*ન્યુઝ ઓફ ગાંધી નગર ચિત્ર પરથી સ્પર્ધા*
🌹🌹🌹✍️✍️*પદ્ય*🌹🌹🌹🌹
*૧*) *શીલા પટેલ* *NG NO: 0038*
*શીર્ષક*: *પતિનો પ્રેમ*
*૨*) *મેહુલ ત્રિવેદી*
*NG NO:0015*
*શીર્ષક* *સાથ*
*૩*) *શ્વેતા તલાટી*
*NG NO :0078*
*શીર્ષક*: *આંખની ફ્રેમથી સ્વપ્ન * *નીકળે* *૩*બ*
*પ્રફુલ્લા પ્રસન્ના*
*NG No: 0039* *શીર્ષક*: *ઉડાન*
*૪*) *વૈશાલી .જે.મહેતા*
*NG NO : 00 40*
*શીર્ષક*: *ઘર ઘડ્યાને ઉંબર જડ્યા*
*૪* *બ*)
*મીના માંગરોલીયા મીનુ*
*NG NO:0032*
*શીર્ષક*: *રંગમંચ*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*નેયુઝ ઓફ ગાંધીનગર પદ્ય વિભાગના વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન
******†************************************
*પદ્ય*
વિભાગ:- પદ્યશીર્ષક :- પતિનો પ્રેમ.NG :- 0038
આવ મારા કરકમલથી ઊંચકી લઉં તને, આપી સહારો ને વિશ્વાસ મારા પ્રેમનો, અપાવું તને…!
ભૂલી પોતાને ને સાચવે આખા પરિવારને તું, આવ તારું વ્યક્તિત્વ કેટલું મહાન છે બતાવું તને…..!
મારા જીવનરૂપી બાગનું મહેકતું પુષ્પ છે તું, આવ પ્રેમની વર્ષાથી ભીંજવી દઉં તને…..!
જમાડી બધાને ઘરમાં પછી જમે છે તું, આવ આજે પ્રેમથી હું , જમાડું તને….!
ના ચાલી શકું તારા વિના બે ડગલાં હું, આવ તારી ઉચ્ચાઈ કેટલી મારા જીવનમાં, એ બતાવું તને….!
તારા પગમાં બાંધું પાયલ ,થનગનાટ કરને તું! આવને તારા હસતા ચહેરાનું, મૂલ્ય સમજાવું તને….!
છે ગૃહિણી ,નથી પાંજરે પુરાયેલું પંખી તું, આવને ખુલ્લા ક્ષિતિજમાં વિહરતા, શીખવું તને…!
શીલા પટેલ…🌸 ગાંધીનગર
**””””””””””******””****””***”********”*””””””””””””
૨ NOGS(VIP)NO.0015વિષય:-ચિત્ર પરથી રચનાવિભાગ:- પદ્ય(છંદાસ)શીર્ષક:- સાથબંધારણ:- ગાલગાગા ગાલગાગા ગાલગા
હાથ મારો હોય તારા હાથમાં.મોજ કેવી હોય મોઘમ વાતમાં!
આફતો આવે ભલેને દોડતી,આજ એને પણ લઈશું બાથમાં.
મોત જોશે રાહ આવી આંગણે,ચાર ડગલા ચાલવાથી સાથમાં.
જો ચલાવે હાથ પકડી તું મને,તો વગર પાંખે વિહરું સંગાથમાં.
ચાલવાથી થાકશે નહિ શ્વાસ આ,છે ખુમારી પણ ચરણને, જાતમાં.
સાથ દે તું જીતવાને જિંદગી,જાઉં જીવી કોઇ પણ હાલાતમાં.
મેહુલ ત્રિવેદીખેરાળી
*****************************************
૩ મુતદારિક છંદ – ગાલગા × 4NG 0078પ્રકાર – પદ્યશીર્ષક – આંખની ફ્રેમથી સ્વપ્ન નીકળે….
આંખની ફ્રેમથી બહાર જો નીકળે;શક્ય છે સ્વપ્ન તૂટે કે ખુદને છળે
મેં મઢ્યું, સાચવ્યું સ્વપ્ન આકારમાં;મીણ જેવું છે નાજુક, રખે પીગળે
એટલો આપજે કહું સહારો મને;એકલા ચાલવાનું મને બળ મળે
કોઈ પ્રતિબિંબ થઈ સાથ ચાલે અને;મારી પ્રતિભા ધીમે ધીમે ત્યાં ઓગળે
સહેજ ટેકોના બહાને નજીક આવે એ;સ્વપ્ન “શ્વેતા”નું એ રીતથી સળવળે
– શ્વેતા તલાટી- વડોદરા*
***************************************
૩ )બ ) *N O G S ( vip ) Member grp**N. G. no.39**વિષય – ચિત્ર પરથી રચના**પ્રકાર — પદ્ય — અછાંદસ**શીર્ષક — ઉડાન*
લે, હું તને પાંખો આપું,ડર નહીં, નીકળ બહાર,શોધી લે તારું આકાશવિહરી લે મુક્ત મને,ભરી લે ઉડાન.
લે, કાગળ ને પેન આપું,પકડી લે પેન,ઉતારી દે જે મનોમન હોય એ,આપી દે અર્થ શબ્દોને,ને બની જા લેખિકા,
લે, આ કેનવાસ અને રંગો,પકડાવી દે આંગળીઓને,મનનું મોરપીંછ,ને નચાવી લે તારા ટેરવાને,બની જા ચિત્રકાર.
લે, હું ઝાંઝર લાવ્યો તારા માટે,તોડી દે બંધન,બાંધી લે પાયલ,સજાવી લે પગમાં,નાચી લે મનભરને ઉતારી મનની રુમઝુમ,કરી લે તાતાથૈયા.
નીકળ ચાર દિવાલની ફ્રેમમાંથી,સજાવી લે મનનાં અભરખા,પૂરી કરી લે મનસાઓ,જીવી લે તારી જિંદગી,તારી મરજીથી.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*અમદાવાદ,
*************************************
૪) ન્યૂઝ ઓફ ગાંધીનગર NG NO: 40વિષય: ચિત્ર પરથી રચના વિભાગ : પદ્યશીર્ષક : ઘર ઘડ્યા ને ઉંબર જડ્યા
ઘર રે ઘડ્યા ને ઉંબર જડ્યા,તુજ વિના મકાન નથી ઘર રે બન્યા!
કરી સેવા તો’ય મેણાં ખૂબ રે સહ્યા,કેટ-કેટલા રહસ્યો તારી અંદર તે ભર્યા!
સૌ સભ્યોના પડતા બોલ રે ઝીલ્યા,જીભના ઘા આપવામાં કોઈ પાછા ન પડ્યા!
બહુ થયું પ્રિયે; અડીખમ ઊભો હું અહીંયા,ફેલાવ પાંખો તારી; નહીં દઉં તુજને પડવા,
ભર ઉંચી ઉડાન; કર સાકાર સપના,ફેરો ફોગટ તારો નહીં દઉં જવા,
વગોવણીના વાવટા ખોટા બહુ ફરફર્યા, ચાલ વિજયના વાવટામાં તબદીલ કરવા!
ઘર રે ઘડ્યા ને ઉંબર જડ્યા, તુજ વિના મકાન નથી ઘર રે બન્યા! ✍️વૈશાલી જે મહેતા*
*************†**************************
૪) બ)
NG:0032વિષય:- ચિત્ર પરથી પદ્ય ( અછાંદસ)શીર્ષક:- *રંગમંચ*
*રંગમંચ* પર નૃત્ય કરતા અમે બંને,આભની અટારીએ ધરતીની ધરાએ.
સ્વર્ગની સીમાએ અપ્સરાના સ્વપ્ને,રંગે રંગાયા ચંદ્રમુખી અને ચંદ્રશેખર.
ચંદ્રમુખીને હસાવે સંગીતની ઝલક,રુપ નિખર્યુ આજ સોળે કળાએ.
મનનો માણિગર,સાદગીનો સોદાગર,સ્મિતનો સાજન, મૌનનો મોહતાજ.
સંગીતનો સારેગમપ, પાયલનો રણકાર,નારાજગીનો ચાંદ, દિલનો દિલાવર.
જીવનની ઉંચી ઉડાન અમે ભરીએ,આકાશગંગાની સાથે, જીવનમૃત્યુની સાથે.
આત્મ અને વિશ્વાસ જો હોય સાથ સાથ,ચંદ્રમુખી અને ચંદ્રશેખરનો જીત્યો સાથ સાથ.
*રંગમંચ* પર નૃત્ય કરતા અમે બંને,આભની અટારીએ, ધરતીની ધરાએ.
*મીના માંગરોલીયા મીનુ* *અમદાવાદ*3/9/2020
*****************************************
એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક) (M-9824653073)*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી* સંચાલક – જીજ્ઞા કપુરિયા.સંપર્ક : Email : prdpraval42@gmail.com
********************************************************
નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ