ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની પાંચ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : પ્રેમપત્ર.પ્રેમ ની અભિવ્યક્તિ.પ્રેમ નો એકરાર
..સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews(
NOG SS No :- 010
પ્રકાર :- ગદ્ય
વિષય :- પ્રેમપત્ર
શીર્ષક :- નણંદને પત્ર
“કેમ છો મોનાબેન ? ચમકી ગયાં ? આ કોણ છે મને પત્ર લખે છે ?હું તો ઓળખતી પણ નથી… એવું જ વિચારતા હશો…હે ને ?આ આખો પત્ર વાંચો.. બધી માહિતી મળી જશે.. અરે તમને જિંદગીની નવી ખુશીઓનો ખજાનો મળી જશે… હવે એવું પણ ના વિચારો આ કોણ મને ખુશીઓનો ખજાનો આપવા માટે આવ્યું છે ?તો ચાલો હું પહેલાં મારી ઓળખાણ જ આપી દઉં.. તમે મને ઓળખતા જ નથી .. પણ હવે કાયમી ઓળખાણ બની જશે.. મેં પણ તમને જોયાં જ નથી.. હા.. તમારો ફોટો જોયો છે.. હું તમારી ભાભી.. દિવ્યા છું.. તમારા ભાઈના લગ્નમાં તમને બોલાવ્યાં નહોતા .. કદાચ તમને ખબર પણ નહીં હોય.. તમારા ભાઈના લગ્ન વિશે.. તમારા ભાઈ પાસેથી જાણવા મળ્યું ઘરનાં બધાં તમારાથી નારાજ છે.. તમારા પ્રેમ લગ્નથી એ વાતને પાંચ વર્ષ થઈ ગયાં..તમે પિયરમાં આવ્યાં જ નહીં … તમને પણ તમારા મમ્મી પપ્પાને મળવાનું મન થતું જ હશે ને.. પણ ઘરમાંથી કોઈ બોલાવે નહીં તો આપણો પગ પણ ના ઉપડે… એક સ્ત્રી તરીકે સ્ત્રીની વેદના હું સમજી શકું છું… હું આ ઘરની સભ્ય તરીકે તમને આમંત્રણ પાઠવું છું.. આ તમારું જ ઘર છે .. તમે આવો અને તમારા મમ્મી પપ્પાને મળવાની તમારી ઈચ્છા પૂરી કરો… એમને પણ ગુસ્સો હોય… પણ મળવાની ઈચ્છા એમને પણ હોય જ..આ પત્ર મળે તરત જ તમે આપણાં ઘરે પધારો.. આપણા ઘરમાં તમારું ભાવભીનું સ્વાગત છે.. અને હા … મેં મમ્મી પપ્પાની પરવાનગી લઈ લીધી છે.. તમને ઘરમાં કોઈ કંઈ જ નહીં બોલે… નિઃસંકોચ આ પત્ર મળતાં જ આવજો .. મને પણ મારી પ્યારી નણંદ… પ્રિય સખીને મળવાની ખૂબ ઉત્કંઠા છે…જય શ્રી કૃષ્ણ..”
લિ.
તમારી આતુરતા પૂર્વક રાહમાં તમારી ભાભી દિવ્યા…
પત્ર વાંચતા જ મોના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી… આજે પાંચ વર્ષ પછી પિયરનું આમંત્રણ હંમણા જ ઊડીને પહોંચવા માટે મન ઉતાવળું થઈ રહ્યું . થોડીવાર પછી શાંત થઈ બંન્ને બાળકોને સાથે લઈને પિયર જવા તૈયારી કરવા લાગી….
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’
વડોદરા.
*****†*††**************************
NOG સાહિત્ય સરિતા
NOG SS No ; 0039
વિષય – પ્રેમપત્ર
પ્રકાર – ગદ્ય
શબ્દો – ૨૯૫
તારીખ – ૧૫-૨-૨૧
પ્રિયે,
આજે બહુ દિવસે મેં મારા ભીતરને ખંખોળ્યું તો એક ખૂણામાં છુપાઈને બેઠેલો તું પ્રસન્ન નામે સાક્ષાત થઈ ગયો.આપણને વિખૂટા પડયાને કેટલાં વર્ષ થયાં તને યાદ છે પ્રસન્ન? બરાબર પાંચ વર્ષ.પાંચ વર્ષ પહેલાંની એ વેલેન્ટાઈન દિવસની સાંજને ભીતરમાં ભંડારીને જીવી રહી છું, તું ગયો એ દિવસથી સદાય આનંદથી છલકાતી રહેતી મારાં પર ઉદાસીન ઘનઘોર ઘટા મનોઆકાશમાં છવાયેલી જ રહે છે. જીવવાનું જીવંત નથી રહ્યું. ફરજો નિભાવવમાં સમય કાપુ છું.કોઈ જ ઈચ્છાઓ વગરની કટી પતંગની જેમ થોડા વાયરો સંગ હવામાં આમથી તેમ લહેરાતી રહું છું. ક્યારે પટકાઈ જઈશ એ નક્કી નહિ.
તું આગળ ભણવા માટે અમેરિકા જાય છે એવું કહીને ગયો. શરૂઆતમાં ફોન આવતાં પણ બાર મહિના પછી તારા કોઈ જ સમાચાર મળ્યા નથી. નમ્બર પણ તારો બદલાઈ ગયો અને એડ્રેસ પણ.
દર વર્ષે વાસંતી વાયરા, તારા પાછા આવવાની કે તારા ક્યારેક કોઈ સમાચાર આવશે એવી મારી રહી સહી ઈચ્છા એની સાથે ઉડાડી જાય છે.પ્રિયે, કાયમ વસંતે તું મારી લગોલગ આવી જાય છે.તારી યાદ સુષુપ્ત થઈ ગયેલી મનસાઓને જગાડી દે છે! અહીં ઉગતો ચંદ્ર તારે ત્યાં જુદા સમયે પણ ઉગતો’તો હોય જ.એની સાથે મનોમન કરેલી વાતો તને પહોંચાડે એવું હું એને રડતી આંખે વિનવું છું.તને શોધીને, આપણે સાથે જીવવાના, જીવનને જાણવાના અને માણવાનાં સપનાઓની તને યાદ અપાવે એવું હું એને વિનવું છું.કાશ! ક્યારેક તને ચંદ્ર સામે નિરાંતે જોવાની નવરાશ મળે અને મારી લાગણીઓ, સ્પંદનો ને મારી વિરહવ્યથા તને એના દ્વારા પહોંચી જાય એવું સતત ઝંખું છું. તારો મારી સાથે સતત હોવાનો આભાસ મને મરવા નથી દેતો! એક વર્ષ પહેલાં મારી માના મૃત્યુ પછી જીવન સમેટવાનો વિચાર અનેક વાર કર્યો પણ જીવનમાં એક વાર તને જોવાની, તને મળવાની, મારી તારા તરફ વહેતી પણ નહીં અનુભવાયેલી લાગણીઓને વ્યક્ત કરવાની મનસા મને મરતા રોકે છે.
આવી જા પ્રિય, આજના દિવસે જ આવીને મને ચોંકાવી જા, તું જ મારો પહેલો અને આખરી વેલેન્ટાઈન છું અને રહીશ.
લિ.
તારી જ
મૃગતૃષ્ણા.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*
અમદાવાદ
***********************************††*
NOG SS NO.0031
વિષય: પ્રેમની અભિવ્યક્તિ
વિભાગ:-ગદ્ય
પ્રકાર-ટૂંકી વાર્તા
શીર્ષક:-અનોખી ગિફ્ટ
અવની અને અચલ કોલેજનાં પ્રથમ વર્ષથી જ એકમેકના પ્રેમમાં ગળાડૂબ હતાં.બે વર્ષ પહેલાં લગ્ન કરી બંને એ પોતાના પ્રેમને સાર્થક કર્યો.
આ બે વર્ષમાં આમ તો બંને વચ્ચે કોઇ વિવાદ ન હતો.પણ છેલ્લા થોડા સમયથી અમુક મિત્રોની સંગતથી અચલને મહિનામાં ચાર પાંચ દિવસ હોટેલમાં મિત્રો સાથે નોનવેજ ફૂડ લેવાની આદત પડી ગઇ હતી.અવનીને નાનપણથી જ પોતાના સ્વાદ માટે કોઇ નિર્દોષ પશુ પંખીને કાપી ખાય તેની પર સખત ચીડ હતી. તો તે પોતાના પતિની આ આદત કેમ સહન કરી શકે? તેણે બે ચાર વાર આ બાબત અચલને કહી જોયું, પણ અચલ તેની એ વાત પર કોઈ ધ્યાન જ ના આપતો.આખરે અવનીએ મનમાં કંઇક નક્કી કરી અચલને એ બાબત કહેવાનું જ છોડી દીધું.
આમ જ થોડા દિવસો પસાર થયા ત્યાં પ્રેમનું પર્વ એવું વેલેન્ટાઈન વીક શરૂ થયું.અવની અને અચલને આ દિવસોનો કોઈ અલગ જ આનંદ રહેતો.કેમકે આ સપ્તાહનો પહેલો જ દિવસ રોઝ ડે તે બંનેનો મેરેજ ડે હતો.એ દિવસ બંનેએ ખૂબ આનંદથી પસાર કર્યો.પ્રપ્રોઝ ડેના દિવસે સવારમાં જ અવનીએ ઘણાં દિવસોથી જે મનમાં નક્કી કરેલ હતું તે અચલને કહ્યું,”અચલ પ્રેમના આ પર્વમાં આજ હું તને જે પ્રપ્રોઝ કરવા જઇ રહી છું તે બાબત તને કદાચ મંજૂર તો નહીં હોય તો પણ હું તને કહીશ.શું તું મને પ્રોમિસ આપી શકીશ કે તું હવેથી નોનવેજ ફૂડ લેવાનું બંધ કરીશ.” અવનીની આ પ્રપ્રોઝ સાંભળી હંમેશા મુજબ તેનો કોઇ પણ પ્રતિભાવ આપ્યા વગર અચલ ઓફિસ જતો રહ્યો.
આ પર્વના બીજા બે દિવસ બંને માટે સામાન્ય દિવસોની જેમ વિતી ગયા.પરંતુ પ્રોમિસ ડેના સાંજે ઘરે આવતા જ અચલે અવનીને ચોકલેટની મિઠાસ અને સુંદર ટેડીબેરની ભેટ આપી. અવનીને કહ્યું,” અવની આજે હું તારી પ્રપ્રોઝ માન્ય રાખી તને પ્રોમિસ આપું છું કે હવેથી આજીવન હું ક્યારેય પણ નિર્દોષ પશુ પંખીને કાપી નહીં ખાઉં.આ તો હું તને પ્રોમિસ આપું છું વેલેન્ટાઈન્સ ડેની એક અનોખી ગિફ્ટતો હું તને તે દિવસ આપીશ.” આ સાંભળી અવનીનાંચહેરા પર હર્ષ વ્યાપી ગયો.અને તે વેલેન્ટાઈન્સ ડેની અનોખી ગિફ્ટની રાહ જોવા લાગી.
વેલેન્ટાઈન્સ ડેના દિવસે સવારમાં જ અચલ અવનીની આતુરતાનો અંત લાવવા માંગતો હોય તેમ તેણે અવનીને એની આંખો બંધ કરી બંને હાથ પોતાની સામે ધરવા કહ્યું.અવનીએ એમ કરતાં જ અચલે તેનાં હાથમાં એક એન્વેલેપ મૂકી આંખો ખોલવા કહ્યું.અવનીએ આંખો ખોલતાં જ પોતાના હાથમાંનું એન્વેલેપ જોતા એ હસી પડી.હસતાં હસતાં તેણે અચલને કહ્યું,”અરે આ તો એક સામાન્ય એન્વેલેપ છે તો એમાં તે મને અનોખી ગિફ્ટ શું આપી?.”
અચલે પણ મોં પર હાસ્ય લાવી અવનીને કહ્યું, “પહેલાં તું એ ખોલ પછી તું મને કહેજે કે આ ગિફ્ટ કેવી છે તે.” અને અવની પોતાની ગિફ્ટ જોવા હસતાં હસતાં એન્વેલેપ ખોલવા લાગી તેને હતું કે બહુ બહુ તો તેમાં અચલે લખેલો પ્રેમ પત્ર હશે.પણ એ ખોલતાં જ અવનીના આનંદની કોઇ સીમા ન રહી ખરેખર તેના વેલેન્ટાઈને તેને અનોખી ગિફ્ટ આપી હતી શહેરમાં ચાલતી વેગન ક્લબની બંનેનાં મેમ્બરશીપ કાડૅની.
આમ અવની અને અચલે પોતાના પ્રેમની જેમ આ પ્રેમનું પર્વ પણ સાર્થક કર્યું.અને લોકોને એ સંદેશો
પણ આપ્યો કે હજારો રૂપિયાની ગિફ્ટથી જ પ્રેમની અભિવ્યક્તિ થઇ શકે એવું નથી.પરંતું એકબીજાને જે ગમતું હોય તે એકબીજા માટે કરવું તે જ પ્રેમની સાચી અભિવ્યક્તિ છે.
✍️:મેઘલ કિશોરભાઇ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ
**************************************
ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા(૧)
NOG SS No. : 0034
વિષય : પ્રેમપત્ર
પ્રકાર : ગદ્ય
શીર્ષક : પિયુને પત્ર
પત્ર લખ્યો પિયુના નામે,
ના ઉત્તર આવ્યો, ના એ આવ્યો,
એક હૃદયનાં સરનામે,
ના ઉત્તર આવ્યો, ના એ આવ્યો.
શાખ તૂટી આજ હૃદયવૃક્ષની,
ભર વસંતનાં એ વાયરે,
નામ ઘૂંટ્યું’તું શ્વાસે-શ્વાસે,
ના ઉત્તર આવ્યો,ના એ આવ્યો.
એ સ્વપ્ન મિલન અદ્ભૂત હતું,
ફક્ત એ હતો ને હું હતી,
તૂટ્યું શમણું અધ મધરાતે,
ના ઉત્તર આવ્યો,ના એ આવ્યો.
સૂરજ ઊગે ને વાટ નિરખું,
અશ્રુ સારું અસ્ત સમયે,
કંઈ કામ નથી કરવાને,
ના ઉત્તર આવ્યો, ના એ આવ્યો.
ઉઘડતી સવારની સાક્ષીએ,
ચિઠ્ઠીઓ સઘળી મોકલી’તી,
પ્રેમનો એકરાર પાને-પાને,
ના ઉત્તર આવ્યો, ના એ આવ્યો.
આંધી આવી એવી વિરહની,
ના પ્રેમ રહ્યો,ના હું રહી શેષ,
રહીએ છીએ સામે સામે,
ના ઉત્તર આવ્યો, ના એ આવ્યો.
— ડૉ. રેખા શાહ કચોરીયા
**************†*†***********†******
NOG SS No :..0073
પ્રકાર..ગદ્ય
શીર્ષક..પ્રેમનો એકરાર.
નયના પટેલ..વડોદરા.
પ્રેમનો એકરાર..જેને આપણે પ્રપોઝ કહીએ છે,એ પ્રપોઝ પહેલાં પણ હતુંજ પણ આપણે એને કોઈ નામ નહોતું આપ્યું,મને 32 વર્ષે પહેલા મારા હસબન્ડે બધાંની વચ્ચે મને કહ્યું કે,”તું મને ગમે છે ને મારે તારી સાથે લગ્ન કરવા છે”ત્યારે મારી ઉંમર 18 વર્ષની હતી જ્યારે મને પ્રેમ શું કહેવાય એ કંઈજ ખબર ન હતી ત્યારે મને પહેલી વાર મારા હસબન્ડે પ્રપોઝ કર્યું હતું,
આજે મને જ્યારે પણ આ પ્રપોઝ ડે અથવા વેલેન્ટાઇડ ડે આવે ત્યારે હું મારા એ દિવસને યાદ કરું છું ને મનમાં વિચારું છું કે આવું તો મને વર્ષો પહેલા કીધું હતું બસ એની રીત નહોતી ખબર
પણ મારા હસબન્ડે આ વખતે આટલી
ઉંમરે પણ મને ફરી ગુલાબ અને દિલ આપી આજના જમાના પ્રમાણે પણ પ્રપોઝ કર્યું ત્યારે એવું લાગ્યું કે જિંદગી બહુજ ખૂબ સૂરત છે તમારે જીવવાની રીત બદલવાની જરૂર છે.