ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ પદ્ય રચનાઓ
વિષય : સફળતા – નિષ્ફળતા,,સક્રિય – નિષ્ક્રિય ” વિષયક રચનાઓ. (૨૭-૭-૨૦૨૧) દિવસ – ૧
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS NO : 0026
વિષય – સફળતા – નિષ્ફળતા.
વિભાગ – પદ્ય ( મૌલિક રચના)
શીર્ષક : સફળતા – નિષ્ફળતા.
સફળતાના અહીં જુદા બધાંના માપ ને મૂલ્યો.
એ સીડીનું પગથિયું એક પછી ચડવું પડે સૌને.
અગર જૂઠી સફળતાને તું ચાહે તો વિચારી લે,
શું બૂરી એક નિષ્ફળતા, વિના શરતે વરે તુજને!
સફળતાના જો ચશ્માથી અહમ્ તારો તને દીસે,
ખરી છે એ સફળતા જે ઝૂકાવે શિર પ્રભુ ચરણે.
સફળતા પામવા માટે પ્રયત્ન પાર તું થાજે,
બની લ્હેરો ત્યાં તોફાની, કદી નિષ્ફળ કરી જાશે.
સફળતા એક મોતી છે, જે પામે સૌએ મરજીવા.
સમુંદરમાં તું ગોથાં ખાય તો, એ હાથમાં આવે.
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
*******************************
NOG SS No : 0089
પ્રકાર: પદ્ય
વિષય: સફળતા – નિષ્ફળતા સક્રિય – નિષ્ક્રિય
શીર્ષક: “રહો સક્રિય “
રેખા શુકલ: અમેરિકા
દવા કેમ ખબર ને કોના માટે છે
પણ રોજ સમયસર દેવાય છે !
નિષ્ક્રિય કેમ રહેવાય ……
સોરી કહેવાથી જીવી લેવાય છે
સારી હતી લાજ તેની લૂંટાય છે!
નિષ્ક્રિય કેમ રહેવાય …….
ગીતા સીતા કયાંય જીરવાય છે
સહી લે દિલ ચૂરેચૂરા પીંખાય છે!
નિષ્ક્રિય કેમ રહેવાય ……
આયનો જુવે બે ચહેરા મુંઝાય છે
કમ ટુ ધ પોઇંટ મરી ને જીવાય છે!
નિષ્ક્રિય કેમ રહેવાય …….
બીજાના અરમાનની લાશ પર મહેલ
સોલ લેસ શરીર ફરીફરી ચૂંથાય છે!
નિષ્ક્રિય કેમ રહેવાય …….
નિષ્ફળતા બરબાદી કેમ થોપાવાય છે
હસો અનહેપી નજરઅંદાજ કરાય છે!
નિષ્ક્રિય કેમ રહેવાય …….
લડીલો ભૂલકાં ને વડીલો ચકરાવે છે
સફળતા મળે લડી ને જ જીરવાય છે!
નિષ્ક્રિય કેમ રહેવાય ……
—- રેખા શુકલ
*******************************
NOG SS No: 0078
પ્રકાર – પદ્ય
વિષય – વિષમતામાં સફળતા
પાનખરમાં ફૂલો
પાનખરમાં ખીલતાં ફૂલો કહેવાશે સફળ;
વીંઝ ઋતુઓને તું પડકાર ને થઈ જા પ્રબળ.
એમ છે નાજુક, મળે પથ્થરથી પણ, કેવુંક છળ;
આ વિચારો મન સમા સાગરમાં પાડે છે વમળ.
ભાગ્યની સૌ ક્ષણ જીવનમાં છે જ ,સૌ પાસે જુદી;
ભાગ્યમાં જે છે જ નહિ, એ છોડ,જીવ હર એક પળ.
જે મને દેખાય ,એને કેમ દેખાતું નથી ?
ભાવ ખૂંચે કોઈને પણ કોઈ માટે છે સરળ.
એકમાંથી બે પછી ત્રણ ,ચાર -કેવી સાયકલ ??
આખરે રહી જાય પાછું એક ને આંખો સજળ.
છે ગુલાબી ગાલ,હસતાં હોઠ,આંખો બોલતી;
કોઈ તો “શ્વેતા”હશે નજદીકમાં ખીલતું કમળ.
– શ્વેતા તલાટી
*******************************
NOG SS No : 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:-સફળતા
‘સફળતાને પરિભાષિત કરવી અઘરી છે,
માપવાની રીત શોધવી અઘરી છે.
કોઈ માટે
સફળતા એટલે અઢળક દોલત,
તો કોઈ માટે દુનિયામાં મોટું નામ.
કોઈ માટે ભોગ-વિલાસના સાધનોની પ્રાપ્તિ,
તો કોઈ માટે મોટા હોદ્દા કે સત્તા.
જને-જને અહીં મતભેદ છે,
સહમતિ પર આવવાની સંભાવના અઘરી છે.
કોઈ શોર્ટ કટ અપનાવે,
તો કોઈ નીતિની રાહ,
કોઈ નક્કી કેડીને અનુસરવી અહીં અઘરી છે.
એક વાત જરૂર સમાન છે સફળતામાં,
એ માંગે છે તનતોડ મહેનત અને સમય.
સફળતા યજ્ઞ છે પરમાર્થનો,પુરુષાર્થનો,
એ યજ્ઞમાં મોજશોખ અને વ્યક્તિગત હિતને હોમવાની રીત અઘરી છે.
સફળતાનો પાયો છે ચોક્ક્સ ધ્યેય, રણનીતિ ને કાર્યયોજના.
આ ત્રણ વગર,
સફળતા મેળવવી અઘરી છે.
સફળતા મેળવવી મુશ્કેલ,
ટકાવવી મુશ્કેલ,
મગજમાં જીરવવી તો અતિ મુશ્કેલ,
ને પચાવવી ખૂબ અઘરી છે.
સફળતાની ઇમારત અકબંધ,
જો પાયામાં નીતિ, મૂલ્યો અને સિદ્ધાંતો હોય.
અહીં દેખાતી જર્જરિત ઇમારતો ને નિષ્ફળતાના કિસ્સાઓ,
સફળતાની દોડમાં આંધળુંકિયા કર્યાની નિશાની છે.’
અલકા મહેતા
ગાંધીનગર
૨૨/૦૭/૨૧.
*******************************
NOG SS No :100
વિષય : સફળતા – નિષ્ફળતા
પ્રકાર : પધ
શીર્ષક : *નિયમ*
નિખાલસ સ્મિત ને આંખે હેતનું કાજળ,
સફળતા ગગન ચૂમે દિલ ધખધખાવીને.
આંખોમાં ઊંઘના ડુસકા હજી શમ્યાં નથી,
જખ્મો દિલાસા બેઠું દિલ નગર વસાવીને.
જાત પર ગર્વ કરું છું તો એમાં ખોટું શું ?
ઘસી લાકડું ચંદન બન્યો ખુદ ને નમાવીને.
અમથો નથી આટલો હુ જાણીતો થયો ,
ઇર્ષ્ખોરો આયનામાં બેઠા મોં છૂપાવીને.
સફળતા નિષ્ફળતા કુદરતનો એક નિયમ,
નિયમ જાળવજે જીવતા જીવનમાં ઉતારીને.
~ *બીજલ જગડ*
મુંબઈ. ઘાટકોપર