GN_09-7-20 (News of Gandhinagar PDF)
News of Gandhinagar sahitya vibhag
*ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”
🌹🌹🌹🌹🌹*1)ૠજુ અપૂર્વ શાહ*🌹🌹🌹🌹🌹*2)સંગાર ગાયત્રી રમેશભાઈ ઉઠાર*🌹🌹🌹🌹🌹*3} ધાર્મિક ડોડીયા 🌹🌹🌹🌹🌹
*4}પ્રિશા શાહ*🌹🌹🌹🌹🌹*પદ્ય**નેહા પારેખ*
🌹🌹🌹🌹🌹*બાળ વિભાગ**}પ્રિયાંશી”પાંખી”*
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન એડમિન પેનલ🙏🙏વિજેતા રચનાઓ નીચે મુજબ છે.
*બાળ વિભાગ*
*વર્ષાૠતુ નો યાદગાર દિવસ*
વર્ષાૠતુ, હાશ! કેટલી મજા આવે, વરસાદ બહાર પડતો હોય, ‘ઝરમર ઝરમર’, અંદર બારી પાસે આપણે બેસી વાંચતા વાંચતા ગરમ-ગરમ ચા પીએ, પ્રકૃતિ નું સૌંદર્ય માણીએ…!
*…’આજ વરસે અષાઢીલી હેલી’…*
આ વરસાદ તો ભાઈ બહુ મોજ કરાવે છે. એવા જ એક ભીના દિવસની આ વાત છે; હેલી ચડી હતી, નયનરમ્ય! હું, મારા માતા-પિતા સાથે બારી આગળ બેસી હતી. અમે કૉફી પી રહ્યા હતા અને ગપ્પા મારી રહ્યા હતા. હેલી ધીમે-ધીમે વધી રહી હતી અને ભારે વર્ષાનુ રૂપ ધારણ કરી રહી હતી. પવન પણ જોર પકડી રહ્યો હતો; વૃક્ષો જાણે પરાણે ઊભા રહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કડડડકડાટ! વીજળીએ તો ગર્જના કરી. બીજી જ ક્ષણે, સામેના ઘરનું છાપરું પવનને સંગાથે ઉડ્યું! છાપરું તો ઘરની રક્ષા કરે છે; વસ્તુ કે વ્યક્તિની કીંમત ત્યારેજ સમજાય જ્યારે ન રહે.
તે ઝુંપડામાં રહેવાવાળા અમારા મિત્ર હતા. તેઓને મદદ કરવી જ રહી. છાપરું બનાવતા તો આવડે નહીં, તેઓને અમારા ઘરે બોલાવ્યા અને જ્યા સુધી કારીગર ન આવે, ત્યાં સુધી તેઓને ઘરે બેસાડ્યા, ચા-નાશ્તો કરાવ્યો.
થોડી વારમાં કારીગર આવ્યાં, ભર વરસાદમાં છાપરું બનાવ્યું, કારીગરી લીધી અને જતાં રહ્યાં. અમારો મિત્ર-પરિવર સાચવીને ઘરે પહોંચ્યો. અમે પણ વરસાદમાં થોડી વાર પલળ્યા અને ઘરે પાછા ફર્યા.
બહુજ સંતોષ અનુભવ્યો, સહાય કરીને, અને માતા-પિતા સાથે નખશિખ પલળીને!!
*ૠજુ અપૂર્વ શાહ*…*ધોરણ – ૮*
****************************** ************
શીર્ષક: વર્ષાઋતુ નું એક પ્રસંગ
વિભાગ: બાળ વિભાગ
એક વખતે હું મારા કામ માટે સુરત ગઈ હતી.વર્ષાઋતુ ચાલી રહી હતી.
મે એક હોટલ માં રહેવાનું વિચારીયું પણ કોઈ હોટલ માં જગ્યા ન હતી. એક હોટલમાં માંડ માંડ જગ્યા મળી પણ તે બહુ ખનેર જેવી જુની હતી. અને ત્યા ઘણા લોકો પણ ન હતા. જાણે ભૂત બંગલો
તે રાત્રે અષાઢી બીજ ની રાત ધોધમાંર મેઘરાજા પદ્યાર્યા હતા. વીજળીના ચમકાળા અને પવન કુકાતુ હતું જાણે વાવાઝોડુ આવ્યું. હુ ત્યારે પ્રેતઆત્મા ટી.વી માં જોઈને ટી.વી બંદ કરી કે અચાનક લાઇટ ચાલી ગઇ હું બહુ ગભરાઇ ગઇ વરસાદ ચાલુ હતુ ને પવન બહું ફુકાતું હતું કે અચાનક કાંઇક અવાજ આવ્યું એ અવાજ અદ્ભુત લાગ્યું.અવાજ સાંભળતાં જ ખુણામાં લપાઈ ગઈ. ગભરામણ પસીનાથી રેબઝેબ થઈ ગઈ.
જેમ અવાજ તો મારી બાજુ નજીક આવતો હતો. તેમ મારા ધબકારા વધવા લાગ્યાં. મારી પાસે કોઈ રસ્તો જ ન હતો. હું જોર જોરથી હનુમાન ચાલીસા બોલવા લાગી ,”જય હનુમાન જ્ઞાન ગુણ સાગર….. ”
કે અચાનક એક માણસે હસતાં હસતાં કીધુ મેમ ચા લેસો, મને તરત ખ્યાલ આવ્યો આ તો વેઈટર…. “ખોડ્યો ડુગર અને નિકળ્યો ઉંદર ” હુ જેના થી ડરતી હતી તે એક વેટર હતો.અને લાઇટ ગઈ ન હતી પણ ટી.વી ના બટન સાથે લાઈટનો બટન પણ દબાઈ ગયો હતો.
આ સૌથી ડરામણું અને હાસ્યાસ્પદ વર્ષાઋતુ નું આ પ્રસંગ ક્યારે નઈ ભૂલું.
સંગાર ગાયત્રી રમેશ ભાઈ (ઉઠાર)
ધોરણ ૧૦ ગામ: નાના રતડિયા
****************************** ************
વિભાગ : पद्य
શીર્ષક: मेघ
मेघ आए खुशियाँ लेकर ,
साथ ठंडी बयार लाए ।
मेघ आए खुशियाँ लेकर ,
पेड़ झुक कर करे प्रणाम ।
मेघ आए खुशियाँ लेकर ,
पक्षियों ने उत्साह से किया उनका स्वागत ।
मेघ आए खुशियाँ लेकर ,
साथ लिए अन्न दाता का सुकून, सुख और वैभव ।
मेघ आए खुशियाँ लेकर ,
साथ लाए एक हाथ में गरमा – गरम चाय और पकौड़े ,ओर दुसरे हाथ में किताब पढने की इच्छा लिए ।
✍️नाम: Neha Parekh
उमर: 18 …शहर :Mumbai
****************************** ***********
*ન્યૂઝ ઑફ ગાંધીનગર*
*બાળવિભાગ*
વર્ષારાણી આવે, મેઘરાજાને લાવે.
આકાશમાંથી વાદળ વરસે,ધરતીમાતાને ભીંજાવે.
મોસમના પહેલાં વરસાદમાં ભીંજાવાનો આનંદ આવે,
મમ્મી ગરમાગરમ ભજીયાંનો નાસ્તો કરાવે.
કાગળની હોડીઓ ભૂલકાંઓ પાણીમાં તરાવે,
નાના નાના ખાબોચિયામાં કૂદાકૂદ મચાવે.
બારીના કાચ પર વરસાદના ટીપાં બાઝે,
વાદળોના ગડગડાટ સાથે વીજળી પણ ગાજે.
મારી પ્રિય વર્ષાઋતુ છે અનોખી,
ખૂબ પ્રેમથી કહે મને, ચાલ ભીંજાય જા “પાખી”
✒️પ્રિયાંશી શાહ “પાખી” ધોરણ – ૭
****************************** ************
*વિભાગ: બાળ વિભાગ*
*શિર્ષક: વર્ષાઋતુ નો યાદગાર દિવસ*
તે દિવસે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. થોડાક સમયમાં વાતાવરણ ઠંડુ
થઈ ગયું. માટે અમને શાળાથી વહેલા રજા
દેવામાં આવી હતી. મારી પાસે છત્રી કે
રેઇનકોટ ન હતાં.દફ્તરમાંના બધા ચોપડા
ભીના થઈ ગયા હતાં. કલાક બસ સ્ટોપ પર કોઈ બસ નહોતી આવી. સતત વરસાદ વરસતો હતો. મેં કોઈક ના ફોનથી
ઘરે ફોન કરવાની કોશીશ કરી પણ કોશિશ
અસફળ થઈ.
થોડાક સમય પછી મેં ઘરે ચાલીને જવાનું નક્કી કર્યું. મારી સાથે બે મિત્રો
પણ હતાં. ઘુંટણ સુધી પાણી આવતુ હતું.
વરસાદને કારણે રસ્તા પરની અમુક લાઇટો બંધ થઇ ગઇ હતી.અમે
ચાલતા ઘરે જવાનુ નક્કી કર્યા બાદ થોડાક આગળ જતાની સાથેજ મને એક બસ દેખાણી પરંતુ એમાં ઊભા રહેવાની પણ જગ્યા નહોતી અને અમે તેમાં ચઢી ન શક્યા. હું વરસાદમાં આખો ભીંજાઈ ગયો હતો.
અમે લોકો બહુજ થાકી ગયા હતા માટે થોડીક વાર આરામ કરવા માટે એક ઉંચા
ઓટલા પર બેસી ગયા. હવે વરસાદ થોડો
ધીમો પડ્યો હતો. અમે ફરી ચાલવાનું શરૂ
કર્યું. મારામાં હવે વધારે ચાલવાની શક્તિ
નહતી. આગળનો રસ્તામાં પાણી ભરાયું હતું. બધી ગાડીઓ ફસાઇ ગઈ હતી.
અમને બીજા રસ્તેથી જવું પડ્યું હતું.
ત્યા અમને લેવા માટે ઘરના સામા આવતા દેખાતા અમને હોશ આવ્યું અને અમે છેવટે ઘરે પહોંચી ગયા. ને મેં પહેલું કામ શિક્ષકને પહોંચ્યાની જાણ કરી. આ દિવસ નહીં ભુલી શકાય.
ધાર્મિક ડોડિયા (std 10)
****************************** ***********
વિભાગ : બાળ વિભાગ
શિર્ષક : વર્ષાઋતુ નો યાદગાર દિવસ
એ દિવસે અમે સ્કૂલ પિકનિક પર તિરૂપતિ વન ગયા હતા. અમે ખૂબ મજા કરી. જમ્યા પછી ખૂબ પવન સાથે વરસાદ ચાલુ થયો.
અમે ઘરે જવા બસમાં નીકળ્યા ત્યારે ચારે બાજુ પાણી વધવા માંડ્યું હતું. અમને ખુબજ બીક લાગતી હતી.
થોડે આગળ ગયા ત્યાં પોલીસ ઉભી હતી. તેમને કહ્યું ,” આગળ જવાય એવું નથી , નજીકજ પોલીસસ્ટેશન ત્યાં તમે જાવ . પાણી ઉતરી જાય પછી તમે જજો”.
પાંચ કલાક સુધી અમે પોલીસસ્ટેશને બેઠા. ત્યાં અમને ગરમ ચા અને બિસ્કિટ આપ્યા. વરસાદ બંધ થયો પછી અમે નીકળ્યા.
ખરેખર એ દિવસ હું ભૂલી નહીં શકું .જો એ દિવસે પોલીસે અમને મદદ ન કરી હોત તો શું થાત?.
મારા શતશત નમન છે પોલીસને. એ દિવસે પણ અને આજના દિવસે પણ પોલીસ આપણને મદદ કરવા હંમેશા તૈયાર રહે છે.
✍🏻લેખક : પ્રિશા શાહ
ધોરણ : ૯