નુયુઝ ઓફ ગાંધીનગર*સાહિત્ય સરિતા-૧** ચિત્ર પરથી પદ્ય ,ગદ્ય અને લેખ સ્પર્ધા ક્રમાંક ૧ નું પરિણામ*🌹🌹🌹🌹🌹🌹
*પદ્ય* *અ*
*૧)* *નામ* *ડો.રેખા શાહ*
*NOG S S No:*0034*
*શીર્ષક* *તું અને હું*
*૨* *નામ*-*શ્વેતા તલાટી*
*NOG S S No:*0078*
*શીર્ષક* *તારું સ્મરણ*
*૩*
*નામ*-*પ્રફુલ્લા પ્રસન્ના*
*NOG S S No:*0039*
*શીર્ષક* *ચંપા સંગ કેળ*
*૪*
*નામ*-*કલ્પના ત્રિવેદી*
*NOG S S No:*0019*
*શીર્ષક*લાગણીનો સાદ*
*પદ્ય* *બ* *નામ* *દિપ્તી પટેલ*
*NOG S S No:*0010*
*શીર્ષક*મુલાકાત*
*૨* *નામ*-*મેહુલ ત્રિવેદી*
*NOG S S No:*0015*
*શીર્ષક* *અપેક્ષા*
*૩*
*નામ*-*વૈશાલી જે મહેતા*
*NOG S S No:*0040*
*શીર્ષક* *આનંદ ઓળ ધોળ થયાનો*
*૪*
*નામ*-*જ્યોતિ આચાર્ય* *૨* *ઋતભંરા વિશ્વજીત* *ઋત્વિશ્વ*
*NOG S S No:*0027* *NOG S S No: 0077*
*શીર્ષક*સજનવા* *૨* *ઝાલીને એકમેકનો હાથ*
*ગદ્ય*૧ )। *નામ*જ્યોતીન્દ્ર મહેતા*
*NOG S S No:* *0022*
*શીર્ષક* *સાથ*
*૨* *નામ*-*શ્રધ્ધા ભટ્ટ*
*NOG S S No:*0055*
*શીર્ષક** *જીવન સંગિની*
*૩*
*નામ*-*પ્રકૃતિ શાહ*
*NOG S S No:*0048*
*શીર્ષક* *સંગાથ*
*૪*
*નામ*-*સંજય તરબદા*
*NOG S S No:*0052*
*શીર્ષક* *ટ્યૂનીંગ*
* *સર્વે વિજેતાઓને હાર્દિક અભિનંદન* *આયોજક અને એડમીન પેનલ*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*પદ્ય**અ**૧*
NG NO. : 0034વિભાગ : પદ્ય (અછાંદસ રચના)શીર્ષક : તું અને હું
તું અને હું,એકલાં એકાંતમાં..ને ઉછળે ભીતરેલાગણીઓનાં દરિયા!
થીજેલાં સમયમાં,થયો સ્પર્શ જ્યાં,તારાં જાદુઈ ટેરવાંનોઉગી નવી કૂંપળોહૈયાંની હાટડીએ!ને સ્ફૂર્યા સ્પંદનોમારાં રોમરોમમાં!
સળવળી ઉઠી આજસૂતેલી ઈચ્છાઓમરોડીને આળસ એકાંતમાં..હૈયાંની સાક્ષીએ આપું વચનપરોવીને હાથમાં હાથચાલશું પ્રિયે સાથે-સાથે,આમ જ જન્મોજનમ!હું ઓગળું તારામાંને તું મારામાં!!
— ડૉ. રેખા શાહ
************************************†**
૨)
છંદ બંધારણ – ગાલગાગા ×3 ગાલગા NG 0078પ્રકાર – પદ્યશીર્ષક – તારું સ્મરણ
ગાલ પર આવી લટો.ત્યારે થયું તારું સ્મરણ;મારી ઉલઝી તે ક્ષણો,ત્યારે થયું તારું સ્મરણ.
હાથમાં લઈ હાથ કેવા આપણે ફરવા જતાએ વિચાર જ્યાં સળવળ્યો, ત્યારે થયું તારું સ્મરણ.
આ દુપટ્ટો સરકી હળવેથી ઉડ્યો, મહેકી હવા;ને પવન માદક હતો,ત્યારે થયું તારું સ્મરણ.
હસવું આવ્યું આમ કંઇ કારણ વગર હું શું કરું? ગાલ પણ ભીનો થયો ,ત્યારે થયું તારું સ્મરણ.
વૃક્ષની ફરતે લતા કેવી છે વળગેલી અહીં;ને પવન ઝૂમી ઉઠ્યો ,ત્યારે થયું તારું સ્મરણ.
બેઠી જ્યારે હું સમંદરના કિનારે એકલી; શંખ રેતીમાં સર્યો,ત્યારે થયું તારું સ્મરણ. આમ તો “શ્વેતા” તને ક્યારેય ભૂલે ના છતાં;યાદમાં ડૂબી પળો, ત્યારે થયું તારું સ્મરણ.
ગીત મેં જ્યારે ય સુંદર સાંભળ્યું , મન ડોલ્યું ને! તાર દિલનો રળઝળ્યો, ત્યારે થયું તારું સ્મરણ.
– શ્વેતા તલાટી*
****†***********************************
(૩)
*N O G સાહિત્ય સરિતા(૧ )**N G No. – 39**વિષય – ચિત્ર પરથી રચના**પ્રકાર – પદ્ય – અછાંદસ**શીર્ષક — ચંપા સંગ કેળ*
મળે હાથથી હાથ તો મળી જાય હસ્તરેખાઓ,મળે જીવનભરનો સાથ તો મળી જાય નક્ષત્રો,
પકડી હાથમાં હાથ, ભરીશું પગલે પગલું સાથે,હોય સુખ કે દુઃખ,જીવીશું જીવન સદાય સાથે,
ભલે ના મળે સંસાર, માત્ર ચાહું તારો સુંદર સાથ,હોય તારો સુંદર સંગાથ, સરળ બનશે જીવનપથ,
છલકાય સુખ અપાર, જીવન જાણે સુંદર સ્વર્ગ!તરબોળ થઈ જાય તનમન એવો પ્યારો તારો સહવાસ,
બે તન પણ મન એક, જાણે ઝૂમે ચંપો ને કેળ,જન્મોજન્મની પ્રીતડી વ્હાલાં, કેવાં રૂદીયાનાં મેળ!
સાથ છે સાત જીવનનો, કદી ન છૂટે હાથથી હાથ,નજરથી નજર કરે અનકહી વાતો,હૈયું પૂરે સાદ!
*પ્રફુલ્લા”પ્રસન્ના”*અમદાવાદ*
********†*******************************
૪)
*Nog સાહિત્ય સ્પર્ધા* *NOG 19* *વિષય..ચિત્ર પરથી* *રચના* *પ્રકાર.. પદ્ય* *શિર્ષક..લાગણીનો* *સાથ* *નામ.. કલ્પના. ત્રિવેદી*
બિછાવી છે એક બાજી,
મૂકી છે દાવમાં સંબંધોની શતરંજ,
એક પ્યાદું જો ચાલ્યું આડું
તો હાર નક્કી છે *લાગણીની,*
સીધા ચાલશે જે પ્યાદાંએ વહેલા નિકળી જવાના,
જમાનો છે અળવિતરી ચાલનો,
અહીં ચાલશે કૂટનિતી ની રમત,
ચાલશો જો પ્રેમ તણી ચાલ,
ઉડાડવા બેઠી છે નફરતની કુકરી,
આ સંબંધોની શતરંજ ફેલાઈ એવી,
મ્હાત કરવા એકબીજાને જે છે ઘરનાં,
રાખીએ એક નિયમ,,,, હું હારું તો તું મારો,ને હું જીતું તો તારું સઘળું!
નહીં કોઈ રાજા કે સિપાઈ,
નહીં કોઇ ઉંટ કે અશ્વ,
આપણે એકબીજાના,આ આપણુ વિશ્વ.
પ્રેમ ની ચાલ ચાલીને જીતી લઈએ જગત.
લાગણીની રમત માં ન કરીએ મારું તારુંસુખ બને સૌનું સહિયારું!!
************************************””””””
*પદ્ય**બ**૧*
NG :- 10વિભાગ :- પદ્યવિષય :- ચિત્ર સ્પર્ધાશીર્ષક :- મુલાકાત
લાલ લીલા પીળા વાદળી રંગોની આપણી ઓળખાણ,ગમતા રંગો એકબીજાનાં પહેરી કરતાં મુલાકાત.
એમ કરતાં પૂર્યાં રંગો સુખ દુઃખના સાથે અભ્યાસ,સ્વપ્નની દુનિયા હતી આવી ઊભી દુઃખોની વણઝાર.
સાથ કેમ હવે છૂટે શું કરીશું ? સતાવે મૂંઝવણ,નહિં માને પરિવાર વિચારતાં થતી ગભરામણ.
એકબીજાથી જુદાઈના વિચારે ભીતર વજ્રઘાત,આંખોથી વરસે શ્રાવણ ભાદો ચિત્તમાં સળવળાટ.
સાચા પ્રેમની સોગંધે રહેજે સજી સોળ શણગાર,પ્રિયતમને હાથ ઝાલી લઈ જઈશ બની ભરથાર.
દિપ્તી પટેલ ‘શ્રીકૃપા’વડોદરા.*
*****************************************૨*
NGOS 0015પ્રકાર:- મુક્તકશીર્ષક:- અપેક્ષા
છે અપેક્ષા એટલી કે હાથ રાખે હાથમાં તું કાયમી સ્થાન આપીને હ્રદયમાં રાખ મુજને સાથમાં તું કાયમી.થઇ ફોરમ ઘર વસાવું , તુજ નયનમાં હું પ્રવેશી પ્રેમથી,હેત રાખી હળવું મુજને રોજ ભરજે શ્વાસમાં તું કાયમી
મેહુલ ત્રિવેદી..ખેરાળી
********†******************************
*૩* ન્યૂઝ ઓફ ગાંધીનગર NoG NO: 40વિષય: ચિત્ર પરથી રચના વિભાગ : પદ્યશીર્ષક : આનંદ ઓળ-ઘોળ થયાનો મુજ શ્વાસમાં તુજ શ્વાસ પરોવાયો;અવસર ફરી આજ એ દિન ઉજવવાનો,આનંદ ઓળ-ઘોળ થયાનો.
સંસારના અવનવા રંગ સાથ જોયા નો,ને; છતાંય એકમેકમાં ઓતપ્રોત રહ્યા નો,ગર્વ છે મુજને; તુજને પામ્યા નો.
અવસર અણમોલ એ ક્ષણ સાંભર્યાનો, મુજ આત્મસમ્માન ની તું ઢાલ બન્યાનો, મસ્તક આ સદાય એટલે આજ ઉંચું,છતાંય ;પ્રેમથી તુજ સમક્ષ નતમસ્તક થયાનો! !
ઉત્સવ….ચંદન અને ઓરિસો ભેગા થયાનો, જલરુપ પ્રેમ વહાવી, પરસ્પર આત્મસાત કરી;સુવાસ ફેલાવનાર બે પુષ્પો ખિલવ્યાનો!!
ક્ષણ, ઘડીઓ, દિવસો, મહિનાઓ..ને સાથ દાયકાઓ પુરા કર્યાનો,દિન આજ ઈશ્વરનો પાડ માનવાનો, તુજ સાથે એણે હસ્તમેળાપ કરાવ્યાનો.
✍️વૈશાલી જે મહેતા.*
**************************************
*૪****અ* *NG No :- 0027*વિભાગ :- પદ્ય ( અછાંદસ )શીર્ષક :- *સજનવા*
હાથ પકડી, આપ્યો હોત સાથ સજનવા,નિઃસ્વાર્થે હૈયું હોત ખોલ્યું સજનવા.
કોરા અંતરપટ ને ઠાલા દેખાવ સજનવા,કેમ નાહક ચીતરવાં ચિતરામણ સજનવા.
હાથમાં સૂરજ રાખી, દીધી દસ્તક સજનવા,છતાં ના પામ્યાં, જીવન હસ્તક સજનવા.
ખાલી ખોરડાં ને કોરા સંબંધ સજનવા,ઝાંઝવાનાં જળ પાછળ ભમ્યાં સજનવા.
આગવી ભીનાશ લઈ તમે ચાલ્યા સજનવા,આંખોમાં સપનાં થયાં બળી રાખ સજનવા.
હૈયું માંગે છે એટલું પૂછવા સજનવા,દિલના દર્દોને કેમ લૂછવાં સજનવા.
—- જ્યોતિ આચાર્ય અમદાવાદ
*****************************************
*૪ *”*”*બ* *NOG/77**પ્રકાર:પદ્ય મૌલિક**વિષય:ચિત્ર લેખન**શીર્ષક: ઝાલીને એકમેકનો હાથ*
શૈશવથી રમ્યા સાથે,જીવન સંધ્યા ટાંણે રહીશું સાથે.
દઈશું જીવનભર એકમેકનો સાથ ,ઝાલીને એકમેકનો હાથ !
યુવાનીમાં કર્યો પ્રચંડ પ્રેમ, એ કેમેય કરી ઓછો થાય એમ ?
દઈશું જીવનભર એકમેકનો સાથ ,ઝાલીને એકમેકનો હાથ !
અન્યોન્યનાં વિચારોનેસ્વિકાર્યા,સારાં નરસાં બનાવોનેપણ આવકાર્યા.
દઈશું જીવનભર એકમેકનો સાથ ,ઝાલીને એકમેકનો હાથ !
પહેલી નજરનાં પ્રેમનીએ શરૂઆત, ક્યારેક ઈશારાઓથીપણ કરી રજૂઆત.
દઈશું જીવનભર એકમેકનો સાથ ,ઝાલીને એકમેકનો હાથ !
શબ્દોનો સહારો હવે છે અપ્રગટ, મૌનની મહેલાત કરી છે અવગત .
દઈશું જીવનભર એકમેકનો સાથ ,ઝાલીને એકમેકનો હાથ !
સતત રાહ જોતી મારી આંખો, હવે તો પ્રેમનાં ઈજહારને બાનમાં રાખો.
દઈશું જીવનભર એકમેકનો સાથ, ઝાલીને એકમેકનો હાથ !
ૠતંભરા વિશ્વજીત *ૠત્વિશ્વ*