ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૧૭ રચનાઓ
વિષય : ગુરુપૂર્ણિમા ” વિષયક રચનાઓ. (૨૬-૭-૨૦૨૧)
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No : 0038
પ્રકાર : ગદ્ય
શિર્ષક : ગુરુ પૂર્ણિમા
કબીર કહે….
ગુરુ ગોવિંદ દોનો ખડે
કિસકો લાગુ પાય
બલિહારી ગુરુ આપની
જીને ગોવિંદ દિયો બતાય…..
પહેલા ગુરુ માબાપ જેમને આપણને આંગળી પકડી ચાલતા શીખવ્યું અને જીવનના પાઠ શીખવ્યા… સાચા ખોટાનો ફરક સમજાવ્યો ને જીવનરૂપી નૈયામાં સવાર થઈને એ ગુરુને મિલાવ્યા જેમણે જીવનના હરએક ક્ષેત્રમાં આગળ વધતા શીખવ્યું…ગુરુ તમને સર્જનહારની નજીક લઈ જવા માટેનો પુલ છે સાચા ગુરુઆત્માનું ઓળખાણ કરાવી પરમતત્વ ની મહત્તા શીખવે છે….🙏
જીવન માં જેણે જેણે મને કઈક શીખવ્યું એવા મારા તમામ ગુરુઓ ને નમસ્કાર🙏
ગુરુ મેરી પૂજા ગુરુ ગોવિંદ
ગુરુ મેરા પરબ્રહ્મ
ગુરુ ભગવંત…..🙏🙏🌹(શીલા પટેલ દ્વારા)
*******************************
NOG SS No : 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:- ગરવા ગુરુઓ
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે
ગુરુની ગરિમા શું ગાઉં??
આ જિંદગી એમની જ દેણ છે.
જીવનનો સાચો ઉદ્દેશ્ય બતાવ્યો,
જે મંઝીલ મેળવી એ એમની દેણ છે.
આમ તો અહીં જડ-ચેતન શીખવે છે,
કહ્યે-વણકહ્યે જ્ઞાન આપે છે.
આભારી છું હું અખિલ બ્રહ્માંડમાં વ્યાપેલ તમામ શક્તિઓને,
મારું અસ્તિત્વ એમની જ દેણ છે.
પહેલી ગુરુ મારી ‘મા’,
જેણે સંસ્કારોનું સિંચન કર્યું.
પૂછાવું છું હું આજ આ દુનિયામાં,
આ નામના એની જ દેણ છે.
બીજા ગુરુ મારા પિતા,
જેમણે દુનિયાદારી ના પાઠ શીખવાડયાં.
દુનિયાના વ્યવહારોને સમજીને ટકી રહેવાની મારી આ તાકાત,
એમની જ દેણ છે.
ત્રીજા ગુરુ મારા શિક્ષકો,
અભ્યાસની જેમણે
લગની લગાવી.
ડિગ્રીઓ અને ઉપલબ્ધીઓ,
આજીવિકાની તકો,
એમની જ દેણ છે.
ચોથા ગુરુ મારા ધર્મગુરુ,
સનાતન ધર્મના રહસ્યો બતાવ્યા.
ભક્તિમાર્ગને જેણે સુગમ કરી આપ્યો,
મુશ્કેલીઓ સામે ઝઝૂમવાની તાકાત અને પ્રભુમાં શ્રદ્ધા,
એમની જ દેણ છે.
પાંચમા ગુરુ, સંચાલકશ્રી,આપ સહું સભ્યો અને નિર્ણાયક ગણ,
જેણે ભાવનાને અભિવ્યક્તિનું સાચું રૂપ આપ્યું.
મારી આ કવિતાઓ,
પ્રસંગને અનુરૂપ પ્રસ્તુતિ,
આપ સહુંની જ દેણ છે.
અલકા મહેતા.ગાંધીનગર..૨૪/૦૭/૨૧.
********†**********************
NOG SS No : 0082
विषय : गुरुपूर्णिमा
दृष्टान्तो नैव दृष्टस्त्रिभुवनजठरे सद्गुरोर्ज्ञानदातुः स्पर्शश्चेत्तत्र कलप्यः स नयति यदहो स्वहृतामश्मसारम् । न स्पर्शत्वं तथापि श्रितचरगुणयुगे सद्गुरुः स्वीयशिष्ये स्वीयं साम्यं विधते भवति निरुपमस्तेवालौकिकोऽपि ॥
🌹🌹🙏🏻🌹🌹
तीनों लोक, स्वर्ग, पृथ्वी, पाताल में ज्ञान देनेवाले गुरु के लिए कोई उपमा नहीं दिखाई देती । गुरु को पारसमणि के जैसा मानते है, तो वह ठीक नहीं है, कारण पारसमणि केवल लोहे को सोना बनाता है, पर स्वयं जैसा नहीं बनाता ! सद्गुरु तो अपने चरणों का आश्रय लेनेवाले शिष्य को अपने जैसा बना देता है; इस लिए गुरुदेव के लिए कोई उपमा नहि है, गुरु तो अलौकिक है ।
🌹🌹🙏🏻🌹🌹
गुरुपूर्णिमा दिन की हार्दिक शुभकामनाएं।
डा.अनिरुद्ध व्यास. नडियाद
*******************************
NOG SS NO – 0037
વિષય – ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે રચના.
વિભાગ – પદ્ય.
શીર્ષક – ગુરુ મારી પૂજા.
પ્રથમ ગુરુ વિશ્વના માત તાતને વંદન..!
દ્વિતિય ગુરુ જન્મ દાતાને વંદન ….!
ગુરુ જ્ઞાનનો મહાસાગર….!
ગુરુ જ્ઞાનનો તેજપુંજ…..!
ગુરુ પ્રેરણા સ્ત્રોત…..!
ગુરુ પથ દર્શક મારા ….!
ગુરુ જ્ઞાન ચક્ષુ મુજ….!
વિદ્યારૂપી જ્ઞાન આપી….!
મુજ જીવનમાં પ્રકાશ પાડ્યો….!
જીવનની ઘટ માળામાં…!
જેમની પાસેથી મને….!
કંઇક જાણવા,જોવા,શીખવા મળ્યું…!
એ નાનાં મોટાં સૌ કોઈના ચરણોમાં…!
મારા કોટી કોટી વંદન…!
હેમલતા દિવેચા. ( હેમ )
🙏🌹🙏🌹🙏🌹🙏
******************************
NOG SS No : 0001
પ્રકાર : ગદ્ય
શિર્ષક : ગુરુ પૂર્ણિમા
*ગુરુ પુનમ પહેલા ગુરુની સમજણ*
_____________________
*ગુરુ શું છે*
*1) ગુરુ એ દરેક સવાલનો જવાબ છે*
*2) ગુરુ એ દરેક મુશ્કેલીની યુક્તિ છે*
*3) ગુરુ એ જ્ઞાનનો ભંડાર છે*
*4) ગુરુ માર્ગદર્શક છે*
*5) ગુરુ એ અનુભૂતિ છે*
*6) ગુરુ એ પ્રેમ છે*
*7) ગુરુ જ્ઞાનની વાણી છે*
*8) ગુરુ એ આપણા જીવનનો ચમત્કાર છે*
*9) ગુરુ એક મિત્ર છે*
*10) ગુરુ ભગવાન સ્વરૂપ છે*
*11) ગુરુ એ આધ્યાત્મિકતાની વ્યાખ્યા છે*
*ધન્ય છે તે લોકો જે ગુરુ સાથે સંપર્કમાં છે* *અને તેમની સાનિધ્યમાં જીવનનું થોડું જ્ઞાન અને શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી.*
*ગુરુ શબ્દ અને ગુરુનું જીવન સમુદ્રની ઉંડાઈ જેટલુ છે જેનું વર્ણન કરી શકાતું નથી.*
*આખી ધરતીને કાગળ કરૂ*
*બધી વનરાઈ ની લેખની*
*સાત સુમંદર ની શાહી કરૂ*
*ગુરુ તણા ગુણા ન લખી શકાય.*
*ગુરુ નું મહત્વ*
*કર્તા કરે ન કર શકે, ગુરુ કરે સબ હોય*
*સાત દ્વિપ નૌ ખંડ મે ગુરુ સે બડા ન કોઈ.*
*ગુરુનો હાથ પકડવા ને બદલે તમારો હાથ ગુરુને પકડાવો*
*કારણ કે આપણે આકસ્મિક રીતે ગુરુનો હાથ છોડી શકીએ છીએ, પરંતુ ……..*
*ગુરુ જેનો હાથ પકડે તે કદી છોડતા નથી*
*ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા.*
*ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:*
*ગુરુ વિના જ્ઞાન અધૂરું છે, ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે.*
*તેથી આપણે ગુરુની દરેક આજ્ઞા નું પાલન કરવું જોઈએ.*
*ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણએ પણ ગુરુ પાસે શિક્ષણ મેળવવું હતું.*
*આપણા ગ્રંથોમાં ગુરુભક્તિના ઘણા ઉદાહરણો છે.*
*ગુરુ જ માર્ગદર્શક છે.*
*આત્મા માટે તમારે જાતે પ્રયત્ન કરવો પડશે.*
*ગુરુએ રસ્તો બતાવ્યો છે,*
*તમારે ચાલવું પડશે.*
*ગુરુએ ઉપદેશ આપ્યો છે,*
*અનુસરવું તમારે પડશે.*
*મુક્તિ ગુરુની વાહ વાહ દ્વારા પ્રાપ્ત થતી નથી.*
*ગુરુ વચન પ્રમાણે ચાલવાથી મોક્ષ મળે છે*
*ગુરુદ્વાર પર જયારે જવું હોયતો હૃદય શુદ્ધ કરી ને જવુ….*
*જ્યારે ગુરુની વાત સાંભળવી, તમારા કાન ખુલ્લા રાખો…*
*જ્યારે ગુરુમાં વિશ્વાસ કરવો, હોય તો તમારી આંખો બંધ રાખો…*
*જ્યારે ગુરુને અર્પણ થવુ હોય તો તમારું હૃદય ખુલ્લુ રાખો ……*
*જ્યારે ગુરુનો સત્સંગ સાંભળવો હોય તો મોં બંધ રાખો …*
*ગુરુની સેવા ક્યારે કરવી હોય તો ઘડિયાળ બંધ રાખો…..*
*જ્યારે ગુરુ પાસે વિનંતી કરવી હોયતો દિલ ખોલી દેવુ… !!!*
*આ ગુરુનો દ્વાર છે*
*તે અહીં મનમાની નથી થતી,*
*એ પણ વાત પાક્કી છે*
*અંહિ કોઈ પરેશાની નથી હોતી*
પ્રદીપ રાવલ.સંચાલક
“******†********************
NOG SS NO : 0026
મારા ગુરુજી ( મૌલિક રચના)
ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારા ભાવ પુષ્પો.
ગુરુ મારા જગતના નાથથી લાગે સવાયા જો.
સદા આશા અને ઈચ્છા ગુરુ ઘાટે ઘડાયા જો.
નજરમાં ભાવ એ ભળતાં,
દયા, કરુણા જગાવે જે,
હું ભાળું એ મને મારા ગુરુજીએ ભળાવ્યા જો.
નમાવી શિશને રહેતા, જગતમાં એ પ્રભુ પ્યારા
શબદ સૌ બ્રહ્મના સાચા ગુરુ મુખે ગવાયા જો.
ગુરુનો અર્થ હું કરતી,
“गुरु साक्षात् पर ब्रह्मा”
ગુરુ સાક્ષાત્ પર્ બ્રહ્મા
ધરા પર કે ગગનમાં આજ ગુણ ગુરુના છવાયા જો.
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
******************************
*NOG SS No : 0077*
*વિભાગ:ગદ્ય/લેખ*
*શબ્દ સંખ્યા:350*
*શીર્ષક:ગુરુ નહી માર્ગદર્શક*
ગુરુ નહીં માર્ગદર્શક,
ગુરુ નહીં પથદર્શક.
ગુરુ એટલે મોટું.
મોટપનો ભાવ ક્યારેય ગુરુનો મહિમાગાન ના કરી શકે.એટલે ગુરુ શબ્દ મને ક્યારેક કઠે.
એને બદલે મને માર્ગદર્શક શબ્દ બોલવો ઉચિત લાગે.
ગુરુ શબ્દ ક્યારેક ગુરુર વડે અને અહંતાભાવથી બોલાતો શબ્દ લાગે છે.ગુરુ તો હંમેશાં હલ્કા ફૂલ્કા હોય,
એમના સાંનિધ્યમાં તદ્દન હળવાશનો અનુભવ થવો જોઈએ, પંખીના મુલાયમ પીંછા જેવી સહજતા સાથે ઉડાન ભરાવી શકવાની ક્ષમતા હોય તો જ ગુરુ બનાય.બાકી હાલનાં સમયમાં તો ઘણાંય ગુરુઓ વિતંડાવાદ,પોતાની અહેમીયત પ્રસ્થાપન અને મહિમાગાન ગવડાવીને પોતેજ ઈશ્વર છે એવી ભ્રાંતિમાં ભક્તોને રાખે છે, પોતાના અહંમને પાળી પોષીને મોટો કરે છે.ગુરુતો અહોભાવ,કૃતઘ્નતાથી પર હોય,હુંપણું ,કર્તાપણું એમને સ્પર્શતું પણ ના હોવું જોઈએ.
પહેલાંના સમયમાં એકજ ગુરુ ઘણાં બધા વિષયોમાં પારંગત હોતાં, હાલમાં એમાંય ટાંટીયાખેંચ ચાલતી હોય છે.
હવે તો આંગળીના ટેરવે ગુગલગુરુ બધુંજ સહજ ઉપલબ્ધ કરાવે છે.
*વંદે ગુગલ ગુરુ નમો નમઃ !* એને લીધે
ઘણીવાર ગુરુ કરતાં શિષ્યો પાવરધા હોય છે.
અણુબોંબ કરતા પરમાણું બોમ્બ વધુ
પરિણામકારક છે.ગુરુકૃપા સ્થૂળ કરતાં સૂક્ષ્મ વધુ કાર્યદક્ષ છે.
ઘણીવખત તો આપણી અજ્ઞાનતાની તલપ અને ઉણપ ચીસનું સ્વરુપ ધારણ કરેને ત્યારે ઈશ્વર ખુદ ગુરુસ્વરુપે આપણી સમક્ષ ઉપસ્થિત થતાં હોય છે ,પછીએ અનુભવરુપે હોય,ઘટનારુપે હોય કે પદાર્થ પાઠરુપે હોઈ શકે છે.
જરૂર છે તો ફક્ત એને સુક્ષ્મરૂપે ઓળખવાની..!
કયાં રુપે આવીને એ તમારું માર્ગદર્શન કરી ગયોને એ વાત સમજાયને તો પછી બેડોપાર..! ભવસાગર તરતાં વાર નહીં લાગે.
એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કોરોના જેવી મહામારી છે. આખી દુનિયાનાં ચમરબંધ લોકોને એક તુચ્છ વાયરસે એવાં જબરજસ્ત પદાર્થ પાઠ ભણાવ્યાં કે ભલભલાં લોકો,દેશો એની ઝપેટમાં આવી ગયાં છે.હજુય નવાં વેરિયન્ટ આવતાં જ જાય છે.સહેજ ગાડી પાટા પર ચઢે કે તરતજ કોઈ નવા સ્વરુપે ઉપસ્થિત થાય છે.
છેલ્લા બે વર્ષથી તો સાચો ગુરુ કોરોના પૂરવાર થયો છે.એણે કેટલાંય સૈકાઓથી વણકહી,વણબોલેલી વાતો જે મોટા ગુરુઓ,મોટીવેશનલ સ્પીકરો, અને સારાં પુસ્તકો ના શીખવાડી શક્યાં શીખવી.
મોક્ષ,જન્મ-મરણનાં ફેરા એ બધું તો ઠીક છે પણ જ્યાં જીવીએ છીએ એ પૃથ્વી, પ્રકૃતિની કદર અને મુખ્ય તો તમારી ખુદની શારીરીક-માનસિક સ્વસ્થ્યતા અને સ્વચ્છતાનું ભાન કરાવ્યું છે.આ મૂળભૂત પ્રક્રિયાને આપણે સમજીશું નહીં ,એમાં નિપૂણતા હાસિંલ નહીં કરીએ ત્યાંસુધી કોરોના જવાનું નામ નથી લેવાનો.
એની ગુરુદક્ષિણા એજ નિર્ધારિત સમયમાં જાહેર કરી પછીજ પ્રસ્થાન કરશે..!
*ૐ કોરોનાય નમો નમઃ..!*
જે કોઈથી ના શીખ્યા એ કોરોના ગુરુએ શીખવી દીધું..!
ૠતંભરા વિશ્વજીત *ૠત્વિશ્વ*
****************†***************
NOG SS. NO. 0095.
ગુરુ એટલે સાચો માર્ગદર્શક
ગુરુ એ જ્ઞાનનાં ચંદ્રમા છે . ‘ ગુ ‘
એટલે અંધકાર અને ‘ રુ ‘ એટલે નાશ કરનાર . જીવનના અંધકારને દૂર કરીને માનવ મૂલ્યોની માવજતની કેડી તરફ લઈ જાય તે ગુરુ .
ગુરુ બ્રહ્મા, વિષ્ણુ , અને મહેશનું કામ કરે છે . ગુરુ એ શાશ્વત ખીલેલું ફૂલ છે એ કરમાતું નથી . તેની સુગંધ શાશ્વત છે .આપણાં દેશની સૌથી મોટી જો કોઈ ભેટ હોય તો એ ગુરુ શિષ્ય પરંપરા છે .
માતા પિતા મોટા કરે પણ ગુરુ જીવનને સાચો રસ્તો આપે .ગુરુનાં દર્શન કરુણા પ્રકટાવે .ગુરુ અને ઈશ્વરમાં એકતા છે .ગુરુ એ મોક્ષનું પ્રવેશદ્વાર છે .ગુરુ એટલે સત્ ચિત્ અને આનંદનું સ્વરૂપ .જે શાંતિ પમાડે એ જ સાચા ગુરુ .
આજના પવિત્ર દિવસે બાળપણથી જ સંસ્કાર ના પાઠ શીખવનાર માતા પિતાને ગુરુ ગણીને વંદન કરીએ. જ્ઞાનની ગંગા વહાવીને શિષ્યોને પાવન કરનાર ગુરુજીઓને વંદન કરીએ. આપણા જીવનમાં આપણને માર્ગદર્શન આપનાર સર્વે વ્યક્તિઓને ગુરુ સમાન ગણીને તેમને વંદન કરીએ.
🙏🙏🙏🙏🙏
દીપિકા ચાવડા ” તાપસી “.
****†*†********************
NOG SS No : 0042
શીર્ષક – ગુરુજનો
આપણી ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી ગુરુઓનો મહિમા વર્ણવામાં આવ્યો છે. રાજા-મહારાજા,ભગવાન, બધાંના જીવનમાં ગુરુનું અગ્રીમ સ્થાન હતું. તો, આપણે પામર મનુષ્ય ગુરુને કેમ ભૂલી જઈએ!
ગુરુ એટલે જ્ઞાનનો દીવડો જે તમને અજ્ઞાનનાં અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય. ગુરુ એટલે પથદર્શક જે તમને આત્મશુદ્ધિનો માર્ગ બતાવી તમારું જીવન આત્મવિશ્વાસથી સમૃદ્ધ બનાવી જીવનમાં જ્ઞાનની જ્યોત જગાવી દે.
ગુરુ એટલે પાટી-પેન કે નોટ-પેન લઈ ભણાવે એ નહીં. જીવનમાં નાની-મોટી વાત શીખવનાર દરેક વ્યક્તિને આપણે ગુરુ માની શકીએ. તો સૌ પ્રથમ આપણાં માતા-પિતા એ આપણાં પ્રથમ ગુરુ કહેવાય જેણે આપણામાં સંસ્કારોનું સિંચન કરી સમાજમાં પ્રસ્થાપિત કર્યા. શીખવાની દ્રષ્ટિ હોય તો દરેક વ્યક્તિ પાસે કંઈકને કંઈક શીખી શકાય. નાના બાળક પાસેથી નિર્દોષતા, પ્રકૃતિ પાસેથી મૌન, જીવજંતુ પાસેથી ઓછી જિંદગીમાં પણ ટકી રહેવાનું બળ, અરે કામવાળા બહેન પાસેથી પણ મહેનત કરી સ્વમાનથી કેમ જીવવું એ શીખી શકાય. આપણાં બાળકો પાસેથી પણ આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં તાલ મેળવતા શીખી શકાય. સખી-સહેલી પણ જીવન જીવવાના પાઠ શીખવી શકે ને? હું આવું વિચારું છું? અને તમે?
“હેપ્પી ગુરુપૂર્ણિમા” મને જાણે-અજાણ્યે શીખવનાર દરેક વ્યક્તિને આજના દિવસે નમન.
પૂજા(અલકા)કાનાણી
*******************************
*NOG SS NO: 004*
*વહાલા રાધાબહેન…ગુરુ પૂર્ણિમાએ કોટી કોટી વંદન*🙏
ઉત્તર ગુજરાતનાં ચાણસ્મા ગામે ધોરણ પહેલામાં પ્રવેશ લીધો ત્યારે છ વરસની ઉમ્મર હતી.દાવપેચ કે કંકાસ ઝઘડાને કોઈ સ્થાન નહોતું.આવા સમયે શાળાના પ્રથમ દિવસે જ એક ગોરા,સરસ ઉંચાને લાંબા કાળા નાગણ જેવા વાળ ધરાવતા,આંખોમાં તેજ અને ગુલાબી કમળની પાંદડી જેવા હોઠ ધરાવતા રાધાબહેન વર્ગમાં પ્રવેશ્યા.બાળક બુદ્ધિ તેથી જોઈ હેત ઉભરાય આવ્યું .પગે લાગી તો કહે ,”છોરી ચ્યાંથી આવીશે ભણવા…? “ પહેલા તો ભાષા જ ન સમજાય,કારણ શુદ્ધ ગુજરાતી બોલતા પરિવારની કેળવણી હતી.મોસાળ ને પિતાના ધરે ગુજરાતી સ્પષ્ટ પણે બોલતું .
થોડી પળો પછી મે જવાબ આપ્યો,”એક તો છોરી નહિ,દીકરી કે બેટા કહો નહિતો છોકરી તો વાત કરીશ.”ગુસ્સે થઈ ગયાં ને ખસેડવા ગયાં તો સમતોલન ગયું ને દાદર પરથી સીધી નીચે…કપાળની ડાબી બાજુ મોટો ઘા પડી ગયો.પાટણ જઈ ટાંકા લેવા પડ્યા પણ સફેદને ભૂરી પટ્ટીની પહેરેલી સાડી પર લાલ લોહીનાં ડાઘા એ રાધાબહેન ને કારમો ધા આપ્યો. તેઓ થોડો સમય ઘરે ભણાવા આવ્યા ને સાચું કહુ તો ઉત્તર ગુજરાતની મીઠી ચમશોની ભાષા શહેરની સભ્યતાની ભાષા બોલતા થઈ ગયાં.ગુરુને શિષ્યાએ તે ઉંમ્મરે શુદ્ધ ભાષા શીખવી.તેઓની સફેદ સાડી પર મારા લોહીનાં ડાઘા ઋણાનું બંધન કાયમ માટે જોડાઈ ગયું..
ગુરુ શિષ્યા મા દીકરી બની ગયાં.જ્યારે જ્યારે ગુરુપૂર્ણિમા આવે ત્યારે નાનો પોસ્ટકાર્ડ પપ્પા પાસે સુંદર ચિત્ર દોરાવી તેમને લખતી ને તેમનો જવાબ આવે ત્યારે ખૂબ ખૂબ ખુશ થતી.
ફક્ત વરસ જ ભણી પછી બીજા ધોરણમાં તો ભરૂચ ચાલી ગઈ.કપાળ પરનો ડાઘ આજે પણ રાધાબહેનની યાદ જરૂર આપે ને શાળાનાં પહેલાં દિવસની. ત્યારબાદ હું ચ્યમશો ,હારૂ શે બોલતી તો દાદીમાની એક ફૂટપટ્ટી હાથ પર પડતી ને બીજો હાથ કપાળ પરના ડાઘને સ્પર્શતો.મન મલકાતું કે બહેનની યાદમાં બોલાયેલા શબ્દોમાં મીઠું દર્દ તો જરૂર હતું .
*આવા મારા પહેલા શિક્ષિકાને કોટી કોટી પ્રણામ આજની *ગુરુ પૂર્ણિમા દિને*.
*જયશ્રી.પટેલ**૨૪/૭/૨૧*
********************************
NOG SS. NO.0098
प्रकार,:- पद्य।
विषय;- गुरु पूर्णिमा
शीर्षक:- गुरु का महत्व।
गुरु पूर्णिमा का पावन पर्व आषाढ़ मास की पूर्णिमा के दिन मनाया जाता है। हमारे शास्त्रों में गुरु की महिमा बहुत बताई गई है।इस दिन ऋषि वेदव्यास जी ने वेदों की रचना की थी।
नैन तो देता विधाता
दृष्टि पर तुमसे मिली है।
हम तो हैं कोरे सपने सब
पर ज्ञान अक्षर तुम कराते।
क्या बुरा है क्या भला है
सूक्ष्म रेखा तुम बताते।
जब कभी होता दिशा भ्रम
तुम हमें रास्ता दिखाते।
* कर्ता करे न कर सके।
गुरु करे सो होय।।
तीन लोक छह खण्ड में।
गुरु से बड़ों ना कोय।।
।। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो
महेश्वरा।।
।। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री
गुरुवे नमः।।🙏
गुरु पूर्णिमा के पावन पर्व पर आप
सभी को हार्दिक शुभकामनाएं।🙏
✍️
लीना शर्मा…हालोल।
********************************
NOG SS NO : 0079 પ્રવિણા કડકિઆ.હ્યુસ્ટન
” ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરાય,, ગુરુસાક્ષાત પરબ્રહ્મ,
તસ્મૈ શ્રી ગુરવે નમઃ ”
ગુરુ પૂર્ણિમા ની સૌ ને હાર્દિક શુભકામનાઓ..
ગુરુનું સ્થાન જીવનમાં ખૂબ ઉંચુ છે. અષાઢી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરિકે
ઉજવવામાં આવે છે. ગુરુ અને ગોવિંદ જો બન્ને બાજુમાં ઉભા હોય તો સહુ
પ્રથમ ગુરુને પ્રણામ કરવાની પ્રણાલિકા આપણા શાસ્ત્રમાં જણાવે છે.
શાસ્ત્રમાં માનો કે ન માનો એ આપની મરજી. એક વાત તો કબૂલ કરવી પડશે
ગોવિંદને મળવાનો રાહ ગુરુ બતાવે છે. કોઈ પણ વિદ્યા આપણે શિખીએ તે
શિખવાડનાર વ્યક્તિ ગુરુનું સ્થાન પ્રાપ્ત કરે છે.
જીવનમાં સાચા ગુરુની પ્રાપ્તિ ખૂબ કઠિન છે. ૨૧મી સદીમાં ગુરુને નામે ઠગવાનો
ધંધો ફુલ્યો ફાલ્યો છે. યાદ રહે કોઈની ચુંગલમાં ન ફસાવ તેને માટૅ આંખ અને કાન
ખુલ્લા રાખવા આવશ્યક છે. સાચા ગુરુની શોધ માટૅ અંતરમાં ઉત્કટ ઈચ્છા હોવી
અગત્યની છે. બાકી આજકાલના ગુરુઓ ,કાંઇ કહેવું આવશ્યક નથી સમજતી.
એક વખત અમે બધા કુટુંબીઓ બેઠા હતા. અચાનક અંધ શ્રદ્ધા ધરાવતી વ્યક્તિ
બોલી ઉઠી, ” શું ગુરુની સેવા તન, મન અને ધનથી કરવાની’? સાંભળનારા બધા
અચંબામાં પડી ગયા. આ શું બોલે છે ? એક શાણી અને સમજદાર મહિલાએ તેને
માર્ગ દર્શન આપ્યું. ધન અને મનથી કરવાની, તનથી કદાપિ નહી.
ચાલો ગુરુ પૂર્ણિમાનો મહિમા જાણિએ. ગુરુ કયારે પણ શિષ્ય શું આપશે તેને લક્ષમાં
રાખી શિક્ષા આપતા નથી . તેમને તો યોગ્ય શિષ્ય મળે અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી
સંસારમાં વિદ્યા અને સાચું જ્ઞાન ફેલાવે તેની ઈચ્છા હોય છે. બદલામાં શિક્ષા પ્રાપ્ત
કર્યા પછી ગુરુને દક્ષિણા આપવાનો રિવાજ છે.
યાદ હશે એકલવ્યએ ગુરુ દ્રોણને પોતાનો અંગુઠો માગ્યો તે જરા પણ અચકાયા વગર
આપ્યો હતો. આમાં ગુરુ દ્રોણે અપરાધ કર્યો હતો એ સહુ જાણે છે. એમનો શિષ્ય અર્જુન
બાણાવળી કહેવાય એ તેમનો સ્વાર્થ હતો. શિષ્યએ પોતાનો ગૌરવ જાળવ્યો. એકલવ્ય
જેને લીધે અમર સ્થાન પામ્યો.
આજના દિવસે જીવનમાં પ્રાપ્ત થયેલા સહુ ગુરુના ચરણોમાં દંડવત પ્રણામ..
********************************
NOG SS No : 0039
ગુરુપૂર્ણિમા
અછાંદસ
ગુરુ
અછાંદસ
પ્રફુલ્લા “પ્રસન્ના”
સૂરજ ગુરુ, ચંદ્ર ગુરુ, ગુરુ નક્ષત્રો ને તારા,
ધરા ગુરુ, આકાશ ગુરુ, ગુરુ વૃક્ષ, સમુદ્ર ને નદીનાળા,
કુવા અને વાવ પણ ગુરુ, ગુરુ જળ વિનાનું રણ!
નિગોદના દરેક જીવ અને ગુરુ અહીંનું દરેક જણ!
અગ્નિ, જળ ને વાયુ ગુરુ, ગુરુ જ્ઞાનની ખાણ!
માનવ જન્મ ધરીને પામું ગુરુ થકી નિર્વાણ!
ઈશ્ જેવો નહિ બીજો કોઈ ગુરુ, પરમપિતાને પૂજું,
શીશ નમાવી પામું આશીર્વાદ, પાઠ જીવતરનાં સમજું,
માત પિતા મારાં આજન્મ ગુરુ, હું અજ્ઞાની અજાણ!
હોય શિક્ષક મારાં જીવનમાં ના રહું હું અભણ!
સૂરજ ગુરુ, ચંદ્ર ગુરુ, ગુરુ નક્ષત્રો ને તારા,
ધરા ગુરુ, આકાશ ગુરુ, ગુરુ વૃક્ષ, સમુદ્ર ને નદીનાળા,
કુવા અને વાવ પણ ગુરુ, ગુરુ જળ વિનાનું રણ!
નિગોદના દરેક જીવ અને ગુરુ અહીંનું દરેક જણ!
અગ્નિ, જળ ને વાયુ ગુરુ, ગુરુ જ્ઞાનની ખાણ!
માનવ જન્મ ધરીને પામું ગુરુ થકી નિર્વાણ!
ઈશ્ જેવો નહિ બીજો કોઈ ગુરુ, પરમપિતાને પૂજું,
શીશ નમાવી પામું આશીર્વાદ, પાઠ જીવતરનાં સમજું,
માત પિતા મારાં આજન્મ ગુરુ, હું અભણ, અજાણ
હોય શિક્ષક મારાં જીવનમાં ના રહું હું અજ્ઞાન!
***********************†********
NOG SS NO-0050
શીર્ષક : ગુરુ
………………………..
જીવનનાં રસ્તા પર કેવી રીતે ચાલવું ?
એતો ગુરુ વગર કોન શીખવે
સરળ માગૅ…!
એક પથ્થર હતી હું ..!
શિલ્પી તમે બનાવી
ઘડીઘડીને મઠારી મને..!
ભણતર ને ઘડતર
શીખવ્યું પુરી લગનથી..!
સ્કુલ ને કોલેજમાં આપ્યું જ્ઞાન…!
જીવનનાં રસ્તે કેવી રીતે ચાલવું…?
પડી ને કેવી રીતે ઉઠવું…!
દરેક કામયાબી પાર કરી ખુશી
વ્યકત કરી ..!
કયારેક થાઉં નિષ્ફળ તો પ્રેરણા નો સ્ત્રોત સ્તંભ બની આવો આગળ..!
કલા શીખવી નીત નવી
કલાકાર બનાવી…!જીવનજીવતા શીખવાડ્યું…!
ટકોર કરીને ઘડતર આપ્યું…!
સારા ને નરસા પાઠ શીખવ્યાં..!
જીવનમાં કામયાબ થતાં મારા
સપનાં સાકાર થતાં…!
કોઈની શીખવશું આંગળી પકડીને,
તો આગળ વધી જાશે એવો ભાવ કદી નથી રાખ્યો…!
અમારા કરતાં આગળ વધ એજ આશીષ એમની…!
આભાર માનું..!
“મારા પપ્પાનો ”
કે “ગુરુ “બની ડગલેને પગલે…!
મારા જીવનને સરળ બનાવવા મદદ કરી…!
કે ગુરુની પદવી આપું ..!
જયારથી પકડયો હાથ..!
ત્યારથી ઝળહળતી રહી…!
“ગુરુ પૂણિૅમાંએ” માંગુ શકિતજ્ઞાન તણી આશીષ..!
ને ભકિત અનેરી ..!
સૌની કરું સેવા સદાય…!
રાગીની શુકલ”રાગ.”
(મુંબઈ ,કાંદિવલી.)
*******************************
NOG SS No : 0059
ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે
ગુરુદેવોને શત્ત શત્ત વંદન.🌹🙏
જગતનાં પ્રથમ ગૂરુ એટલે વિશ્ર્વ
નિર્માતા ‘ઈશ્ર્વર ‘ જેણે આ
સૃષ્ટી નું નિર્માણ કરી સમસ્ત
માનવજાતને ગુરપદ માટે યોગ્ય
બનાવી ગરુપદની પ્રસાદી માટે આપણને સૌને વિવિધ વિષયોમાં
પારગંત બનાવી ગરુપદ જીવંત રાખી આપણને ગુરુજનોનું ૠણ
ચૂકવવાનો સોનેરી અવસર આપ્યો.
ગુરુદેવો નમઃ 🌹🙏🙏🙏🌈
જયકાંત ઘેલાણી..૨૪.૭.૨૧.
********************************
NOG SS No : 0060
ગુરુ પૂર્ણિમા પ્રસંગે કરેલી રચના
પ્રકાર : ગધ્ય (આર્ટીકલ)
ગુરુ
ગુરુ કોને કહેવાય? એ પ્રશ્નનો જવાબ છે….
અજ્ઞાન તિમિરાન્ધ્સ્ય જ્ઞાનાંજન શલાકાયા
ચક્ષુ: ઉન્ન્મીલીતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમ:|
જ્ઞાનની સળી વડે શિષ્યનો અજ્ઞાનરૂપી અંધકાર દુર કરે તે ગુરૂને નમસ્કાર હજો…..તેવો આ શ્લોક આપણે ભણ્યાં છીએ.
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ-શિષ્ય પરંપરા સદીઓ જૂની પરંપરા છે. ગુરુ પૂર્ણિમા એટલે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મદિવસ. તેમણે વેદોનું ચાર ભાગમાં વિભાજન કરેલું માટે વેદ વ્યાસ કહેવાયાં. તેમણે મહાભારત જેવાં અદ્ભુત ગ્રંથની રચના કરી છે તે વાત સર્વ વિદિત છે. એમ કહેવાય છે કે એવું કાંઈ નથી જેનાં વિશે મહાભારતમાં ન લખાયું હોય! એનાં રચયિતા કેટલાં જ્ઞાની હશે તે વિચારવું જ રહ્યું!
ગુરુ પાસેથી જ્ઞાન મેળવવા માટે શિષ્યમાં સમર્પણ હોવું જરૂરી છે. સંપૂર્ણ લગન અને મહેનતથી કોઈ કામ કરવામાં આવે તો તે જરૂર સફળ થાય છે. ગુરુ દ્રોણ જ્યારે કુરુકુળનાં રાજકુમારોને શિક્ષા આપી રહ્યાં હતાં ત્યારે એક રાત્રે તેમને તીર ચાલી રહ્યાનો અવાજ સંભળાયો. તેઓએ જઈને જોયું તો જ્યારે બીજાં શિષ્યો મીઠી નિંદ્રા માણી રહ્યાં ત્યારે બાળક અર્જુન, રાતનાં અંધકારમાં તીર ચલાવવાનો અભ્યાસ કરી રહ્યો હતો. એ જોઈને તેમને અર્જુન માટે, પોતે કરી રહ્યાં છે તે મહેનત સાકાર થતી લાગી. આજીવન તેમની કૃપા અર્જુન પર વરસતી રહી અને દુનિયાને એક ઉચ્ચ કોટીનો બાણાવળી મળ્યો!
આમ, ગુરુનું જ્ઞાન અને શિષ્યની લગન અને મહેનત ભળે તો સિદ્ધિનાં સર્વોચ્ચ શિખરો સર કરી શકાય.
ભગવતી પંચમતીયા ‘રોશની’
********************************NOG SS No : 0044
ગુરુપૂર્ણિમાની શુભેચ્છા.
જન્મથી મૃત્યુ સુધીની સફરમાં નાના મોટાં સૌ કોઇ પાસે કંઈક ને કંઈક શીખીએ છીએ એટલે એ બધાં જ આપણાં ગુરુ, પરંતુ સૌથી પહેલાં આપણી જન્મદાત્રી આપણી મા છે.
આજે ગુરુપૂર્ણિમાને દિને મારાં માવતર, તેમજ ડગલેને પગલે મને માર્ગદર્શન આપનાર સૌને મારાં પ્રણામ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
**†*****************************