ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની છ રચનાઓ
વિષય :.” શિક્ષક દિન રચનાઓ(૨૧-૯-૨૦૨૧)દિવસ – ૪
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
*********************************************
NOG SS No : 0091:
પ્રકાર : પદ્ય
માસ્તર એટલે માનું સ્તર, પામવા મથું હું.
ફરજ મારી નિભાવવા, સમર્પિત થાઉં હું.
બાળક સાથે બાળક બની, જીવું થોડું હું.
ત્યાં તો યાદ આવે કે જવાબદારી મારી શું.
એનું હરિયાળું જીવન કરવા, રોજ વરસું હું.
કાળા પાટીએ મારું જીવન, રોજ ઘસુ છું હું.
ભૂલો બધી માફ કરી રોજ સમજાવું હું.
ભાવિ નિર્માણ કાજે, તૈયાર તત્પર હું.
પકડે જો રાહ અવળી તો, સવળી કરું હું.
ભૂલ એની હોય ભલે તો પણ માફ કરુ હું.
અપમાન અને અપશબ્દોનાં ઘા વેઠું હું.
નિર્દોષતાનાં દોષને હસતાં સહુ હું.
નથી મારી કદર છતાં, ખર્ચાવ છું હું.
તોય નથી પામતી સ્થાન, સૌના હૃદયમાં હું.
જિજ્ઞાસા યુ જોષી
“શુક”
********************************
NOG SS No : 0092
શિક્ષક દિન નિમિત્તે સાદર સમર્પિત….
‘કોનું કોનું ઋણ ઉતારું હું?
સમસ્ત જીવન કેટલાંય ઉપકારોથી ભરેલું છે.
એક-બે નામ હોય તો ઠીક,
અહીં તો આખું જીવન પુસ્તક ભરેલું છે.
સાહિત્ય પ્રત્યેની પીપાસાને જાણી,
મને NOG સાથે જોડી.
ડો. અનિરુદ્ધ વ્યાસ સાથેના સંબંધનું વરદાન,
ઈશ્વર પાસેથી મળેલું છે.
NOGમાં ગૌરવભર્યું સ્થાન આપીને,
મારી કલ્પનાઓને વિહરવા ગગન આપ્યું.
પ્રદીપજી-મીનાક્ષિજીના નામને
મનની અટારીએ મઢેલું છે.
લખું છું હું,
વિકસવાની કોશિશ કરું છું હર પળે.
મારી કલમને સદૈવ પુખ્તતા આપતા, જયશ્રીજીનું નામ
મારા ઉરમાં ભળેલું છે.
લખાણની છણાવટ કરી સંક્ષિપ્તમાં,
મને દર્પણ દેખાડતા
સદા.
વિભૂતિજીના નામે, મારા વિકાસના પ્રતિભાવોનું પાનું મઢેલું છે.
પોતાના લખાણથી જે પ્રેરિત કરતા,
આદર્શરૂપ બની પ્રોત્સાહિત કરતા.
માયાજી અને જયકાન્તજીનું નામ,
મારા સાહિત્યમાં ભળેલું છે.
ગદ્ય, પદ્યની રસલ્હાણી કરતા,
પ્રસંગોને અનુરૂપ લેખોથી પ્રસંગોને નવાજતા.
મારા NOGના સાથીરૂપી સિતારાઓથી,
આખું જીવન નભ મઢેલું છે.
અલકા મહેતા
૦૫/૦૯/૨૧.
********************************
NOG SS No – 0050
શીર્ષક : શિક્ષક દિન
………………………………..
દર વર્ષે ૫ મી સપ્ટેમ્બરે “રાષ્ટ્રીય શિક્ષક દિન “તરીકે ઉજવીએ છીએ..!
શિક્ષક બની હું બગીચાનાં જુદાં જુદાં રંગનાં ફૂલોને સજાવું..!
વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગ પર ચાલવા પ્રોત્સાહિત કરું..! મારાં માટે દરેક શિષ્ય સમાન, અને જીવવાનું કારણ સમજાવું…!
શિક્ષિક થાય તે જ વિકસિત થાય..!
શિક્ષામાં પણ ટીચરનો પ્રેમ અને ઉપદેશ સમાયેલો હોય છે..!
બાળકોનાં ઘડતરમાં અનન્ય ફાળો આપવું કર્મ કરું..!
કર્મ કરે જાવ નથી કોઈ અપેક્ષા..!.
બાળકો આગળ આવે એવી તમન્ના..!
સમાજનાં ઘડતરનું અનેરું કાર્ય કરીએ..!
સમાજનું ઘડતર કરનાર , સુશિક્ષિત કરવામાં મોટો ફાળો આપું પ્રેમથી..!
સમગ્ર દેશનો આધાર સ્તંભ ઈમારતનો એક પાયો બનું..!
ક્ષણે ક્ષણે નવું શીખવું..!
દરેક વ્યક્તિનાં ઘડતરનો પાયો..!
માતા અને શિક્ષક તરીકે મારી ફરજ બજાવું..!
મનની સુષુપ્ત શક્તિઓને જગાડું..!
આદર્શ શિક્ષક બની શીષ્યનાં
ભવિષ્યની પ્રણેતા બનું..!
શિક્ષણને પરિપૂર્ણ બનાવવાં માટે માણસ પણ બનવું જ પડે છે ..!
જ્ઞાનનું સીંચન કરીને શિષ્યને વટવૃક્ષની જેમ બનાવવું તટસ્થ..!
મારાં શિક્ષકોને કોટી કોટી વંદન..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
*******************************
NOG SS No : 0101
પ્રકાર : પદ્ય
વિષય: શિક્ષકદિન
શીર્ષક : હું શિક્ષક
આવતી કાલને આજે બનાવું છું
અ અનપઢને જ્ઞ જ્ઞાની હું બનાવું છું
જ્ઞાનના તેજ થી તમ ને ભગાડું છું
સાચખોટાનું ભાન તને કરાવું છું
સપનાને સચ્ચાઇમાં જ બદલું છું
દુનિયા બદલવા સમર્થ બનાવું છું.
સમજના ઘૂંટડા હું પીવડાવું છું
વિજયના રાસડા હું લેવડાવું છું
જિંદગી જીવવાનો રાહ દોરું છું
હું શિક્ષક જ્ઞાનના દીવા પ્રગટાવું છું
( રચના : ભરત સાંગાણી )
05/09/2021
********************************
NOG SS No : 0044
વિષય:- શિક્ષક દિન.
પ્રકાર:- ગદ્ય
શબ્દો:-૨૪૦
શીર્ષક:- વિવિધ સ્વરૂપે શિક્ષક.
જ્ઞાન આપે એ ગુરૂ.સૌથી પહેલું જ્ઞાન માનાં ઉદરમાંથી જ મળવાનું શરૂ થઈ જાય.મા,જે કંઈ વાંચે,આનુભવે એ બંધ જ ગર્ભનાળ દ્વારા આપણને મળે.માનાં શ્વાસે જ તો આપણું હ્રદય ધબકતું હોય.મા જે ખોરાક લેય એનાં દ્વારા આપણને પોષણ મળે અને આપણી વૃધ્ધિ થાય.
જન્મબાદ શાળામાં જઈએ ત્યાં સુધી માતા તરફથી ઘણું શીખવા મળે,એટલે સૌથી પહેલી ગુરુ આપણી માતા.આજે શિક્ષક દિને વિશ્વની તમામ માતાઓને હ્રદયપૂર્વકનાં પ્રણામ.
શાળામાં શિક્ષક જ્ઞાન આપે.નાનાં બાળકોને માની જેમજ પ્રેમપૂર્વક એકડો ઘૂંટાવે.ષહેલી વખત માતાથી અલગ થઈ શાળામાં આવતું બાળક રડતું હોય ત્યારે એને પ્રેમથી છાનું રાખે.માની સમક્ક્ષ ભૂમિકા ભજવે એટલે જ તો માસ્તર કહેવાય.
શિક્ષક એટલે અક્ષર જ્ઞાન આપે. શિક્ષણક્ષેત્રમાં જોડાયેલાં એ જ શિક્ષક એવું માની એમનું જ બહુમાન થતું હોય પરંતુ આપણે વિશાળ ફલક પર
શિક્ષકનો અર્થ સમજીએ તો ડગલે ને પગલે આપણને કંઈક ને કંઈક શીખવે એ તમામ શિક્ષક જ કહેવાય.
આજકાલ કારકિર્દી બનાવવાની દોડમાં છોકરીઓનું રસોઈક્ષેત્રે અને ઘરગૃહસ્થીનું જ્ઞાન નહીંવત્ એટલે સાસરામાં સાસુ જ એ જ્ઞાન આપે એટલે એ પણ શિક્ષક.
વાહન ચલાવતાં શીખવાડે, સાહિત્યક્ષેત્રે નવું નવું લખતાં શીખવે.જેમકે જોડણીનાં નિયમો, વાર્તા, કવિતા, હાઈકુ, ગઝલ,ગીત વગેરે લખતાં શીખવે કલાક્ષેત્રે, રમતગમતક્ષેત્રે આપણને શીખવાડનાર સૌ આપણાં શિક્ષક.
આજે શિક્ષકદિને ડગલે ને પગલે કંઈક ને કંઈક શીખવનાર દરેક વ્યક્તિને હ્રદયપૂર્વકનાં વંદન. આજનાં જમાનામાં હું એકલી ન પડી જાઉં, પાછળ ન રહી જાઉં એટલે હંમેશા મને શીખવતાં રહે એવાં મારાં સંતાનોને વહાલ.
સૌનાં દાદીશા જયશ્રીબેન અને માયાદીદી હંમેશા મને શીખવતાં રહે છે એમને
હ્રદયપૂર્વકનાં વંદન.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
*******************************
NOG SS No : 0079
વિષય : શિક્ષક દિન
પ્રકાર ગદ્ય
શીર્ષક વંદન
————-
શિક્ષા પણ કરે અને સાચું શિક્ષણ આપે તે શિક્ષક. જેમનું કાર્ય વિદ્યાર્થી ને જીવનનો સાચો રાહ દર્શાવવાનો છે.
આપણી આજના પાયામાં તેમનું યોગદાન જણાશે. જો
જીવનમાં યોગ્ય શિક્ષક નહી મળ્યા હોય તો તેમાં વ્યક્તિ કરતા તેમનો ફાળો અધિક છે.
માતા અને પિતા જન્મ થતા સાથેના પ્રથમ શિક્ષક. બીજા નંબરે આવે શાળાના શિક્ષક. જેને આપણા સમાજે ‘ગુરુ’ની ઉપાધિથી નવાજ્યા છે.
શિક્ષક પોતાનો ધર્મ બજાવે સામે વિદ્યાર્થી પણ શિક્ષા ગ્રહણ કરવાનો આગ્રહી હોવો આવશ્યક છે.
આ પરંપરાને કારણે આપણા દેશમાં શિક્ષક યાને ગુરુને ‘દેવ’ ની કક્ષામાં મૂક્યા છે.
શિક્ષક જ્ઞાન, ગમ્મત , શિક્ષા અને જીવન જીવવાની સઘળી વિદ્યા પૂરી પાડી વિદ્યાર્થીને કેળવે છે.
તેમનો આદર કરવો એ આપણો ધર્મ છે. જીવનમાં પ્રાપ્ત થયેલ સહુ શિક્ષકોને
વંદન.
પ્રવિણા કડકિયા.હ્યુસ્ટન
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની છ રચનાઓ
Show quoted text
Show quoted text