*દિવાળી..*
*નાની નાની કાલી કાલી**મારી ભાષા કેરી વહાલી..**દિવાળી..!*
*અગિયારસે બા પૂજતી**ઉંબરા ને કરતી સાથિયા..**તોરણ બાંધતી ઘર સજાવતી**રંગોને આવકારતી..!*
*વાઘબારસનો*મહિમાં કહેતી**સંભળાવતી અને સમજાવતી,**ગૌવત્સ દ્વાદશી ને સરસ્વતી**પૂજાય..!*
*ધનતેરસને દિવસે કરતી કરાવતી**સૌ પાસે લક્ષ્મીને સૂવર્ણની આરતી,**પૂજા..!*
*કાળી ચૌદસે કકળાટ કાઢતી**નજર ઉતારતી,આંખે મેશ આંજતી,**હરખાતી..!*
*દિવાળીએ ચોપડાને શાહી કિત્તા**મૂકાતા ગાદીએ, કહેતી થશે ધંધા વતી,**ખ્યાતિ..!*
*નવા વર્ષે શુકનનું સબરસ લેતી**નૂતન વર્ષાભિનંદન* *કહેવડાવતી,**હેત વર્ષાવતી..!*
*બા હવે ક્યાં છે, મારી એ દિવાળી..?**મારી નાની નાની કાલી કાલી**મારી ભાષા કેરી વહાલી *દિવાળી*!*
*દિવાના પ્રકાશે, કરશું દૂર જાતિ પાતિ**અજ્ઞાનતાનો અંધકાર,અને લાવીશું વિશ્વ શાંતિ,**મધમધતી..!*
*બા તે હશે મારી વહાલી *દિવાળી**જ્યોત ઝગમગશે ને જ્ઞાન મઘમઘશે,**પ્રગટશે જ્ઞાન જ્યોતિ..! *
*બા તે હશે મારી વહાલી *દિવાળી*!*
*જયશ્રી પટેલ**૧૧/૧૧/૨૦૨૦*
દઇ અજવાળું જાત જલાવી,અંધારી આ રાત ભગાવી, ઉજવી લઇએ રોજ દિવાળી.
મનના મેલા ભેદ ભુલાવી,હૈયા સાથે હૈયું મિલાવી, ઉજવી લઇએ રોજ દિવાળી.
ખાલીપાને દૂર ભગાવી,હૈયે હરખના રંગ પુરાવી, ઉજવી લઇએ રોજ દિવાળી.
માનવતાનો દિપ પ્રગટાવી,શાંતિનો સંદેશો ફેલાવી, ઉજવી લઇએ રોજ દિવાળી.
હળવા હેતે દ્વાર સજાવી,ભીતરથી પણ ભીતર આવી, ઉજવી લઇએ રોજ દિવાળી.
મેહુલ ત્રિવેદી ખેરાળી.
***********************†*****
NG/0044વિભાગ:- પદ્ય.દિવાળી.
૧. આવી દિવાળી પ્રસારતી ઓજસ રહો મોજમાં.
૨. આવી દિવાળી પ્રેમરુપી તેલથી પ્રકાશે દીવો.
૩. આવી દિવાળી ઝગમગે દીવડો ઘર આંગણે.✍️વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા*
*********************************
NOG number – 0068વિભાગ – પદ્યમૌલિક રચના શીર્ષક – દિવાળી*_~
આજકાલ કરતા કરતા આવી જશે દિવાળી, વરસ રાહ જોતાં આવી જશે દિવાળી….
ખ્રિસ્ત ઉજવે નાતાલ, ઈદ ઉજવે મુસ્લિમ,સૌ ભેગા મળતાં આવી જશે દિવાળી…
કાળા – ધોળા , લાંબા – પાતળા સૌ એક ,કાર્યકારણથી ભેગા થતા આવી જશે દિવાળી…
ગરીબ – ધનવાન બંનેના ઘરમાં થશે રોશની,દીવો પ્રગટાવતા પ્રગટાવતા આવી જશે દિવાળી…
આમ તો આખો વરસ છે દિવાળી, ધારીએ તો શેઠ નહિ તો ભિખારી..
પૂર્ણવિરામ છે દુઃખો પર આજે તો,સૌને ભેટતાં ભેટતાં આવી જશે દિવાળી…
એકાદશી, બારસ, ધનતેરસ ઉજવતાં ઉજવતાં ,પૂનમના શુભ દિવસે આવી જશે દિવાળી…
થાક્યો પૂનમના ” ચાંદ ” ને હું નિહાળી નિહાળી,ફટાકડા ફોડયા ને આવી ગઈ દિવાળી..!!
✍ નાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”
– માંડવી કચ્છ
બહું સરસ અભિનંદન, ન્યૂઝ સાથે સાહિત્ય ને પણ અવસર પ્રદાન કર્યું છે