ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ માં આજે ” એકરાર,સ્વપ્ન સંસાર,સપના જેવો સંબંધ વિષય અંતર્ગત ગ્રુપ ના સભ્યો ની પદ્ય રચનાઓ…
પદ્ય વિભાગ
NOG SS No. 0059
જયકાન્ત એસ ઘેલાણી ” પ્યારે”.
વિભાગ હાઈકુ.
શબ્દૉ :- એકરાર, સ્વપ્ન સંસાર,
સપના જેવો સંબંધ.
શીર્ષક:- હાઈકુ.
હું શાને માટે
કરે તે એકરાર
ભૂલ છે તેની.
જોડે બધાની
સંબંધ સ્વપ્ન તણો,
જેવો રાખવૉ.
એક દિવસ
સ્વપ્ન મહીં સંસાર
જશું છોડીને.
છું હું નિર્દૉષ
એકરાર શા માટે
કરું દોષોનો.
સંત ને સતી
સ્વપ્નું કદી સંસારનું
વિચારે નહિ.
વિચારવું શું ?
કર્યા પહેલાં તો
એકરાર તે.
©️જયકાન્ત એસ ઘેલાણી
પ્યારે”. બોરીવલી.
તા.16.12.2020.
NOG SS.No. 0023
વિષય :- સ્વપ્ન સંસાર
પ્રકાર :- પદ્ય
શિર્ષક :- હંસલો
“હંસા” કેરો હંસલો ઉડી રે.. ગયો…(૨)
માયા કેરી મમત છોડી ગયો… રે…
“હંસા” કેરો…હંસલો…
કુટુંબ કબીલો સ્નેહથી ભરેલો…
સહુનો હાથ છોડાવી ગયો રે…
“હંસા” કેરો… હંસલો…
નાના પ્યારા બાળ ખોળો રે.. ખૂંદતા
મોહ એ જગતનો ત્યાગી ગયો.. રે…
“હંસા” કેરો.. હંસલો…
શાંત, સ્વભાવ પ્રસરે ચારે કોર…
લોક સહુને પ્રેમે રડાવી ગયો… રે…
“હંસા” કેરો.. હંસલો…
પ્રભુ સ્મરણતાં દિલમાં સદાય…
નમન કરી શરણમાં ગયો.. રે…
“હંસા” કેરો.. હંસલો…
ઉડતાં ના લાગશે વાર.. હંસલા…
સ્વપ્ન સંસાર સમજાવી ગયો રે…
“હંસા” કેરો… હંસલો…
છાયા શાહ.. મુંબઈ.
તા. ૧૩/૧૨/૨૦૨૦ નાં મમ્મી હંસાબહેનનાં દેહપરિવર્તન નિમિત્તે સાદર.🙏🏻
NOG સાહિત્ય સરિતા
NOG SS No: 40
પ્રકાર: પદ્ય
શીર્ષક : એકરાર
કરી દીધું સઘળું સમર્પિત સાગરને; સરિતાએ,
કિધો કોઈ દિ’ એણે એકરાર?
ઊજળું આ જગત સૂરજ-ચાંદ થકી,
બાકી તો સઘળું ન ભાસે ભેંકાર?
કાંટાને તો કરવી’તી રક્ષા ગુલાબની!
છતાંય; પામ્યોને એ તિરસ્કાર!
કહે સૌ, “માંગ્યા વગર ન પીરસે ‘મા’ ય!!”
તથ્ય છે, માંગ્યા વગરેય એ પિરસે ધરાર!
સમર્પણ આવા કેટલાંય વગર કર્યે એકરાર!
કિંતુ સાતત્ય ખરું એમાં જ; ઉભરાય અપાર!
✍️વૈશાલી મહેતા.
NOG સાહિત્ય સરિતા ( ૧ )*
NOG No.- 0039
પ્રકાર – પદ્ય – અછાંદસ
શીર્ષક – સપનાં જેવો સંબંધ
કાચા પાકા પાપડ જેવાં ક્યારેક, અધકચરા સંબંધો,
નહીં શાશ્વત, નહીં સત્ય એવાં,સપનાં જેવા સંબંધો,
બંધ આંખે દેખાય ભલા, પણ આંખ ખૂલે ત્યાં છૂમંતર!
હાથમાંથી સરી જતી રેતીની જેમ સરકી જતાં સંબંધો,
વાવ્યાં બીજ લાગણીનાં તો ય કાંટા સંગ ઉગે સંબંધો,
મોહ પમાડી ભરડો લઈ લે, તો ય ન છૂટે આ સંબંધો!
સ્વાર્થના સૌ સગપણ તો પણ મધુરા લાગે સંબંધો!
સંસાર અસાર, તો ય લલચાવે,મીઠાં મધ જેવા સંબંધો,
વીતી જાય રાત,ખૂલી જાય આંખ, ભૂલાઈ જાય સપનાં,
ખરા સમયે ખોવાઈ જાય,શોધ્યા ના જડે એવા સંબંધો!
કોઈ સારા કોઈ નઠારાં,કોઈ સાચા કોઈ ખોટા!
મળ્યા ભાઈના મેળ જેવાં, નિભાવી લઈએ સંબંધો.
પ્રફુલ્લા”પ્રસન્ના”
અમદાવાદ
NOG સાહિત્ય સરિતા
NOG SS NO – 0056
વિભાગ : પદ્ય,
શીર્ષક: સ્વપ્ન જેનો સંબંધ.
🤔 ‘મા’ ક્યાં છે તું ‘મા’ ????🤔
🤔 ‘મા’ ક્યાં છે તું “મા” ? 🤔
પપ્પા રાતદિવસ સૂતા નથી ,
ઘરમાં બિલકુલ ટકી શકતાં નથી.
🤔 ‘મા’ ક્યાં છે તું ‘મા’ ?🤔
સોનલને ક્યાંય ચેન નથી.
ઘરમાં એકલી રહી શકતી નથી .
🤔 ‘મા’ ક્યાં છે તું ‘મા’ ?🤔
લાડુ શોધે છે.. સઘળે તુજને,
હરઘડી યાદ કરે છે… તુજને.
🤔 “મા’ ક્યાં છે તું ‘મા’ ?🤔
મનાલી ખૂબ વલખાં મારે છે,
તારા વીના કંકાસ કરે છે.
🤔 ‘મા’ ક્યાં છે તું ‘મા’ ?🤔
હેમો ખૂણાઓ શોધે છે ,
હૃદય હલકું કરવા માટે.
🤔 ‘મા’ ક્યાં છે તું ‘મા’ ?🤔
તુજ વિણ નથી આરામ અંશુને,
અંશ અને હિમાંશ દાદી ને શોધે છે.
🤔 ‘મા’ક્યાં છે તું ‘મા’?🤔
નથી ભાન તારા દિનકરને,
આમ તેમ તને જ શોધ્યાં કરે છે.
🤔 ‘મા’ ક્યાં છે તું ‘મા’ ?🤔
મનમાં ને મનમાં બબડ્યાં કરે છે,
હરપળ તને ઈચ્છ્યાં કરે છે.
🤔 ‘ મા’ ક્યાં છે તું’મા’ ?🤔
તું જ વીના નથી કોઈ પ્રસંગ કે તહેવાર,
કેવી રીતે કરીએ આનંદ અને વહેવાર ?
🤔 ‘મા’ ક્યાં છે તું’મા’ ?🤔
હવે સુના છે ઓરડાં ને સુની છે દીવાલો !
હવે તો ઘર પણ સૌને ડંખ્યા કરે છે.
🤔 ‘મા’ ક્યાં છે તું’ મા’ ?🤔
સ્વપ્ન જેવો સંબંધ રહી ગયો “મા’
🤔’મા’ ક્યાં છે તું ‘મા’🤔
❤રંગીન કાગડો❤
**†************†***********************************
NOG. – સાહિત્ય સરિતા
NOG SS No. – 0017
પ્રકાર – પદ્ય
શબ્દ – સ્વપ્ન સંસાર
શીર્ષક :: તને
હૈયાનાં હીંચકામાં હિલોળ્યો છે તને,
દિલનાં એક ખૂણામાં મૂક્યો છે તને.
હથેળીની રેખામાં દેખાતો નથી કશે,
મનના માળિયામાં સંઘર્યો છે તને.
કેમ આવ્યો મારા જીવનમાં ના પૂછ,
બળબળતા બપોરમાં બાળ્યો છે તને.
ના કર્યો પ્રેમનો એકરાર કદી પણ,
સ્વપ્ન સંસારમાં સદા ચીતર્યો છે તને.
છુપાવ્યો, દબાવ્યો, સંઘરવો પડ્યો,
કેટલાય કારણે મેં, રખડાવ્યો છે તને.
છો તેજના શ્વાસે શ્વાસ પળે પળમાં
જન્મોજનમનો પ્રેમી કહ્યો છે તને, તને, તને.
- તેજલ વઘાસીયા (ઉમરાળી, જૂનાગઢ)
†***************†*************************
NOG સાહિત્ય સરિતા (૧)
NOG SS No. 0018
પ્રકાર :- પદ્ય – અછાંદસ
શીર્ષક:- સપનાં જેવો સબંધ
તારો ને મારો આ કેવો અનોખો નાતો!
સાંજ પડે અને સ્વપ્ન બની તું મળવાને આવે.
વહેલી સવારે આંખ ખુલે ને,
તું ઝાકળ બની ઉડી જાય.
વહેલી સવારની ચાનાં કપમાંથી નીકળતા, ધૂમાડામાં તારી તસવીર દેખાય,
ને જેવાં ચશ્માં સાફ કરી તને નિહાળું ,
તો તું હવા બની ઉડી જાય!
રાત આખી તારી યાદોમાં વિતી જાય,
ને દિવસે તું આંસુ બની આંખેથી ટપકી જાય.
બસ તારો ને મારો આવો,
સપનાં જેવો સબંધ છે!
બની સપનું તું પ્રેમ જતાવી જાય,
ને કરું કોશિશ તને અડકવાની,
ત્યાં આંખ મારી ખૂલી જાય !
✍🏻-©️ ભરત રબારી
(માંગરોળ, જી. જુનાગઢ)
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ
[12/23, 7:21 PM] Pradip Raval: આજે “વિરહ,વેદના,ચાહના” સંયુક્ત શબ્દ વિષય રૂપી રચનાઓ નો વરસાદ આપના સાહિત્ય રસિકો ની વરસ્યો…વાહ..ખૂબ સરસ…[12/23, 7:46 PM]
Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: દીપ પ્રગટાવીે ને પ્રદીપ ભાઈ એ બધા ના દિલ માં એક લખવા ની અખંડ જ્યોત પ્રગટાવી દીધી છે[12/23, 9:02 PM] Pradip Raval: ઘનશ્યામ ભાઈ (મામા)….ખરેખર…સ્ટેજ ગમે તેટલું સોનાનું હોય પણ તેની ઉપર અભિનય કાર,કલમ કાર,જો સર્વ સાહિત્ય ગુણ પાઠશાળા ના વિદ્યાર્થી સમજ વાળા સંપન્ન ના હોય તો?….સાહિત્ય સરિતા ગ્રુપ ની અખંડ જ્યોતિ માં ઘી પૂરનાર ગ્રુપ ના આ સાહિત્ય દેવી માં સરસ્વતી ના પુષ્પો (નામ જેવા ગુણો સાબિત કરનાર) જેવા..કે .જયશ્રી,જીજ્ઞા,વિભૂતિ, રૂતુંભરા,ઝરણાં,ચાંદની,સપના, જ્યોતિ,લીના,અરુણા,કૌમુદી, દીપ્તિ,કલ્પના,ઉર્વશી,રાગિણી,આરતી,પૂજા,વર્ષા,હર્ષા,છાયા, વંદના, પ્રફુલ્લા, જયકાંન્ત્,ઘનશ્યામ,મેહુલ,કિશોર,દિનકર,જયેશ,સંજય,મનોજ,ચેતના,પ્રવિણા,શીલા,ભાવના,મીના,ભવાનજી,ગીતા,શ્રદ્ધા,મૈત્રી,રેખા,નયના,પ્રીતિ,હેમલતા,મેઘલ,વૈશાલી,તેજલ,જ્યોતીન્દ્ર,પ્રકૃતિ, રીટા,અંજના,શ્વેતા,અને બધાજ નામ એવા ગુણો સંપન્ન શબ્દો થકી પાથરતા વિસ્તૃત…દરેક સભ્ય’ વિષય” જ મારે માટે છે. મારા આપેલા વિષય શ્રી ગણેશ થી શરૂ કરતાં એક એક રચના ચડિયાતી આવી છે. અને તે કસબીઓ મારા હૃદય ને જીતી લીધું છે… ” ઘરના ગણેશ,દિવાળી,સમય ના વહેણ,સથવારો,,તોતા મેના કી કહાની,પર ભવ ની પ્રીત,ચાલ જીવી લઈએ)(એકરાર,સ્વપ્ન સંસાર, સપના જેવો સંબંધ) અને હવે….”વિરહ,વેદના,ચાહના”…..કેટ કેટલું સરસ હૃદય ના ભાવ થી લખવા વાળા તો લખે છે….છે કેટલાક પ્રોફેશનલ પ્રેક્ષક જેવા પણ મેમ્બર…. પણ બિન પ્રોફેશનલ સાચા સાહિત્ય પ્રેમી તો વિષય ની રાહ જોતા જોતા દુકાન માં ઘંટી ચલાવતા પણ રચનાઓ લખી ને ગ્રુપ માં મૂકે છે…..સૌનો અંતર થી આભાર… આપણાં ગ્રુપ ની પ્રશંસા માં કોઈ સર્વે સાહિત્ય લેખકો નો સામૂહિક સરખો હિસ્સો છે અને રહેશે…[12/23, 9:12 PM] Vibhitiben Desai: વાહ ભાઈઅમને આ ગૃપ માં ઘણું શીખવા મળ્યું.તમે વિષય આપો ને દાદીશા ભૂલ સુધારી શીખવાડે ને અમે થઈએ હોંશિયાર.સૌ સ્વસ્થ રહો લખતા રહો.વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા[12/23, 9:13 PM] Jaykant Ghelaani.MeM.NOG: પ્યારે’ હૉય સુકાની જેના સબળ,તે સફર હંમેશા સફ્ળજ હોય.🌈[
12/23, 9:30 PM] Pradip Raval: મારી એક જ મહેચ્છા કે આમ બાળપણ ની જેમ ઘરઘટ્ટા મોટ પણ માં પણ રમતા રમતા એક બીજા ના સ્નેહે,સહાનુભૂતિ,વિચારો થી,વિશાળ હૃદય થી પરસ્પર પૂરક બની એક સાહિત્ય સરિતા કુટુંબ ભાવના કેળવી આનંદ પ્રમોદ કરતા ” પ્યારે ” થઈએ એ જ અભિલાષા….સંજય દ્રષ્ટિ જેવા સુકાનીઓ માં ” પ્યારે,દાદી શા,વંદના,વિભૂતિ,કલ્પના….અને “ઘનશ્યામ”ખુદ આપડી સાથે હોય ત્યાં શું ઘટે.[12/23, 9:41 PM] Pradip Raval: ૩૫ વર્ષે મારા અંતર ભાવ ના પડદા આપણાં ગ્રુપ લેખક ભાવ અને,દાદી શા પ્રેરણા રૂપી શબ્દો થી ખુલ્યા ને મે સથવારો તેમજ મારા જીવન માં બનેલી સત્ય ઘટના ઉપર ગદ્ય,પદ્ય લખી શક્યો…આંતર સ્પૃહા ના બીજ પુરણ સહયોગીઓ નો અંતર થી આભાર.
[12/23, 9:50 PM] Pradip Raval: ગ્રુપ ના સર્વે નાના,મોટા ને એક નમ્ર વિનંતી કે કોઈપણ વિશેષતા આપની ગ્રુપ ને પ્રેરણાદાયી હોય તો કોઈપણ શરમ વિના પોતીકો પરિવાર સમજી ફોટા સાથે અહેવાલ બનાવી બધા સાથે ગ્રુપ માં શેર કરો…તમારા એકલાના એફ બિ પર જોવા મળે ત્યારે એમ થાય કે ગ્રુપ માં કેમ નહિ..કોને ગમશે કે નહિ તેવા વિચારો મન માં ના લાવો…..હું આજે કલ્પનાબેન ત્રિવેદી ને ગ્રુપ માં તેમના જન્મદિન નિમિત્તે વિતાવેલ દિવસ નો ફોટા સાથે અહેવાલ મૂકવા લાગણી સભર આદેશ કરું છું…..એમને સૌને આનંદ થશે…
.[12/23, 9:53 PM] Kalpanaben Trivedi.MeM.NOG: *નિમિત્ત માત્ર સેવા અભિયાન* આજે કલ્પનાબેન ત્રિવેદી(નિવૃત્ત આચાર્ય શાળા નંબર ૧૧ જોરાવરનગર ,સુરેન્દ્રનગર) એમના જન્મદિવસ(૨૩/૧૨) નિમિત્ત ઝૂંપડપટ્ટીના બાળકો ને ભરપેટ દાળ પકવાન નો નાસ્તો કરાવવામાં આવ્યો.🌹🌹🌹[12/23, 9:53 PM] Kalpanaben Trivedi.MeM.NOG: હું આવી રીતે ઉજવું. આ ફાઉન્ડેશન માં હું સભ્ય છું. રોજ સરસ જમાડીએ.રકમ લખાવી દેવાની.આજે મારા તરફથી હતું. પિઝા,પાઉભાજી, પુરી શાક,દાબેલી, ભેળ,ફ્રાઇડ રાઈસ, ફ્રુટ બધું જ જમાડીએ
[12/23, 10:00 PM] Pradip Raval: કલ્પના,શ્રદ્ધા,વંદના દયાળ.. વર્ષા જાની આપના ગ્રુપ ના શિક્ષણ સાથે સંકળાયેલ.ઘણા હશે હજુ…અને દાદી શા….લગભગ ૫૦ વરસથી વધારે શિક્ષણ પ્રવૃત્તિઓ માં તરબોળ….અવિરત આજે પણ યજ્ઞ તેમનો ચાલુ….[12/23, 10:03 PM] Kalpanaben Trivedi.MeM.NOG: આ જુના છે પણ આજે ખુશી વહેચુ છું ..બધાએ ખૂબ સહકાર આપ્યો. આપણા ગૃપ ના અરુણાબેન ત્રિવેદી મારા મોટાબહેન નો ખૂબ સહકાર મળ્યો છે.[12/23, 10:06 PM] Pradip Raval: મને આજે પાકો અનુભવ અરૂણાબેન ની પણ અંગત સેવા ભાવના નો થઈ ગયો…આભાર તેમનો પણ[12/23, 10:10 PM] Kalpanaben Trivedi.MeM.NOG: પ્રદિપ ભાઈ, વ્યક્ત થવાની તક આપવા બદલ ઋણી રહીશ.ઇશ્વર બધું કરાવે. આપણે નિમિત્ત માત્ર. એકલા હાથે કંઈ ન થાય. સમાજ એક વિશ્વાસ સાથે સહકાર આપે છે.[12/23, 11:02 PM] Aruna Trivedi.MeM NOG: 🙏આપની લાગણીનો હૃદયસ્પર્શ થયો અને કલ્પનાબેનને ખુશી મળી.ગ્રુપ પોતીકું જ છે તે સુખદ અનુભવ થયો.🙏 આભાર🙏