ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ની આજે પદ્ય રચનાઓ…
*NOGS NO 0015**વિભાગ:-પદ્ય**શીર્ષક:- વેદના*
સાવ આવા લેખ સૌનાં શું વિધાતા લખતા હશે?ઉલટું રાખી મોં નસીબનું શું વિધાતા ઘડતા હશે?
શોખ, સપનાં ને સુખી આ જીવતરને દેખી સંગે,આગ કેરી ઈર્ષામાં શું વિધાતા બળતા હશે?
ના જ દેવી હોય મોંઘી આ ખુશીને કિસ્મત તટે,આપવાનો ઢોંગ ખોટો શું વિધાતા કરતા હશે?
સાથ મળતો સાવ થોડો જિંદગીને મોજ માટે,આપણાં આ દુઃખ દેખી શું વિધાતા રડતા હશે?
મોભ તોડી કો’ક ઘરનો, હાડ ભાંગી ભીતર સુધી,ખૂદને કાજે બંગલાઓ શું વિધાતા ચણતા હશે?
વેઠ વરવી વેઠતી એ નાર વિધવા વખતો વખત, *વેદનાની* વેલ વધતી શું વિધાતા વણતા હશે?
મેહુલ ત્રિવેદી(ઘાયલ મેઘ) ખેરાળી*
†****************************************
NOG SS No:- 0054વિભાગ – પદ્ય વિષય – વિરહ શીર્ષક : બદલાશે ક્યારે? પ્રકાર : મૌલિક
તારા વિરહની ઋતુ બદલાશે ક્યારે? પાનખરના ફૂલ તો ખરતાં નથી.
થાય છે આભાસ કેવો આંખને જો જરા,તેમ છતાં પણ, હું ને તું મળતાં નથી. છોડ તારા પ્રેમનું તાવીજ આ,યાદને તો કોઈ ગ્રહ નડતા નથી.
ખાય છે ચાડી હવે આ ઓશિકાં,આંખો અશ્કો વડે રડતી જો નથી.
એ હવે આ વાતમાં પડતા નથી, નિંદમાં પણ સ્વપ્નને મળતા નથી.
સપના શાહ *હની* ગોધરા*
****************************************
NOG SS No : 0044વિષય:- વિરહ, વેદના, ચાહના.
પ્રકાર:- પદ્ય (હાઈકુ)
૧. વિરહે દુઃખી જીવનસાથી કેરાં અવસાનથી.
૨. વિરહી દુઃખ રાધા માધવ તણાં સમજે કોણ?
૩. તારી યાદમાં ચાહના કેરાં પૂરે ડૂબવું ગમે.
૪. ચાહના કેરી વાવણી કરી થાકી ખાધી ઠોકર.
૫. વૃધ્ધાશ્રમમાં વૃધ્ધો ટળવળતા ચાહના કાજ.
૬. આવ્યો સમય પરણી બીજવર છોડી ચાહના.
૭. ઝંખે ચાહના અનાથાશ્રમ કેરાં બાળગોપાળ.
૮. આવ્યો અવાજ સંભળાય વેદના! મારી મા કેરી.
૯. ઉઠ્યો ઘૂંઘટ વેદના ભર્યું મુખ જોઈ ડઘાયો.
૧૦. માતા પીડાય પ્રસુતિની વેદના છલકે ઉરે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.તારીખ:- ૨૧/૧૨/૨૦૨૦
**†***†**†******************************
*NGO. સાહિત્ય સરિતા(1)NOG SS NO: – 0032વિભાગ:- પદ્ય શીર્ષક:- *વેદના*
મને ઘેરી લીધી ચારેય કોરથી…આ કાળા લદબદ વાદળોએ….
મારી આંખો થી નેવલા ટપકે,જાણે પાંપણે આખુ આકાશ.
મૂંગી *વેદના* એ મારા હૈયાને ભીંજવ્યુ,જાણે મારી શુ થઈ ગઈ મોટી ભૂલ..??
આજ મારા ટેરવાં ચૂકી ગયા સંવેદના,જાણેના ઉકલ્યા પથારીના સળ..
આજ હોઠ પણ મલકયા નહીં હર્ષથી,જાણે વીજળી લબાલબ.
મીના માંગરોલીયા મીનુઅમદાવાદ 21/12/2020
*********†******************************
*N. G. NO – 0026 વિભાગ – પદ્ય શીર્ષક – વેદના (એક રચના)
વેદના – મારા વિચારો
વેદનાના ઊંડા દરિયાને તાગી શકું નહીં. મોહ કિનારાનો તોય ત્યાગી શકું નહીં. વેદનાસભર સ્વપ્નો સતાવે રાતભર, તોયે ભરનીંદરમાંથી જાગી શકું નહીં. વેદનાના ઊંડા દરિયાને તાગી શકું નહીં.
સદાય ન માંગેલું મળતું રહે મને, ઈચ્છેલું ક્યારેય માગી શકું નહીં. ક્ષણ, બે ક્ષણ રાહત મળે જરા, પણ ખુદથી તો સતત હું ભાગી શકું નહીં. વેદનાના ઊંડા દરિયાને તાગી શકું નહીં.
બની શકું જો વાંસળી તો સૂર એ રેલાઉં! પણ વિંધાવું ન કદી તો વાગી શકું નહીં. રહીને મૌન નિરંતર સાંત્વના પામું, વાણીના તીર અમસ્તાં તો દાગી શકું નહીં. વેદનાના ઊંડા દરિયાને તાગી શકું નહીં.
અંજના ગાંધી “મૌનું” વડોદરા
*NOG સાહિત્ય સરિતા (1)N O G no-0042પ્રકાર-અછાંદસ કવિતાવિભાગ-પદ્યશીર્ષક-વિરહ
તારા વિરહની વેદના મેં જાણી, બનીને અજાણી.તને નજીક ન જોતાં, તારા સપનામાં ખોવાણી.અતીતની અટારીએથી, સ્વયંને ફૂટી વાણી. હા.. તું શું કરે છે? એય! રાજા વગરની રાણી.
પૂજા કાનાણીમીઠાપુર.
તમારી દરેક વાતને યાદ રાખવી અમને ગમે છે,તો એ ભૂલાય કેમ?
તડકામાં રૂમાલથી મોઢા પરનો પરસેવો લૂછતાં નજરોનજર જોયા,તો એ ભૂલાય કેમ?
પહેલી મુલાકાતની તો વાત જ શું કરવી? સોગાતો યાદ છે;તો એ ભૂલાય કેમ?
અમારા હિત માટે બધું પડતું મૂકતા અમારા જીવનમાં તમારા મૂલ્યને ; ભૂલાય કેમ?
એકીટશે ન જોતાં પણ મારો આદર કરતા મારા પહેલા પ્રેમને ;ભૂલાય કેમ?
અમે તો જવાબ નથી આપી શકતા પણ તમારી ખામોશીને પણ ; ભૂલાય કેમ?
મારા દરેક સવાલનો જવાબ જરૂર આપશો એ વિશ્વાસને પણ ; ભૂલાય કેમ?
બધી વાતની જાણ છે છતાંય અજાણ બની રહેતા આ વિરહને; ભૂલાય કેમ?
✍ નાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”
– માંડવી કચ્છ
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ સમાચાર
સાહિત્ય સરિતા ગ્રુપ ૧ માં ડૉ.અનીરુદ્ધભાઇu વ્યાસ.નડિયાદ વાળા નું હાર્દિક સ્વાગત છે…તેઓની વિશેષતા એ છે કે તેઓ ઓછી મિનિટ માં કોઈપણ વિષય ઉપર તાત્કાલિક કોઈપણ રચના.કૃતિ લખી શકે છે..એટલો વિશાળ સાહિત્યિક શબ્દકોશ નું તેમનું તબીબી વ્યસ્ત હોવા છતાં છે જ અદભુત છે..જેમનો NOG SS No : 0082 આપવામાં આવે છે..સૌ સભ્યો વતી હાર્દિક સ્વાગત છે[
NOG SS No : 0082
વિરહ
શબ્દે શબ્દ આપના ગુંજતા વેણનજરો માં ઘૂમે છે આંસુ ભેરપાલવ ઓઢી નજર મા શોધીહથેળી માં જોઉં તુજ વદનમન ભરી ને માણતી તુજ નજરછલકાયા પ્રેમ પાણી ની જેમસમય ને જોતાં થાકી નજરતું સંતાયો ઘડીક મુજ અંદરરિસાઈ ગયાછે મુજ ગગનપવન મા વસ્યા છે મુજ વચનયાદ નાં સંભારણા મને પૂછેવિરહ નાં વહાણ ખૂબ ડગે ડૉ. અનિરુદ્ધ વ્યાસ.નડિયાદ25/12/20
************************
NOG SS No : 0082 ચાહનાગુલાબની કળીમાં દરેક પાંદડેતારું હસતું મુખ મે જોયુંતારા હસતાં ગાલમાં રુડીમેં નાનું તારું ખંજન જોયુરૂપાળા વાળની લટો માં વાલીમેં મારુ ચમકતું મુખડું જોયુહસે તારો પ્રેમ મને ભલે થોડોપારસ સમાન મે તેને ગણ્યોતારી ચાહત ભલે થોડી જોઇમને મારી મંજિલ તે ગણીચાહું તો હુ તનેજ સરિતાવહેતી નદી તો નીર ગણીશ ડો.અનિરુદ્ધ વ્યાસ.નડિયાદ
: ડો. અનીરુદ્ધભાઈ વ્યાસ આજે આપણા ગ્રુપ માં આવતા ની સાથે વીતેલા વર્ષની યાદો ઉપર પોતાની રચના મૂકી છે..વ્યાસ સાહેબ ને વિનંતી કે આપણા ગ્રુપ માં કોઈપણ રચના ફોર્મેટ માં મૂકવાની હોય છે..ફોર્મેટ નીચે પ્રમાણે છે…NOG SS No :વિભાગ/પ્રકાર :: ગદ્ય કે પદ્યશિર્ષક ;(ત્યારબાદ આપની રચના.કૃતિ)નીચે આપનું નામ.શહેર નું નામ.ત્યારબાદ seprate aapni foto આપણાં ગ્રુપ ના નિખાલસ મુક્ત ભાવે રજુવાત કરતા છાયા શાહ ના હાઈકુ.મુક્તક બાબતે દાદી શા e ખુબજ સુંદર રીતે સમજણ આપી..દરેક સભ્ય એ આ સમજવા જેવું છે કે મુક્તક,હાઈકુ,માઇક્રો ફિક્શન,વાર્તા,લેખ…ના શબ્દ કોષ પ્રમાણે શું શું ફરક હોય શકે…દાદી શા નો ખુબ ખુબ આભાર….
જરૂર અભિનંદન સર્વેને પણ શબ્દો ને કાવ્યમાં ઢાળો..શબ્દોનો ભંડોળ છે આપણી ભાષામાંને વ્યાકરણ ., વિરામ ચિહ્ન માં હજુ બહુ જ ગરબડ છે..કવિઓને તેની કવિતા વાંચો…નવું શીખવા મળશેજ.
[12/28, 10:53 PM] Maya Desai.Bombay.MeM.NOG: હાર્દિક અભિનંદન વિભૂતિબેન, વર્ષાબેન અને પલ્લવીબેન ને