ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ માં આજે “વિરહ.વેદના,ચાહના” વિષય ઉપર ગ્રુપ મેમ્બરો ની પદ્ય રચનાઓ પ્રસિદ્ધ.www.janfariyadnews.com
*NOG સાહિત્ય સરિતા ગ્રુપ (૧)**NOS SS No. – 0036* *વિભાગ -પદ્ય**શીર્ષક – કન્યા વિદાય*
સાવ પોતીકી પારકી થઈ ગઈ રે લોલ;સપનાં બાંધી પાનેતરની ગાંઠે રે…દીકરી ચાલી નેહની શરણાઈએ રે લોલ…
પિતા છલકાય પ્રેમભીનાં આંસુડે રે લોલ;માણીલે તું માતાની વહાલપ રે,દીકરી ચાલી સપના બાંધી પાનેતરે રે લોલ.
દીકરી તું આંખથી ઓઝલ થઈ જશે રે લોલ;તારે પાલવડે કાંઈ બાંધી નરી પ્રીતડી રે,દીકરી ચાલી પારકાને પોતીકા કરવા રે લોલ.
હૈયું ને હાથ સાથ કન્યાદાનમાં રે લોલ;બાંધવે આપ્યું ખોબલે ખોબલે હેત રે,દીકરી ચાલી સ્નેહની શરણાઈએ રે લોલ.
પામી છે તું પ્રેમ તણાં પૂરને રે લોલ;તારા પાવન પગલે ઉજળો સંસાર રે,દીકરી ચાલી કુમકુમ પગલે રે લોલ.
નિભાવજે તું માણીગરનાં સાથને રે લોલ;બાંધી આપું ફાંટ ભરીને પ્રેમ રે,દીકરી ચાલી વેદનાને અશ્રુબંધે રે લોલ.
કાળજેથી ડૂસકું મુકાઈ ગયું રે લોલ;*વિદાય* પછી કોણ પુરશે ખોટ રે,દીકરી ચાલી પ્રેમની શરણાઈએ રે લોલ.
✍ અરુણાબેન ત્રિવેદી અમદાવાદ*
******************************************
NGO સાહિત્ય સરિતા ( ૧ )**NOG SS No. — 0039**શબ્દ– વેદના**પ્રકાર– પદ્ય – અછાંદસ**શીર્ષક -વેદનાનાં વેદ**તારીખ -૨૬- ૧૨ -૨૦*
વેદના તો વેઠવાની હોય છે,મન ભરીને માણવાની હોય છે,
રોંદણાં દુઃખનાં રડ્યા કરો તો ય પણ,દુઃખને તો ચાહવાનું હોય છે,
નથી વિકલ્પ જીવનમાં સુખ દુઃખનોશાશ્વત માની ઝીલવાનું હોય છે
હોય છે સહુના ખભે ઝોળો કર્મનોજે નીકળે એ સ્વીકારવાનું હોય છે
રાતભર નીંદરમાં સેવ્યા જે સ્વપ્નાં,આંખ ખુલે ભૂલવાના હોય છે,
છોડવા સઘળી મથામણ જીવવાની,પરમાત્માના પરમને પામવાનું હોય છે,
પર્યાય કોઈ નથી પોતીકી પીડાનો,મળ્યું છે જે એ જ આપણું હોય છે.
વેદના પામ્યા પછી જીવનનાં રાહમાંએહસાસ સુખનો નિરાળો હોય છે.
જીવનનની જીવનગીતા જાણવાવેદનાનાં વેદ ભણવાના હોય છે.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*અમદાવાદ
મેં ન ચાહ્યું , પિતાએ ચાહ્યું , તો પરણી લીધું, મેં ન ચાહ્યું, પતિએ ચાહ્યું , તો ભણવું છોડ્યું, મેં ન ચાહ્યું, સમાજે ચાહ્યું ,તો બીજું સંતાન જણ્યુ, મેં ન ચાહ્યું, ઈશ્વરે ચાહ્યું,”એમને” લઈ લીધાં..!
મેં ન ચાહ્યું , હસવું, માણવું સાથી વિના , મેં ન ચાહ્યું , જીવવું, જાગવું, જાણવું સાથી વિના, મેં ન ચાહ્યું , રંગ , ગીત સાથે રાચું સાથી વિના! મેં ન ચાહ્યું , ચાહીને ભૂલી જાઉં સમણાં સહિયારા..!
મેં ન ચાહ્યું ,તનયાઓએ ચાહ્યું ,ખુશ રહું! મેં ન ચાહ્યું , જીવવાની “શૈલી” બદલું, મેં ચાહીને ચાહ્યું , હેતની “હેલી” વરસાવું, મેં ચાહ્યું , હું “હું” થઈ ને જીવતા શીખું, મેં ચાહ્યું ,ન ચાહવું છોડી ચાહત માટે જીવું!!
ચાહું હવે પ્રેમ , લાગણી બસ, ઈજન આવે સાંઈ નું અને નીકળું બસ! ખોજ કરું છું વર્ષોથી ,મુજ નામના અર્થની, લાગે મને ખોજ અનંતે પૂરી થશે, ત્યારે જ સકળ ન ચાહ્યું , ચાહ્યું થશે !
# માયા દેસાઈ મુંબઈ, ભારત.
*****************************************
ન્યુઝ ઓફ ગાંધીનગર સાહિત્ય સરિતા (૧)NOG SS No : 0034વિષય : વેદનાશીર્ષક : વાંઝિયામેણું
વાંઝિયામેણું સહેતી એ સારતી નિત અશ્રુઓ,કોનો વાંક? ઈશનો કે કિસ્મતનો? મનમાં વિચારતી.
કરવાને પ્રસન્ન પ્રભુને એ તો પૂજતી કંકર- કંકર,પાથરીને ખોળો હરદમ એ દયાનિધિને વિનવતી.
કહેતાં પરમકૃપાળુ ઈશ છે દયાસાગર અતિ,ન દીધો ખોળાનો ખૂંદનાર, રાખી મને કેમ તરસતી!
જોઈને સૂનું પારણું હૈયામાંથી આહ નીકળતી,કરાવવા અમૃતપાન નિજ સંતાનને એ તડપતી.
મુખ પણ ન જોવા ચાહે કોઈ વાંઝણી તણું,શુભ પ્રસંગોમાં પણ હવે તો એ બાદ કરાતી.
રોજ – રોજ જખ્મ તાજાં કરતાં આ દુન્યવી માનવો,એકાંતમાં સારતી આંસુ, એક બાળક માટે પ્રભુને કરગરતી.
થાય સવાલ એક, પ્રભુ મુજને હંમેશા ઉર મહીં,છીએ સૌ તારાં સંતાનો, તો શાને આ દિવાલો ઓતરાતી!!
— ડૉ. રેખા શાહ કચોરીયા મોરબી
ન્યુઝ ઓફ ગાંધીનગર* *NOG SS No :- 0019* *શબ્દ..વેદના* *પ્રકાર.. પદ્ય* *27/12/2020* *શીર્ષક*વેદના*
ચાલ, એક સંબંધ પારદર્શક બાંધીએ,પ્રેમ ના શ્વાસ અને આશનાં એહસાસ નો બાંધીએ!!
નહીં કોઇ છલ કપટ, બસ,જ્યાં ભિતરની ભિનાશ મળે, એક એવો ઉષ્મા સભર સંબંધ,બાંધીએ!
હેતુ વગર સમજી જઈએ,જ્યાંસ્વાર્થ આવે ત્યાં થંભી જઈએ,,
આત્મા થી આત્મા ની ઓળખનો હર્યોભર્યો સંબંધ બાંધીએ !
હું ન બોલું ને સઘળું સમજાઈ જાય,
તારી *વેદના* મારી વાણી બની જાય,એકમેકના ભાવનો એક ભારો કરીએ,,
ચાલ, એક સંબંધ પારદર્શક બાંધીએ!નથી ભણવા કોઈ વેદ,હવે વેદનાનું સરનામું જ્યાં મળે ત્યાં કર માનવતાની પહેલ!! *કલ્પના ત્રિવેદી સુરેન્દ્રનગર
NOG SS NO : 0051પ્રકાર: પદ્યશીર્ષક: *વેદના,વિરહ,ચાહના* તારીખ: ૨૭/૧૨/૨૦૨૦
નવરંગી ભાતની ચુંદલડી માંય આભલાં ટમટમતાં રે…
સ્મરણ થાય મુજનેવિસરું નહીં સ્વપ્નમાંય રે…
સાયબાં અમ આંગણે મોર ટહુકયા કરે કોટે રે..
વાદળનો ગડગડાટ આભમાં અમથો થાય રે..
વરસે મેહુલિયો આથમતાંવીજળીઓનો ચમકાર રે…
ભીંજવે મારા વાલમચુંદલડીની કોર મહીં રે…
*ચાહના* હતી મુજને,જીવન સોંપ્યું તારે કાજ રે…
અધૂરપનો અહેસાસ વારંવાર *વેદના* આપે રે…
વાલમ તારી પ્રેમભરી યાદમાંતારો *વિરહ* વસમો લાગે રે…
ઉર્વશી મહેતા અમદાવાદ.*
*****************************************
NOG SS No. – 0065 પ્રકાર – પદ્યશીર્ષક – વેદના
તું શું જાણે વિરહની વેદનાસળગતી આગની ભઠ્ઠીમાં તપી તપીને ગરમ થાઈ નેમેં અનુભવી છે વેદના.
હું આ પાર અને તુંસાથ સમંદર પારએકબીજાને યાદ કરીનેમેં અનુભવી છે વેદના.
હવે તો છે એકજ આશાપત્રવ્યવહાર અને સંદેશાપરસ્પર બહુ થઈ ગયા નથી સહન થતી વેદના.
તું આવશે ત્યારે મારીઆ વેદનાનો આવશે અંત.
✍🏻હર્ષા શાહ.