ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજેેે ૬ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે
વિષય : રંગ,હોળી,ધુળેટી. પ્રસિદ્ધિ. દિવસ – 3
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
રચના ચેક કરનાર : જયશ્રીબેન પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
NOG SS NO – 0026
પદ્ય – રંગ
શીર્ષક – ફાગણ
પ્રકાર – ગઝલ
છંદ – લગાગા ૪ મુતકારિબ છંદ.
અહીં રોજ હૈયામાં લહેરાય ફાગણ.
નિસાસાની ગોફણથી વીંઝાય ફાગણ.
જો આવી શકે તો તું આવી રહે ને!
આ રંગીન સમણાં ચરી જાય ફાગણ.
ભૂરા લાલ પીળા એ રંગો બનીને,
ગુલાબી આ ગાલો એ ઢોળાય ફાગણ.
તળેતળ હ્રદયથી પ્રણયપંખી કોઈ,
રમે રંગ કેસૂડાં, શરમાય ફાગણ.
અતળ યાદ તારી ને રંગાઈ હું તો,
આ કાયાની ક્યારીએ ભીંજાય ફાગણ.
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
******†*†***************************†****
NOG SS NO:- 0010
વિભાગ :- પદ્ય
વિષય :- હોળી, ધુળેટી
શીર્ષક :- રંગીલી હોળી
હે હોળી આવી રંગીલી હોળી આવી રે,
હરખ હૈડે ના માય રંગીલી હોળી આવી રે.
કાના હોળી ખેલે ગોપ ગોપી સંગ કાના રે,
છાંટી ખેલે પ્રેમ ભીનો રંગ કાના રે,
રંગીલી હોળી આવી રે…
હોળી રમે રંગે મેળામાં કાના રે,
રંગ ગુલાલ ઉડાડે ટોળામાં કાના રે,
રંગીલી હોળી આવી રે..
મન કળશ આનંદ ભરું છું કાના રે,
રહી ચૂપ કહેવું છે મારે કાના રે,
રંગીલી હોળી આવી રે,
બધિર બની સાંભળું હું કાના રે,
બંધ કરીને નયન દેખું હું કાના રે,
રંગીલી હોળી આવી રે..
કાચા રંગે જડ્યો આ માનવદેહ કાના રે,
પાકા સત્સંગ રંગે રંગાવો કાના રે,
રંગીલી હોળી આવી રે…
સૂતેલા અંતરાત્માને જગાવો કાના રે,
તારા જપનામ રંગે હંકારો કાના રે,
રંગીલી હોળી આવી રે…
નામ રંગ જો ના ચઢે મુજને કાના રે,
દેહમાં પ્રગટાવો વિરહાગ્નિ તમે કાના રે,
રંગીલી હોળી આવી રે..
દેહને હોલિકા તણાં જલાવો કાના ર,
પ્રહલાદ તણાં પ્રેમાગ્નિ બચાવો કાના રે,
રંગીલી હોળી આવી રે…
એ જ રંગ બધાં રંગમાં મિલાવી કાના રે,
મોરપીંછ કલગી સિરે ધરાવું કાના રે,
રંગીલી હોળી આવી રે…
જન્મોજન્મ ગોપી બનાવી રાખો કાના રે,
રોમ રોમ પુકારે રાધેશ્યામ કાના રે,
રંગીલી હોળી આવી રે
નવપલ્લવ લતા તરું તણાં દીસે કાના રે,
ચૈતન્યથી ભરપૂર પ્રાણ સોહાયા કાના રે,
રંગીલી હોળી આવી રે….
દિપ્તી પટેલ’શ્રીકૃપા’
વડોદરા.
***************†*************************
NOG SS No : 0099
પ્રકાર: પદ્ય
શીર્ષક: ‘રંગોનું પર્વ હોળી-ધુળેટી’
આવ્યો રંગોનો તહેવાર હોળી અને ધુળેટી,
ચાલો આનંદે ઊજવીએ એકબીજાને ભેટી.
હોળી શેરી,પાદરમાં ગામ, શહેરમાં પ્રગટે,
દર્શન કરવા આબાલવૃધ્ધ સહુ ભેગા ઊમટે.
હોલિકાનું દહન કરીશું, થશે અસુરોનો નાશ ,
પરિક્રમાથી આયુષ્ય મળશે, તંદુરસ્તી ખાસ .
મહોરી ઊઠ્યો કેસૂડો લાલ અને ગુલાબી,
ફૂલોના રંગો બનાવે છે દિયર અને ભાભી.
ઊડે છે અબીલ, ગુલાલ, રંગોની પિચકારી ,
બચવા માટે બંધ કરો નહિ બારણાં ને બારી.
🖋️©️ ભાવનાબેન મિસ્ત્રી ‘અભય’
(વલસાડ)
*****”*”****””************************††
NOG SS No : 0079
વિષય: હોળી
પ્રકાર પદ્ય
શીર્ષક હોળી આવી
પ્રવિણા કડકિઆ
—————
કાના પિચકારી ભરી માર
આજ હોળી આવી રે,
હા આજ હોળી આવી રે,,
ગુલાલ લાવી હું ખોબો ભરીને
રંગીશ તને આજ હોળી આવી રે ,
હોળીનાં રંગે સહુ રંગાય હોળી આવી રે ,
પરણ્યો મારો મોડો આવશે,
નણંદને લાવી સાથ.
આજ હોળી આવી રે,
મા સમાન છે સાસુમા મારી ,
હોળી રમવાને મંજૂરી આપી.
ઉમંગભેર હોળી ખેલવા આવી
આજ હોળી આવી રે,
ભરી પિચકારી ભિંજાવ,
આજ હોળી આવી રે.
પ્રવિણા કડકિઆ
******************************************
NOG SS No : 0051
વિષય: હોળી,ધૂળેટી,રંગ
શીર્ષક: મોહન સંગ રાધા ખેલે હોળી રે…!
કાના તારી રંગ ભરી પિચકારી,
ચૂંદડી ભીંજવે વારી વારી,
મોહન સંગ ખેલે રાધા હોળી રે…
રાધા તારી પ્રીતનો રંગ અનેરો,
હૈયાનો રંગ છાંટુ વારી વારી,
મોહન સંગ ખેલે રાધા હોળી રે…
કાના તારી વાંસળીનાં સૂર સાથે,
ફાગણિયો આવે વારી વારી,
મોહન સંગ ખેલે રાધા હોળી રે…
કેસરિયા ગાલ પર ફરી ગુલાલ,
રંગ લગાડે વારી વારી,
મોહન સંગ ખેલે રાધા હોળી રે…
ઉરનાં ઉમંગે ધૂળેટી ખેલે શ્યામ,
વ્રજની ગોપીઓ સંગ વારી વારી,
મોહન સંગ ખેલે રાધા હોળી રે…!
ઉર્વશી મહેતા
અમદાવાદ.
****************†***********************
NOG SS NO -0037
વિષય – હોળી, ધૂળેટી,રંગ……
વિભાગ – પદ્ય. ( ગીત )
શીર્ષક – ફાગણીયો.
મધ મધ મહેકે મોસમ ને પંખી કરે કલરવ…..!
આવ્યો ફાગણિયો….રૂડો ફાગણિયો…..!
ખેતરે મોલ લહેરાય, ગાઈ ખુશીનાં ગીત…!
આવ્યો ફાગણિયો…. રૂડો ફાગણિયો….!
કાનને ગોપી વ્રજમાં સૌને રમાડે રાસ…!
આવ્યો ફાગણિયો…રૂડો ફાગણિયો…..!
અબીલ ગુલાલથી રંગયાં માનવના મન..!
આવ્યો ફાગણિયો…રૂડો ફાગણિયો…!
વસંતના વધામણાં થાય,માનવના હૈયા હરખાય…!
આવ્યો ફાગણિયો…રૂડો ફાગણિયો..!
બાળકોએ રંગે ભરી પિચકારી…..!
આવ્યો ફાગણિયો…..રૂડો ફાગણિયો…!
ખજૂર, ટોપરા સાથે ધાણી, હળીમળી સૌ ખાય…!
આવ્યો ફાગણિયો…રૂડો ફાગણિયો…!
હોળી, ટાળે રોગ અનેક,ઊર્જા આપી જાય….!
આવ્યો ફાગણિયો…રૂડો ફાગણિયો…!
ધરતીએ પહેરી સાડી લીલી લહેરાય…!
આવ્યો ફાગણિયો…રૂડો ફાગણિયો…!
નાનાં મોટાં સૌ સાથે મળી મનાવે રંગોત્સવ….!
આવ્યો ફાગણિયો…રૂડો ફાગણિયો…!
હેમલતા દિવેચા.