીને પૂરો કર્યો.. મારી દીકરીને ખૂબ હર્ષોલ્લાસથી વધાવીને.. આખા ગામમાં તેમણે પેંડા વહેચેલા.
દાદાની ઈચ્છા એ ડોક્ટર બને તેવી કાયમ રહેલી અને ઇશ્વરિચ્છાએ તે પૂર્ણ પણ થઈ. હાલમાં જ એણે MBBS પૂર્ણ કર્યું. જે આ સમયે ખૂબ કામમાં આવ્યું.
બાને બાથરૂમમાં પડતી વેળા એક ખૂણો વાંસામાં ખૂબ વાગેલો.. ત્યાં ઘણીબધી દવા કરવા છતાં રૂઝ કેમેય આવતી ન હતી..
દીકરીને થયું મારું ભણતર અહીં લેખે ના લાગે તો શું કામનું..? એણે સારવારમાં જીવ લગાવીને પ્રયત્નો શરૂ કર્યાં.. સાથે વિવિધ જ્યુસ અને રસો ખૂબ પ્રેમથી આપવા લાગી.. પ્રેમનો સ્પર્શ સાથે સારવાર લેખે લાગી.
સરસ રૂઝ આવવા લાગી.. નિર્જીવ બનેલા પગમાં પણ જોમ આવવા લાગ્યું છે. ઘા હાલ સાવ સામાન્ય રહ્યો છે.. અને અત્યંત પીડાથી કણસતાં બા આજે નિરાંતે જમીને સુવે છે..
તેઓ દીકરીને રમાડતાં એક કહેવત બોલતાં.. *”વાડે વાડે નોળિયા ઘણા હોય પણ કોડીલાં કુંવરબા તો એક દીકરી જ હો”*
ઈશ્વર પાસે માંગીને લીધેલ દીકરીને જોતાં એમનો આત્મસંતોષ જરૂર આંખોમાં ઝળકીને મીઠા આશિષ ઢોળે છે.
*નામ -ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
********************************
વિષય : દીકરી..!
………………………………..
દીકરી દિવસ ની શુભેચ્છા સૌ મમ્મીઓને..!
નવરંગી ઓઢણીમાં મારી ચરકલી..!
હૈયામાં હરખાતી જાય..! ઘમ્મરિયો ઘાઘરો પહેરીને..! મુખડેથી મલક મલક મલકાય..!
ઓ મારી જાન ચરકલી..!
ઓ મારી દીકરી..!
મીઠો ટહુકો ..!
વહેલી પરોઢમાં ,
ઉગમણે દ્વારે આવી , અજવાળાં પાથરવા મારે ઘરે વહેલી પરોઢના..!
ઉગતાં સૂરજની સાથે આવી…!
સૌને પ્યારી ચરકલી..!
તારો પ્રેમ પ્રવાહમાં ,
જીવતરનાં ઓરડામાં ,
પા પા પગલીની છાપ તારી..! કંકુ પગલાં પાડ્યાં એ..!
પારકાં ધનના સૌથી ધનવાન પાપા..!
સો જનમની સઘળી પુંજી મારી…!
તો યે મારી લેણદાર નીકળે મારી દીકરી..!
દીકરીને દેજે પ્રભુ એવું ડહાપણ ,
કે મારા સમગ્ર પરિવારનું ઢાકળ બનીને રહે..!
મે તને ઘડી છે બરાબર ટકોર દઇને…!
ના કદી લજવાતી મને…!
મારાં ઘરે તને સ્વર્ગનું સુખ મળ્યું…!
તારાં અન્ન પાણી લખ્યાં હશે ત્યાં તું જવાની ..!
દીકરી મારી પારકી થાપણ..! દીકરી એટલે દિલ સાથે જોડાયેલાં અતૂટ સંબંધ નો શ્વાસ..!
કસ્તુરીની જેમ સદાય મહેકતી રહેજે..!
રિદ્ધિ, સિદ્ધિ આપનારી લક્ષ્મી રૂપે અવતરેલી મારી ચરકલી..!
પરિવારને ઉજાળો કરનાર..! મારી વ્હાલી દીકરી…!
એટલે “બીટ્ટુ..!
“કરિશ્મા”..!
રાગીની શુક્લ”રાગ”
મુંબઈ, કાંદિવલી
******************************** N0G SS No : 0059
NOG સાહિત્ય સરિતા (૧)
વિષય: “દીકરી”.
પ્રકાર: પદ્ય
શીર્ષક: ” પઘારો લક્ષ્મીજી”.
શબ્દો: ૫૧.
જન્મ જન્મ સાથનિભાવે દીકરી
હોયછે મા-બાપની લાડલી દીકરી
રંકને ત્યાં પણ જો જન્મે દીકરી
આવકાર મેળવેછે એ લક્ષ્મીજીનો
હોય ભલે એ શહેરનો કરોડોપતી
દીકરી વગર ,ગણાયોતે કંજુસમા
વળાવી એ દીકરી સ્વસૂરગૃહે
પૂજાયછે એ મોટો કન્યાદાતા
નથી મારે, બ્હેન કે લાડલી દીકરી
પ્યારે’ કબુલુ હું ગૂનો ગયાભવનો.
©️જયકાન્ત ઘેલાણી પ્યારે