ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ માં આજે મનગમતા વિષય ઉપર પાંચ સર્જકો ની પદ્ય રચનાઓ……પાંચેય ભૂલ વિનાની રચનાઓ ને ગુલાબ સન્માન …….
NOG . SS .NO .0095
વિષય :– કવિતા
પ્રકાર :– પદ્ય
શીર્ષક :– ” વાત કરી ”
અછાંદસ
આજે તો આયના સાથે વાત કરી
ખૂદને ખૂદ વિષે જ ફરિયાદ કરી
વાત જો તારા દુખની જ હતી
તો બીજાને તારી વાત કેમ કરી
કોઈને તો જોઈએ વિષય તાળી મારવા
ને તેં સામેથી મોજની જામગરી કરી
તું કરે દિલથી લાખ કોઈની ગણના
તું જ કહે કોણે તારી ગણના કરી
ન કયારેય કોઈ આશા કે ના ઇચ્છા કરી
તોય કેમ સતત લાગણી પટકાયા કરી
હ્રદય છે તારૂં, નહીં કે રમતનું મેદાન કે
તારી લાગણીઓને સૌએ રમાડયા કરી
બસ આ જ વિચારે મે આયનામાં
ખૂદ સાથે હૃદયથી હૃદયની વાત કરી
દીપિકા ચાવડા “તાપસી”
********************************
*NOG SS No : 0077*
*વિભાગ:પદ્ય મૌલિક*
*વિષય :આપેલ ટાસ્ક ,પદ્ય લેખન*
*શીર્ષક:જંજીર*
જીવનની જંજાળમાં એવી તો અટવાઈ, લાગણીનાં આવેશમાં હાથે કરી ખોટકાઈ..!
કામ કરાવી ઘણાંએ બતાવ્યો હથેળીમાં સૂરજ,
મૂરખ મન કરતું રહ્યું હતો ત્યાં બુરજ..!
થાકીને લોથપોથ થયાં મારા જ્યાં કદમ,
ભીની લાગણીઓનાં કકડભૂસ થયાં ત્યાં ભરમ..!
શીદને બનું હું સંબંધોની એકતરફી જોડતી કડી,
કટાતી સંબંધોની જંજીરને મેં એક ઝાટકે તોડી..!
નથી જોઈતી ઢસડાતાં સંબંધોની જંજીર પરાણે,
જેને કારણે મેં મારી આખી જાત મૂકી હતી કોરાણે..!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
********************************
NOG SS NO – 0037
વિભાગ – પદ્ય.
શીર્ષક – કલમની કમાલ.
નામ છે મારું કલમ,કામ છે મારું કમાલ..!
નાનાં મોટાં સૌને મારી જરૂરિયાત….!
સદા રહું તત્પર, કંઇક કરવા કાજ…!
જેના હાથમાં રહું, તેનો સદા આપુ સાથ….!
સારા – નરસા દરેક કામમાં મારું યોગદાન..!
તલવારથી પણ ધારદાર મારું કામ….!
કંઇક ને હસાવું, કંઇક ને રડાવું…!
કંઇક ને રંક માંથી રાજા બનાવું…!
કોઈના હ્રદયની ઊર્મીઓને…!
શબ્દોની પાંખો આપું….!
યુવાનોની ઊર્જા, વૃદ્ધોનો અનુભવ..!
મારા જાદુનાં સૌ કોઈ દિવાના….!
સંત,કવિ,શૂરા, ફકિર….!
કહો…! કેવી મારી કમાલ…..!
હું, કલમ નામે માલામાલ….!
સમજીને કરજો મારો સૌ ઉપયોગ…!
જ્ઞાનીઓના જ્ઞાનનો, હું છું પ્રકાશ….!
હું, જ સર્જક, હું જ શસ્ત્ર, હું જ ગીતાને કુરાન…!
જુઓ મારો કેવો કમાલ…..!
હેમલતા દિવેચા.જૂનાગઢ.
*******************************
NOG SS No :- 0038
વિષય :- પદ્ય લેખન ( આપેલ ટાસ્ક )
શીર્ષક :- સંઘર્ષ
જીવન સંઘર્ષ વિના નહીં જાશે તારું
સ્વીકારીને આગળ વધે જા…!
પળપળ વહેશે સુખદુઃખની નદી
સંસાર સાગરમાં ભળી વહી જા…!
આંખમાં ઘેરાશે વાદળ દુઃખનાં
હરખના આંસુથી વહાવે જા…!
રાહમાં આવશે ખાડા ટેકરા
હૈયામાં ભરી હામ પાર ઉતરી જા…!
મળે કોઈનો સાથ તો પકડીલે હાથ
સહિયારો સાથ નિભાવી જા…!
થશે દર્દ દિલમાં હરકદમ પર,
મનથી મહેકી સુવાસ ફેલાવે જા…!
ચાલ્યા કરે સમય ભલે સંઘર્ષનો
” આકાંક્ષા ” કહે ખુશીથી એને જીવી જા…!
✍️ શીલાપટેલ ” આકાંક્ષા ”
********************************
*NOG. SS NO:004*
*પ્રકાર: કવિતા*
*શીર્ષક:* *હોલો ને હોલી*
*હોલો ને હોલી*
પ્રેમ કરે હોલો હોલી
જગની અગન પિપાસાંમાં ,
શી લેતી દેતી !
પ્રેમ કરે હોલો હોલી….!
ચાંચમાં ચાંચ ભરાવી આંનદે,
મગ્ન થઈ નાંચે,
આંખોમાં છે પ્રીતી ને સંગાથે,
મગ્ન થઈ વાંચે,
એમને ન છે પરવા અન્યની,
તે તો સંતન ભાસે!
પ્રેમ કરે હોલો હોલી….!
રુસતા ને રૂઝતા સુખની,
પળે પળ તે માંણે,
શિરે શ્વેત ટીળક શોભે,
અમી ટપકે સૂર તણે,
વહાલાના વહાલ વર્ષે,
ડોલે બેઉ વૃક્ષ તણી ડાળે.
પ્રેમ કરે હોલો હોલી…!
જયશ્રી પટેલ