ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની સાત પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : પિતા.માતા.સંતાન…સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
સભ્ય લેખકો : અંજના ગાંધી,ઋતુંભરા ઠાકર,શ્વેતા તલાટી,હેમલતા દિવેચા,મીનું માંગરોલિયા,મનોજ પંચાલ, ડો.રેખા કચોરિયા
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews(સાહિત્ય સરિતા)
NOG SS NO : 0026
ચિત્ર પરથી રચના
વિષય – પદ્ય
શીર્ષક – એ બીજું કોઈ નહીં પણ પિતા.
વાદળી કાળી જ્યારે છવાયે,
કુટુંબ કેરો ભાસ્કર થઈ જાયે,
દુઃખની છાયા જ્યારે મંડરાયે,
ત્યારે તેજ – કિરણ થઈ જાયે,
એ બીજું કોઈ નહીં પણ પિતા.
ફૌલાદ જેવું જિગર રાખે,
કન્યા વિદાય ટાણે, મીણ થઈ જાયે,
એ બીજું કોઈ નહીં પણ પિતા.
પુત્રને નાનપણમાં આંખો બતાવે,
જુવાન પુત્રને ખભે હાથ મૂકી દુનિયાદારી સમજાવે,
એ બીજું કોઈ નહીં પણ પિતા.
કંટક પર પોતે ચાલીને,
સૌને માટે ફૂલ બિછાવે,
થઈ બાગબાન સૌનો, હસતે મોઢે ફરજ નિભાવે,
એ બીજું કોઈ નહીં પણ પિતા.
બદલાય ઋતુ, વર્ષ, મહિનો,
પણ એ તો બદલાય કદી ના,
એ બીજું કોઈ નહીં પણ પિતા.
અંજના ગાંધી “મૌનું”
વડોદરા
**†***††**************†********†*†******
*NOG SS No :- 0077*
*વિભાગ:પદ્ય મૌલિક*
*હું પપ્પા છું*
🤷♂️🙎🏻♂️🤷♂️🙎🏻♂️🤷♂️
બનવું પપ્પા નથી સહેલુ કામ …!
રહેવું પપ્પા બની
ઘણું અઘરું કામ …!
જન્મતાની સાથ,
ટોપલો અપેક્ષાનો આવતો સંગાથ…!
જીવન આખું જીવાતું કુંટુંબની આસપાસ,
સમાજ પણ રાખતો
લોખંડી વ્યક્તિત્વની આશ…!
પપ્પા એટલે જાણે લોખંડનો ખીલો,
ચાલે ન ક્યારેય વ્યવહારે ઢાલોઢીલો.!
સમાજને સ્વીકાર્ય બધાં એના ખરાબ અવગુણ,
પણ,
લાગણીવશ થઈ ક્યારેક રડાવું એ તો બાયલાંપણાનો ગુણ…!
સમાજની એ જીવાદોરી,
ઘર પરીવારની ખભે ઉઠાવતો જવાબદારી…!
સાહિત્ય સહુ માતાને સમરે,
પપ્પા બિચારાં વિકલ્પ સ્વરૂપે…!
ઘરનો પાયો પપ્પા ,
સમાજનો મજબૂત સ્તંભ પપ્પા …!
પરિવારની દિવાદાંડી પપ્પા..!
મમ્મીની કરોડરજ્જુ પપ્પા..!
બાળકોની ફુલવાડી પપ્પા…!
મમ્મીને પોતાની સમકક્ષ બનાવવામાં પણ મોટો હાથો પપ્પા ..!
તો ય,
સમાજમાં પપ્પાને ભાગે હરહંમેશ આવી ઓછી
વાહવાહી હાથ….!
હે જગતનાં નાથ,
પ્રાર્થુ જોડી બે હાથ…!
રાખજે સદા પપ્પાનો ભરોસો અડગ,
ન થાય કદી ના એમનો આત્મવિશ્વાસ ડગમગ…!
રાખજે સદા એમને ખુશખુશાલ,
તો, એના થકી,
દુનિયા બને અમારી નવનિહાલ…!
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*
********************†*******************
NOG SS No :- 0078
પ્રકાર – પદ્ય
વિષય – દીકરીઓ પર ગઝલ
શીર્ષક – નથી હું માનતી
દીકરીને પારકી થાપણ નથી હું માનતી;
વ્હાલને કંઇ સાપનું ભારણ નથી હું માનતી .
લાડલી મારી નજર સામે જ મોટી થઈ હવે;
પારકું ઘર ને થશે આંગણ નથી હું માનતી.
લગ્ન બેટીનાં,નયનમાં પૂર પાક્કું લાવશે;
દુઃખ થવાનું જન્મભર એ પણ નથી હું માનતી.
આપવું ડ્હાપણ રહ્યું કે દીકરી છે મારી, પણ ;
હોય દુઃખ ને કહેવું નહિ, ડ્હાપણ નથી હું માનતી
જ્યાં જઈશ મારા હૃદયમાં તું સદા હોઈશ પણ;
રોજ ભીની હોં હશે પાંપણ નથી હું માનતી.
તું વગર સાદે બધી તકલીફમાં આવીશ ને ?
સાવ નોખા થઈ જશું આપણ નથી હું માનતી.
આવતી રહેજે તને મન થાય ત્યારે ઘર છે આ !
લાગણીનું તૂટશે સગપણ નથી હું માનતી .
– શ્વેતા તલાટી
*******†*********************************
NOG SS NO – 0037
વિષય – પપ્પા, મમ્મી,ભાઈ..
વિભાગ – પદ્ય.
શીર્ષક – શબ્દાંજલી.
તા.03/02/21
તુલસીભાઈ યુ. દિવેચા.નામ ના પ્રથમ અક્ષર મુજબ
રચના.
તુ -લસી ક્યારા સમાન દીકરીને એકલી મૂકી,
ક્યાં ચાલ્યાં ગયાં પપ્પા..?
લ – ડાવ્યાં લાડ બચપણથી આજ સુધી,
સંભારણા મૂકી ક્યાં ચાલ્યાં ગયાં પપ્પા..?
સી – ધા સરળ ને સોમ્ય સ્વભાવથી,
લોકોનાં દિલ જીતી ક્યાં ચાલ્યાં પપ્પા..?
ભા – વના હૈયે હતી, ‘બાલ ગુંજન ‘ આપના કર કમલોમાં મૂકું..!
વસવસો કાયમ માટે દર્દ બની રહ્યો પપ્પા.
ઈ – શ્વરને જે ગમ્યું તે ખરું,સનાતન સત્ય સ્વીકારવું રહ્યું.!
એકાંતમાં હું રડી લઈશ પપ્પા.
યુ – આર ધ ગ્રેટ પપ્પા, નીડર બાહોશ,પ્રમાણિકતાની મૂરત,
જીવન તમે જીવી જાણ્યાં પપ્પા..!
દી – પક રાજ,જેવા પુત્ર રત્નોને રડાવી,
પત્નીને મજધારે છોડી ક્યાં ચાલ્યાં પપ્પા..?
વે – રવિખેર નહીં થવાં દઈએ ઘરનાં માળાને,
તમારા સિંચેલ સંસ્કારોથી ઓ પપ્પા..!
ચા – લ્યાં ગયાં અનંત યાત્રાએ મહેંક મૂકીને..!
આપના દર્શન પણ દુર્લભ, મારા વ્હાલા પપ્પા..!
Love u miss u pa.. ,😭😭
✍️ હેમલતા દિવેચા.જૂનાગઢ.
*************************************†*
NOG સાહિત્ય સરિતા
NOG SS NO. : 0032
વિષય : માતા પિતા અને સંતાનો
પ્રકાર : અછાંદસ કવિતા.
શીર્ષક: માવડી
*શીર્ષક*:- *માવડી*
મમતાની મૂરત,
મારી *માવડી*.
હેતે હંકારે,
જીવનની નાવડી.
રોતાને હસાવે,
મારી *માવડી*
કાલા વાલા કરે,
મારી વ્હાલુડી.
મૈયા મૈયા પુકારું,
મારી *માવડી*.
બેટા બેટા કરે,
મારી જીવલડી.
હૈયે ધરપત ના હોય,
મારી *માવડી.*
હેતે કોળિયો ભરાવે ,
મારી *માવડી*.
ખમ્મા ખમ્મા કરે,
મારી *માવડી.*
હેતથી હંકારે ,
જીવનની નાવડી.
*મીના માંગરોલીયા મીનુ*
અમદાવાદ
4/2/2021
✍
*****************************************
NOG SS No – 0011
સાહિત્ય સરિતા
વિષય- માતા, પિતા,સંતાન
પ્રકાર:- મૌલિક રચના – પદ્ય
શીર્ષક: મારાં ગુરુને શત શત વંદન…
નવ નવ માસ કુખમાં રાખીને કષ્ટ વેઠ્યાં,
એ જન્મ દેનારી મા છે મારાં પહેલાં ગુરૂ…. મારાં પહેલાં ગુરૂ….
જીવનપથ પર કાંટાને બદલ્યાં પુષ્પોમાં,
એ પોષણ કરનારાં પિતા છે મારાં બીજાં ગુરુ… મારાં બીજાં ગુરૂ….
અંધકાર છવાઈ જાય જ્યારે જીવનમાં,
જ્ઞાનનું તેજ ફેલાવનાર આચાર્ય છે મારાં ત્રીજાં ગુરૂ… મારાં ત્રીજાં ગુરૂ….
જીવનનું સાચું જ્ઞાન ઈશ તણું આપનાર,
ભક્તિની શક્તિ બતાવનાર સદગુરુ છે મારાં ચોથા ગુરૂ… મારા…
જગની આફતની ભઠ્ઠીમાં શેકાઈ ચમક્યો,
જિંદગીમાં હીર બતાવનાર સમય છે મારાં પાંચમા ગુરૂ.. મારાં પાંચમા…
આ પંચમ ગુરૂ હોય જો મારા જીવનમાં પ્રભુ,
ખુદને ખુદામાં બદલાવી દે, પળમાં એ ગુરૂને મારાં શત શત વંદન.. મારા શત શત વંદન…
– મનોજકુમાર પંચાલ
-‘મન’
-પાલનપુર
*******************†****†**************
NOG SS NO. -0034
વિભાગ : પદ્ય
વિષય : માતા, પિતા
શીર્ષક : સ્નેહાગ્નિ
પામવાને સ્નેહ એ જનની દિન-રાત તરસતી,
ક્યારેક તો આવશે નિજ સંતાનો વાટ નિરખતી,
નેહ નીતરતાં નયનોથી સદા અશ્રુઓ એ સારતી,
છોડીને જાય છે બાલુડાં ત્યારે એકલી ઝૂરતી!
પાંખ ફૂટે ને ત્યજે નીડ સંતાનો, એ ક્રમ છે કુદરતી!
સત્યની છબિ એ જાણતી છતાંય નથી સ્વીકારતી,
સ્વપ્નો પોતાનાં ત્યજી માવડી, કોડથી સ્નેહ પૂરતી,
સંતાનોની પ્રગતિમાં જ હવે તેની દુનિયા વિસ્તરતી!
આજ સંતાનોને બંગલા-મોટર ને ચાકરોની ફોજ અતિ,
ને માવડી, એકલી અટૂલી ઝૂંપડીએ સ્નેહાગ્નિમાં ઝૂરતી,
ન માંગે વધુ એ તો, નિજ બાલુડાનાં સ્નેહને તરસતી,
મૂડી કરતાં છે વ્યાજ વ્હાલું, એને નીરખવાં એ તડપતી!
તેથી જ કહે છે,
ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં,
નેહ નીતરતાં એ કાળજાંને કદી કોતરશો નહીં!!
— ડૉ. રેખા શાહ કચોરીયા