ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજ ૫ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વિષય : રાજ,રાજપાટ,રાજ સિંહાસન,રાજવી પરંપરા – .દિવસ – ૩
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.
NOG SS No–0032
વિષય–રાજ, રાજ પાટ
શીર્ષક– કૃષ્ણ સખા સુદામા.
આજ મારાં કૃષ્ણ સખાની
સુદામાને ખોટ પડી….
કૃષ્ણનાં *રાજપાટ* માં શેની છે ખોટ?
સુદામાનાં ઘેર વૈભવની ઓટ.
આજ મારા કૃષ્ણ સખાની,
સુદામાને ખોટ પડી.
કેટલું ગણાવું ?કેટલુ ભૂલવું?
તાંદુલ માંગીને ચપટી સ્નેહની
ખોટ ગણી.
આજ મારાં કૃષ્ણ સખાની
સુદામાને ખોટ પડી.
કૃષ્ણનાં *રાજપાટ* માં છપ્પન ભોગ,
સુદામાને ઘેર ચપટી ચોખાની ખોટ.
આજ મારાં કૃષ્ણ સખા ની
સુદામાને ખોટ પડી…
ઈશ્વર સંગાથ કૃષ્ણ સુદામાની
દોસ્તીનો ચૂંટેલો સ્નેહ સબંધ….
આજ મારાં કૃષ્ણ સખાની
સુદામાને ખોટ પડી.
બે આંખોનાં સમુંદર વચ્ચે કસ્તી,
ડૂબતાં ડૂબતા માંડ બચી.
આજ મારાં કૃષ્ણ સખા ની
સુદામાને ખોટ પડી.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
6/4/2021
******************************************
NOG SS NO: 0099
વિષય: રાજ,રાજવી
પ્રકાર: પદ્ય
શીર્ષક : રાજવી પરિવાર
સાસરું મારું રજવાડું અને કંથ મારો રાજવી,
હું રસોડાની રાણી ને ગાદી મારી છે આગવી.
કદી અભિનય રાણીનો, કયારેક બનું હું દાસી,
ક્યારેક માતા મીનળદેવી, જરૂર પડ્યે હું ઝાંસી.
કૌશલ્યા-દશરથનાં છાયે અમારો ભર્યો દરબાર ,
સ્વજનોથી શોભે રાજ્ય, સેવાનો કર્યો શણગાર.
સદા મિલનસાર રહે સંબંધો, થાય નહીં વિદ્રોહ ,
પરસ્પર છે પરિવાર કૃતજ્ઞી, નહિ ગાદીનો મોહ.
🖋️ ભાવનાબેન મિસ્ત્રી ‘અભય’
વલસાડ
****************************************
*NOG SS No : 0019*
*વિષય… રજવાડું*
*શીર્ષક… રાજમહેલ*
*પ્રકાર.. પદ્ય અછાંદસ*
*રાજમહેલ*
ભલે હોય પિતાની નાની ઝૂંપડી,
મન દીકરી ને તો એ જ રાજમહેલ!
વૃદ્ધાવસ્થામાં ન પાલવતા દીકરા માટે,,
મા.. બાપને મન વૃદ્ધાશ્રમ એ જ રાજમહેલ!
લાખો જિંદગી ફૂટપાથ પર શ્વશે છે,
જીવે છે, મરે છે, છતાં..
એને તો ફૂટપાથ જ રાજમહેલ!
જોઈ છે ક્યાં દુનિયાદારી હજુ એણે,
કોણ રાજા ને કોણ રંક?
ભિક્ષુક બાળકને માતૃગોદ એ જ રાજમહેલ!
*કલ્પના ત્રિવેદી સુરેન્દ્રનગર*
************†***************************
N. O. G. SS NO /0026
શીર્ષક – રામ – રાજ્ય
પદ્ય – લગાગાગા ૪.
હવે ના રાજ રામાનું, જમાના ક્યાં એ ફરવાના?
બધાં નેતા બન્યા રાજા તિજોરી ખુદની ભરવાના.
કરે સૌ રામનાં એ રાજ્યની વાતોને મન મારે!
પછી લે શ્વાસ એ ઊંડા અને નિશ્વાસ ધરવાના.
ધરી લ્યો હાથમાં હથિયાર ચાહો રામ જેવું જો,
કરી હિમ્મત, બગાવતનાં, વિના મોતે જ મરવાના.
છે ભારત આ સદાથી કર્મ વીરોની રહી ભૂમિ,
ગજું રાખો સવાશેરી તો દિવસો આ અટકવાના.
જો ચાહો એ ફરી પાછી બને સોનાની ચિડિયા,
શિકારી બાજ ચૂંથે દેશને એ સૌને હરવાના.
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
****************************************
NOG SS No 100
વિષય – રાજ , રાજપાટ ,રાજવી,રાજ સિંહાસન
પ્રકાર : પધ
શીર્ષક : રજવાડું
*રજવાડું*
દિલ પર તારું રાજ બાઅદબ દાખલ થઈ જા,
પ્રેમના રાજમાર્ગ વચ્ચે આડમાર્ગો ઘણાંય આવે છે.
કોઈની લાંબી આશ માંહી જીવન લંબાવી રહ્યો,
જિંદગી કદીક શ્વાસો આપના ચીર વિદાય આવે છે.
ઝખ્મોને રાખું દિલમાં કે અશ્રુઓને દિલમાં રાખું ?
રડું છું લોહીનાં આંસુ જ્યારે યાદ તમારી આવે છે.
મરણ આવી ખુશીથી જીવનની જાન લઈ જા !
એક યાદ તમારી મ્હારા શ્વાસો શ્વાસમાં આવે છે.
નયનમાં કાવ્ય છે વહેતાં ઉર ઉમંગ મહીં જીવનનું,
પ્રણય-સરોદ છેડો તમે કલ્પિત રાગ રુદન આવે છે.
અમારે મન મહોબત એ ઈબાદતની ઈબાદત છે,
પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીવાનો આવે છે !
એક જ હતું રજવાડું પ્રેમ મારો વફા-વિશારદ ,
દેહની વ્યાધિ ટાળી બીજું સુદ વદ કોઈ આવે છે ?
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર