GN_29_6-20(News of Gandhinagar PDF File)વાચવા માટે ડબલ ક્લિક કરો.
https://m.facebook.com/story.php?story_fbid=590107421910019&id=100027322995343(છેલ્લા બે દિવસ સાહિત્ય વિભાગ મેમ્બર બનવા માટે બાકી..લિંક ઓપન કરો વધુ વિગત માટે)
ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય “પદ્ય” પ્રસ્તુતિ.
વિભાગ : પદ્ય
શીર્ષક : પ્રકૃતિ-વાંસ-સમર્પણ
ન કરશો ઠેકડી,
નથી મારગ માં એકલી
નભની, વિશાળ છત્રછાયા,
વનરાજીની ભેંટ ઈશ્વરે મોકલી!
આછેરી પીળી ધરતી,
જોને પ્રેમાળ કેટલી!
વિહંગ વિહરે કરે કલશોર,
અંતઃમન શાંતિ એટલી!
રમત રમે ને ફરી જાય એ મનવા,
આ કુદરત નિખાલસ એટલી,
સાવ સીધા ઉભા આ વાંસ,
આપી જાય શીખ કેટલી,
જેટલા છીએ સરળ ને સીધા,
વ્હોરાઈ જવાની શક્યતા પ્રબળ એટલી,
છતાંય ઉગવું, કપાવું ફરી ઉગવું,
સદાય હામ રાખવી એટલી
અમથી કંઈ વાંસલડાની વાંસળી
શ્રી કૃષ્ણને પ્રિય એટલી!
અહો! આ વ્હાલી પ્રકૃતિમાં
સમર્પણ ભાવના કેટલી!
હું તો પામર મનખા દેહ
શું કામ રાખવી અહમની પોટલી!
કૂથલી, નિંદા, ઠેકડી તો બહુ છેટી હવે
મળ્યુ સાનિધ્ય આજ અદભૂત, હરખ ઘેલી થઈ એટલી!.
✍️વૈશાલી જે મહેતા
****************************** ***********
*ચિત્ર પરથી ગઝલ*
*વિષય – એકાંતમાં*
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
આજ ખુદ ને ય મળવું છે એકાંતમાં,
લઈ જવું મન હૃદયને ય વિશ્રાંતમાં.
ખૂબ ભીતર ભરાયો તો ડૂમો હવે,
આંસુઓ સારવા થોડાં કલ્પાંતમાં.
મન વલય મસ્ત આકાર તો પામશે,
કાંકરી મારવી સરવરે શાંતમા.
વાંસના જંગલો વચ્ચે ચાલુ છું હું,
વાંસળી વાગી ખોવાઈ શ્રીકાંતમાં.
જિંદગીનો ય કરવો છે સ્વાધ્યાય પણ,
હું કરું ડોકિયું એના દૃષ્ટાંતમાં.
ચાર વેદો બધાંયે મેં સમજી લીધા,
પાંચમો પ્રેમ માનું છું વેદાંતમાં.
જિંદગી આખી અંધારે વીતી ગઈ,
“દીપ” પ્રાગટય થાશે તો યુગાંતમાં.
♨️♨️♨️♨️♨️♨️♨️♨️♨️♨️
*દીપક સિંહ સોલંકી “દીપ” આણંદ*
****************************** ***********
*છંદ મુતદારિક – ગાલગા 4*
સ્પર્ધા : 7
ચિત્ર પરથી રચના
વિભાગ :પદ્ય / અછાંદસ
*શીર્ષક :- સન્નાટા*
બેચેની બાર બાર
બેરહેમીસે માર રહી હૈ
તોડ જિંદગીકે સિતાર રહી હૈ
સિર્ફ તન્હાઈસે વાસતા હૈ,
સમજમેં નહિ આતા
બેવફા વો હૈ કી
યે રાસ્તા હૈ. !!
જિસ રાહપે
કભી ન બિછડને કી
કસમ ખાઈ થી
આજ સબસે બડી
વહાઁ ખાઈ હૈ…
દાસી થી કભી જો મેરી
વો ઉદાસી અબ
મેરી જાનકી પ્યાસી હૈ…
કુછ ઐસે
ઉસકે સિતમ હૈ
હર રૂહમેં
માતમ હી માતમ હૈ….
જિંદા ભી હું કી નહિ
વો કહેતા નહિ હૈ,
અબ ખૂન ખૂન કી તરહ
બહેતા નહિ હૈ.
જિન વાદીયોમેં ચલે કભી
અરમાન વહીં પે જલે સભી…
કરું ક્યા સોચ કે અબ !!”
સજદેમેં મેરે સદા ઉસકે સલામ થે,
મશહૂર મેરે પર ઉસકે સારે કલામ થે..!!
ફિર ભી
કહાં કિસી સે
કોઈ શિકાયત હૈ !
અબ તો
મેરી મુઝસે બગાવત હૈ….
ઑર તો ક્યા કહે એ જિંદગી..!!!
હર તરહસે ઘાટે મેં હું
સદમેં ઔર સન્નાટે મેં હું…. !!!
*- ડૉ.નિષાદ ઓઝા “અમન”*
****************************** *********
વિભાગ : પદ્ય
પ્રકાર : હાયકુ
શિર્ષક : સફર
પથ પ્રયાણ
એકલ યાત્રી કરે
છે સુનિશ્ચિત!
લીલુડાં વાંસ
ખડા છે અડીખમ !
બંને કિનારે
વહે સમીર
સનન્ સુસવતો
ચોપાસ અહો!
રસ રેલાય
સોનલવર્ણો, વાંસ
વન ઉજાળે !
છાયા પ્રકાશ
રમે સંતાકૂકડી,
રસ્તા વચાળે!
નજર આભે
છવાય ચોપાસ જો
ઊંચા વાંસઝુંડો
માણું આલોક
નવજીવન તણો
મસ્ત સફરે!
*કૌમુદી સોની* સુરત
Hide quoted text
******************************ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”
🌹🌹🌹🌹🌹*પદ્ય વિભાગ* *૧)શીર્ષક-સન્નાટા*
*ડૉ નિષાદ ઓઝા “અમન”**૨}શીર્ષક – પ્રકૃતિ -વાંસ- સમર્પણ**વૈશાલી મહેતા**૩)શીર્ષક -સફર**કૌમુદી સોની**૪)શીર્ષક -એકાંતમાં*દીપકસિંહ સોલંકી”દીપ”*
*ગદ્ય વિભાગ**૧}શીર્ષક -પ્રભાત**શ્રધ્ધા ભટ્ટ*
*૨}શીર્ષક -મક્કમ નિર્ધાર**પૂજા (અલકા)કાનાણી*
*૩)શીર્ષક -મિશન-પ્રકૃતિ**મનોજ પંચાલ”મન”*
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન
એડમિન પેનલ.
*ગ્રુપ સંચાલક શ્રી : જીજ્ઞા કપુરીયા,* નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ.વંદના વાણી,કિશોર ઠક્કર * સહ નિર્ણાયક શ્રી : આરતી મરચંટ,આરતી રામાણી * સહ સંચાલક શ્રી: પ્રણવ ઝાંખર,મનીષ વોરા
ગ્રાફિક્સ,ડીઝાઇન : પ્રણવ ઝાંખર
****************************************
https://m.facebook.com/story.php?story_fbid=590107421910019&id=100027322995343
**************************†*************
https://m.facebook.com/story.php?story_fbid=590119358575492&id=100027322995343
*******************†********************
https://m.facebook.com/story.php?story_fbid=590069228580505&id=100027322995343
********************”*”******************