*ગદ્ય*
*૧*NG/ 0043નામ : મૈત્રી ઉપાધ્યાયશીર્ષક : પરિવર્તન: સમાજનો ભાગ
ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે સ્ત્રી અને પુરુષને સૃષ્ટિ ચલાવવા માટે બનાવ્યા. ઈશ્વરે સમાજ અને કુટુંબનું નિર્માણ કર્યું. જેમાં સ્ત્રી કુટુંબ સંભાળતી અને પુરુષ બહારના કામકાજ સંભાળતો. આ વિચારધારા ઉપર આખી સૃષ્ટિ ચાલતી હતી.
*”પરિવર્તન એ સંસારનો નિયમ છે”.* પરિવર્તનને અપનાવે એ જ વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે છે. આ લાઇનને પુરવાર કરી આજના બદલાતા યુગે અને લોકોની નવી વિચારધારાએ. મનુષ્યની જીવન જીવવાની વિચારસરણીમાં તદ્દન બદલાવ જોવા મળ્યો.
હવે વાત કરીએ આજના યુગની. આજની સ્ત્રી પણ પુરુષ સમોવડી થઈ ગઈ છે. આ સ્ત્રીને ઘરની ચાર દીવાલોમાંથી બહારની દુનિયા બતાવનાર, તેને એક સન્માન ભર્યું સ્થાન પ્રાપ્ત કરાવવામાં જો કોઈનો વિશેષ અને અમૂલ્ય ફાળો હોય તો તે છે એક પુરુષનો. આજનો દરેક પુરુષ પોતાની પત્ની કે બહેનને કોઈ પણ ક્ષેત્રમાં ઊંચાઈના શિખરો સર કરાવવામાં કોઈ પણ રીતે પાછળ પડતો નથી. પુરુષ પોતે સ્ત્રીનો સહારો બનીને તેની પાછળ અડીખમ ઉભો રહે છે અને દરેક મુશ્કેલીઓને પાછળ મૂકીને સ્ત્રીને દરેક પરિસ્થિતિનો સામનો કરતા શીખવે છે.
આજનો પુરુષ હવે “અત્યાચારી સમાજ”નો પુરુષ નથી રહ્યો.તે સ્ત્રીને સન્માન આપતા સમાજનો ભાગ બની ગયો છે. સ્ત્રીને આકાશમાં ઊંચી છલાંગો ભરાવવા પાછળ જો કોઈનો ઉત્તમ પ્રયાસ હોય તો તે છે એક પુરુષનો.”જો સ્ત્રી ક્યાંય પણ નીચે પડશે તો તેની છલાંગને અડીખમ રાખવા પુરુષ એની પડખે જ ઊભો છે”.એ વાતમાં હવે કોઈ શંકાને સ્થાન રહ્યું નથી.
*”સ્ત્રીને આપ્યું સન્માન,* *નથી હવે સ્ત્રીનું અપમાન,* *આજ બન્યો પુરુષ તેનો સાથ,* *જે રહેશે અડીખમ જીવનભર સંગાથ”.*
*મૈત્રી ઉપાધ્યાય* *અમદાવાદ* ✍
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
*૨* *NG/77**વિભાગ : ગદ્ય**વિષય: ચિત્ર આલેખન**શીર્ષક: બનુ હું તારો સહારો* એક પુરુષ એ સ્ત્રીનાં જીવન ઘડતરમાં કેટલો મોટો ભાગ ભજવી શકે છે તે આ ચિત્ર બખૂબી સમજાવી જાય છે….!
આપણા ભારતીય સમાજની એક સાંસ્કૃતિક પરંપરા રહી છે કે દરેકે દરેક ધાર્મિક, સામાજિક કાર્યોમાં સ્ત્રીઓ પત્ની , દીકરી બહેન કે પછી સ્ત્રી એ મિત્ર સ્વરૂપે પુરુષની પડખે અડિખમ રહી ખભેખભો મિલાવીને મદદરૂપ થાય છે.
એજ સ્ત્રીને જ્યારે પોતાના ભાગનું એક મુઠ્ઠી આકાશ જોઈતું હોય તો એમાં એના જીવનમાં રહેલ કોઈપણ પુરુષ કે જીવનસાથીનો સાથ-સહકાર જવલ્લે જ સાંપડે છે. સ્ત્રીને એની ઘણી મહત્વાકાંક્ષાઓને પરાણે કોરાણે મૂકીને ઘર,પરિવાર, બાળકો અને જીવનસાથીના કહ્યાંમાં રહેવું પડે છે.બધી આવડત,શોખને હ્રદયમાં ધરબીને એની પર સ્વતઃજ મલમ લગાડતાં રહેવું પડે છે.
સમયાંતરે એ પોતાની જાતને પટાવી કે સમજાવી દેતી હોય છે કે… શાંતિ રાખ..!! “તારી પ્રાથમિકતા સૌથી પહેલું તારું કુંટુંબ, બાળકો અને તારો વર છે,બાકી બધું એની આગળ ગૌણ છે. આ બધાંમાંથી તું પરવારે ત્યારે તારા શોખ,આવડત અને ખૂબીઓને બહાર કાઢજે….!હમણાં ટાઢી પડ…!ને ચૂપ રહી તારા ઘરકામ પર ધ્યાન કેન્દ્રિત કર…!
આમને આમ એનું સમગ્ર અસ્તિત્વ બીજાને ખાતર હોમી દે છે,અને પોતાના પોતાના કિરદારને નિભાવવમાં પૂર્ણ જીવન ખર્ચી નાંખે છે.હોમાય જાય છે….!
પહેલાં પિતાજીની, પછી પતિની, ત્યાર બાદ જો પુત્ર હોય તો એના આદેશને અનુસાર, એમના નેજા હેઠળ જ એનું વ્યક્તિત્વ ઘડતર થતું જાય,એની જિંદગી જ એમની આસપાસ ગુંથાતી જાય છે.ક્યારેય થાક,કંટાળો કે અણગમો એના ચહેરા પર હોય તોય લેશમાત્ર ય વર્તાવા દેતી નથી.
આપેલ ચિત્ર એક ખુબ સુંદર સંદેશો આપી રહ્યું છે !યુગલત્વનો ખરો અર્થ એકમેકને ઉજાગર કરવાનો છે,એકમેકના સહારે ઉપર ઉઠવાનો છે..!સમગ્ર પુરુષ જાતિએ સ્ત્રીઓને , કુરિવાજોમાંથી, સામાજિક અસમાનતા ,બદીઓ,બંદિશો અને બંધિયાર વાતાવરણમાંથી ઉંચકી ઉપર ઉઠાવવામાં સહાયભૂત બનવાનું છે.સ્ત્રીઓ તરફ જોવાની દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણમાં ધરખમ બદલાવ લાવવાનો છે.
એને માટે પુરુષોએ સ્ત્રીને નિમ્ન કે ઉતરતી ગણવાની હલકી માનસિકતા બદલવી પડશે. દરેક બહેન, દીકરીઓ ખાસ છે.એનું અવમૂલ્યન થતું અટકાવવું પડશે. સ્ત્રીઓને પછાત રાખવી એ હવે પોષાય એમ નથી.એને પણ દરેક ક્ષેત્રમાં મહારત હાંસિલ કરવામાં કોઈ જ રોકી શકે તેમ નથી.
એની અંદર અખૂટ, અદ્ભુત અને અસીમ શક્તિ, ઉર્જા અને આવડતનો ભંડાર ભરેલો છે..!જરૂર છે તો ફક્ત પુરુષોના સાથ- સહકારની…!!!
સ્ત્રી એ તો પરિવારની કરોડરજ્જુ છે…!!જો દેશ અને દુનિયાનું માળખું મજબૂત અને અડીખમ રાખવું હોય તો સ્ત્રીનાં ઉત્થાન માટે દરેક પુરુષોએ મહત્તમ ફાળો આપવો જ પડશે.નારીમાં રહેલ આવડત અને કુશળતાને ઓળખી એનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી એક સુસંસ્કૃત સમાજનું નિર્માણ કરીશું તો નારીને ઉન્નતિનાં માર્ગે પ્રયાણ કરતાં કોઈ જ રોકી શકશે નહીં.
*સ્ત્રીની પ્રગતિ થકી,સમાજની ઉન્નતિ એજ પ્રધાનતા….!*
*પુરુષની મદદ થકી,નારીની ઉર્ધ્વગતિ એજ મહાનતા…!*
ૠતંભરા વિશ્વજીત *ૠત્વિશ્વ
*****************************************
એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક) (M-9824653073)*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી* સંચાલક – જીજ્ઞા કપુરિયા.સંપર્ક : Email : prdpraval42@gmail.com ***********************************************************નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ