(નોધ : આજનું તારીખ ૨૪/૮/૨૦ સોમવાર નું પેપર વાચવા ઉપર તારીખ ઉપર ડબલ ક્લિક કરી ડાઉનલોડ કરી વાંચો)
https://m.facebook.com/story.php?story_fbid=630110501243044&id=100027322995343
*ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”
🌹🌹🌹🌹🌹
*પદ્ય વિભાગ*
*૧)NG NO*-0010
*દીપ્તિ પટેલ “શ્રી કૃપા”*
*શીર્ષક*-*પદ્મ*
🌹🌹🌹🌹🌹
*૨}NG NO*-*0037*
*હેમલતા ટી દિવેચા*
*શીર્ષક*-*કમળ*
🌹🌹🌹🌹🌹
*૩)NG NO*-**0051*
*ઉર્વશી મહેતા*
*શીર્ષક*-*ગૂંથાય વેલીઓ પદ્મની ડાળ રે*
🌹🌹🌹🌹🌹
*૪}NG No*-*0016*
*જયેશ ઓઝા*
*શીર્ષક*-*મા ભગવતીની સ્તુતિ*
🌹🌹🌹🌹🌹
*૫)NG NO*-0028
*ઝરણારાજા “ઝારા”*
*શીર્ષક*-*પદ્મ*
*૬)* *NG No*-*0039*
*પ્રફુલ્લાબેન પ્રસન્ના* *શીર્ષક*-*પદ્મ*
*ગદ્ય વિભાગ*
*૧}NG NO*-*0043
*મૈત્રી ઉપાધ્યાય *
*શીર્ષક*-*પદ્મ*(*લેખ)*
🌹🌹🌹🌹🌹
*૨}NG NO –*0044*
*વિભૂતિ દેસાઈ ઘાસવાલા*
*શીર્ષક *- *પદ્મ*
🌹🌹🌹🌹🌹
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન એડમિન પેનલ🙏🙏*પદ્ય* વિભાગ
૧ ) N G no. — 10પ્રકાર – પદ્ય – ગઝલશીર્ષક – પદ્મ…..(લગાગા×૪)
થઈ શું કદી ભૂલ મારી જીવનમાં,સહારા વિનાનો અજ્ઞાની જીવનમાં.
ગણીને તમારો બાળ રાખો ચરણમાં,સમર્પણથી માંગુ હું માફી જીવનમાં.
હરખથી લખીને ફરીથી જગતમાં, પરીક્ષા સમયની નિભાવી જીવનમાં.
દયા ને સ્નેહથી સતત આ હૃદયમાં, અવિરત પ્રકાશે જે પાવન જીવનમાં.
સુગંધી પદ્મ આસને બિરાજતાં ‘શ્રી’, કૃપા એમની નીત યશસ્વી જીવનમાં.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’ વડોદરા.
૨। ) ન્યુઝ ઑફ ગાંધીનગર. વિભાગ.(પદ્ય ) GN- 0037. શીર્ષક ; કમળ. વાહરે ! કમળ તારી જિંદગી કાદવમાં જન્મ તારો કાયા તારી કંચન.
કાદવ પણ સ્પર્શે નહીં તને, એવી તારી તપસ્યાં. સુંદરતા તારી અદભૂત !
દેવ,દાનવ,માનવ કરે પ્રસંશા. હે ! કમળ તું કર્મનો સિદ્ધાંત , જન્મથી નહિ કર્મથી મહાન.
હેમલતા.ટી. દિવેચા.જુનાગઢ
૩। ) *N.G NO : 0051* *વિભાગ* : પદ્ય *શબ્દ* : પદ્મશીર્ષક :”ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ રે”………………………………………
ખીલ્યું પદ્મ નદીને નીરપાંદડે પાંદડે કમળમાળ,ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ…રે
ખીલેલાં ફૂલનો હાર ગૂંથી શિવાલય મેળો ભરાય,ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ…રે
શિવને ફૂલહાર ચઢાવી મંત્રોચ્ચાર કરતાં ભક્તો, ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ…રે
શ્રાવણ માસમાં બિલી ચઢાવી પૂજા-આરાધના કરતાં ભક્તો ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ…રે
દાસ વિનવે સદાશિવને ભવસંકટ દૂર કરજોગૂંથાય વેલીઓ પદ્મને ડાળ..રે
અઢળક ધન સંપત્તિ પાસે કોરા રહી ગયા કાગળ ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ…રે
દુઃખીયાના બેલી છો તમેભવપાર ઊતારજો વિભુ ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ…રે
ઉર્વશી મહેતા અમદાવાદ.
૪ ) NG :- 0016વિભાગ :- પદ્યશબ્દ :- પદ્મશીર્ષક :- મા ભગવતીની સ્તુતિ
પદ્મ આસને મા ભગવતી બિરાજે,હાર ધવલ ધવલ વસ્ત્ર શોભા વધારે.
વિણાનો નાદ મારા દિલને ડોલાવે,સાંભળ તને તારો બાલુડો બોલાવે.
વિદ્યા સાથે વિનય-વિવેક તું આપે,દુઃખ આપદા બધી મારી તું કાપે.
શાંત વદન પ્રસન્ન ચિત્ત આનંદ અપાવે,માના શરણે ભક્તો નીત શીશ નમાવે.
તારું નામ માડી મારા દિલમાં કોરાયું,રાત દિવસ ચરણે તારા શીશ ઝુકાવું.
જયેશ ઓઝા ‘ અગન ‘ ૫ )
ન્યુઝ ઓફ ગાંધીનગર વિભાગ: પદ્ય NG – 0028 ગઝલ: પદ્મમાં છંદ: રમલ ( ગાલગાગા ગાલગાગા ગાલગા)
માત સરસ્વતી રહે છે પદ્મમાં,માત લક્ષ્મી પણ વસે છે પદ્મમાં.
ફૂલ ખીલે છે કાદવમાં સદા,પણ જગત મોહી પડે છે પદ્મમાં.
થાય જો મોહિત ભમરો જોઈને,ગાન એ ગુનગુન કરે છે પદ્મમાં.
ખૂબ કરશો યાચના મળશે વિદ્યા,શારદાનું જળ વહે છે પદ્મમાં.
આવશે બુદ્ધિ કરો જો પ્રાર્થના,જ્ઞાનનું ભાથું જડે છે પદ્મમાં.
ઝરણા રાજા. ” ઝારા”ભરૂચ
૬। ) *N O G S ( vip ) Member grp**N G no. — 39**પ્રકાર– પદ્ય – અછાંદસ**શીર્ષક — પદ્મ*
પદ્મ સરીખી નાર પદમણી, હોઠ જાણે પરવાળા, મલકે તો જાણે ખીલતું કમળ, દંત સોને મઢયા,
હાલોને રાણી આપણે હિંચકીએ, હાથમાં રાખી હાથ,પિયુના સંગે પદ્માસને બેસી પગની મારે ઠેસ,
જમણા પગે રાણી તમે હિંચકાવો ડાબાએ તમને હિંચકાવું,સંગ સંગ ઘડીક ઊંચે ને નીચે હૈયાને પણ ઝુલાવું,
પિયુના ખોળામાં માથું મૂકીને ધબકારા ઝીલાય,લહેરાયો કેવો રૂપનો ઠસ્સો! વાયરા સંગ લહેરાય!
બાહોમાં ભરીને સમાવી દે સાજન, જીવનને છલકતું,ઊંચકી લીધું હળવેથી ફૂલની જેમ, જોબનીયું બહેકતું,
હિંચકેથી ઉતરી દોડી ફળિયામાં સામસામે લીધા રાસ,એક તાલીએ હરખે ગોરીનું હૈયું, બીજીએ પગના તાલ,
અષાઢી મેઘ આવ્યો ભીંજવવા, પલળીને લીધી હીંચ,અંગ અંગ ભીંજવે હેલી વરસાદની અંતરમાં ઉઠી ટીસ.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*અમદાવાદ
*ન્યુઝ ઓફ ગાંધીનગર સાહિત્ય વિભાગમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”Show quoted text*ગદ્ય*
૧। ) ન્યૂઝ ઓફ ગાંધીનગરNG NO:0043વિભાગ: ગદ્ય (લેખ)શીર્ષક: પદ્મ
આપણી ગુજરાતી ભાષા એટલી બધી અદ્ભુત છે કે એક જ શબ્દના કેટકેટલા નામ અને અનેક ઉપયોગ.આજે એવા જ એક શબ્દની વાત કરીએ પદ્મ.
પદ્મ એટલે કમળ,પંકજ,નલિની.એક પુષ્પ જેના કેટકેટલાય નામ.પદ્મ તો પુષ્પ સ્વરૂપે છે.જેનું હિન્દુ સંસ્કૃતિમાં એક અનોખું જ મહત્વ છે. આમ તો ઘણા બધા એવા પુષ્પો છે કે જે ઈશ્વરને સમર્પિત કરી શકાય છે, પણ આ પદ્મ એક એવું પુષ્પ છે જે દરેક દેવી-દેવતાઓને પ્રિય છે.
આ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી પણ ખુદ આ પદ્મ પર બિરાજમાન છે. મા લક્ષ્મી જે “ધનના દેવી” તરીકે જાણીતા છે.તેમની પૂજા તો પદ્મ વગર અધુરી છે. વિષ્ણુજીને પણ કમળ અતિ પ્રિય હોવાથી તેમને “કમલાપતિ” પણ કહેવાય છે. વિશેષમાં કહીએ તો કમળકાકડી જે પદ્મમાંથી જ પ્રાપ્ત થાય છે તેનો પણ ધાર્મિક વ્રતમાં ખૂબ જ ઉપયોગ થાય છે.
કેટલું અજીબ છે કે,” *આ પદ્મ ખીલે છે કાદવમાં પણ પૂજાય છે ગંગાજળમાં”.*
“પદ્મનો પ્રેમ પાંદડીમાં ખીલ્યો, એ જ કાદવના પુષ્પને મનુષ્યે પૂજ્યો”.
*મૈત્રી ઉપાધ્યાય* *અમદાવાદ* ✍️
૨। )
N.G/0044વિભાગ:- ગદ્ય.શીર્ષક:-પદ્મ
દીકરી જન્મી,પદ્મ જેવા હાથ જોઈ પિતાએ નામ રાખ્યું પદ્મજા.પદ્મજા મોટી થતાં પિતા કહેતા,” પદ્મ કાદવમાં રહીને કાદવથી અલિપ્ત છે.કાદવમાં ઉગતું હોવા છતાં પ્રભુને પ્રિય છે.મા લક્ષ્મીજી એમાં બિરાજે છે.દીકરી તું પણ આ સંસારમાં સ્થિતપ્રજ્ઞ રહી તારું નામ પદ્મજા ઉજાળજે આને સૌની પ્રિય બનજે.” પદ્મજા ખૂબ ભણીને કલેકટર બની.મોટા વેપારીઓ, ગુંડાઓ પોતાનું કામ કરાવવા જાતજાતના પ્રલોભનો આપે પરંતુ પદ્મજા મક્કમતાથી, કરડાકીથી નાં પાડે.બીજી વાર કોઈ આવા પ્રલોભનો લઈને આવવાની હિંમત જ ન કરે. “મને કામ કરવાનો પગાર મળે છે અને મારે પ્રજાના કામ કરવાનાં.” આ મંત્ર આત્મસાત કરેલો.એનાં અનુશાસનમાં ફટાફટ કામ થાય.કોઈ કામમાં ઘાલમેલ નહીં કે નહીં કોઈ મામા માસીનું, બધાજ સરખા. ભ્રષ્ટાચાર બંધ થયો. ગુંડાઓની દાદાગીરીથી ત્રાસેલી પ્રજા શાંતિથી રહેવા માંડી.દારૂના અડ્ડા બંધ થતાં મહિલાઓને મારપીટથી છૂટકારો મળ્યો અને પૈસા બચતા થયા.અધર્મીઓથી આ કેમ સહન થાય? પદ્મજા પર હુમલો કર્યો પરંતુ સમયસૂચકતા વાપરી પોતાને બચાવી, અધર્મીઓને ભોંય ભેગા કર્યા. પદ્મજા પોતાની હોશિયારીથી આગળ વધતી ગઈ.પ્રજા ખુશ.ચાહક વર્ગ વધતો ગયો. પ્રજાને થયું કે દેશમાંથી ભ્રષ્ટાચાર, અરાજકતા,ગુંડાતત્વ દૂર કરવા આવી વ્યક્તિની જરૂર છે.કેટલાક આગેવાનો ચૂંટણીનો પ્રસ્તાવ લઈને ગયા.નોકરીનાં પાંચેક વર્ષ બાકી હતા રાજીનામું આપી ચૂંટણીમાં ઝંપલાવ્યું.જંગી બહુમતીથી જીતી ગઈ. બહોળો પ્રજા વર્ગ એવું ઇચ્છે કે પદ્મજા જ વડાપ્રધાન બનવી જોઈએ. અંતે પદ્મજાને વડાપ્રધાન બનવાનો મોકો મળ્યો. વડાપ્રધાન બનતા જ તંત્રમાં ધરમૂળથી ફેરફાર કરવા માંડ્યા. આપણે પ્રજાનાં સેવકો છે,સેવા કરવા આવ્યા છે નહીં કે મેવા ખાવા એટલે જ રહેવા માટે વિશાળ બંગલા,મફત સવલતોની શું જરૂર છે? કહી હંમેશ માટે ધારાસભ્યો, સાંસદો, નેતાઓ, વિવિધ ક્ષેત્રે ચેરમેનો વગેરેને મળતા લાભો, પેન્શન બધું જ ઠરાવ પસાર કરી બંધ કરાવ્યું.જાતિ આધારિત અનામત કાયદો પણ નામશેષ કર્યો. કંઈ કેટલા સુધારા પ્રજાના હિતમાં કર્યા. સાચા અર્થમાં પદ્મજા પ્રજાની કલ્યાણી બની, પોતાનું નામ સાર્થક કર્યું.✍️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.*****************************************એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક) (M-9824653073)*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી* સંચાલક – જીજ્ઞા કપુરિયા* સહ સંચાલક – મનીષ વોરા
સંપર્ક : Email : prdpraval42@gmail.com ***********************************************************નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ