*ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”
🌹🌹🌹🌹🌹
*પદ્ય વિભાગ*
*૧)NG NO*-0010
*દીપ્તિ પટેલ “શ્રી કૃપા”*
*શીર્ષક*-*પદ્મ*
🌹🌹🌹🌹🌹
*૨}NG NO*-*0037*
*હેમલતા ટી દિવેચા*
*શીર્ષક*-*કમળ*
🌹🌹🌹🌹🌹
*૩)NG NO*-**0051*
*ઉર્વશી મહેતા*
*શીર્ષક*-*ગૂંથાય વેલીઓ પદ્મની ડાળ રે*
🌹🌹🌹🌹🌹
*૪}NG No*-*0016*
*જયેશ ઓઝા*
*શીર્ષક*-*મા ભગવતીની સ્તુતિ*
🌹🌹🌹🌹🌹
*૫)NG NO*-0028
*ઝરણારાજા “ઝારા”*
*શીર્ષક*-*પદ્મ*
*૬)* *NG No*-*0039*
*પ્રફુલ્લાબેન પ્રસન્ના* *શીર્ષક*-*પદ્મ*
*ગદ્ય વિભાગ*
*૧}NG NO*-*0043
*મૈત્રી ઉપાધ્યાય *
*શીર્ષક*-*પદ્મ*(*લેખ)*
🌹🌹🌹🌹🌹
*૨}NG NO –*0044*
*વિભૂતિ દેસાઈ ઘાસવાલા*
*શીર્ષક *- *પદ્મ*
🌹🌹🌹🌹🌹
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન એડમિન પેનલ🙏🙏*પદ્ય* વિભાગ
૧ ) N G no. — 10પ્રકાર – પદ્ય – ગઝલશીર્ષક – પદ્મ…..(લગાગા×૪)
થઈ શું કદી ભૂલ મારી જીવનમાં,સહારા વિનાનો અજ્ઞાની જીવનમાં.
ગણીને તમારો બાળ રાખો ચરણમાં,સમર્પણથી માંગુ હું માફી જીવનમાં.
હરખથી લખીને ફરીથી જગતમાં, પરીક્ષા સમયની નિભાવી જીવનમાં.
દયા ને સ્નેહથી સતત આ હૃદયમાં, અવિરત પ્રકાશે જે પાવન જીવનમાં.
સુગંધી પદ્મ આસને બિરાજતાં ‘શ્રી’, કૃપા એમની નીત યશસ્વી જીવનમાં.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’ વડોદરા.
૨। ) ન્યુઝ ઑફ ગાંધીનગર. વિભાગ.(પદ્ય ) GN- 0037. શીર્ષક ; કમળ.
વાહરે ! કમળ તારી જિંદગી
કાદવમાં જન્મ તારો કાયા તારી કંચન.
કાદવ પણ સ્પર્શે નહીં તને, એવી તારી તપસ્યાં. સુંદરતા તારી અદભૂત !
દેવ,દાનવ,માનવ કરે પ્રસંશા.
હે ! કમળ તું કર્મનો સિદ્ધાંત ,
જન્મથી નહિ કર્મથી મહાન.
હેમલતા.ટી. દિવેચા.જુનાગઢ
૩। ) *N.G NO : 0051* *વિભાગ* : પદ્ય *શબ્દ* : પદ્મશીર્ષક :”ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ રે”………………………………………
ખીલ્યું પદ્મ નદીને નીરપાંદડે પાંદડે કમળમાળ,ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ…રે
ખીલેલાં ફૂલનો હાર ગૂંથી શિવાલય મેળો ભરાય,ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ…રે
શિવને ફૂલહાર ચઢાવી મંત્રોચ્ચાર કરતાં ભક્તો, ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ…રે
શ્રાવણ માસમાં બિલી ચઢાવી પૂજા-આરાધના કરતાં ભક્તો ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ…રે
દાસ વિનવે સદાશિવને ભવસંકટ દૂર કરજોગૂંથાય વેલીઓ પદ્મને ડાળ..રે
અઢળક ધન સંપત્તિ પાસે કોરા રહી ગયા કાગળ ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ…રે
દુઃખીયાના બેલી છો તમેભવપાર ઊતારજો વિભુ ગૂંથાય વેલીઓ પદ્મને ડાળ…રે
ઉર્વશી મહેતા અમદાવાદ.
૪ ) NG :- 0016વિભાગ :- પદ્યશબ્દ :- પદ્મશીર્ષક :- મા ભગવતીની સ્તુતિ
પદ્મ આસને મા ભગવતી બિરાજે,હાર ધવલ ધવલ વસ્ત્ર શોભા વધારે.
વિણાનો નાદ મારા દિલને ડોલાવે,સાંભળ તને તારો બાલુડો બોલાવે.
વિદ્યા સાથે વિનય-વિવેક તું આપે,દુઃખ આપદા બધી મારી તું કાપે.
શાંત વદન પ્રસન્ન ચિત્ત આનંદ અપાવે,માના શરણે ભક્તો નીત શીશ નમાવે.
તારું નામ માડી મારા દિલમાં કોરાયું,રાત દિવસ ચરણે તારા શીશ ઝુકાવું.
જયેશ ઓઝા ‘ અગન ‘
૫ )
ન્યુઝ ઓફ ગાંધીનગર વિભાગ: પદ્ય NG – 0028 ગઝલ: પદ્મમાં છંદ: રમલ ( ગાલગાગા ગાલગાગા ગાલગા)
માત સરસ્વતી રહે છે પદ્મમાં,માત લક્ષ્મી પણ વસે છે પદ્મમાં.
ફૂલ ખીલે છે કાદવમાં સદા,પણ જગત મોહી પડે છે પદ્મમાં.
થાય જો મોહિત ભમરો જોઈને,ગાન એ ગુનગુન કરે છે પદ્મમાં.
ખૂબ કરશો યાચના મળશે વિદ્યા,શારદાનું જળ વહે છે પદ્મમાં.
આવશે બુદ્ધિ કરો જો પ્રાર્થના,જ્ઞાનનું ભાથું જડે છે પદ્મમાં.
ઝરણા રાજા. ” ઝારા”ભરૂચ
૬। ) *N O G S ( vip ) Member grp**N G no. — 39**પ્રકાર– પદ્ય – અછાંદસ**શીર્ષક — પદ્મ*
પદ્મ સરીખી નાર પદમણી, હોઠ જાણે પરવાળા, મલકે તો જાણે ખીલતું કમળ, દંત સોને મઢયા,
હાલોને રાણી આપણે હિંચકીએ, હાથમાં રાખી હાથ,પિયુના સંગે પદ્માસને બેસી પગની મારે ઠેસ,
જમણા પગે રાણી તમે હિંચકાવો ડાબાએ તમને હિંચકાવું,સંગ સંગ ઘડીક ઊંચે ને નીચે હૈયાને પણ ઝુલાવું,
પિયુના ખોળામાં માથું મૂકીને ધબકારા ઝીલાય,લહેરાયો કેવો રૂપનો ઠસ્સો! વાયરા સંગ લહેરાય!
બાહોમાં ભરીને સમાવી દે સાજન, જીવનને છલકતું,ઊંચકી લીધું હળવેથી ફૂલની જેમ, જોબનીયું બહેકતું,
હિંચકેથી ઉતરી દોડી ફળિયામાં સામસામે લીધા રાસ,એક તાલીએ હરખે ગોરીનું હૈયું, બીજીએ પગના તાલ,
અષાઢી મેઘ આવ્યો ભીંજવવા, પલળીને લીધી હીંચ,અંગ અંગ ભીંજવે હેલી વરસાદની અંતરમાં ઉઠી ટીસ.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*અમદાવાદ