LCBએ છાપી નજીકથી 38,68,460ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી પાડયા.
બોટલ નંગ-25920, મોબાઇલ નંગ-2 તથા ટ્રેલર ઞાડી સાથે કુલ મુદ્દામાલ 38,68,460નો મુદૃામાલ ઝડપાયો..
બનાસકાંઠા બ્યુરો ગૌરવ પુરોહિત
IGP બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ નાઓએ પ્રોહીબિશન, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના અનુસાર એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.,પો.સબ.ઇન્સ આર.જી.દેસાઈ તથા અ.હે.કોન્સ.નરેશભાઈ, દિગ્વિજયસિંહ,મહેશભાઈ,રાજેશકુમાર, મનીષભાઈ તથા પો.કોન્સ દિનેશભાઇ,નાથુભાઈ નાઓ છાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી કે એક ટ્રેલર ગાડી નં.RJ-14-GD-8483 માં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-25,940 કિ.રૂ.28,62,840 /- તથા ટ્રેલર ગાડી ની કિ.રૂ.10,000,00/-તથા મોબાઇલ નંગ-૨ તથા રોકડ રૂપિયા 1920/-મળી કુલ મુદામાલ કિ. રૂ.38,68,460/-* ના મુદ્દામાલ સાથે ટ્રેલરનો ચાલક આરોપી શ્રવણકુમાર રામચંદ્ર જાબરમલ જાટ રહે.ચલા તા.નિમકાથાના જી.સિકર રાજસ્થાન તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વાળાઓ પકડાઇ જઇ ગુનો કરેલ હોય તેઓના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ છાપી પોલીસ સ્ટેશમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે