મહારાષ્ટ્ર સરકારે “ગાય માતા ને રાજ્ય ની ગાય માતા” જાહેર કરી.ગુજરાત સરકાર માટે 27 વરસથી કહેવાતા સનાતની શાસનકર્તા કેન્દ્રમાં પણ હોવાથી ગાય માતાને,બ્રાહ્મણો ને અને રાજપૂતો ને નિગમ માટે ન્યાયના મળ્યો જેમના સૌથી વધુ બલિદાનો અને દેશસેવા ના ઇતિહાસ છે.પૂર્ણ બહુમત હોવા છતાં જે હિન્દુત્વ નો ગઢ ગુજરાત સરકારે ના કર્યું તે મહારાષ્ટ્ર સંયુક્ત સરકારે કરી બતાવ્યું.ધિક્કાર છે આ કહેવાતા ગુજરાત ભાજપ શાશન ને..તા:૨૯,૩૦,૧/૧૦/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો.janfariyadnews youtube link જુવો.

NG-339-29-9-24 pdf 29 jan fariyad pdf NG-340-30-9-24 pdf NG-341 1-10-24 pdf

તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ગાય માતાને રાજ્ય માતા તરીકેનો દરજ્જો આપીને જાહેરાત કરી. વૈદિક કાળથી સંસ્કૃતિ અને શાસ્ત્રો જોતા ગાય માતા અને 33 કરોડ દેવતાઓનો ગાય માતામાં વાસ તે સનાતન ધર્મમાં ગળથૂથીથી માનતો વર્ગ છે. 

આ દેશના હજારો સાધુ સંતો પણ ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે વર્ષોથી માગ કરી રહ્યા છે કેટલાય લોકોએ ઉપવાસો કર્યા છે આંદોલનો કર્યા છે અને શાસક સરકારો ઉપર દબાણ પણ લાવ્યા છે તેમ છતાં પણ આ બેરી બોબડી આંધળી અને માત્ર રાજનીતિમાં માનતી સરકારે કોઈપણ ધ્યાનમાં લીધું નથી અને આને સૌથી મોટું કલંક જ કહી શકાય કે જે લોકો સનાતન ધર્મના કહેવાતા રખેવાળ તરીકે હાલમાં ભારતીય જનતા પાર્ટીના નામના પક્ષની સરકાર કેન્દ્રમાં અને ગુજરાતમાં ચલાવી રહ્યા છે. ગુજરાત સરકારને તો શરમ આવી જોઈએ અને ધિક્કાર છે કે આટલી બધી બહુમતી હોવા છતાં સનાતન પ્રેમીઓનું માનતા નથી અને ગાય માતાને કોઈપણ મહત્વ આપ્યું નહીં અને મહારાષ્ટ્ર સરકારે ગાય માતાને રાજ્ય ની માતા નું બિરૂદ જાહેર કર્યું. ઉત્તર પ્રદેશની અંદર પણ ગાય માતા માટે વર્ષોથી સાધુ સંતો અને મહંતો ના યોગી સરકાર ઉપર ના દબાણ હોવા છતાં પણ યોગી નું પણ ભાજપ સરકાર માની નહિ…જ્યારે ભાજપ ની પૂર્ણ બહુમત સરકાર કેન્દ્ર માં હતી ત્યારે પણ સનાતન પ્રેમીઓને કોઈ ન્યાય આ ભાજપ સરકારે આપ્યું નથી અને તેમણે માત્ર તેમની સત્તા અને રાજનીતિ જે જોઈ છે. વર્ષોથી બ્રાહ્મણો અને રાજપૂતો કે જેમણે ભારત દેશ આઝાદીથી અત્યાર સુધીમાં બલિદાનુ આપ્યા છે અને સૌથી વધારે ભોગ આપ્યો છે તેમ છતાં પણ આ આંધળી બોબડી અને બહરી અને નફટ એવી ગુજરાત સરકાર હજુ સુધી રાજ્યમાં બ્રહ્મ આર્થિક વિકાસ નિગમ બોર્ડ કે રાજપુત આર્થિક વિકાસ નિગમ બોર્ડ પણ ના બનાવીને સરાસર અન્યાય કર્યો છે. 

એકમાત્ર વોટ બેન્કની ભીખ ખાતર સૌથી વધુ જાતિવાદ ની વોટબેંક હોય તેમને અનામતના ટેકા રૂપી ગાજર બતાવીને  પોતાની વોટબેંકની જાળવણી કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે હાલમાં પરશુરામ બ્રાહ્મણ વિકાસ બોર્ડ અને રાજપુત વિકાસ નિગમ ની સ્થાપના કરી અને ગુજરાત સરકારને સૌથી મોટી લફડાક મારી છે કે જે ગુજરાતના નરેન્દ્ર ભાઈ અને અમિત શાહ કેન્દ્રમાં હોવા છતાં પણ ગુજરાતના સનાતન ધર્મના લોકોને ન્યાય આપી શક્યા નહીં અને હવે ગરબો ઘેર આવે તેવી પરિસ્થિતિ આવી છે તેમ છતાં પણ તેમની આંખો ખુલતી નથી. હાલની કેન્દ્રની રાજકીય ડામા ડોડ પરિસ્થિતિ ની અંદર જ્યારે જમ્મુ કાશ્મીર હરિયાણા અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર જ્યારે ભાજપનો રકાશ થશે ત્યારે ભાજપની શાંત ઠેકાણે આવશે અને હતા ત્યાંના ત્યાં પાછું ગુજરાત ગજવવા પાછા આવી જશે અને આ ગુજરાતની જનતાએ ફરી પાછા તેમને સહન કરવાનો વારો આવશે. કેમક માત્ર રાજ કિય સત્તાના લાલ જુઓ કોંગ્રેસના 87 થી વધારે માથાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર માત્ર પોતાનું રાજકારણ ટકી રહે તેવું ત્યોથી ભળીને અત્યારે ગુજરાતની આ સત્તા ભાજપની ટકી રહી છે. ગુજરાત સરકારમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારની ફરિયાદો વધી રહી છે પ્રજાને જન સેવા ના કાર્યાલયો ઉપર ધક્કાઓ ખાવા પડે છે અને મોટી મોટી લાઈનો લગાવી પડે છે પરંતુ તેમના હકક નો ન્યાય તેમને મળતો નથી. ભારતીય જનતા પાર્ટીના અને તેની સહયોગી સંસ્થાઓના કેટલાય લોકો ભ્રષ્ટાચારમાં અને ગુનાખોરી માં પકડાય છે તેમ છતાં તેની સામે સરકાર કોઈ પગલાં લઈ શકતી નથી કે પ્રજા ને ન્યાય પણ મળતો નથી.ભાજપ માં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હાલમાં વર્તાઈ રહી છે..ક્યારે ઘડો ફૂટશે તે કહેવાય નહિ તેવી પરિસ્થિતિ છે..

આ કહેવાતા ગૌ પ્રેમી મોદીજી નો વિડિઓ જુવો. તેમણે જાતે જ ખૂબ પ્રસિદ કરાવી છે કે હું પોતે ઘરમાં ગાય પાળું છું.

*****************************

ભારતીય જનતા પાર્ટીના દરેક હોદ્દેદારો ને મારી નમ્ર વિનંતી છે કે ગુજરાત હિન્દુત્વનો ગઢ ગણાય છે તેમ છતાં બીજા જે રાજ્યમાં હિન્દુત્વને લગતા કાયદા કાનુન બનાવાય છે તે ગુજરાતમાં થતા નથી હકીકતમાં ગુજરાત થી શરૂઆત થવી જોઈએ તેના બદલે ભાજપ શાસિત બીજા રાજ્યમાં કાયદા કાનૂન બન્યા પછી પણ તેની નકલ પણ આપણે કરી શકતા નથી ? મહારાષ્ટ્રમાં તો એકલી ભાજપની સરકાર નથી સંયુક્ત સરકાર છે તેમ છતાં ત્યાં ગૌમાતા નો રાજ્ય સરકારે દરજ્જો આપ્યો . કેન્દ્રમાં જ્યારે બહુમતી હતી ત્યારે વકફ બોર્ડ નાબૂદ નો કાયદો લાવ્યા નહીં આજે તે નાબૂદ થઈ શક્યો નથી કેન્દ્રમાં રહેલી સરકારને એવું હતું કે 2024 માં આપણે 400 ની પાર થઈશું જે રીઝલ્ટ આવ્યું નહીં આમ તેમના અમુક કાર્યો બાકી રહી ગયા તેવું ગુજરાતમાં ન થાય અને ભાજપ શાસીત બીજા રાજ્યોમાં પણ આવું ન થાય તે માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવા વિનંતી 1) ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા , તેના નિયમો કડક કરવા 2) અધિકારીઓ ઉપર પકડ મેળવી નાની નાની બાબત પણ થતા ભ્રષ્ટાચાર અટકાવવા 3) ભાજપ શાસિત દરેક રાજ્ય ગાયને ગૌમાતા નો દરજ્જો આપી કતલ કરનારને ને કડક સજા ની જોગવાઈ કરવી 4) દરેક હોટલો , રેસ્ટોરન્ટો, દુકાન ઉપર નામ મોબાઈલ નંબર સ્થાનિક ભાષામાં લખવા 5 ) સરકાર હસ્તકના મંદિરોને મુક્ત કરી તે તે પ્રજાને આપવા 6) સરકારી જગ્યા ઉપરના દબાણ ધાર્મિક સ્થાનો હટાવવા બે નોટિસ આપી 3જી નોટિસમાં હટાવ નો ખર્ચો પણ તે સ્થાન પાસેથી લેવૉ 7)ગોચરની જમીન ખાલી કરાવી 8) નાના નાના ગામોમાં તળાવો બનાવવા જેથી પાણીની સમસ્યા હલ થાય પશુઓને પણ પીવા માટે પાણી મળી રહે 9) સરકારી કચેરીઓમાં ફરજિયાત લોકલ ભાષાનો ઉપયોગ કરવો 10)ખોટા આધારકાર્ડ બનાવતા અધિકારીઓને સસ્પેન્ડ કરી દંડ લેવો 11) કોઈપણ ધર્મની મજાક ઉડાવતી સોશિયલ મીડિયા- ફિલ્મ ઉપર કડક કાયદો કરવો 12) શહેરો ગામોના નવા નામો કેન્સલ કરી પ્રાચીન આર્ય સંસ્કૃતિને લગતા જે નામો હતા તે ફરી તે નામ ઘોષિત કરવું 13) દેશદાજ જગાડતા -રાજા રજવાડાઓએ પબ્લિક માટે કરેલ કાર્યોના પાઠો- સંસ્કૃતિને બચાવવા માટે રાજાઓએ કરેલ યુદ્ધોના પાઠો શિક્ષણમાં લાવવા 14)ગૃહ ઉદ્યોગ ને પ્રોત્સાહન આપવું 15) તીર્થોને શાકાહારી તીર્થ જાહેર કરવું (જ્યાં ઈંડા મછલી, મરઘી ,બકરા, ગાય ,ભેંસ કતલ માટે કંઈ જ ન મળે ) આધ્યાત્મિક વિકાસ કરવો જેથી તેની ઊર્જા બધાને ફાયદો કરે 16) સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવું – 17) બધા ધાર્મિક સ્થાનો માટે લાઈટ બિલ નો ચાર્જ એક સરખો રાખવો 18) જેલો- થિયેટરમાં સ્કૂલમાં રોજ ફરજિયાત રાષ્ટ્રગાન ગવડાવવું 19) એક થી સાત ધોરણના વિદ્યાર્થીઓને યોગાસન અને લશ્કરની ટ્રેનીંગ એક વિષય ફરજિયાત રાખવો ( જેથી સ્વાસ્થ્ય સારું રહે રાષ્ટ્ર માટે જરૂર પડે કામમાં લાગે) 20) બીજા ધર્મના સાથે લગ્ન કરવા હોય તો માતા પિતાની ફરજિયાત સંમતિ લેવી 21) દરેક લઘુમતીને એકસરખો ફાયદો મળવો જોઈએ નહીં તો લઘુમતી કેન્સલ કરવી જોઈએ . વધુ આપને જે સારું લાગે તે આમાં એક એક મુદ્દા જોડી શકો છો

અહીંયા કોઈપણ સમાચારો જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરવો.