ગાંધીનગર કલ્ચરલ ફોરમ ના ગરબામાં ચોથા નોરતે ગવર્નર શ્રી તેમજ પાંચમા નોરતે મુખ્યમંત્રી પધાર્યા.ફોરમ ના ચેરમેન કૃષ્ણકાંત ઝા તેમજ કમિટીએ સ્વાગત સહ આવકાર આપ્યો.

[10/15, 6:06 PM] Dilip Prajapati: *કાઠિયાવાડી કોટીમાં સજ્જ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ નિહાળ્યો કલ્ચરલના ગરબાનો રંગ : લેડી ગવર્નર દર્શનાદેવીજી ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યાં*
—————
*ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીના ચોથા નોરતે રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નરની ઉપસ્થિતિએ વધારી ઉત્સવની શોભા : નયના શર્માના પાવરપેક્ડ પર્ફોર્મન્સે ખેલૈયાઓમાં જગાવ્યો અનેરો ઉત્સાહ : ગરબાના સમાપને સમૂહમાં રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રપ્રેમની અનોખી અનુભૂતિ*

ગાંધીનગર, તા. 15 ઑક્ટોબર,

ગાંધીનગર કલ્ચરલ ફોરમના પરંપરાગત નવરાત્રી મહોત્સવમાં ચોથા નોરતે ભક્તિ, સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ અને ઉત્સાહનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી કલ્ચરલ ફોરમના ગરબાની ભાતીગળ રંગત માણવા પધાર્યા હતા. રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિ અને લેડી ગવર્નરની ખેલૈયાઓ સાથેની સહભાગિતાએ ઉત્સવના આનંદમાં વિશેષ ઉમેરો કર્યો હતો. કાઠિયાવાડી કોટીમાં સજ્જ રાજ્યપાલશ્રીએ માતાજીની ભક્તિમાં તરબોળ થઈને મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયાઓનું નર્તન નિહાળ્યું હતું અને ગરબાના સમગ્ર આયોજન પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. જ્યારે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીએ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને પરંપરાગત ગુજરાતી લોકસંસ્કૃતિના રંગમાં રંગાઈ ઉત્સવનો આનંદ માણ્યો હતો.

પોતાનું સમગ્ર જીવન શિક્ષણ, સંસ્કાર, સમાજસુધારણા અને રાષ્ટ્રનિર્માણનાં કાર્યોમાં સમર્પિત કરનાર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિના પ્રસાર અને પ્રચાર માટે પણ સતત કાર્યરત છે. પ્રાકૃતિક કૃષિના અભિયાનને તેમણે જીવનના મહત્ત્વપૂર્ણ ધ્યેય તરીકે અપનાવ્યું છે. રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નરની ઉપસ્થિતિએ આ સાંસ્કૃતિક મહોત્સવની ગરિમામાં વધારો કર્યો હતો.

ચોથા નોરતે ગાંધીનગર (ઉત્તર)નાં લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે માતાજીની આરતી ઉતારી કલ્ચરલના ગરબાનો મંગલમય શુભારંભ કરાવ્યો હતો. તેમણે ઉપસ્થિત ખેલૈયાઓ અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના અગ્રણીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા પણ કલ્ચરલના ગરબા માણવા અને આશીર્વાદ આપવા પધાર્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિએ નવરાત્રીના આ પાવન ઉત્સવને વિશેષ ગૌરવ પ્રદાન કર્યું હતું.

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીના મુખ્ય પ્રાયોજક એ. બી. જ્વેલ્સ, અમદાવાદના શ્રી મનોજભાઈ સોની અને શ્રીમતી જયશ્રીબેન સોની પણ ગરબા માણવા પધાર્યા હતા. તેમણે સમગ્ર આયોજનની સુંદરતા, પરંપરાગત ગરબાની આગવી ઓળખ અને માતાજીની આરાધનામાં મંત્રમુગ્ધ થઈને ગરબે ઘૂમતા ખેલૈયાઓના ઉત્સાહને નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. કલ્ચરલ ફોરમ દ્વારા પરંપરા અને સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતું આયોજન ગરબાપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યું છે.

ગુજરાતનાં અત્યંત લોકપ્રિય ગાયિકા નયના શર્માના પાવરપેક્ડ પર્ફોર્મન્સે ચોથા નોરતાની રાત્રિને સંગીતમય અને ઊર્જાસભર બનાવી દીધી હતી. પોતાની અદભુત ગાયકી, જબરદસ્ત સ્ટેજ પ્રેઝન્સ અને અસાધારણ ઊર્જા માટે જાણીતા નયના શર્માએ કલ્ચરલના ગરબામાં એવી રંગત જમાવી હતી કે ખેલૈયાઓ સંગીતના તાલે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. તેમના પ્રસ્તુતિકરણથી ગરબા પ્રાંગણમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓના તાલબદ્ધ નર્તન અને સંગીતના સૂરોએ સમગ્ર વાતાવરણને ઉત્સવના રંગે રંગી દીધું હતું.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાની એક વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ પરંપરા મધરાતે ગરબાના સમાપન સમયે જોવા મળે છે. માતાજીની આરાધનાના ગરબા પૂર્ણ થયા બાદ તમામ ખેલૈયાઓ સાવધાનની મુદ્રામાં ઊભા રહીને સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરે છે. ચોથા નોરતે પણ આ પરંપરાએ ઉપસ્થિત સૌને રોમાંચિત કર્યા હતા. માતાજીની આરાધના સાથે રાષ્ટ્રની આરાધનાનો આ અનોખો સમન્વય ભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને એકસાથે ઉજાગર કરે છે. ગરબાના ઉત્સવપૂર્ણ વાતાવરણ બાદ સમગ્ર મેદાનમાં શિસ્તબદ્ધ રીતે ગુંજતું રાષ્ટ્રગીત સૌના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવતું હોય છે. આ પરંપરા કલ્ચરલ ફોરમના ગરબાને અન્ય આયોજનો કરતાં આગવી ઓળખ પ્રદાન કરે છે.

નવરાત્રીના ચોથા નોરતે ખેલૈયાઓએ પોતાની પ્રતિભા, નૃત્યકૌશલ્ય અને આકર્ષક પોશાકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ તરીકે નિષ્ઠા જોશી અને બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સ તરીકે રાહુલ ભાલીયા વિજેતા બન્યાં હતાં. બેસ્ટ પેર કેટેગરીમાં કરણ પુરબિયા અને સૂરજ ડાભીની જોડીએ વિજય મેળવ્યો હતો. જ્યારે બેસ્ટ ક્વીન તરીકે હેતલ ભટ્ટી અને બેસ્ટ કિંગ તરીકે અર્પણ પટેલ વિજેતા જાહેર થયાં હતાં. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે સ્તુતિ જોશી અને બેસ્ટ ડ્રેસ પ્રિન્સ તરીકે નરેન્દ્રસિંહ બિહોલા વિજેતા બન્યાં હતાં.

ટીનેજર કેટેગરીમાં ગ્રેસી ડોડીયા બેસ્ટ ટીનેજર ગર્લ અને ક્રિશ સાવલિયા બેસ્ટ ટીનેજર બોય તરીકે વિજેતા થયાં હતાં. બેસ્ટ કીડ કેટેગરીમાં શ્રેયા ગોહિલ બેસ્ટ કીડ ગર્લ અને ખુશીન ઠક્કર બેસ્ટ કીડ બોય તરીકે વિજેતા બન્યાં હતાં. જ્યારે બેસ્ટ ચાઇલ્ડ કેટેગરીમાં નાયરા દવે બેસ્ટ ચાઇલ્ડ ગર્લ અને હયાન સોલંકી બેસ્ટ ચાઇલ્ડ બોય તરીકે વિજેતા જાહેર થયાં હતાં. તમામ વિજેતા ખેલૈયાઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

આમ, ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીના ચોથા નોરતે રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નરની ઉપસ્થિતિ, મહાનુભાવોની સહભાગિતા, નયના શર્માની સંગીતમય રજૂઆત અને ખેલૈયાઓના અદમ્ય ઉત્સાહે ઉત્સવને યાદગાર બનાવ્યો હતો. માતાજીની આરાધનાથી શરૂ થઈને રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે પૂર્ણ થતી કલ્ચરલના ગરબાની પરંપરા ભક્તિ, સંસ્કાર, સાંસ્કૃતિક ગૌરવ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ આપે છે. ત્રણ દાયકાથી વધુ સમયથી ગુજરાતી લોકસંસ્કૃતિના સંવર્ધન માટે કાર્યરત ગાંધીનગર કલ્ચરલ ફોરમનો આ નવરાત્રી મહોત્સવ પરંપરાને જીવંત રાખવાની સાથે નવી પેઢીમાં સાંસ્કૃતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવનાનું સિંચન કરી રહ્યો છે.
——————
[10/16, 5:04 PM] Dilip Prajapati: *પરંપરાગત ગરબાની ગરિમા અને ગુજરાતી સંસ્કૃતિના રંગે રંગાયું કલ્ચરલનું આંગણું : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માણ્યા ગરબાના તા*
—————
*પાંચમા નોરતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા : પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રિયદાસજીના હસ્તે માતાજીની આરતી સાથે મંગલમય પ્રારંભ : મધરાત બાદ ઢોલ-શરણાઈના સૂર સાથે મંડળી ગરબાની રમઝટ*
————

ગાંધીનગર, તા. 16 ઑક્ટોબર,

ગાંધીનગર કલ્ચરલ ફોરમના પરંપરાગત નવરાત્રી મહોત્સવમાં પાંચમા નોરતે ભક્તિ, પરંપરા અને ગુજરાતી લોકસંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કલ્ચરલના ગરબાની વિશિષ્ટ પરંપરા અને રંગત માણવા પધાર્યા હતા. માતાજીની આરાધના, પરંપરાગત ગરબાની ગરિમા અને રંગબેરંગી ગુજરાતી પહેરવેશથી સજ્જ ખેલૈયાઓના ઉત્સાહે સમગ્ર ગરબા પ્રાંગણને ઉત્સવના રંગે રંગી દીધું હતું. ત્રણ દાયકાથી વધુ સમયથી ગુજરાતી લોકસંસ્કૃતિની આગવી ઓળખ જાળવી રાખતા કલ્ચરલના ગરબામાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિએ પાંચમા નોરતાની ઉજવણીને વિશેષ યાદગાર બનાવી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કલ્ચરલના ગરબામાં સહભાગી બન્યા બાદ પોતાના સોશિયલ મીડિયા સંદેશમાં આ પરંપરાગત આયોજનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, “આપણી ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતા ગાંધીનગરના ‘કલ્ચરલ ફોરમ’ આયોજિત ગરબા મહોત્સવમાં સહભાગી થવાનો અવસર ઘણો આનંદપૂર્ણ રહ્યો. આધુનિકતા વચ્ચે પણ પ્રાચીન ગરબાની ગરિમા અને આપણી પારંપરિક શૈલીના મહિમાને જાળવી રાખવા બદલ આયોજકો અને ખેલૈયાઓને ખૂબ ખૂબ અભિનંદન. માઁ શક્તિ સૌનું કલ્યાણ કરે.” મુખ્યમંત્રીશ્રીના આ સ્નેહભર્યા સંદેશ અને આશીર્વાદ બદલ ગાંધીનગર કલ્ચરલ ફોરમે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીના આ પ્રતિભાવથી ગુજરાતી પરંપરાગત ગરબાની આગવી ઓળખ અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના કલ્ચરલ ફોરમના પ્રયાસોને વિશેષ પ્રોત્સાહન મળ્યું હતું.

પાંચમા નોરતાના પાવન પ્રસંગે સ્વામિનારાયણ મંદિર, સેક્ટર-23ના પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રિયદાસજી આશીર્વાદ આપવા પધાર્યા હતા. તેમના પાવન હસ્તે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી અને નવરાત્રીની ઉજવણીનો મંગલમય શુભારંભ થયો હતો. માતાજીની આરાધના અને ભક્તિભાવથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું. પરમ પૂજ્ય સ્વામીજીની ઉપસ્થિતિએ ઉત્સવને આધ્યાત્મિક ઊર્જા અને આશીર્વાદની અનુભૂતિથી ભરી દીધો હતો. કલ્ચરલના ગરબાની આ પરંપરા માત્ર લોકનૃત્ય પૂરતી સીમિત ન રહેતાં માતાજી પ્રત્યેની શ્રદ્ધા, સંસ્કાર અને સાંસ્કૃતિક મૂલ્યોને પણ જીવંત રાખે છે.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર મહાનગરના પ્રમુખ ડૉ. આશિષભાઈ દવે પણ કલ્ચરલના ગરબામાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાની તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા વિજય બાદ આ સિદ્ધિમાં તેમના યોગદાન બદલ કલ્ચરલના ગરબામાં નગરજનો વતી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવનિર્વાચિત કોર્પોરેટરો શ્રીમતી વૈદેહી બીપીનભાઈ રાવલ, શ્રીમતી શારદાબેન ઠાકોર, શ્રી મહેન્દ્રભાઈ પટેલ (દાસ) અને શ્રી જયંતીભાઈ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કર્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિએ પાંચમા નોરતાની ઉજવણીને વિશેષ મહત્ત્વ આપ્યું હતું.

કલ્ચરલના ગરબાની સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાતી વિશેષ પરંપરાઓમાંની એક એટલે મંડળી ગરબા. પાંચમા નોરતે મધરાત બાદ આ પરંપરાગત મંડળી ગરબાનો માહોલ જામ્યો હતો. ઢોલ અને શરણાઈના સૂર સાથે ખેલૈયાઓએ મંડળી ગરબાની રમઝટ બોલાવી હતી. પરંપરાગત લય, તાલબદ્ધ પગલાં અને સામૂહિક નૃત્યની વિશિષ્ટ શૈલીએ ગરબા પ્રાંગણમાં અનોખી રંગત જમાવી હતી. મંડળી ગરબાની આ આગવી શૈલી ગુજરાતી લોકસંસ્કૃતિના સમૃદ્ધ વારસાની યાદ અપાવે છે. ખેલૈયાઓની ઉત્સાહભરી સહભાગિતાએ મધરાત બાદ પણ ગરબાના આંગણાને જીવંત રાખ્યું હતું.

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીનો વિશેષ મહિમા એ છે કે અહીં આધુનિક આયોજનની સાથે પરંપરાગત ગરબાની મૂળભૂત ગરિમા અને શૈલીને પણ એટલી જ પ્રાધાન્યતા આપવામાં આવે છે. માતાજીની આરતીથી શરૂ થતો ઉત્સવ, ગુજરાતી પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓ, લોકસંગીતના તાલે રમાતા ગરબા અને મંડળી ગરબાની અનોખી પરંપરા આ મહોત્સવને આગવી ઓળખ આપે છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના સંદેશમાં આ જ પરંપરાને જીવંત રાખવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.

આમ, ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવના પાંચમા નોરતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ, પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રિયદાસજીના આશીર્વાદ, મહાનુભાવોના અભિવાદન અને મધરાત બાદ જામેલી મંડળી ગરબાની રમઝટે ઉત્સવને યાદગાર બનાવ્યો હતો. કલ્ચરલ ફોરમની ત્રણ દાયકાથી વધુ સમયની પરંપરા ગુજરાતી સંસ્કૃતિ, માતાજીની ભક્તિ અને લોકવારસાના સંવર્ધનનું જીવંત પ્રતીક બની રહી છે. આધુનિકતાના યુગમાં પણ પ્રાચીન ગરબાની ગરિમા અને પારંપરિક શૈલીને જાળવી રાખતો આ મહોત્સવ ગાંધીનગરની સાંસ્કૃતિક ઓળખને વધુ સમૃદ્ધ બનાવી રહ્યો છે.
—————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *