GN_25-7-20 (ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF)
Note : clik on as above date and read news paper in Browser
********************************
સમાચારો ની કેટલીક વાચવા લાયક લિંક નીચે મુજબ
https://www.facebook.com/100002650156873/posts/1249665818717450/?substory_index=9
https://m.facebook.com/story.php?story_fbid=608000660120695&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=607949026792525&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=607916503462444&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=607910550129706&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=607845593469535&id=100027322995343
***************”*****””******
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય વિભાગ મા કરંટ ટોપિક નીચે મુજબ છે.
NG 0016
Current Topic :- પદ્ય
શીર્ષક :- હાય! કોરોના
હાય!કોરોના…હાય!હાય!
તારું નખ્ખોદ જાય…હાય!હાય!
તેં બાંધ્યા ઘેર…હાય!હાય!
વેપાર બધા…હાય!હાય!
વેરણ છેર… હાય!હાય!
ના માવો મળે…હાય!હાય!
ના મસાલો…હાય!હાય!
કામ ધંધા બંધ…હાય!હાય!
રજનીગંધા બંધ…હાય!હાય!
છીંક…ઉધરસ…હાય!હાય!
જો ને ડરાવે…હાય!હાય!
ભીડ જોઈ…હાય!હાય!
ભૈ બહુ ડર લાગે…હાય!હાય!
એકાંત પાછું….હાય!હાય!
કોરી ખાતું…હાય!હાય!
રાત્રે જાગું…હાય!હાય!
દાડે ઊંધું…હાય!હાય!
વિચિતર બધું…હાય!હાય!
કેમનું આ થાતું…હાય!હાય!
જુવાનીયાના…હાય!હાય!
કરમ ફૂટ્યાં… હાય!હાય!
ના મીંઢળ બાંધ્યા…હાય!હાય!
ના ઢોલ ઢબુકયા…હાય!હાય!
નવોઢાની હાથે…હાય!હાય!
મહેંદી સુકાઈ…હાય!હાય!
એના આંસુડાં…હાય!હાય!
તને દેશે શાપ…હાય!હાય!
કોરોના તારું…હાય!હાય!
જા નખ્ખોદ જાય…હાય!હાય!
દવા શોધો…હાય!હાય!
દરદ થાય…હાય!હાય!
માણસ જ્યારે…હાય!હાય!
ગુજરી જાય…હાય!હાય!
ના મોં જોવાય…હાય!હાય!
ના બેસણું થાય…હાય!હાય!
ના બારમું થાય…હાય!હાય!
શેર માટીનો પિંડ…હાય!હાય!
માટી ભેરો થાય…હાય!હાય!
માટે કહું છું…હાય!હાય!
માણસ થા…હાય!હાય!
જયેશ ઓઝા “અગન”
****************************** ************
*NG No.* : *0058*
*વિભાગ*.. : કરંટ ટોપીક
*શીર્ષક* : ક્યાં ખબર હતી.
કોરોના કાળ બનીને આવશે, એવી ક્યાં ખબર હતી ?
સાવ અચાનક ભેટી જશે, એવી ક્યાં ખબર હતી ?
કહેતાં”તાં સૌ, સાચવજો ગમે ત્યાંથી આવી જશે ;
સાવધાની રાખી તોય, ડોકાશે એવી ક્યાં ખબર હતી ?
ફાળ પડી’તી, કોરાના પોઝીટીવ સાંભળીને, પણ ;
આટલો જલ્દી ભરખી જશે, એવી ક્યાં ખબર હતી ?
કહેવું શું ? પૂછવું શું ? કોઈ જ આદાન-પ્રદાન નહિ ;
મનની મનમાં જ રહી જશે, એવી ક્યાં ખબર હતી ?
એમને પરિવાર હૂંફ ને પ્રેમ આપવા તત્પર હતાં, છત્તાં ;
એકલાં મોત સામે લડવું પડશે, એવી ક્યાં ખબર હતી ?
કહેતાં હતાં બધાંને, સૂતા છે હોસ્પીટલનાં બિછાને ;
ત્યાંથી સીધા સ્મશાને જશે, એવી ક્યાં ખબર હતી ?
અંતિમ વિદાયે ના મોઢું જોવાશે, ના અગ્નિદાહ દેવાશે ;
આવી વિટંબણા સહેવી પડશે, એવી ક્યાં ખબર હતી ?
આઘાતની વસમી વેળાંએ પરિવાર એકલો જ રહેશે ;
બેસણું પણ ટેલીફોનીક થશે, એવી ક્યાં ખબર હતી ?
“સ્નેહી-સ્વજન” અચાનક, મમતાનો આંચળ સેરવી ;
આટલા જલ્દી પ્રભુ દ્વારે જશે, એવી ક્યાં ખબર હતી ?
પ્રીતિ શાહ (“અમી-પ્રીત”)
******†*********************** ***********
🍁 *કરંટ ટોપિક*
🍁 *NG no.- 0071*
💠💠 *કૉરોનાથી કંટાળ્યા* 💠💠
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
કોરોનાથી કંટાળ્યા ભાઈ કંઈક મજાની વાત કરો.
ઘરમાં સૌને સંતાડયા ભાઈ કંઇક મજાની વાત કરો
નોકરી ધંધો પડતો મૂક્યો, ફરવા બરવા મળતું નહિ.
રાતદિવસ બસ ઊંગાડયા ભાઈ કંઈક મજાની વાત કરો.
ડ્રોઈંગરૂમથી બેડરૂમનો ટુંકો પ્રવાસ થાતો રહે,
ટાંટિયા ટૂંટિયું જો વાળ્યા ભાઈ કંઇક મજાની વાત કરો.
મમ્મી થાકી,પપ્પા થાક્યા,થાક્યા બાળક થાક્યા વૃધ્ધ,
એકમેકને નિહાળ્યા ભાઈ કંઇક મજાની વાત કરો.
પોલીસવાળા ડંડા લઈને મારી મારી થાક્યા છે,
ઘર બાજુ પાછા વાળ્યા ભાઈ કંઇક મજાની વાત કરો.
કોરોનાનો ત્રાસ થયો ને બાળકોને હાશ થઇ,
પાસ કરી આગળ કાઢ્યા ભાઈ કંઇક મજાની વાત કરો.
સહરાનું રણ લાગે ધરતી,કુદરત જ્યારે રૂઠે છે,
લાશોના ઢગલા ઢાળ્યા ભાઈ કંઇક મજાની વાત કરો.
ઘરમાં રહેશો તો જીવશો જો બહાર ગયા પિકચર પૂરું,
“દીપ” ઘરોમાં અજવાળ્યા ભાઈ કંઇક મજાની વાત કરો.
➖➖➖➖➖➖➖➖➖➖
*દીપક સિંહ સોલંકી દીપ આણંદ**૧૫ ગા*
*********************†****†*** ***********
NG.No/77
પ્રકાર :પદ્ય
કરંટ ટોપીક: કોરોના માટે પ્રભુને પ્રાર્થના
*પ્રાર્થના*
🙏🏻🌹🕉️🌹🙏🏻
કર જોડી કરીએ નમન.
હે પ્રભુ,
બહું થયું.
હવે તો કર તું આ કોરોનાનું શમન…!
સઘળી ભલાઈ ને સઘળી બુરાઈ ,
હવે તો બધી ય
બારણે પુરાઈ…!
થઈ ગયાં બધાંય ગુણ ને અવગુણના વમન,
હવે તો કર ને આ કોરોનાનું ગમન…!
તું કહે તો સઘળું ય દઈએ તારા પર ઓવારી,
હે પ્રભુ,
હવે તો રોક ને આ ભયંકર ખુવારી…!
કરતાં સહુ આર્તનાદ,
સાંભળ સહુની પ્રાર્થના,
ભગાડ આ ભૂતાવળ કોરોના …!
થયા સહુ બહુજન ત્રાહીમામ ,
હે પરમકૃપાળુ પરમેશ્વર…
પાહીમામ પાહીમામ,
તારા ચરણોમાં અર્પણ ચારે ધામ…!
નમો નમો..!
હે શંકરા..!
સુન અમારી અર્ચના,
દુર ભગાડ આ કોરોના…!
🙏🏻🌹🕉️🌹🙏🏻
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
***†************************** ***********
ન્યૂઝ ઓફ ગાંધીનગર.
કરંટ ટોપિક – કોરોનાથી પ્રસરેલી કરુણતા
NG No. – 60
શું આ તેં કર્યું જગદાધાર,
સુણ, બાળ તારાં કરે પોકાર.
તુજ વિના નથી કોઈ આધાર,
તું જ કરે તો કરે વ્હાર.
કર્મોનાં ફળ છે આ, જાણું છું.
તો પણ હું તુજને પોકારું છું.
કોઈનાં કર્યાં ભરે છે કોઈ,
આ ન્યાય કરતાં શું તારી આંખ ન રોઈ?
ઘેર તારાં હતી દેર, જાણું છું.
પણ આવો અંધેર કેમ માનું હું?
તાકાત સામે તારી સદા નતમસ્તક હું,
હવે વિશ્વ સારુંયે માનવા લાગ્યું છે, જાણું છું હું.
ધન દોલત, બંગલા, ગાડી કાંઈ કામ આવે નહીં.
કરેલાં કર્મોનું ફળ મળે જ અહીંનું અહીં.
નિર્દોષોનો પોકાર સાંભળશે જ તું,
નહીં જાય વ્યર્થ પોકારવું અમારું.
ભગવતી પંચમતીયા. ‘રોશની’
****************************** ************
*NG No – 0068*
*વિભાગ – કરંટ ટોપિક*
*શીર્ષક -“શ્રાવણ માસની સવાર”*
” પ્રિત કી લત મોહે એસી લાગી,
હો ગઈ મે મતવારી,
બલ બલ જાઉં અપને પિયા કો,
હૈ મે જાઉં વારી વારી,
મોહે શુદ્ધ બુદ્ધ ના રહી તન મન કી,
યે તો જાને દુનિયા સારી “
કૈલાસ ખેરનું આ ગીત શ્રાવણ માસમાં વહેલી પરોઢે સાંભળવા મળે જ છે. શ્રાવણમાસમાં દરેક ભક્ત દિલથી ભગવાન શિવજીની આરાધના કરે છે અને આખો શ્રાવણમાસ ઉપવાસ કરે છે. સવારે ઉઠતાંની સાથે જ ભજનો સાંભળી મનને શાંતિનો અનુભવ થાય છે.
શ્રાવણમાસના ચાર સોમવાર ઉપવાસ કરવાથી મનમાં શાંતિ ને ડોકટરો પણ કહેતાં જ હોય છે કે મહિનામાં ચાર પાંચ દિવસ ઉપવાસ એ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.
કહેવાયું છે કે ફૂલ – દૂધ નહિ ચડાવો તો ચાલશે, નહાયેલા નહિ હો તો ચાલશે, પણ મનને ધોઈ મતલબ સાફ મનથી કરેલી અર્ચના ક્યારેય નિષ્ફળ જતી નથી.
શ્રાવણમાસની સવારે બધાં વહેલા ઊઠીએ જ છીએ પરંતું દરેક સવાર એવી જ હોય એટલે કે વહેલી સવારે તારાઓ ટમટમતા જોવા મળે અને તૂટતાં તારાઓ પણ ને સાથે સાથે પંખીઓનો કલરવ ને ચંદ્રમાં ખુદ જાણે એક ડીમ બલ્બ હોય એટલી રોશની ફેલાવતા આ દ્રશ્યને જોતાં જોતાં શિવજીના ભજનો કાનમાં સંભળાય છે…. આહા… આ અનુભૂતિ જ કંઇક અલગ ને વિશેષ છે!!
” શ્રાવણમાસના ચાર સોમવાર,
દરરોજ સાથે હશે પરિવાર,
લઈશું શિવજીનું નામ વારંવાર,
બસ આવી જ હશે દરેક સવાર”
– નાથબાવા ચાંદની સોમનાથ.”ચાંદ”
– માંડવી કચ્છ
****************************** **********
*એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક) (M-9824653073)
*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી,કિશોર ઠકકર
*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી
* ગ્રુપ સંચાલક – જીજ્ઞા કપુરિયા
* સહ સંચાલક – મનીષ વોરા
સંપર્ક : Email : prdpraval42@gmail.com
****************************** ************
નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ