![](https://janfariyadnews.com/wp-content/uploads/2020/06/IMG-20200620-WA1008.jpg)
https://m.facebook.com/story.php?story_fbid=585676285686466&id=100027322995343
( E certificate mate upar ni link kholo)
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્યિક સ્પર્ધા ગત સપ્તાહ પરિણામ.
આયોજક: પ્રદીપ રાવલ..ગ્રુપસંચાલક : જીજ્ઞા કપૂરિયા
નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ.વંદના વાણી.કિશોર ઠક્કર
સહ સંચાલક : પ્રણવ ઝાંખર.મનીષ વોરા
સહ નિર્ણાયક : આરતી મરચંટ , આરતી રામાણી
##₹₹₹₹₹₹₹##₹₹#₹₹₹₹#########₹₹₹₹
વિભાગ ગદ્ય….
માઈક્રોફિક્શન શીર્ષક: અબૂધ
“અબૂધ”
“મોટા મોટા વી.આઇ.પી. પાર્ટીમાં આવ્યા હતા.આ તારી એટીકેટ કહેવાય?
મારા માટે ઇલેક્શન પહેલાંની કેટલી અગત્યની મિટીંગ હતી! અકક્લ ન ચાલી?”
“જી.”
“કેમ મુંગીમંતર બની ગઈ છો?હેલ્થમિનિસ્ટરની પત્ની છો. જરા એટીટ્યુડ સુધાર. અબૂધ જ રહી.”
“હું પ્રયત્ન કરીશ.”
“હમણાં તો તારી તબિયતને લીધે ઇલેક્શનમિટીંગમાં નહીં લઈ જાઉં પણ બાળવિષય પર તારાં ભાષણ મને મત ખેંચી લાવવામાં બહુ મદદ કરે છે એટલે જલ્દી ઊભી થઈ જજે. બહુ પાંપલાવેડા મને પોષાય નહીં. સમજી?”
ચૂંટણી પ્રચારમાં કાજલને માઇક સોંપાયું.
“સમગ્ર દેશની હેલ્થની ફિકર એવા માણસને સોંપવામાં આવી છે જેને પોતાની પત્નીની પણ પરવા નથી. મારું હમણાં જ એબોર્શન કરાવવામાં આવ્યું કારણકે દીકરી હતી. આવા માણસને તમારા દેશની તંદુરસ્તીનો હવાલો આપતાં પહેલાં સો વાર વિચારજો..
મારા પપ્પાએ કાંઈ વિચાર્યા વગર નર્યા દંભ સાથે જીવતા આ માણસના ખુંટે મને બાંધી દીધી. પણ જનતા જરુર વિચારે.”
કાજલની નજર સામે સાત વર્ષની કાજલની તૂટી ગયેલી ઢીંગલી માટે ટપક..ટપક.. ટપકતી આંખ તાદ્રશ્ય થઈ.
ઢીંગલી ખોઈ ત્યારે સાત વર્ષની અબૂધ હતી. હવે નથી.
કાજલ સડસડાટ ચાલી ગઈ.
-લીના વછરાજાની-અમદાવાદ.
####################№###№###
* *વિભાગ* ગદ્ય માઇક્રોફિક્શન
*શીર્ષક* કાવતરું
“હા બોસ, રમકડાં પહોંચી ગયા છે. બધી ઢીંગલીઓ નાના છોકરાઓમાં વહેંચાઈ ગઇ છે. બપોરે શાર્પ બાર વાગીને પાંચ મિનિટે બધી ઢીંગલીઓ એકસાથે… બૂમ… “
અને એક અટ્ટહાસ્ય ગૂંજી ઉઠયું. પણ કુદરતે કંઇક બીજું જ કાવતરું ઘડયું હતું. બરાબર અગિયાર પંચાવને ધરતી ધણધણી ઉઠી અને બધીજ ઢીંગલીઓ કાટમાળ હેઠળ ધરબાઇ ગઇ, બસ એકને છોડીને..!!
✍ અમિષા શાહ ‘અમી’
############№###########№
NG – 0058
વિભાગ : ગદ્ય
શીર્ષક : રંગમંચ
મીની એનાં ઘરની સામે રહેતી બબલીની ઢીંગલી જોઈને બોલી, “બાપુ, મને આવી ઢીંગલી લાવી દ્યો ને ?”
પિતાએ કહ્યું, “તારા માટે એનાથી પણ સરસ ઢીંગલી લાવી દઈશ.”
“ક્યારે લાવશો ?” મીનીની ધીરજ ખૂટી રહી હતી.
“આપણને દાળ-રોટલો મળે છે, ત્યાં સુધી આ તો નહિ જ.” પિતાજી મનમાં બબડીને ઘરની બહાર નીકળી ગયા.
“બચાવો, બચાવો”ની બૂમો પાડતી મીની ઘરની બહાર નીકળી. તેનાં પિતાજીએ સાયકલ મૂકીને મીનીની તરફ દોટ મૂકી. ગભરાયેલી મીનીને ગળે વળગાડી. “હવે, ક્યાં જઈશું” નાં સવાલ સાથે જમીનદોસ્ત થયેલાં પોતાનાં નાનકડાં મકાનને નિહાળી રહ્યાં.
હોર્નનાં અવાજે મીનીનાં પિતાજીની વિચાર તંદ્રા તોડી. બબલીનાં ઘરે લગભગ રોજ આવતી એક વાનની તરફ નજર પડતાં, નવો કિરદાર ભજવવા માટે સજ્જ થઈ ગયા. મીનીને ત્યાં જ બેસાડીને વાનમાં બેઠેલાં ભાઈ સાથે કંઈક વાતચીત કરી. વાનમાંથી ઢીંગલી સાથે એક હાથ બહાર આવ્યો. તેનાં પિતાએ ઢીંગલી લીધી. મોઢાનાં ભાગેથી ખોલી, તેમાં રહેલું સફેદ પેકેટ કાઢીને ખિસ્સામાં મૂક્યું. મીનીની નજીક આવીને બોલ્યાં, “લે, રોજ નવી ઢીંગલી લાવી દઈશ.”
✍️ પ્રીતિ શાહ (“અમી-પ્રીત”)ગાંઘીનગર
############################
વિભાગ: માઈક્રોફિક્શન
શીર્ષક : ઢીંગલી
શ્વેતા અને મીના એક જ શેરીમાં રહેતા પરંતુ બંનેના નસીબ બહુ અલગ હતા. શ્વેતાનો પરિવાર શ્રીમંત હતો જ્યારે મીના તેના પરિવાર સાથે નાના મકાનમાં રહેતી. શ્વેતા ક્યારેક મીના સાથે રમવાની જીદ કરતી.એ દિવસ 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. શ્વેતા અને મીના પરિવાર સાથે ઘરની બહાર આવી ગઈ . ત્યારે શ્વેતાએ મીનાનાં હાથમાં રહેલી ઢીંગલી જોઈને બોલી “પપ્પા હવે તો હું મીના સાથે રમી શકું”?
સંગાર ગીતા કાનજીભાઈ ” ગીત”
ગઢશીશા
******************************************
ન્યૂઝ ઓફ ગાંધીનગર સ્પર્ધા.
વિભાગ – પદ્ય
અછાંદસ
શિર્ષક – હું ને મારી ઢીંગલી!
ધરતીકંપનો સંવાદ છે, જુઓ અહીં!
જુદા પડ્યા, ફરિયાદ છે, જુઓ અહીં!
ખોળતી’તી હું આ મારી ઢીંગલીને,
પીડા હતી એ યાદ છે, જુઓ અહીં!
માવતર ગુમાવ્યા છે ધરતીકંપમાં!
હું ને મારી ઢીંગલી આબાદ છે, જુઓ અહીં!
“સૌ ગયા છોડીને આપણે!” મેં કહ્યું!
કેવાં થયાં બરબાદ છે, જુઓ અહીં!
જિજવિષા તોય બંન્નેની આંખો મહીં!
મેળવી બસ, એકમેકની દાદ છે જુઓ અહીં!
અંજના ગાંધી “મૌનું”
વડોદરા
✍️
**†**************************************
News of Gandhinagar*
*ચિત્ર પરથી ગઝલ*
*શીર્ષક – બાળ ઢીંગલી*
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
ઢીંગલી જો આમ તો બેજાન છે.
બાળકી પણ કેટલી નાદાન છે !
માનવી માફક છે કટપૂતળી ય એ,
બાળકી આ વાતથી અંજાન છે.
ઢીંગલી મૂંગી બની સહેતી રહી,
આ જગતના માન ને અપમાન છે.
બાળકીને મન રમકડું એ નથી,
એય પાક્કી દોસ્ત જીગરી જાન છે.
મોતનું તાંડવ બધે વ્યાપી ગયું,
એમને આ વાતનું ક્યાં ભાન છે?
સૃષ્ટિનો સંહાર કરતો છે પ્રકોપ,
એ બચ્યા તે ઈશ્વરી વરદાન છે.
કેટલું નિર્દોષ બન્નેનું જીવન !
આંખમાં પણ કેટલા અરમાન છે !
ચોતરફ વિખરાયેલો જુઓ જરા,
જિંદગી ને મોતનો સામાન છે.
મસ્ત રહેશે બાળકી ને ઢીંગલી,
શું થયું ! સમજણ નથી, બેધ્યાન છે.
કેટલો સંહાર કરશો, હે પ્રભુ!
મોતની તલવારને પણ મ્યાન છે.
ખોળિયાં ખાલી થયા ને એટલે,
“દીપ”નું ઈશ્વર ચરણમાં સ્થાન છે.
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
✍️ *દીપક સિંહ સોલંકી “દીપ” આણંદ*
*રમલ છંદ – ગાલગાગા ગાલગાગા ગાલગા*
******************************************
વિભાગ: પદ્ય ( મૌલિક રચના)
શીર્ષક : મારી લાડલી…..
મારી લાડલી, તું ઝાલી લે મારો હાથ,
રુઠી છે કુદરત ને રિસાણો છે જગતનો નાથ,
કે છોડી દીધો…..એણે આપણો સાથ.
મારી લાડલી, તું ઝાલી લે………
માતા-પિતા છૂટી ગયાં થઈ ગયાં અનાથ,
નીચે ધરતી ને ઉપર અંબર આપણાં બેયનો સાથ,
નથી હવે કોઈ ભાંડેરુ….. કે રમશું કોની સાથ.
મારી લાડલી, તું ઝાલી લે………..
ખુશીઓનાં ઝરણાં સુકાઈ ગયાં, ગમનાં દરિયા અપાર,
તોયે શ્વાસની આ દોરી ચાલે, જાણે તેજ રફતાર,
છૂપા વેશે છળી ગયો…..છોડાવી દીધો સાથ.
મારી લાડલી, તું ઝાલી લે………
મનભરીને પરિવાર સાથે જીવ્યાં પણ નહીં,
પ્રાણ લેતાં ઈશ્વર જરાય ખચકાયો પણ નહીં,
તરછોડાઈ ગયાં દુનિયામાં….ના હવે કોઈ આપણી સંગાથ.
મારી લાડલી, તું ઝાલી લે…….
— ડૉ. રેખા શાહ
********†*********************************
ન્યુઝ ઓફ ગાંધીનગર
સ્પર્ધા :7
વિભાગ : પદ્ય /અછાંદસ
તા. 19/06/2020
શીર્ષક/ *હોંસલા*
ન
માઁ કી ગોદ રખી
ન
બાપકા સાયા,
ઐસા કરકે ક્યા જતાયા.. !!
તુ ક્યા સોચ રહા હૈ?
ઉમ્મીદેં તૂટ જાયેગી?
સોચ જમ જાયેગી?
દિલ સદમે મેં ડૂબ જાયેગા?
ચૂર ચૂર હો જાયેગી જિંદગી?
ઑર ક્યા કરના ચાહતા હૈ?
દીવારેં લે લી, છતેં ગીરા દી,
જમીં ભી ખિંચ લી પૈરોંસે..
કર લે કરના હૈ ઉતના સિતમ,
નહિ દિલમેં લાના હૈ કોઈ ગમ,
મૈંને સૂના થા,
“જિસકા કોઈ નહિ ઉસકા તો ખુદા હૈ યારોં.”
ગલત સૂના થા…
સબકો જીવન દેને વાલે
તુને તો તેરે હી
ખીલૌને ખતમ કર દીયે
પર મેરા મૈંને બચા લીયા,
કરતા ભી ક્યા !
વો તુને કહાઁ બનાયા થા…!!!
તુને દિખાયા હૈ તેરા અહમ,
અબ દેખ લે મેરા ભી દમ,
ખાતી હું કસમ,
વાપસ આઉંગી,
તુઝે દિખાઉંગી,
હાર નહિ માનુંગી,
તુ યાદ રખના,
ઘોંસલા તૂટા હૈ,હોંસલા નહિ…. !!!
*- ડૉ. નિષાદ ઓઝા “અમન”*