27 NG PDF-6 28 NG pdf-1 (2) 29 NG PDF-3 30 NG pdf-2 (1)

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[10/27, 4:43 PM] Dilip Gajjar.Mahiti.Press: *અગમચેતી એ જ સલામતી*
*ખેડૂત મિત્રોએ કમોસમી વરસાદની આગાહીને ધ્યાને રાખીને આટલી બાબતોનું ધ્યાન રાખવું*
*****************
ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી તા. ૦૧ નવેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવા વાદળછાયા વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને, ખેડૂતોને તેમના પાકના રક્ષણ માટે કેટલીક તકેદારીના પગલાં લેવા માટે ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
*પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલાં:*
* કમોસમી વરસાદથી થતા પાક નુકશાનથી બચવા માટે ખેતરમાં કાપણી કરેલ અથવા ખુલ્લા પડેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. જો પાકને ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો.
* પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
* આ સમયગાળા પૂરતો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો.
* ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવો.
* APMCમાં રહેલા અનાજ અને ખેતપેદાશોને ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા.
* આ દિવસો દરમિયાન APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો લાવવાનું ટાળવું અથવા તેને સુરક્ષિત રાખવા.
આ અંગે વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK (કૃષિ વિજ્ઞાન કેન્દ્ર) અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરવો.
****************
નિતિન રથવી
[10/27, 6:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા-કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી*
*નદી પાસેના રસ્તાની બાજુમાં આવેલી દિવાલ તૂટી જતા રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો, પોલીસે બંને તરફ સતર્ક બંદોબસ્ત ગોઠવીને વાહનચાલકોને જોખમી વિસ્તાર વિશે ચેતવણી આપી વાહનવ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો*
અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે રામતલિયુ નદી પાસેના રાભડા-કણકોટ જવાના માર્ગ પર સર્જાયેલી અકસ્માતજનક સ્થિતિમાં ડુંગર પોલીસે ત્વરિત અને સરાહનીય કામગીરી કરી છે.
રાભડા-કણકોટને જોડતા માર્ગ પર રામતલિયુ નદીની નજીક રસ્તાની બાજુમાં આવેલી એક દીવાલ અચાનક તૂટી પડવાથી રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો. દીવાલ તૂટી જવાથી અને રસ્તો ધોવાઈ જવાથી વાહનવ્યવહાર માટે ગંભીર જોખમ ઊભું થયું હતું, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી.
આ બાબતની જાણ થતાની સાથે જ ડુંગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લીધા છે. માનવજીવનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને, પોલીસે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે હોમગાર્ડ જવાનોને ઘટનાસ્થળે બંદોબસ્ત માટે મોકલી આપ્યા છે.
ધોવાણ થયેલા રસ્તાની બંને તરફ સતર્ક બંદોબસ્ત ગોઠવીને હોમગાર્ડ જવાનોએ વાહનચાલકોને જોખમી વિસ્તાર વિશે ચેતવણી આપી હતી અને વાહનવ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો હતો. પોલીસની આ ત્વરિત કામગીરીથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી અકસ્માતની ઘટના ટળી છે.
હાલમાં, તંત્ર દ્વારા રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવે ત્યાં સુધી પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત ચાલુ રહેશે, જેથી લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.
….
[10/27, 7:26 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે રાજ્યના જિલ્લા કલેક્ટરો તથા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સતત સંપર્કમાં રહીને જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીશ્રીઓને આ કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચીને જિલ્લા વહીવટી તંત્રને પરિસ્થિતિને પહોંચી વળવાનું માર્ગદર્શન આપવાના દિશાનિર્દેશો આપ્યાં છે.
મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશો અનુસાર કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તાપી, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અમરેલી બનતી ત્વરાએ પહોંચશે.
એટલુ જ નહિં, આ મંત્રીશ્રીઓ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિવસ દરમિયાન રાજ્યના બધા જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે સંપર્ક કરીને તેમના જિલ્લામાં વરસાદી સ્થિતિ અને વાતાવરણમાં આવેલા બદલાવ અંગે તલસ્પર્શી વિગતો મેળવી હતી અને સ્ટેટ ઈમરજન્સી સેન્ટરને પણ જિલ્લાઓ સાથે સંકલન સાધીને જરૂરી મદદ સહાય માટે સૂચનાઓ આપી હતી.
—
[10/27, 7:26 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયાં*
———-
*છઠ પૂજા એકમાત્ર મહાપર્વ છે, જેમાં આથમતા સૂરજની પૂજા કરવામાં આવે છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———
*:: મુખ્યમંત્રીશ્રી ::*
* ગુજરાત અને બિહારનો સંબંધ આદિકાળથી ખાસ રહ્યો છે
* બિહાર બુદ્ધની ભૂમિ છે, તો ગુજરાતમાં બૌદ્ધની વિરાસતનું જતન થયું છે
* વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર છઠ પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા પ્રયાસરત છે
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં સહભાગી થઈ સૌને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભવ્ય-દિવ્ય રામ મંદિરના નિર્માણ બાદ દિવાળીનો આનંદ અને રોનક અનેકગણી વધી ગઈ છે. વડાપ્રધાનશ્રીએ “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો મંત્ર આપ્યો છે, જે આપણા તહેવારોને પણ સાકાર કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ છઠ પૂજાના આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દીપાવલીના તહેવારો પૂરા થયા બાદ લોકો લાભપાંચમથી કામકાજ શરૂ કરે છે ત્યારે બિહાર, ઝારખંડ અને પૂર્વાચલમાં સૂર્ય ઉપાસનાના છઠ મહાપર્વની શરૂઆત થાય છે.
તેમણે કહ્યું કે, બિહારમાં છઠ મહાપર્વની સાથે સાથે લોકતંત્રના મહાપર્વની ઉજવણીનો ઉત્સાહ છે. છઠ પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પ્રયાસરત છે. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં લોકો ઉગતા સૂરજની પૂજા કરે છે, પરંતુ છઠ પૂજા એકમાત્ર મહાપર્વ છે, જેમાં આથમતા સૂરજની પૂજા કરવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત અને બિહારનો સબંધ આદિકાળથી ખાસ રહ્યો છે. બિહાર બુદ્ધની ભૂમિ છે, તો ગુજરાતમાં બૌદ્ધની વિરાસતનું જતન થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જન્મ સ્થળ વડનગર પણ એક સમયે બૌદ્ધ શિક્ષાનું બહું મોટું કેન્દ્ર હતું. શ્રી મોદીજીના માર્ગદર્શનમાં વડનગરમાં બૌદ્ધ મ્યુઝીયમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીજીએ આઝાદીનું પહેલું આંદોલન બિહારના ચંપારણથી શરૂ કર્યું હતું, અને ગુજરાતના દાંડીથી મીઠાના સત્યાગ્રહથી બ્રિટિશ સલ્તનત સામે અહિંસક આંદોલનની શરૂઆત કરી હતી. ગુજરાતને બિહારી સહિત અનેક લોકોએ પોતાની કર્મભૂમિ બનાવી છે.
તેમણે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રીએ આપેલા સંકલ્પને પાર પાડવા સૌ દેશવાસીઓ સાથે મળીને એક બનીને આગળ વધવા અનુરોધ કરી છઠ મહાપર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશી અપનાવીએ અને સ્વદેશી ખરીદીને પ્રોત્સાહન આપીએ.
આ છઠ પૂજાનું આયોજન છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ, હિન્દી ભાષી મહાસંઘ અને મા જાનકી સેવા સમિતિના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં વસતા બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ વિસ્તાર સહિતના પરિવારો આ છઠ પૂજા ઉત્સવમાં હર્ષ અને ઉલ્લાસથી જોડાયા હતા.
છઠ મહાપર્વ આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી ડૉ. મહાદેવ ઝાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને છઠ પૂજા ઉત્સવની મહત્ત્વતા વર્ણવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી છઠ મહાપર્વ હવે બિહાર પૂરતુ સીમિત નથી રહ્યું, આજે આ મહાપર્વ સમગ્ર દેશનું મહાપર્વ બન્યું છે.
આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્યશ્રી ડૉ. પાયલબેન કુકરાણી, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર, પૂર્વ મંત્રી શ્રી આઈ. કે. જાડેજા, શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી પ્રદીપ પરમાર અને બિહાર સહિતના રાજ્યોના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
———
[10/27, 8:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ની જાહેરાત*
****
*07 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે*
****
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR)નું સમય પત્રક જાહેર કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે ચૂંટણી કમિશનર ડૉ. સુખબિર સિંહ સંધુ તેમજ શ્રી વિવેક જોશીની ઉપસ્થિતિમાં વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા.04/11/2025થી 04/12/2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ તા. 09/12/2025ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા. 09/12/2025થી 08/01/2026 સુધી સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકશે. 31/01/2026 સુધી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા.07/02/2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
આગાઉ થયેલ SIRને અનુસંધાને તા. 01/01/2002ને લાયકાત યોગ્ય ગણવામાં આવશે. 2002-2004માં યોજાયેલ આખરી SIRની મતદાર યાદીમાં નાગરિકો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે. નાગરિકતાના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ 12 દસ્તાવેજો માન્ય ગણાશે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની આ પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે હેતુથી NCC જેવા સ્વયંસેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે. આ તકે પ્રતિબુથ 1200 મતદારોની પહેલની અમલવારીના ભાગ સ્વરૂપે બૂથ રેશનલાઇઝિંગ કરી એક પરિવારના તમામ સભ્યો એક જ બૂથ પર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે ફેઝ -01ની જેમ ફેઝ-02માં પણ સુચારુ આયોજન કરી સમગ્ર પ્રક્રિયાના અંતે ‘ઝીરો અપીલ’ના ધ્યેય સાથે SIR યોજવા પર ભાર મુક્યો હતો.
[10/28, 11:25 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૫ : સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ*
—-
*રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીને લઈ એકતાનગરમાં વિશાળ તૈયારીઓ પૂર્ણઃ મુલાકાતીઓ માટે આરામદાયક ડોમ અને સુવિધાસભર વ્યવસ્થાઓ*
——–
*૯૦૦૦થી વધુ લોકો માટે ડોમમાં રહેણાંક સુવિધા, ૧૪૦૦ પોલીસ જવાનો માટે અલગ ડોમેટરી*
——–
*નોંધણી કાઉન્ટર, પ્રાથમિક સારવાર સેન્ટર અને શૌચાલય બ્લોક્સ દ્વારા તંત્રની સંકલિત તૈયારી*
——–
*રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે એકતાનગર ઝગમગ બન્યું, પ્રવાસીઓમાં ઉત્સાહ*
——–
*રાજપીપલા:મંગળવારઃ* ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ઉજવાતી રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીને લઈ એકતાનગર તૈયાર છે. દેશભરના આમંત્રિતો, અધિકારીઓ, કર્મચારીઓ અને જનતાને સુવિધા મળી રહે તે માટે વિશાળ તાત્કાલિક વસવાટની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
*કોયારી-ગરૂડેશ્વર મામલતદાર કચેરી પાસે બનાવાયેલા ડોમોમાં રહેણાકથી લઈ ભોજન સુધીની સુવિધાઓ ઉપલબ્ધ*
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કુલ ૧૧ ડોમ ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી ૭ ડોમ અન્ય રાજ્ય અને જિલ્લાઓથી આવતા નાગરિકો માટે, ૨ ડોમ બંદોબસ્ત માટે ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે તથા ૨ ડોમ ભોજન માટે બનાવવામાં આવ્યા છે. આ ડોમોમાં કુલ ૯૦૧૪ લોકોની અને ૧૪૦૦ પોલીસકર્મીઓ માટે સુવિધા ઉપલબ્ધ છે.
ડોમોમાં આરામદાયક પથારી, ચાર્જિંગ પોઇન્ટ, બેગ રાખવા માટે સ્ટેન્ડ, સ્વચ્છ બાથરૂમ અને ન્હાવાની સુવિધા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. પુરુષ અને મહિલા માટે અલગ ડોર્મિટરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. દરેક ડોમમાં વેન્ટિલેશન અને ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓની પણ પૂરતી તકેદારી લેવામાં આવી છે.
*નોંધણી અને આરોગ્ય કાઉન્ટર દ્વારા સહાયતા*
એકતાનગર ખાતે નોંધણી કાઉન્ટર અને પ્રાથમિક સારવાર કાઉન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં આવતા મહેમાનોની નોંધણી સાથે જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
*સ્વચ્છતા અને શૌચાલય વ્યવસ્થાનું વિશેષ ધ્યાન*
પ્રવાસીઓની સુવિધા માટે આધુનિક શૌચાલય બ્લોક્સ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં પુરુષ અને મહિલાઓ માટે અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે. પાણી, લાઇટ અને સફાઈની સતત વ્યવસ્થા સાથે સ્વચ્છતાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે.
ઉપરાંત, ૧૭૪ બસો માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જેથી પરિવહનમાં કોઈ અડચણ ન રહે. તમામ ડોમ અને સુવિધા સ્થળોએ રંગીન ફેબ્રિક કવરિંગ, પૂરતો પ્રકાશ અને સજાવટ સાથે એકતાનગરમાં તહેવારમય વાતાવરણ છવાઈ ગયું છે.
રાષ્ટ્રીય એકતા દિવસની આ ભવ્ય ઉજવણીમાં આવતા દરેક મહેમાનને સુવિધા અને આરામની અનુભૂતિ થાય તે માટે રાજ્ય સરકારે તંત્ર સાથે મળી સુવ્યવસ્થિત આયોજન કર્યું છે.
-૦૦૦-
[10/28, 11:36 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ: ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ*
*હવે ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકશે*
…..
રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં વર્ષ ૨૦૨૩થી “One Nation One Challan” એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એમ-પરીવહનની સાઇડ ઉપરથી તથા PoS મારફત ભરી શકતા હતા.
હવે આ સુવિધામાં વધારો કરીને BBPS પ્લેટફોર્મ એટલે કે, ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકશે. તેના માટે એપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. BBPS જેવી સુવિધાઓનો સમાવેશ કરવાથી વાહનચાલકોને ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઇની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે.
આ સુવિધા હેઠળ એકત્રિત થનાર નાણા ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ઓનલાઇન ચુકવણી માટે સમયાંતરે જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દંડની રકમની ખરાઇ કર્યા બાદ સમાધાન રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. આથી રાજ્યમાં દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા બંને વધશે.
આ પહેલથી રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં તથા વાહનચાલકોને સહેલાઇથી દંડની રકમ ભરવાની સુવિધા ઉપલબ્ધ થશે, જે “ડિજિટલ ગુજરાત”ના લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
….
[10/28, 12:06 PM] Dilip Gajjar.Mahiti.Press: *જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો*
******************
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે આજે સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ પોતાના હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.
મંત્રીશ્રીએ ચાર્જ સંભાળ્યો તે પ્રસંગે વિવિધ પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
******************
[10/28, 12:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ભાવનગરના શિહોર ખાતે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ બેઠક યોજી*
——
*શિહોર કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે કૃષિ મંત્રીએ ચર્ચા કરી*
——
માહિતી બ્યુરો, ભાવનગર
કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ભાવનગર આવી પહોંચેલા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ શિહોર પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ કૃષિ મંત્રીશ્રીએ શિહોરના કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી.
આ મુલાકાત વેળાએ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચનાના પગલે કૃષિમંત્રીશ્રીએ આજે શિહોર તાલુકાના કાજાવદર ગામની મુલાકાત દરમિયાન ખેડૂતના ખેતર પર જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણી, જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લીલાબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડ, આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી શ્રી ભૂમિકાબેન વાટલિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
——
કૌશિક
[10/28, 12:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલી નુકશાનીનો તાગ મેળવ્યો*
૦૦૦૦૦૦૦૦
*રાજ્ય મંત્રીશ્રીએ સાવરકુંડલાના જાબાળ, ઘનશ્યામનગર ગામના ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકોનું નિરીક્ષણ કર્યું*
૦૦૦૦૦૦૦૦
*રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહી પૂરતી મદદ કરશે : રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા*
૦૦૦૦૦૦૦૦૦
અમરેલી તા.૨૮ ઓકટોબર,૨૦૨૫ – રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આજરોજ ભારે વરસાદથી અસરગ્રસ્ત સાવરકુંડલા તાલુકાના જાબાળ, ઘનશ્યામનગર સહિતના ગામોની મુલાકાત લઈ કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો.
રાજ્યમંત્રીશ્રીએ ખેડૂતોના ખેતરોમાં જઈને મગફળી-કપાસ સહિતના પાકોમાં કમોસમી વરસાદથી નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખેડૂતોબંધુઓ સાથે સંવાદ સાધીને પાક નુકસાનીની વિગતો પણ મેળવી હતી.
રાજ્યમંત્રીશ્રીએ કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. આ માટે તાત્કાલિક પાક નુકસાનીના સર્વે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહી પૂરતી મદદ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
[10/28, 12:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *સરદાર પટેલના વંશજો વડાપ્રધાનની એકતા નગર મુલાકાત પ્રસંગે ઉપસ્થિત રહેશે:*
——-
*સરદાર પટેલના વંશજોની ઉપસ્થિતિ સાથે એકતા નગરમાં ઉજવાશે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ*
——-
*એકતા નગર બનશે રાષ્ટ્રીય ગૌરવનું કેન્દ્ર, સરદાર પટેલના વંશજોની વિશેષ ઉપસ્થિતિ રહશેઃ*
——-
*સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લૌહપુરુષના વારસાની હાજરીથી ઉજવણી બનશે ઐતિહાસિક*
——-
*રાજપીપલાઃસોમવારઃ* નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતા નગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સતત મોટી સંખ્યામાં આવી રહ્યા છે. લૌહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તા. ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરની મુલાકાત લેશે. આ વિશેષ પ્રસંગે સરદાર પટેલના વંશજો પણ ઉપસ્થિત રહેશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોમાં શ્રી ગૌતમ ડાહ્યાભાઈ પટેલ (સરદાર પટેલના પૌત્ર) હાલ ૮૦ વર્ષના છે અને તેઓ પરિવારના વરિષ્ઠ સભ્ય તરીકે ઉપસ્થિત રહેશે. તેમની પત્ની ડો. નંદિતા ગૌતમ પટેલ ૭૯ વર્ષની છે. સરદાર પટેલના પ્રપૌત્ર તરીકે શ્રી કેદાર ગૌતમ પટેલ (વયઃ ૪૭ વર્ષ) પણ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. તેમની પત્ની શ્રીમતી રીના પટેલ (વયઃ ૪૭ વર્ષ) તથા તેમની પુત્રી કુમારી કરીના કેદાર પટેલ (વયઃ ૧૩ વર્ષ) – જે સરદાર પટેલની પ્રપ્રપૌત્રી છે – પણ એકતા નગર ખાતે પહોંચશે.
આ ઉપરાંત, શ્રી ગૌતમ ડાહ્યાભાઈ પટેલના પિતરાઈ શ્રી સમીર ઇન્દ્રકાંત પટેલ (વયઃ ૬૮ વર્ષ) તથા તેમની પત્ની શ્રીમતી રીતા એસ. પટેલ (વયઃ ૬૬ વર્ષ) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી રાષ્ટ્રીય ગૌરવના આ કાર્યક્રમનો ભાગ બનશે.
સરદાર પટેલના વંશજોની ઉપસ્થિતિ વડાપ્રધાનની મુલાકાતને વધુ સ્મરણિય અને ઐતિહાસિક બનાવશે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દેશની એકતા, અખંડતા અને સંકલ્પનું પ્રતિક છે, અને આ પ્રસંગે સરદાર સાહેબના પરિવારમાંથી અનેક પેઢીઓ એક સાથે એકતા નગર ખાતે ઉપસ્થિત થવી એ સ્વયં રાષ્ટ્રીય ગૌરવનો ક્ષણ છે.
એકતા નગર હવે માત્ર પ્રવાસન સ્થળ નહીં પરંતુ રાષ્ટ્રની એકતાનું જીવંત પ્રતિક બની ગયું છે. સરદાર પટેલના વંશજોની ઉપસ્થિતિથી આ કાર્યક્રમમાં દેશભક્તિ અને કુટુંબિય ગૌરવની ભાવના વધુ પ્રગટ થશે.
00000
[10/28, 12:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓ : રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત*
…………………….
*પ્રથમ, દ્ધિતીય અને તૃતીય વિજેતા શાળાઓને અનુક્રમે રૂ.૧ લાખ, ૭૫ હજાર અને ૫૦ હજારનું રોકડ ઇનામ*
*આ શાળાઓમાં ગાંધીનગરની પાલજ અને અહમદપુર તેમજ ખેડાની સિંહુજકુમાર પ્રાથમિક શાળાનો સમાવેશ*
……………………
‘કલાયમેટ ચેન્જ’ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ ઉભું કરવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા વન-ક્લાઇમેટ ચેન્જ વિભાગની સાથેસાથે વિવિધ સરકારી તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ- નાગરિકો સંયુક્ત ભાગીદારીથી કાર્ય કરી રહ્યા છે.
આ કાર્યને આગળ વધારવા ‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૨૫-૨૬નો રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરીને તેમની કામગીરીને બિરદાવવામાં પણ આવી છે. આ અવોર્ડની કુલ સાતમાંથી, ‘શૈક્ષણિક સંસ્થા’ શ્રેણી હેઠળ આવતી આ સરકારી પ્રાથમિક શાળાઓમાં ગાંધીનગર જિલ્લાની પાલજ અને અહમદપુર પ્રાથમિક શાળા તેમજ ખેડા જિલ્લાની સિંહુજકુમાર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ, દ્ધિતીય અને તૃતીય વિજેતા આ શાળાઓને રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે રૂ.૧ લાખ, ૭૫ હજાર અને ૫૦ હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવી છે.
*સરકારી પ્રાથમિક શાળા, પાલજ :*
પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને તેનો વપરાશ ઘટાડવાના પ્રયાસો બદલ શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં આ શાળાની કલાઈમેન્ટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગામજનોના સહયોગથી પ્લાસ્ટિક રિસાયકલિંગની પહેલમાં સક્રિય ભૂમિકા ભજવી છે, જે પર્યાવરણની ટકાઉતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શાળા દ્વારા દર બુધવારે વિદ્યાર્થીઓ પાસેથી પ્લાસ્ટિકનો કચરો તેમના ઘરેથી મંગાવવામાં આવતો હતો, જે IIT-ગાંધીનગર ખાતે રિસાયકલ માટે અપાતા જેના બદલામાં, વિદ્યાર્થીઓને લેખનપેડ, કચરાપેટી અને ગ્રીન બેન્ચીસ આપવામાં આવે છે.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિધાર્થીઓ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં ૨૪૫ કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કરીને જમા કરવામાં આવ્યું છે. શાળા દ્વારા પાલજ ગામમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા માટે રેલી, ચિત્ર સ્પર્ધા અને સફાઈ અભિયાનની સાથે શાળાએ કેમ્પસમાં પ્લાસ્ટિક લાવવાને લઈને કડક પ્રતિબંધ પણ લાગુ કર્યો છે. આ પ્રયાસોના ભાગરૂપે શાળાને “સ્વચ્છતા હી સેવા એવોર્ડ ૨૦૨૩–૨૪” પણ પ્રાપ્ત થયો છે.
*અહમદપુર પ્રાથમિક શાળા :*
પ્લાસ્ટિક મુક્ત હરિયાળા ગામ થકી ક્લાયમેટ ચેન્જ વિષય બદલ શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં આ શાળાની પસંદગી કરાઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના બાળકોને શાળા તરફથી કેસર આંબાના ૨૫૦ રોપા આપવામાં આવ્યા હતા. જેમાંથી ૨૨૫ આંબા પર ફળ આવવા લાગ્યા છે. બાળકોનાં પ્રયત્નોથી પ્રત્યેક વર્ષે ‘’એક બાળ, એક ઝાડ’’ સંકલ્પથી શાળાએ નવા ૮૦૦ જેટલા વૃક્ષ ઉછેર્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ગામમાંથી જૂના કપડાં એકત્રિત કરી અને તેનો ઉપયોગ કરીને ગ્રામજનો, શાળાના બાળકો અને ગામના સ્થાનિક દરજીની મદદથી ૩૫૦થી વધુ કપડાની થેલીઓ બનાવી, દરેક ઘરમાં અને દુકાનમાં વિતરણ કર્યું છે.
આમ છેલ્લા પાંચ વર્ષમાં ૭૫૦થી વધુ કાપડની થેલીઓ ગામજનોને આપીને પ્લાસ્ટિક મુક્ત ગામની સંકલ્પનાને સાકાર કરવામાં આવી છે. વધુમાં દર વર્ષે ૧૦૦ કિલો કરતાં વધુ બિનજરૂરી પતંગદોરીને બાળવાને બદલે, તેનો ઉપયોગ ખુરશીમાં બેસવાની ગાદી કે તકીયા બનાવવામાં થાય છે. આ વસ્તુઓ શાળાઓ અને જાહેર સંસ્થાઓમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. ઉત્તરાયણ ઉપર ૨૦,૦૦૦થી વધુ પતંગો વૃક્ષોના બીજ સાથે ઉડાડીને આ વિસ્તારને વૃક્ષોથી હરિયાળો બનાવવા નવતર પહેલ હાથ ધરી છે.
*સિંહુજકુમાર શાળા :*
નરેન્દ્રગીરી બી. ગોસ્વામી-સિંહુજકુમાર શાળાની ‘ગ્રીન સ્કૂલ- કેચ ધ રેઇન’ના વિષય માટેની શૈક્ષણિક કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષક શ્રી નરેન્દ્રગીરી બી. ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ પર્યાવરણ ટીમો દ્વારા ઓડિટ અને જાગૃતિ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “Catch the Rain” અભિયાનને અનુસરીને દર વર્ષે અંદાજે પાંચ લાખ લિટર પાણી બચાવવામાં આવે છે.
તેમના દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવીને પ્લાસ્ટિક પેકેજિંગનો ઉપયોગ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે. ગામમાં નવીનીકરણીય ઊર્જા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. શાળાની પ્રવૃત્તિઓ હેઠળ જૈવિક ખેતી અને ખાતપાચન (composting)ને એકીકૃત કરવામાં આવે છે. આ શાળાએ સમગ્ર જિલ્લાની ૩૦૦થી વધુ શાળાઓ અને ૯,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ હકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ બચાવવાની પ્રેરણા આપી છે.
———–
જનક દેસાઈ
[10/28, 1:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગીર સોમનાથના વરસાદથી અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લેતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા*
—————
*કમોસમી વરસાદથી ઉભી થયેલી નુકસાનની પરિસ્થિતિ અંગે ખેતરમાં જઈ નિરીક્ષણ કર્યું*
——–
*ગોઠણ સમા પાણીમાં ઉતરી વરસાદી સ્થિતિનો ચિતાર મેળવી ખેડૂતોને હૈયાધારણાં આપતા મંત્રીશ્રીઓ*
—————
*સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિતના અગ્રણીઓ પણ આ મુલાકાતમાં જોડાયા*
——-
ગીર સોમનાથમાં વરસાદની સ્થિતિને અનુલક્ષીને વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે બેઠક યોજી નુકસાની અંગેનો ચિતાર મેળવ્યો હતો.
મંત્રીશ્રીઓએ તાત્કાલિક અસરથી જિલ્લામાં પહોંચીને જિલ્લાના સૂત્રાપાડા અને કોડિનાર તાલુકાના પણાદર, પીપળી, છારા, કડોદરા, આલીદર, ડોળાસા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ખેડૂતો સાથે સંવાદ સાધી ખેતરમાં થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
ગોઠણ સમર પાણીમાં કાદવ-કીચડ વચ્ચે પણ ખેતરમાં જઈ મંત્રીશ્રીઓએ પલળેલી મગફળી હાથમાં લઈ નીરિક્ષણ કરી વાતાવરણમાં આવેલા પલટાથી થયેલાં નુકસાનની પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો.
ખેડૂતોએ મંત્રીશ્રીઓ સમક્ષ ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું ઉત્પાદન, કમોસમી વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને અનુલક્ષી ઝડપથી સર્વે કરવા, આર્થિક સહાય આપવા તેમજ સત્વરે ખેડૂતલક્ષી પેકેજ જાહેર થાય તે માટેની રજૂઆતો કરી હતી.
મંત્રીશ્રીઓએ ખેડૂતો વતી સરકારમાં રજૂઆત કરી અને અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે થાય એ દિશામાં કામગીરી કરવા માટે ખાતરી આપી હતી.
આ મુલાકાત દરમિયાન સાંસદ શ્રી રાજેશભાઈ ચૂડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, પૂર્વ સાંસદ શ્રી દીનુભાઈ સોલંકી, સંજયભાઈ પરમાર, શિવાભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ, ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ, બાગાયત વિભાગના અધિકારીઓ, આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
000000000
[10/28, 1:19 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/sanghaviharsh/status/1983077924296438039?t=3P3ZPh_JD9pw0gKiJ8tYxQ&s=19
[10/28, 1:19 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/sanghaviharsh/status/1983071729997230533?t=aEkN9wuroYlYYGnmk9Cyxw&s=19
[10/28, 2:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *ત્રિપુરાના ધારાસભ્યશ્રીઓ સહિત કુલ ૧૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે*
—–
*પ્રતિનિધિ મંડળને વિધાનસભા ખાતે લાઇબ્રેરી, NeVA સેવા કેન્દ્ર, ગૃહની બેઠક વ્યવસ્થા, ધારાસભ્યશ્રીઓને મળતી સુવિધાઓ જેવી વિવિધ કામગીરી અંગે કરાયા માહિતગાર*
—–
ત્રિપુરાના ચાર ધારાસભ્યશ્રીઓ સહિત કુલ ૧૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ગુજરાતના પ્રવાસે છે, જે અન્વયે આજે તેમણે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. વિધાનસભા ખાતે ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા ત્રિપુરાના ધારાસભ્ય સર્વે શ્રી સ્વપ્ના દેબબર્મા, શ્રી માનબ દેબબર્મા, શ્રી રામુ દાસ અને શ્રી નયન સરકાર સહિત કુલ ૧૧ સભ્યોને વિધાનસભા ખાતે ચાલતી વિવિધ કાર્યપદ્ધતિઓ વિશે વિસ્તૃતમાં સમજણ આપવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન ત્રિપુરાના ધારાસભ્ય શ્રી સ્વપ્ના દેબબર્મા ગુજરાત વિધાનસભા ખાતે અદ્યતન લાયબ્રેરીની સુવિધા સહિતના શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું હતું કે, અત્રે મેળવેલા માર્ગદર્શન થકી ત્રિપુરા વિધાનસભા ખાતે લાઇબ્રેરીના અપગ્રેડેશન સહિત અન્ય જરૂરી સુધારાઓ કરવામાં આવશે.
વિધાનસભા મુલાકાત દરમિયાન ઉપસ્થિત પ્રતિનિધિ મંડળને વિધાનસભા ખાતે કાર્યરત લાઇબ્રેરી, પેપરલેસ કામગીરીના ભાગરૂપે વિધાનસભામાં અમલી NeVA સેવા કેન્દ્રની કામગીરી, મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓની બેઠક વ્યવસ્થા, પ્રેસ અને વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિતની વિવિધ સુવિધાઓ વિશે અધિકારીઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતા, નાયબ સચિવ શ્રી દિનેશ ચૌધરી સહિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિપુરાનું પ્રતિનિધિ મંડળ પાંચ દિવસ માટે ગુજરાતના પ્રવાસે પધાર્યું છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર, સોમનાથ અને દ્વારકા સહિતના સ્થળોની મુલાકાત કરશે.
—–
જીગર બારોટ
[10/28, 2:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ SEOC, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી*
***********
• *વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લા કલેકટરશ્રી સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો*
************
:: *આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ જિલ્લા કલેકટરશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી*::
* *સંભવિત જોખમને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરીને એલર્ટ રહેવું*
* *જિલ્લા-તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા*
*******
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧ ઓક્ટોબર,૨૦૨૫ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિહ મહિડાએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લા કલેકટરશ્રી સહિતના વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં. આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિહ મહિડાએ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ ધરાવતા જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું તેમજ તંત્ર દ્વારા કરાયેલી તમામ આગોતરી તૈયારીઓની પણ તેમણે સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત રાજ્યમંત્રી શ્રી મહિડાએ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સૂચના આપી હતી. સાથે જ, રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડીપ્લોય કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટીમ ડીપ્લોય કરવા તેમણે સૂચન કર્યું હતું.
આ બેઠક પૂર્ણ થયા બાદ શ્રી સંજયસિંહ મહિડાએ SEOC ખાતે કાર્યરત કંટ્રોલરૂમની મુલાકત લઈને અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
– પ્રિન્સ ચાવલા
*******
[10/28, 3:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રો તમામ પ્રકારની કાર્યવાહી માટે પુરાવા તરીકે માન્ય*
—–
રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકાર કરવા આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
વધુમાં, જણાવ્યા અનુસાર CRS Portalમાં જન્મના તેમજ મરણના પ્રમાણપત્ર પર જન્મ-મરણની નોંધણી કરનાર રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્ર નાગરિકોને ઇ-મેઇલ આઇ.ડી. પર મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત નાગરિકો રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રાર પાસેથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે.
રાજ્યમાં જન્મ-મરણની નોંધણી અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતી હતી, તેના બદલે તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫થી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS Portal ઉપર કરવામાં આવી રહી છે.
—–
જીગર બારોટ
[10/28, 4:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના ગ્રાન્ટમાંથી વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતે ૨૦ લાખની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ*
——
*સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત વિકાસ કામોની સુવિધાલક્ષી ભેટ*
——
માહિતી બ્યુરો, ભાવનગર
સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત ૨૦ લાખની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ ૨૦ લાખના ખર્ચે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતેથી કર્યું હતું.
આ તકે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ચંદ્રમણી કુમાર, આગેવાનશ્રી દિગ્વિજય સિંહ, શ્રી નામદેવસિંહ , શ્રી દિનેશભાઈ દિયોરા , નગરપાલિકા પ્રમુખશ્રી વિજયસિંહ , શ્રી દિલીપભાઈ શેટા , આરોગ્ય ચેરમેનશ્રી અશોકભાઈ સોલંકી , શ્રી પદુભા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
——
કૌશિક શીશાંગીયા
[10/28, 5:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ*
–
*દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહાય માટે હાથ લંબાવતા નથી. પરંતુ આ વખતે એક આફત સમાન આ કમોસમી વરસાદએ ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે.- આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ*
–
*નવસારી જિલ્લામાં તમામ તાલુકાઓ મળી કુલ ૩૫૫ ગામોમાં નોંધપાત્ર નુકસાની: ૧૫,૨૯૫ ખેડૂતો અને ૧૮,૩૦૯ હેક્ટર વિસ્તાર પ્રભાવિત*
–
નવસારી,તા.૨૮: હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૫-૧૦-૨૦૨૫ થી તા.૦૧-૧૧-૨૦૨૫ દરમિયાન ગુજરાત રાજયના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે નવસારી જિલ્લા સહિત ઘણા જિલ્લાઓમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોચ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જેને અનુલક્ષીને સ્થાનિક મંત્રીશ્રીઓ દ્વારા પણ જિલ્લાઓમા થયેલા નુક્સાન અને તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાઓ ઉપર જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આજરોજ આ બાબતને અનુલક્ષીને આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડ્યન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીતના ઉપસ્થિતીમા નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
બેઠકમાં મંત્રીશ્રીઓએ જિલ્લામાં થયેલા નુકશાન, કાપણી કર્યા બાદ ખેતરમા સુકાવેલ પાક, તંત્ર દ્વારા સેટેલાઇટના આધારે અને ત્યાર બાદ સ્થળ ઉપર જઇ કરવામાં આવેલ સર્વે અંગે, તથા નુકસાની અંગે સંકલીત રીપોર્ટ કરવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. બન્ને મંત્રીશ્રીઓએ કોઇ પણ ખેડૂત સહાયમાંથી બાકાત ન રહે તથા સર્વેનો રીપોર્ટ સુયોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
આદિજાતી મંત્રીશ્રી નરેશભાઇ પટેલે પ્રભાવિત જિલ્લાઓ અંગે સરકારશ્રી દ્વારા નક્કિ કરવામાં આવેલ ધારાધોરણો અંગે જાણકારી આપી, તાપી અને નવસારી જિલ્લાનું નિરિક્ષણ કરતા આ બન્ને જિલ્લામાં વધારે નુકશાન થયુ છે અને કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ડાંગરને ભારે નુકશાન થયુ છે એમ જણાવ્યું હતું.
સર્વેની બાબતમા તેમણે ખાસ જણાવ્યું કે, ફિલ્ડમા સર્વે માટે જતી વખતે ખેડૂતોની સાથે લાગણીસભર વ્યવહાર થાય. તથા આગામી ૩૧મી ઓક્ટોબર સુધી હજી પણ વરસાદની આગાહી છે તો સર્વે કરતી વખતે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહાય માટે હાથ લંબાવતા નથી. પરંતુ આ વખતે એક આફત સમાન આ કમોસમી વરસાદએ ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે આવા સમયે સરકારશ્રી અને વહિવટી તંત્ર ખેડૂતોની પળખે જ છે એમ લાગણી ભર્યો ઉદગાર વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ કમોસમી વરસાદમાં થયેલા નુકસાનના સર્વે સહિત સહાય વિતરણ તથા સમગ્ર વર્ષ દરમિયાન બાગાયત અને ખેતીપાકોમા કમોસમથી થતા નુકશાન અંગે મંત્રીશ્રીઓને અવગત કર્યા હતા.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અતુલ ગજેરાએ જિલ્લાના ખેતી પાકો અને બાગાયતી પાકોમાં થયેલ નુકસાનની પ્રાથમીક આંકડાકિય માહિતી આપી હતી. જે અનુસાર સમગ્ર નવસારી જિલ્લામાં તમામ તાલુકાઓ મળી કુલ-૩૫૫ ગામોમાં નોંધપાત્ર નૂક્શાની જોવા મળી છે. જેમાં ૧૫,૨૯૫ ખેડુતોને જિલ્લાના કુલ વાવેતર પૈકિ ૧૮,૩૦૯ હેક્ટર વિસ્તારમા નુકશાની નોંધાઇ છે.
નોંધનિય છે કે, જિલ્લામાં ખાસ કરીને મુખ્ય ડાંગર પાકને વધુ નુકસાન થયુ છે અને શાકભાજી પાકને પણ વધતા ઓછા પ્રમાણમાં નુકશાન થયુ છે. જિલ્લાનો વાવેતર વિસ્તાર કુલ-૪૫,૮૨૯ હેક્ટર છે, જેમાંથી ૧૬,૮૪૧ હેકટર વાવેતર વિસ્તાર કાપણી પૂર્ણ થયેલો વિસ્તાર અને ૨૮,૭૭૯ વાવેતર વિસ્તાર કાપણી બાકી હોય તેવો વિસ્તાર છે એમ જાણકારી આપી હતી.
બેઠકમાં મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, પ્રાંત અધિકારીશ્રી જનમ ઠાકોર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000
[10/28, 7:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ રાજુલા-જાફરાબાદ તાલુકાના ગામોનાં સરપંચો- અગ્રણીઓ પાસેથી પાક નુકસાની અંગે રજૂઆતો મેળવી*
૦૦૦૦૦૦૦૦૦
*રાજ્યમંત્રીશ્રીએ રાજુલા એ.પી.એમ.સી ખાતે સરપંચશ્રીઓ, ખેડૂતો અને અગ્રણીશ્રીઓ સાથે મુલાકાત કરી*
૦૦૦૦૦૦૦૦૦
*અમરેલી તા.૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ (મંગળવાર)* – રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આજે રાજુલા એ.પી.એમ.સી ખાતે જાફરાબાદ અને રાજુલા તાલુકાના ગામડાઓના સરપંચશ્રીઓ, ખેડૂતો, અગ્રણીશ્રીઓ સહિતના લોકો સાથે મુલાકાત કરી, તેમની પાસેથી કમોસમી વરસાદના પગલે ખેતી પાકો સહિતની નુકસાની અંગે રજૂઆતો મેળવી હતી.
રાજ્યમંત્રીશ્રીને જાફરાબાદ,રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ કમોસમી વરસાદથી નુકસાની સંદર્ભે વિગતવાર જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા ખેડૂતોના ખેતરે જઈ, કમોસમી વરસાદથી ખેતી પાકોના નુકસાનીનો તાગ મેળવ્યા બાદ રાજુલા એ.પી
એમ.સી ખાતે આ મુલાકાત યોજાઈ હતી.
આ તકે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય સર્વશ્રી જે.વી.કાકડીયા, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનક તળાવીયા, અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણી, રાજુલા એ.પી.એમ.સીના હોદ્દેદારો સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
[10/28, 7:37 PM] Dilip Gajjar.Mahiti.Press: કમોસમી વરસાદગ્રસ્ત જુનાગઢ જિલ્લાની મુલાકાતે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ: ખેતરોમાં જઈને ખેડૂતોને રૂબરૂ મળ્યા
૦૦૦
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાએ જૂનાગઢ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેતી પાકમાં થયેલ નુકસાની સંદર્ભે ખેતી પાકની નુકસાનીનો તાગ મેળવ્યો
૦૦૦૦૦
રાજ્ય સરકાર ખેડૂતોની સાથે ઉભી છે :પૂરતી મદદ કરશે : વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
૦૦૦૦૦
મંત્રીશ્રીએ કમોસમી વરસાદથી થયેલી નુકસાની નું નિરીક્ષણ કરી ખેડૂતોની રજૂઆતો સાંભળી
૦૦૦૦૦
મંત્રીશ્રી સાથે સાંસદ, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના
પદાધિકારીઓ – અધિકારીઓ પણ જોડાયા
જૂનાગઢ તા.૨૮
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજાએ વરસાદથી અસરગ્રસ્ત જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામની મુલાકાત લઈ કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો.
વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા એ મેંદરડા તાલુકાના ખડપીપળી ગામે ખેડૂતના ખેતરમાં જઈને મગફળી સહિતના પાકોમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાની નું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ મુજબ આજ રોજ જુદા જુદા જિલ્લાઓમાં કમોસમી વરસાદથી થયેલ પાકને નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગઈકાલે અને અગાઉ પણ મેંદરડા પંથકમા ભારે વરસાદના કારણે પાકમાં નુકસાન થયું છે. ખાસ કરીને મગફળીના પાકમાં વધુ નુકસાન થયું છે. જ્યારે અન્ય પાક માં અંશત નુકસાન થયું છે.તેમણે ખેડૂતોને ખાત્રી આપતા જણાવ્યું હતું કે કેબિનેટમાં આવતીકાલે પ્રાથમિક અહેવાલ આપીશું. તેમજ પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને દરેક પ્રકારે મદદ કરવાની ખાતરી આપી હતી.
આ તકે મંત્રીશ્રીઓ ની સાથે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુમ્મર, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી.પટેલ સહિતના પદાધિકારીઓ – અધિકારીઓ જોડાયા હતા.
[10/28, 8:56 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભાવનગર જિલ્લામાં થયેલ કમોસમી વરસાદને અનુલક્ષી કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ*
——
*કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા કરવામાં આવી*
——
*જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકશાન અંગે મંત્રીશ્રીઓને માહિતી આપી*
——
માહિતી બ્યુરો, ભાવનગર
ગુજરાત રાજયના છેલ્લા ૨૪ કલાકમાં થયેલા કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને વ્યાપક નુકશાન પહોચ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
જેને અનુલક્ષી આજે ભાવનગર ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાન અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યાં હતા.
આ બેઠકમાં કૃષિ મંત્રીશ્રીએ જિલ્લામાં થયેલા નુકશાન, કાપણી કર્યા બાદ ખેતરમા સૂકાવેલ પાક, તંત્ર દ્વારા સેટેલાઇટના આધારે અને ત્યારબાદ સ્થળ ઉપર જઇ કરવામાં આવેલ સર્વે અંગે તથા નુકશાની અંગે સંકલિત રિપોર્ટ તૈયાર કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીશ્રીઓએ કોઇ અસરગ્રસ્ત ખેડૂત સહાયમાંથી વંચિત ન રહે તથા સર્વેનો રિપોર્ટ યોગ્ય રીતે તૈયાર થાય તેની તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે, આવા સમયે સરકારશ્રી અને વહીવટી તંત્ર ખેડૂતોની પડખે જ છે એમ લાગણીભર્યો ઉદગાર વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલે કમોસમી વરસાદમાં થયેલા નુકશાન, રોડ રસ્તાની સ્થિતિ,
પી.જી.વી.સી.એલ.ની કામગીરી સહિતની બાબતો અંગે મંત્રીશ્રીઓને અવગત કર્યા હતા.
મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર, પાલીતાણા તથા તળાજાના ખાતે બેઠક યોજવામાં આવી હતી તેમજ ગામડામાં ખેડૂતોના ખેતરોમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ બેઠકમાં મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. એન.કે. મીના, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, પોલીસ અધિક્ષકશ્રી નીતેશ પાંડેય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર શ્રી ધવલ પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
——
કૌશિક
[10/29, 11:16 AM] Dilip Gajjar.Mahiti.Press: *’ગાઇડેડ બાય વિઝન, ગવર્ન્ડ બાય વેલ્યુઝ’ વિષય પર*
*ગાંધીનગર સ્પીપા ખાતે ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના બીજા સત્રનું આયોજન કરાયું*
—–
*પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજી એક બુદ્ધિજીવી, કવિ, ફિલોસોફર અને ઉમદા રાજકારણી હતા :ભારતના ભૂતપૂર્વ રાજદૂત શ્રી સુજન આર. ચિનોય*
—–
દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગ અંતર્ગત સ્પીપા દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન-AMAના સહયોગથી તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સ્પીપાના ગાંધીનગર કેમ્પસ ખાતે ‘ગાઇડેડ બાય વિઝન, ગવર્ન્ડ બાય વેલ્યુઝ’ વિષય પર ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના બીજા સત્રનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ (MP-IDSA), નવી દિલ્હીના ડિરેક્ટર જનરલ અને ભારતના ભૂતપૂર્વ રાજદૂત શ્રી સુજન આર. ચિનોયે જણાવ્યું હતું કે, શ્રી અટલ બિહારી વાજપેયીજીનું એક વિરાટ વ્યક્તિત્વ હતું. તેઓ એક બુદ્ધિજીવી, કવિ, ફિલોસોફર અને ઉમદા રાજકારણી હતા. વાજપેયીજીએ સત્તા, પદ, સંપત્તિ તેમજ રાજકીય બાબતોને તેમના દૃષ્ટિકોણ પર ક્યારેય હાવી થવા દીધી ન હતી. રાષ્ટ્રીય હિત, ભારતના નાગરિકોનું કલ્યાણ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ તેમની નીતિઓના કેન્દ્રમાં હતા.
ભૂતપૂર્વ રાજદૂત શ્રી ચિનોયે કહ્યું હતું કે, વાજપેયીજી એક પ્રભાવશાળી વક્તા હતા. તેઓ હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષા સરળતાથી બોલી શકતા હતા. વાજપેયીજી કોઈ વિચાર, નીતિ કે વિચારધારા વિરુદ્ધ ન હતા તેમજ વ્યક્તિગત સ્તરે કોઈને નારાજ કરતાં ન હતા. આવા ગુણને પરિણામે તેમના વિરોધીઓ પણ તેમની પ્રશંસા કરતા હતા.
શ્રી ચિનોયે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૫૦ના દાયકામાં શ્રી વાજપેયીજીની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી, જે પાંચ દાયકાથી વધુ સમય સુધી ચાલી હતી. તેમણે લોકસભામાં ૧૦ ટર્મ માટે સંસદ સભ્ય તરીકે અને રાજ્યસભામાં બે ટર્મ સુધી સેવાઓ આપી હતી. વાજપેયીજી હંમેશા ભારત સંબંધિત મુદ્દાઓ અને રાષ્ટ્રીય સુરક્ષામાં રસ ધરાવતા હતા. દેશની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ વિશે તેમના મંતવ્યો ખૂબ જ મજબૂત હતા.
શ્રી ચિનોયે ઉમેર્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના આંતરરાષ્ટ્રીય સંબંધો, ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધોને આગળ વધારવાના તેમના પ્રયાસો ખૂબ પરિણામલક્ષી હતા. વિદેશમંત્રી અને વડાપ્રધાન બંને તરીકે વાજપેયીજી ઉત્તમ સાબિત થયાં હતા, જેનું ઉદાહરણ પાકિસ્તાન સાથે લાહોર બસ યાત્રા અને કારગિલ સંઘર્ષ દરમિયાન નિયંત્રણ રેખા પાર ન કરવાના નિર્ણય દ્વારા જોવા મળે છે. આ ઉપરાંત ચીન સાથેની તેમની વાટાઘાટો એક મહત્વપૂર્ણ સફળતા સાબિત થઈ હતી. જેના પરિણામે સિક્કિમને ભારતના અભિન્ન ભાગ તરીકે માન્યતા મળી તેમજ સરહદી વાટાઘાટો માટે ખાસ પ્રતિનિધિઓ સાથે વાતચીતનો પ્રારંભ થયો હતો. વધુમાં, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે શીતયુદ્ધ પછીની વ્યૂહાત્મક ભાગીદારીના શિલ્પી તરીકે વાજપેયીજીની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.
તેમણે કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન શ્રી વાજપેયીના નેતૃત્વમાં વર્ષ ૨૦૦૦થી ૨૦૦૫ વચ્ચેનો સમયગાળો ભારત-ચીન વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોમાં સુવર્ણ યુગ તરીકે ઓળખાતો હતો. જે સમય દરમિયાન લગભગ બધી મોટી ભારતીય આઇ.ટી, ફાર્માસ્યુટિકલ જેવી વિવિધ કંપનીઓ ચીનમાં રોકાણ કરી રહી હતી. વર્ષ ૨૦૦૩માં શાંઘાઈની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રી વાજપેયીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પરની પ્રથમ પરિષદને સંબોધિત કરી હતી અને ભારત-ચીનની આઈટી કંપનીઓ વચ્ચે વ્યૂહાત્મક જોડાણની હાકલ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, આ ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના મુખ્ય વક્તા ભારતના ભૂતપૂર્વ રાજદૂત શ્રી સુજન રમેશચંદ્ર ચિનોય એક અનુભવી રાજદ્વારી છે, જેમણે પૂર્વ એશિયા તથા મધ્ય પૂર્વમાં મુખ્ય પોસ્ટિંગ સહિત વિશ્વભરમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યોમાં ભારતને સેવા આપી છે. વધુમાં, તેમણે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી, વ્યૂહાત્મક બાબતો અને આર્થિક ભાગીદારીની તેમની ઊંડી સમજણ થકી ભારતની વિદેશ નીતિના ઉદ્દેશ્યોને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. હાલમાં, શ્રી ચિનોય નવી દિલ્હીમાં મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ (MP-IDSA)ના ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે, જે સંરક્ષણ અને વ્યૂહાત્મક બાબતો પર ભારતના અગ્રણી થિંક ટેન્કોમાંનું એક છે. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા-આંતરરાષ્ટ્રીય સંબંધો પર અમૂલ્ય આંતરદૃષ્ટિ તથા માર્ગદર્શન પ્રદાન કરે છે.
શ્રી ચિનોયે ભારતના G-20 પ્રેસિડેન્સી માટે Think20 જૂથનું નેતૃત્વ કર્યું હતું અને PMMLની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તેમજ ભારતીય વૈશ્વિક બાબતોની પરિષદની ગવર્નિંગ કાઉન્સિલમાં સેવા પણ આપી હતી. શ્રી ચિનોયે CAPF આધુનિકીકરણ યોજનાઓના મધ્ય-ગાળાના મૂલ્યાંકનનું પણ અધ્યક્ષપદ સંભાળ્યું હતું અને ઓપરેશન સિંદૂર માટે UAE અને પશ્ચિમ આફ્રિકામાં ઓલ-પાર્ટી સાંસદોના પ્રતિનિધિમંડળનો ભાગ બન્યા હતા.
‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના બીજા સત્રમાં સામાન્ય વહીવટ વિભાગ તથા સ્પીપાના અધિકારીશ્રીઓ – કર્મચારીઓ, AMAના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં ડિફેન્સ સ્ટડીઝના ફેકલ્ટીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
—–
જીગર બારોટ/પ્રિન્સ ચાવલા
[10/29, 11:52 AM] Dilip Gajjar.Mahiti.Press: *બીએસએફનું ઊંટ દળ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતું હતું*
—-
*જોધપુરથી બાવન ઊંટ સાથે આવેલી બીએસએફની બે ટુકડી એકતા પરેડમાં ભાગ લેશે*
—–
*ઊંટની પૂંછડીના વાળને સુંદર રીતે કાપી ડીઝાઇન આપવામાં આવે અને બાદમાં પરેડમાં લઈ જવામાં આવે છે*
—–
*કેમલ કેવેલરીમાં જેસલમેરી અને બિકાનેરી ઊંટ થયા છે સામેલ, લેવાય છે વિશેષ કાળજી*
—–
એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટીન્જન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્વની ટૂકડી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્લીમાં યોજાતી પરેડમાં કે અન્ય મહાનુભાવોના સ્વાગત સમયે કરતબ પ્રદર્શિત કરતી કેમલ કન્ટીન્જન્ટ એકતા પરેડમા પણ ભાગ લેવાની છે. ઊંટ સવારની લાંબી મૂછો, કેસરી સાફા સાથેના વસ્ત્ર પરિધાનને કારણે આ ટૂકડી પરેડ દરમિયાન અલગ તરી આવે છે.
એકતા નગર ખાતે કુલ ૫૨ ઊંટ સાથેની કેમલ કન્ટીન્જન્ટ આવી પહોંચી છે. આ ૫૨ ઊંટને ખાસ પ્રકારના વાહનોમાં જોધપુરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાવવામાં આવ્યા છે. એકતા પરેડમાં ભાગ લેનારા આ ઊંટ પ્રત્યે વિશેષ સંભાળ લેવામાં આવે છે.
ભારતના રજવાડાઓમાં ખાસ કરીને રણ પ્રદેશ એટલે કે રાજસ્થાન અને કચ્છના કેટલાક પ્રાંતમાં જે તે સમયે સૈનિકો દ્વારા ઊંટનો ઉપયોગ થતો હતો. પણ ઊંટને સેનામાં સામેલ કરવાનો શ્રેય બિકાનેરના રાજવી ગંગાસિંહને જાય છે. તેમણે ૧૯ મી સદીમાં પોતાના રાજ્યમાં સેનાનું આધુનિકીકરણ કર્યું અને ઊંટ માટે ખાસ ટુકડીની રચના કરી. એટલે તેને ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખવામાં આવતી હતી.
દેશને આઝાદી મળી એ બાદ આ ગંગાસિંહ રિસાલાને ભારતીય સેનામાં ભેળવી દેવામાં આવ્યો હતો. રણ પ્રદેશમાં ચાલવાની અને તેને અનુકૂળ શરીર રચનાને કારણે ઊંટ ટુકડી હવે ભારતીય સેનાની કેમલ કન્ટીન્જન્ટ બની. આ જોડાણ ૧૯૬૫ સુધી રહ્યું અને તે વર્ષમાં સીમા સુરક્ષા દળની સ્થાપના કરવામાં આવતા કેમલ રેજીમેન્ટની જવાબદારી બીએસએફને સોંપવામાં આવી. ત્યારથી લઈ આજ સુધી ઊંટ સીમા સુરક્ષા દળના સદસ્ય છે.
સીમા સુરક્ષા દળ અને અન્ય નિષ્ણાંતો દ્વારા રાજસ્થાન સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ફરી ઊંટ ખરીદવામાં આવે છે. જેમાં મુખ્યત્વે જેસલમેરી અને બિકાનેરી પ્રકારના ઊંટ હોય છે. જેસલમેરી ઊંટ દોડવામાં પાવરધા હોય છે અને બિકાનેરી ઊંટ વજન ઊંચકવામાં સક્ષમ હોય છે. ઊંટની ઊંચાઈ, વજન, શરીરની રચના, દાંત સહિતની બાબતોને પારખી ઊંટને સીમા સુરક્ષા દળમાં સમાવવામાં આવે છે.
કેમલ કન્ટીન્જન્ટમાં આવ્યા બાદ ઊંટને તેના સવાર દ્વારા તાલીમ આપી કેળવવામાં આવે છે. એક ઊંટ માટે એક જ સવાર હોય છે. જે તેની દેખરેખ પણ રાખે છે. ઊંટને નામ પણ આપવામાં આવે છે. સૌથી શિસ્તબદ્ધ ઊંટ સામાન્ય રીતે પરેડ દરમિયાન ટુકડીની આગેવાની લે છે. ઊંટ સવારી માનવીના શરીર માટે કપરી પડતી હોય છે, તેના ઉપર સવારી કરતી વખતે ઊંટના ઢલાવ સાથે સવારના શરીરને પણ ઢાળવામાં આવે તો સારી રીતે સવારી કરી શકાય છે.
સીમા સુરક્ષા બળના તત્કાલીન વરિષ્ઠ અધિકારી શ્રી કે. એસ. રાઠોડે આ કન્ટીન્જન્ટને વધુ સશકત બનાવી અને જોધપુરમાં ઊંટ તાલીમ શાળાની શરૂઆત કરાવી. ૧૯૮૬માં કેમલ બેન્ડને લગતી તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી. ત્રણ વર્ષની તાલીમ બાદ ૨૬-૧-૧૯૯૦ ના રોજ કેમલ બેન્ડ પણ પરેડમાં ભાગ લેતા થયા. હાથમાં વાદ્યો સાથે ઊંટની પીઠે બેસવું કપરું કામ છે. આ છતાં તાલીમબદ્ધ સવાર વાદ્યો સરળતાથી વગાડી શકે છે. ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો ! પરેડ દરમિયાન ઊંટ વૃક્ષો જોઈ ખાવા લલચાય નહિ તેની ખાસ કાળજી લેવામાં આવે છે. સામાન્ય રીતે પ્રતિદિન દસ કિલો ચારો અને ૨ કિલો ચણા સહિતના કઠોળ મિશ્રિત ખોળ આપવામાં આવે છે. તેની પૂંછડીના વાળને સુંદર રીતે કાપી ડીઝાઇન આપવામાં આવે અને બાદમાં પરેડમાં લઈ જવામાં આવે છે.
૨૬ મી જાન્યુઆરી, ૧૫ મી ઓગસ્ટ બાદ હવે એકતા પરેડમાં પણ આ ઊંટ દળ ભાગ લેતું હોવાથી તે આકર્ષણનું કેન્દ્ર બને છે.
0000
[10/29, 12:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં*
*ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (APM ટર્મિનલ્સ) દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટે MoU સંપન્ન*
———-
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા ગુજરાતની વધુ એક પહેલ*
———-
*આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને પીપાવાવ પોર્ટના કેપેસિટી એક્સપાન્શનથી ગુજરાતમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટને નવી દિશા મળશે*
———-
*MoUના પરિણામે પીપાવાવ પોર્ટના વિસ્તરણ અને આધુનિકીકરણ તરફના મહત્વપૂર્ણ કદમથી ભારતના ‘મેરિટાઈમ ગેટવે’ તરીકેની ગુજરાતની ઓળખ વધુ સુદ્રઢ થશે*
———-
*આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને 25 હજાર જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે.*
———-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને ગુજરાતમાં પોર્ટ્સ સેક્ટરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી સાકાર કરવાનું એક મહત્વપૂર્ણ કદમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ભર્યું છે.
આ હેતુસર ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (APM ટર્મિનલ્સ) દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણના સમજૂતી કરાર (MoU) બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને એ. પી. મોલર-માર્સ્ક બોર્ડના અધ્યક્ષ શ્રી રોબર્ટ મેર્સ્ક ઉગ્લાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.
આ એમઓયુનો ઉદ્દેશ્ય પીપાવાવ બંદરના કેપીસીટી એક્સપાન્શનથી રાજ્યમાં અદ્યતન ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતના દરિયાઈ ક્ષેત્રને વધુ સુદ્રઢ કરવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ એમ.ઓ.યુ.ની સરાહના કરતા કહ્યું કે, પીપાવાવ પોર્ટ્સના વિસ્તરણને પરિણામે ગુજરાતની ભારતના ‘મેરિટાઇમ ગેટવે’ તરીકેની પ્રસ્થાપિત થયેલી ઓળખ વધુ સુદ્રઢ થશે.
એટલું જ નહિ, ગુજરાતમાં પોર્ટ્સ નેટવર્કને વધુ મજબૂત બનાવીને રાજ્યના ઉદ્યોગો, નિકાસકારો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને સશક્ત બનાવશે. નિકાસ અને આયાતના સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે. બંદર આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગો, વેરહાઉસિંગ અને સપ્લાય ચેઈનની સુવિધાઓ વિકસશે અને રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો પણ થશે.
આ પ્રોજેક્ટથી પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને 25 હજાર જેટલી નવી રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. આ રોજગારીની તકો સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપશે અને ગ્રામ્ય વિસ્તારમાં જીવન સ્તરમાં પણ સુધારો લાવશે.
આ સમજૂતી કરાર દ્વારા પીપાવાવ બંદરની હાલની કન્ટેનર, બલ્ક, લિક્વિડ તથા રો-રો કાર્ગો વહન કરવાની ક્ષમતામા વધારો થવાના પરિણામે બંદરની કામગીરી વધુ અસરકારક અને ઝડપી બનશે. આ રોકાણ અંતર્ગત નવા લિક્વિડ કાર્ગો બર્થ, યાંત્રિક બલ્ક હેન્ડલિંગ સુવિધાઓ, આધુનિક કન્ટેનર ટર્મિનલ્સ, ડિજિટલ ઓપરેશન સિસ્ટમ્સ અને પર્યાવરણલક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ સંભવિત વિસ્તરણ પછી પીપાવાવ બંદર ગુજરાતના દરિયાઇ ક્ષેત્રમાં એક નવી ઓળખ પ્રસ્થાપિત કરશે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા મેરીટાઈમ અમૃતકાલ વિઝન ૨૦૪૭ને અનુરૂપ ગુજરાતના નોન મેજર પોર્ટસની ક્ષમતા વધારીને ૨૦૪૭ સુધીમા ૩૦૦૦ MMTPA કરવાના લક્ષ્યાંકમાં આ વિસ્તરણ પ્રોજેકટ મહત્વપૂર્ણ બનશે.
APM ટર્મિનલ્સ એશિયા અને મિડલ ઇસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી જોન ગોલ્ડનરે જણાવ્યું હતું કે, આ રોકાણ યોજના ફક્ત પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટે નથી, પરંતુ તેનાથી ગુજરાત, ભારત અને વૈશ્વિક વેપાર માટે નવી તકો ખુલશે. તેમણે જણાવ્યું કે, તેમનું લક્ષ્ય પીપાવાવને વિશ્વ કક્ષાની કાર્યક્ષમતા અને ગ્રીન ગ્રોથનું મોડેલ બનાવવા સાથે સ્થાનિક સમુદાય માટે કાયમી સમૃદ્ધિનું નિર્માણ કરવા અને દરિયાઇ વેપારમાં ભારતનું નેતૃત્વ વધુ મજબૂત બનાવવાનું છે.
આ એમ.ઓ.યુ. થવા અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર અને GMBના ચેરમેન શ્રી એસ. એસ. રાઠૌર, બંદરો અને વાહન વ્યવહારના અગ્ર સચિવ શ્રી આર. સી. મીના, ગુજરાત મેરિટાઈમ બોર્ડના કાર્યકારી વાઈસ ચેરમેન સુશ્રી રેમ્યા મોહન તથા મેરિટાઈમ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
માર્સ્ક અને એપીએમ ટર્મિનલ્સ તરફથી, ગ્રુપ ચીફ રિપ્રેઝન્ટેટિવ ઓફિસર રેને પેડરસન, ગુજરાત પીપાવાવ પોર્ટના મેનેજિંગ ડિરેક્ટર ગિરીશ અગ્રવાલ અને ભારત બાંગ્લાદેશ અને શ્રીલંકા ક્ષેત્રમાં માર્સ્ક માટે જાહેર નીતિ અને નિયમનકારી બાબતોના વડા શ્રી વિવેક શર્મા પણ આ એમ.ઓ.યુ. અવસરે જોડાયા હતા.
———-
[10/29, 1:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *એસ.ટી નિગમની દિવાળીના તહેવારોમાં પ્રશંસનીય કામગીરી*
*૮ હજારથી વધુ એક્સ્ટ્રા ટ્રીપો દ્વારા તહેવારોમાં રાજ્યના ૩.૭૮ લાખથી વધુ મુસાફરોએ લીધો લાભ*
***********
*સૌથી વધુ નડીયાદ અને સુરત શહેરથી ૩,૧૫૧ ટ્રીપો પૂર્ણ કરીને કુલ ૧.૩૨ લાખથી વધુ મુસાફરો તહેવારના સમયે પોતાના માદરે વતન પહોચ્યા*
********
રાજ્યના નાગરિકો દિવાળીના તહેવારની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા દર વર્ષે સુદ્રઢ યાતાયાત સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ વર્ષે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કુલ ૮,૬૪૮ જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સફળ આયોજન કરીને ૩.૭૮ લાખથી વધુ મુસાફરોને પોતાના વતનમાં સમયસર અને સલામત રીતે પહોંચાડવામાં આવ્યા છે.
આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી નિગમના તમામ વિભાગ દ્વારા તા.૧૬ થી તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૫, દરમિયાન એક્સ્ટ્રા બસોનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. મુસાફરો દિવાળીના તહેવારો પોતાના વતનમાં ઉજવી શકે તે માટે સૌથી વધુ નડીયાદ ખાતેથી ૧,૮૫૧ એક્સ્ટ્રા ટ્રીપો ચલાવી ૬૪,૦૦૦ મુસાફરોએ તથા સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના રત્નકલાકારો તેમજ અન્ય મુસાફરો માટે ૧૩૦૦ ટ્રીપો થકી ૬૮,૦૦૦ મુસાફરોએ મળીને ફકત બે શહેરોથી જ ૩,૧૫૧ ટ્રીપોના માધ્યમથી ૧.૩૨ લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો હતો.
આ ઉપરાંત અમદાવાદ શહેરના વિવિધ ડેપોથી ૬૭૮ ટ્રીપો ચલાવી ૪૨,૦૦૦ મુસાફરોએ, હિમતનગર ખાતેથી ૮૮૦ ટ્રીપોના માધ્યમથી ૪૧,૦૦૦ મુસાફરોએ, જૂનાગઢ ખાતેથી ૮૦૪ ટ્રીપો દ્વારા ૩૩,૦૦૦ મુસાફરોએ, પાલનપુર ખાતેથી ૫૧૯ ટ્રીપો થકી ૩૦,૦૦૦ મુસાફરોએ, મહેસાણામાં ૬૪૫ ટ્રીપોથી ૨૫,૦૦૦ મુસાફરોએ, વડોદરામાં ૪૩૭ ટ્રીપો ચલાવી ૧૭,૦૦૦ મુસાફરોએ, રાજકોટ ખાતેથી ૩૨૯ ટ્રીપો થકી ૧૬,૦૦૦ મુસાફરોએ, ગોધરા ખાતેથી ૩૫૫ ટ્રીપો દ્વારા ૧૫,૦૦૦ મુસાફરોએ, અમરેલી ખાતેથી ૨૯૭ ટ્રીપોના માધ્યમથી ૧૫,૦૦૦ મુસાફરોએ તેમજ ભાવનગરથી ૩૫૩ ટ્રીપો ચલાવી ૧૨,૦૦૦ મુસાફરોએ એમ કુલ ૧૨ મુખ્ય શહેરોથી ૮ હજારથી વધુ એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરી રાજ્યના ૩.૭૮ લાખથી વધુ મુસાફરોને એસ.ટી નિગમ દ્વારા દિવાળીના તહેવારોના સમયે રાત-દિવસ બસો ચલાવીને પોતાના ગંતવ્ય સ્થાને સલામત રીતે પહોચાડવામાં આવ્યા છે.
– પ્રિન્સ ચાવલા
************
[10/29, 1:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટે વડાપ્રધાન મોદીની ભેટઃ ૨૫ નવી ઈ-બસો ઉમેરાશેઃ*
——
*દિવ્યાંગજનો અને મહિલાઓ માટે વિશેષ સુવિધાવાળી ઈ-બસો સાથે એકતા નગરમાં પ્રવાસનને નવી દિશા મળશેઃ*
——
*પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા – કુલ ૫૫ ઈ-બસો એકતા નગરમાં દોડશેઃ*
——
રાજપીપળા, બુધવાર :- નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસર પર તા.૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરને અનેક વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપશે.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રવાસીઓની સુવિધા માટે નવી ૨૫ ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવશે. હાલ એકતા નગરમાં પહેલાથી જ ૩૦ ઈ-બસો દોડતી હોવાથી હવે કુલ ૫૫ ઈ-બસો પ્રવાસીઓને સેવામા કાર્યરત રહશે. આ તમામ ઈ-બસો પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા પૂરી પાડે છે, જેથી એકતા નગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને પર્યાવરણમિત્ર બને.
ઉલ્લેખનીય છે કે, નવી ઉમેરાયેલી ઈ-બસો ૯ મીટર લાંબી મિનિ એસી બસો છે, જે એક વખત ચાર્જ કર્યા પછી ૧૮૦ કિલોમીટર સુધી દોડી શકે છે. દરેક બસમાં બે ઇમર્જન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહિલાઓ માટે અલગથી ૪ પિન્ક બેઠક તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે.
એકતા નગરમાં ઈ-બસોની વધારાની ભેટ સાથે પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળશે અને પર્યટન ક્ષેત્રે નવી ઊર્જા સંચરિત થશે. વડાપ્રધાન મોદીની આ પહેલથી એકતા નગર ટકાઉ વિકાસ અને સ્માર્ટ ટૂરિઝમનું જીવંત મોડલ બની રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 5 જૂન 2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ના ભાગરૂપે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતા નગરને ભારતનું પ્રથમ ઈ-સિટી બનાવવાની જાહેરાત લીધી હતી તે બાદ વાહન વ્યવહારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા તબબક્કાવાર રીતે કચેરીના ઉપયોગ માટે ઈ-કાર વાહનો, ઈ-રિક્ષા તેમજ 2 તબક્કામાં કુલ 55 ઈ- બસો પ્રવાસીઓ માટે સેવામાં મૂકીને પર્યાવરણ જાળવણી માટે આખા દેશને રાહ ચિંધી રહ્યું છે.
000000
[10/29, 1:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટે વડાપ્રધાન મોદીની ભેટઃ ૨૫ નવી ઈ-બસો ઉમેરાશેઃ*
——
*દિવ્યાંગજનો અને મહિલાઓ માટે વિશેષ સુવિધાવાળી ઈ-બસો સાથે એકતા નગરમાં પ્રવાસનને નવી દિશા મળશેઃ*
——
*પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા – કુલ ૫૫ ઈ-બસો એકતા નગરમાં દોડશેઃ*
——
રાજપીપળા, બુધવાર :- નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસર પર તા.૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરને અનેક વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપશે.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રવાસીઓની સુવિધા માટે નવી ૨૫ ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવશે. હાલ એકતા નગરમાં પહેલાથી જ ૩૦ ઈ-બસો દોડતી હોવાથી હવે કુલ ૫૫ ઈ-બસો પ્રવાસીઓને સેવામા કાર્યરત રહશે. આ તમામ ઈ-બસો પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા પૂરી પાડે છે, જેથી એકતા નગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને પર્યાવરણમિત્ર બને.
ઉલ્લેખનીય છે કે, નવી ઉમેરાયેલી ઈ-બસો ૯ મીટર લાંબી મિનિ એસી બસો છે, જે એક વખત ચાર્જ કર્યા પછી ૧૮૦ કિલોમીટર સુધી દોડી શકે છે. દરેક બસમાં બે ઇમર્જન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહિલાઓ માટે અલગથી ૪ પિન્ક બેઠક તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે.
એકતા નગરમાં ઈ-બસોની વધારાની ભેટ સાથે પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળશે અને પર્યટન ક્ષેત્રે નવી ઊર્જા સંચરિત થશે. વડાપ્રધાન મોદીની આ પહેલથી એકતા નગર ટકાઉ વિકાસ અને સ્માર્ટ ટૂરિઝમનું જીવંત મોડલ બની રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 5 જૂન 2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ના ભાગરૂપે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતા નગરને ભારતનું પ્રથમ ઈ-સિટી બનાવવાની જાહેરાત લીધી હતી તે બાદ વાહન વ્યવહારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા તબબક્કાવાર રીતે કચેરીના ઉપયોગ માટે ઈ-કાર વાહનો, ઈ-રિક્ષા તેમજ 2 તબક્કામાં કુલ 55 ઈ- બસો પ્રવાસીઓ માટે સેવામાં મૂકીને પર્યાવરણ જાળવણી માટે આખા દેશને રાહ ચિંધી રહ્યું છે.
000000
[10/29, 2:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેબિનેટ બ્રીફીંગ*
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આજે મિડીયાના મિત્રોને મળશે.આ મિડીયા બ્રિફિંગમાં ઉપસ્થિત રહેવા આપ સર્વે મીડિયાના મિત્રોને નિમંત્રણ છે.
*તારીખઃ* ૨૯-૧૦-૨૦૨૫, બુધવાર
*સમયઃ* બપોરે ૪.૦૦ કલાકે
*સ્થળઃ* નર્મદા હૉલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[10/29, 5:54 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપનાવેલા “નાગરિક દેવો ભવ”ના અભિગમને રાજ્યમાં ડિજિટલ ગુડ ગવર્નન્સથી સાકાર કરવા GARCના પાંચમાં અહેવાલમાં ભલામણો*
————-
*ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો પાંચમો અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો*
————-
* ‘એક રાજ્ય – એક પોર્ટલ’ના વિઝન સાથે “સરકાર નાગરિકોના ઘર આંગણે” – “ગવર્નમેન્ટ એટ ધ ડોર સ્ટેપ ઓફ ધ સિટીઝન”નો મંત્ર ચરિતાર્થ કરવાની ભલામણો સાથેનો અહેવાલ.
* સિંગલ સાઈન ઓન સિસ્ટમ- SSOથી નાગરિકોને તમામ સેવાઓ એક જ યુઝર આઇ.ડી.થી મળતી થશે.
* રાજ્ય સરકારની સેવાઓ માટે વારંવાર માહિતી આપવામાંથી છુટકારો – ‘એકવાર માહિતી આપો – વારંવાર લાભ મેળવો’નો ધ્યેય સાકાર થશે.
* ડિજિટલ ગુજરાત 2.0 પોર્ટલ વિકસાવીને રીએક્ટિવથી પ્રો-એક્ટિવ ગવર્નન્સથી નાગરિક કેન્દ્રિત સેવા વિતરણ અમલ કરવા ભલામણ.
————-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપનાવેલા નાગરિક દેવો ભવ – સિટિઝન ફર્સ્ટના અભિગમને રાજ્યમાં ડિજિટલ ગુડ ગવર્નન્સથી સાકાર કરીને વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાત @ 2047થી નવો અધ્યાય રચવાનો ધ્યેય રાખ્યો છે.
આ હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ.હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે.
આ પંચ-GARCએ અત્યાર સુધીમાં રાજ્ય સરકારને ચાર ભલામણ અહેવાલો સોપ્યાં છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને GARC દ્વારા 12 જેટલી મુખ્ય ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો પાંચમો ભલામણ અહેવાલ બુધવારે સુપ્રત કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા નાગરિક કેન્દ્રિત સેવાઓ સરળ, સુગમ અને સામાન્યમાં સામાન્ય માનવીની પહોંચ સુધી વિસ્તારવાનો વિચાર દેશને આપ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સોપવામાં આવેલા GARCના પાંચમાં અહેવાલમાં આ વિચારને સુસંગત વિઝન “એક રાજ્ય – એક પોર્ટલ”થી અપનાવવાની ભલામણો કરવામાં આવી છે.
ગુડ ગવર્નન્સના મોડલ સ્ટેટની ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતમાં દરેક નાગરિકને એક જ ડિજિટલ ઇન્ટરફેસથી તમામ સરકારી સેવાઓ એક જ ક્લિકમાં ઉપલબ્ધ કરાવીને ‘ગવર્નમેન્ટ એટ ધ ડોર સ્ટેપ ઓફ સીટીઝન’નો મંત્ર સાકાર કરવાની દિશામાં આ અહેવાલને મહત્વપૂર્ણ બનાવવાનો ઉદેશ્ય રાખવામાં આવ્યો છે.
સિંગલ સાઈન ઓન સિસ્ટમ-SSO દ્વારા નાગરિકોને તમામ સેવાઓ એક જ યુઝર આઇ.ડી.ના માધ્યમથી મળે, એક જ વાર ભરવામાં આવેલી માહિતીને આધાર કે ડિજીલોકર સેવા સાથે જોડીને વિવિધ સેવાઓ માટેનો આપમેળે ઉપયોગ થાય તેવી વ્યવસ્થાઓ વિકસાવવાની પણ ભલામણ GARCના આ પાંચમાં અહેવાલમાં સૂચવવામાં આવી છે.
આના પરિણામે લોકોને જુદી જુદી સરકારી સેવાઓ મેળવવા માટે વારંવાર માહિતી આપવામાંથી છુટકારો મળે અને “એકવાર માહિતી આપો – વારંવાર લાભ મેળવો”નો ધ્યેય પાર પડે તેવી વ્યવસ્થાની પણ અહેવાલમાં ભલામણ થઈ છે.
GARCના આ પાંચમાં ભલામણ અહેવાલની મુખ્ય બાબત ડિજિટલ ગુજરાત 2.0 પોર્ટલ વિકસાવવા માટેની છે. આના પરિણામે કાર્ય પ્રણાલી સંપૂર્ણ રીતે ડિજિટલ થશે અને સરકાર તથા નાગરિકો વચ્ચેનો સંવાદ સુગમ બનશે.
એટલું જ નહીં, અરજીઓની રાહ જોવાને બદલે નાગરિકોની જરૂરિયાતોનું પૂર્વાનુમાન કરી શકાય તથા સ્માર્ટ એલર્ટ સિસ્ટમ દ્વારા નાગરિકોને તેમની યોગ્યતા મુજબ સામાજિક કલ્યાણ યોજનાઓ અને લાઇફસાયકલ આધારિત માર્ગદર્શન આપીને સક્રિય, નાગરિક-કેન્દ્રિત સેવા વિતરણ અમલમાં લાવવામાં આવે તેવું પણ આ અહેવાલમાં સૂચવવામાં આવેલુ છે.
આ અહેવાલમાં પંચે મુખ્ય નાગરિક સેવાઓ માટે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ વર્કફ્લોની ભલામણ કરેલી છે. અરજીઓ, મંજૂરીઓ અને સ્ટેટસ અપડેટ્સ રિયલ ટાઇમમાં ઉપલબ્ધ થાય તેવી પારદર્શકતા, ઝડપ અને જવાબદારી વધે તથા એક પ્રમાણિત ફોર્મ અપનાવીને અનાવશ્યક દસ્તાવેજો અને સ્ટેમ્પ દૂર કરીને “લેસ પેપર-મોર ફેસેલિટીઝ”નું સ્વપ્ન સાકાર થાય તે દિશામાં પણ રાજ્ય સરકારને GARC દ્વારા સૂઝાવો આપવામાં આવ્યા છે.
રાજ્યના તમામ જનસેવા કેન્દ્રો (JSK)ને આધુનિક બનાવવા, સેવાઓ મેળવવા માટેના પ્રતિક્ષા સમયમા ઘટાડો, દરેક જનસેવા કેન્દ્રોમાં માર્ગદર્શન ડેસ્ક ઉભી કરવી અને નાગરિક-મૈત્રીપૂર્ણ વાતાવરણ ઉભુ કરવામાં આવે તેથી સરકારના સિટીઝન ફર્સ્ટ ના અભિગમને અનુરૂપ નાગરિકોનો સરકાર સાથેનો અનુભવ વધુ સુખદ બને તે માટેની ભલામણો GARCએ કરી છે.
ગ્રામીણ વિસ્તારોમાં Village Computer Entrepreneurs (VCEs)ની ભૂમિકા મજબૂત બનાવવામાં આવે અને શહેરી વિસ્તારોમાં ઝોન-વાઇઝ સેવા વિતરણ માટે Public-Private Partnership (PPP)ના માધ્યમથી વધુ કાર્યક્ષમ અને ઝડપી સેવાઓ મળી રહે તે મુજબની ભલામણ પણ કરવામાં આવી છે.
પંચે રાઇટ ટૂ સિટીઝન પબ્લિક સર્વિસ એક્ટ અંતર્ગત નાગરિક ચાર્ટરના નિયમિત ઓડિટ અને અપડેટ માટે માળખાકીય પ્રક્રિયા સુચવેલી છે. તે સાથે જ જનસેવા કેન્દ્રોમાં વધારાની સ્ટાફ પોઝિશનો, કર્મચારીઓ માટે તાલીમ અને નાગરિક સેવાના કલાકોમાં સ્પષ્ટતા જેવી તમામ ભલામણોથી લોકોને “Ease of Governance” મળે તેવું લક્ષ્ય GARCના પાંચમાં ભલામણ અહેવાલમાં સમાવિષ્ટ છે.
પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ કહ્યુ કે, આ અહેવાલ માત્ર ટેક્નોલોજી નહીં પરંતુ સુશાસનની એવી નવી સંસ્કૃતિ છે જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નાગરિક દેવો ભવના વિચાર સાથે નાગરિક સ્વયં કેન્દ્રસ્થાને રહેશે. આ પહેલ ગુજરાતને ડિજિટલ સુશાસનના નવા યુગમાં લઈ જશે તથા “સરકાર પહોંચશે નાગરિક સુધી, નાગરિક નહીં સરકાર સુધી!” ના મંત્ર સાથે નાગરિક સેવામાં ક્રાંતિ તરફ ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હરણફાળ ભરશે.
મુખ્યમંત્રીશ્રીને GARCનો આ પાંચમો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો તે અવસરે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ. એસ. રાઠૌર, વહિવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે અને GARCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
GARCના પાંચમાં અહેવાલની આ ભલામણો GARCની વેબસાઇટ https://garcguj.in/resources ઉપર અપલોડ કરવામાં આવેલી છે.
———–
[10/29, 5:54 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1XrweKqcQe4r9sjY53OA-Zs6jUHCUheQ0?usp=sharing
[10/29, 6:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમીત્તે*
*કેવડીયા ખાતે તા.૩૧મી ઑકટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષે રાષ્ટ્રીય એકતાદિનની ભવ્ય ઉજવણી કરાશે : પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાધાણી*
****************************
• *પ્રજાસત્તાક પર્વ નિમીત્તે દિલ્હી ખાતે યોજાતી પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે પ્રથમવાર ભવ્ય પરેડનું આયોજન: રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા ‘એકત્વ’ થીમ આધારિત ૧૦ ટેબ્લોઝ પ્રસ્તુત કરાશે*
• *એકતાનગર ખાતે રૂ. ૧,૨૧૯ કરોડના વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરાશે*
• *રૂ.૩૬૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર ધ મ્યૂઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાનું ખાતમુહૂર્ત તથા ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મિત બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટન*
• *સાયક્લોથોન સ્પર્ધામાં તા. ૧૭ નવેમ્બરે દેશભરના સ્પર્ધકો ભાગ લેશે: સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સ્મૃતિ સિક્કાનું અને ટપાલ ટિકીટનું અનાવરણ કરાશે*
*****************************
અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ૩૧ ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે તેમ જણાવતાં પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાધાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાધાણીએ આ અંગે મીડિયાને વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડની પેટર્ન પર રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે એકતાનગર ખાતે પ્રથમ વખત ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન, વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા ‘એકત્વ’ થીમ આધારિત ૧૦ ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબરે કેવડીયા એકતાનગર ખાતે યોજાનાર એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થનારી આ ઉજવણીમાં તેઓ ૩૦ ઓક્ટોબરના રોજ સાંજે ૫.૩૦ કલાકે વડોદરાથી એકતાનગર ખાતે આવી પહોંચશે અને ઈ-બસોને લીલી ઝંડી આપશે તથા એકતાનગરમાં રૂ. ૧,૨૧૯ કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તથા તેઓ સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સ્મૃતિ સિક્કાનું અને ટપાલ ટિકીટનું પણ અનાવરણ કરશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને જે ૧,૨૧૯ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપવાના છે તેમાં ૩૬૭ કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. ૭૦૦ કરોડથી વધુ રકમના ખાતમુહૂર્ત તથા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા ૩૦૩ કરોડના ખર્ચે નિર્મીત બિરસા મુંડા ભવનના ઉદ્ઘાટન સહિત કુલ ૫૧૯ કરોડ રૂપિયાના વિકાસ કામોના ઉદ્ઘાટન પણ કરશે.
તેમણે ઉમેર્યું કે, ૩૧ મી ઓક્ટોબરે સવારે વડાપ્રધાનશ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરશે તથા એકતાનગર ખાતે ભારત પર્વ અંતર્ગત ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે થનારી સાયક્લોથોન ઇવેન્ટનો કર્ટન રેઈઝર લૉન્ચ કરશે. આ ઉપરાંત ૧૬ નવેમ્બરે ભારત અને ગુજરાત સરકારના વિશેષ મહાનુભાવો સાથે સાયકલિંગ ફન રાઈડ અને ૧૭ નવેમ્બરે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી સાયકલ ચાલકો સહભાગી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ ૧૬ કન્ટીજન્ટ્સ સહભાગી થશે.
એટલું જ નહિં, ઓપરેશન સિંદૂરના BSFના ૧૬ પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમ(Heralding Team)ના ૧૦૦ જેટલા સદસ્યો કરવાના છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આરંભ કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ફોર એડમિનિસ્ટ્રેશન-LBSNAAના ૬૬૦ જેટલા પ્રશિક્ષણાર્થીઓ ભાગ લેવાના છે તેનો પણ વડાપ્રધાનશ્રી પ્રારંભ કરાવશે અને તાલીમાર્થી સનદી અધિકારીઓને પ્રેરક માર્ગદર્શન આપશે તેમ તેમણે ઉમેર્યું હતું.
*******************************
[10/29, 6:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ રાજ્ય મંત્રી મંડળની બેઠક*
******************
*:: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ::*
* ગત એક અઠવાડિયામાં વરસેલા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ સંવેદના વ્યક્ત કરી
* અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે સર્વે શરૂ કરીને સાત દિવસમાં સર્વે પૂર્ણ કરવા મુખ્યમંત્રીશ્રીએ આદેશ આપ્યો
* અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપથી સહાય પૂરી પાડવા કૃષિ પ્રગતિ તેમજ ભૌતિક માધ્યમથી સર્વેની કામગીરી હાથ ધરાશે
* હાલના તબક્કે આશરે ૧૦ લાખ હેકટરથી વધુ વિસ્તાર અસરગ્રસ્ત હોવાનો પ્રાથમિક અંદાજ
* ઊભા પાકના સંરક્ષણ માટે કૃષિ વિભાગે વૈજ્ઞાનિક પગલાંઓ સૂચવતી એગ્રો એડવાઇઝરી જાહેર કરી
******************
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓક્ટોબર-૨૦૨૫ના છેલ્લા એક અઠવાડિયામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન તેમજ ખેડૂતોને ફરી બેઠો કરવા માટે આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં થયેલી ચર્ચા અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલા પ્રાથમિક અહેવાલ અનુસાર ગત તા. ૨૩ થી ૨૮ ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ૩૩ જિલ્લાના ૨૩૯ તાલુકામાં સમાન્યથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેમાં હાલના તબક્કે આશરે ૧૦ લાખ હેકટરથી વધુ વિસ્તારમાં નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
મંત્રી શ્રી વાઘાણીએ કહ્યું હતું કે, બેઠકમાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમજ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે SDRFના ધારાધોરણો મુજબ સર્વે શરૂ કરીને, તેને સાત દિવસમાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીશ્રીએ આ અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝડપથી સહાય પૂરી પાડવાના આશય સાથે અદ્યતન ટેકનોલોજી – કૃષિ પ્રગતિના માધ્યમથી ઝડપથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ટેક્નોલોજીકલ સર્વે ઉપરાંત ભૌતિક સર્વે પણ હાથ ધરવામાં આવશે, જેથી રાજ્યનો કોઈપણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય.
રાજ્યમાં હજુ પણ જે ખેડૂતોનો પાક ઉભો છે, તે પાકના સંરક્ષણ માટે કૃષિ વિભાગ દ્વારા એક વિશેષ “એગ્રો એડવાઇઝરી” જિલ્લાવાર જાહેર કરવામાં આવી છે. આ એડવાઇઝરીમાં વિવિધ ઊભા પાકની જાળવણી માટેના વૈજ્ઞાનિક પગલાંઓ સૂચવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ માધ્યમો દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અસરગ્રસ્ત ખેડૂતોને આસ્વસ્થ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને સહાય કરીને સરકાર તેમની પર ઉપકાર નહીં, પરંતુ પોતાની નૈતિક ફરજ નિભાવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે રહી છે અને ભવિષ્યમાં પણ તેમની પડખે રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદને ધ્યાને રાખીને મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રી મંડળના સભ્યોને ત્વરિત અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા આદેશ આપ્યો હતો. સાથે જ, ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી પણ પરિસ્થિતિનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરી રહ્યા છે.
******************
નિતિન રથવી
[10/30, 11:30 AM] Dilip Gajjar.Mahiti.Press: રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી:૨૦૨૫ નિમિત્તે
માહિતી નિયામકશ્રીની કચેરીના અધિકારી-
કર્મંચારીઓએ શપથ ગ્રહણ કર્યા
*માહિતી નિયામકશ્રી કે.એલ.બચાણી,અધિક માહિતી નિયામકશ્રી અરવિદ પટેલ સહિત અધિકારી કર્મંચારીઓ થયા સહભાગી*
*******
લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રતિવર્ષ ‘રાષ્ટ્રીય એકતા દિન’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત સૌ દેશવાસીઓ એકતાના શપથ ગ્રહણ કરે છે જેના ભાગરૂપે માહિતી નિયામકશ્રીની કચેરીના અધિકારી -કર્મંચારીઓએ આજે શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણી,અધિક માહિતી નિયામક શ્રી અરવિદ પટેલ, સંયુકત માહિતી નિયામક શ્રી જયેશ દવે સહિત અધિકારી- કર્મંચારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.
રાષ્ટ્રીય એકતા દિવસની પ્રતિજ્ઞા અક્ષરશ: આ મુજબ છે.
હું ગંભીરતાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ પહોંચાડવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું સરદાર વલ્લભભાઈ પટેલના વિઝન અને કાર્યો દ્વારા મારા દેશની એકતાની ભાવના વધુ મજબૂત બને તે માટે આ શપથ લઉં છું. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં યોગદાન આપવાનો પણ ગંભીરતાથી સંકલ્પ કરું છું.
******
[10/30, 12:35 PM] Dilip Gajjar.Mahiti.Press: ૩૧ ઓક્ટોબર – રાષ્ટ્રીય એકતા દિવસ
*સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે*
*****************************
*પ્રથમવાર એકતાનગર ખાતે દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ટેબ્લો અને સશસ્ત્ર દળોની મુવિંગ પરેડ યોજાશે*
*****************************
*અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે*
*****************************
*એકતાનગર ખાતે ‘એકત્વ’ની થીમ પર ગુજરાત સહિત ૮ રાજ્ય, NSG અને NDRFને મળીને ૧૦ ટેબ્લો પ્રસ્તૂત કરાશે*
*****************************
ભારતની અસ્મિતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રની નજર ગુજરાતના એકતાનગર પર મંડાયેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં આ વર્ષે ૩૧ ઓક્ટોબર-રાષ્ટ્રીય એકતા દિવસનો સમારોહ એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં યોજાનાર આ ભવ્ય સમારોહ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરશે.
*દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર મુવિંગ ‘યુનિટી પરેડ’*
આ વર્ષની ઉજવણીનું સૌથી મોટું આકર્ષણ ‘યુનિટી પરેડ’ બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૧૯થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી સતત એકતાનગર ખાતે કરવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમવાર દિલ્હીના ગણતંત્ર દિવસની પરેડની તર્જ પર યોજાનારી સશસ્ત્ર દળો અને પોલીસ ટુકડીઓની મુવિંગ પરેડ લોકોમાં અનેરું આકર્ષણ જમાવશે. શૌર્ય, શિસ્ત અને દેશભક્તિની ભાવનાથી ભરપૂર આ પરેડ રાષ્ટ્રની સંયુક્ત શક્તિની આછેરી ઝલક પ્રસ્તુત કરશે.
*’એકત્વ’ની થીમ આધારિત ટેબ્લો પરેડ*
રાષ્ટ્રીય એકતા દિવસના આ ભવ્ય સમારોહમાં વધુ એક મહત્વપૂર્ણ નવી પહેલ કરવામાં આવી છે. દિલ્હી ખાતે ૨૬મી જાન્યુઆરી-ગણતંત્ર દિવસની થતી ભવ્ય ઉજવણીની તર્જ પર આ વર્ષે પ્રથમવાર એકતાનગર ખાતે પણ સશસ્ત્ર દળ અને વિવિધ રાજ્યો દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં ‘એકત્વ’ની થીમ પર NSG, NDRF, આંદામાન એન્ડ નિકોબાર, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, પુડ્ડુચેરી અને ઉત્તરાખંડને મળીને કુલ ૧૦ ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે.
*ગુજરાતનો ટેબ્લો: અખંડ ભારતની ગાથા*
એકતાનગર ખાતેની ટેબ્લો પરેડમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલો અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.
ગુજરાતના ટેબ્લોનો મુખ્ય ભાગ દેશની તે ઐતિહાસિક ક્ષણને દર્શાવશે, જ્યારે સરદાર સાહેબે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના કરકમલોથી ભાવનગર સ્ટેટનું ભારતીય ગણરાજ્યમાં વિલીનીકરણ કરાવીને દેશની એકતાના મિશનનો મજબૂત પાયો નાખ્યો હતો.
ટેબ્લોમાં સરદાર સાહેબની મક્કમ નિર્ણય શક્તિના પ્રતીક સમાન સોમનાથ મંદિર ઉપરાંત કચ્છના ભૂકંપના શહીદોની સ્મૃતિમાં બનેલા ભુજ સ્થિત સ્મૃતિવનને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે, જે ગુજરાતના શૌર્ય અને દ્રઢતાનું પણ પ્રતિક છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જેવા સ્થાનિક એકમોની ઝલક દર્શાવીને રાજ્યની આર્થિક પ્રગતિને પણ ઝાંખી દ્વારા રજૂ કરવામાં આવશે.
સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત આ ભવ્ય સમારોહ રાષ્ટ્રની વિવિધતામાં એકતા અને સંયુક્ત શક્તિનો એક અનેરો ઉત્સવ બનશે.
************************
નિતિન રથવી
***********””””””””***************
ગાંધીનગર પ્રાદેશિક માહિતી ખાતાના સમાચારો
[10/21, 12:16 PM] Neha Talaviya.Mahiti: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: *નવ નિર્મિત એમ.એલ.એ કવાર્ટર લોકાર્પણ સમારોહ*
*મહાનુભાવ*: *માન. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
*તારીખ : *૨૩-૧૦-૨૦૨૫,ગુરૂવાર*
*સમયઃ *સવારે ૧૧.૦૦ કલાકે
*સ્થળ : *એમ.એલ.એ કવાર્ટર, સેકટર-૧૭, ગાંધીનગર*
આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
નોંધ : *દીપાવલીની જાહેર રજાઓ હોવાથી , પત્રકાર મિત્રોએ પોતાના કવરેજ ડયુટીના પાસ આજે જ 4 થી 7 દરમિયાન પોલીસ અધિક્ષક કચેરીએથી મેળવી લેવા વિનંતી છે*
*પાસ મેળવવા આપના બે પાસપોર્ટ સાઇઝના ફોટો, પ્રેસ આઈ.ડી, આધારકાર્ડ તથા એક્રેડેશન કાર્ડની નકલ સાથે રાખવી*
આભાર સહ,
*સંપર્ક: પારૂલ મણિયાર 9904530670*
[10/23, 1:12 PM] Neha Talaviya.Mahiti: 23-10-2025 MLA QURTERS LOKARPAN -HON,BLE AMITBHAI SHAH AND HON’BLE CM PHOTO
https://photos.app.goo.gl/XyP8W3jbpfKG2X4j9
[10/23, 1:12 PM] Neha Talaviya.Mahiti: *વિધાનસભાના સદસ્યોને મળશે વધુ સુવિધાયુક્ત મોકળાશ ભર્યા આવાસ*
……………………………
*કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગાંધીનગરમાં 28,576 ચોરસ મીટરમાં નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું*
.……………………………
*મુખ્યમંત્રીશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભા ઉપાધ્યક્ષશ્રીની પ્રેરક ઉપસ્થિતિ*
…………………………
*વિશાળ ગાર્ડન, મલ્ટીપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ જીમ્નેશીયમ અને દવાખાનું, પાર્કિંગ પ્લોટ સહિતની સુવિધાઓ સદસ્ય નિવાસ સંકુલમાં ઉપલબ્ધ*
…………………………
*કેચ ધ રેઇન અને પર્યાવરણ જાળવણી ના વડા પ્રધાનશ્રીના વિચાર ને અનુરૂપ વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર તથા ૬૦૦ વૃક્ષોના વાવેતર સાથેનું નિવાસ સંકુલ*
:::::::::::::::::::::::::::
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું ભાઈબીજના પવિત્ર પર્વે ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું હતું.
રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા આ સદસ્ય નિવાસ સંકુલ સેક્ટર 17 માં કુલ 28,576 ચોરસ મીટરમાં નિર્માણ પામ્યું છે અને પ્રતિ આવાસ 238.45 ચોરસ મીટરની મોકળાશ ભરી જગ્યામાં 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધા યુક્ત છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ આહિરની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ આ સુવિધા સભર આવાસોનું લોકાર્પણ સંપન્ન કર્યું હતું.
રૂપિયા ૩૨૫ કરોડના અંદાજિત ખર્ચે નવનિર્મિત આ સદસ્ય નિવાસ સંકુલમાં આધુનિક સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિશાળ ગાર્ડન, 300 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ, જીમનેશિયમ,કેન્ટીન (ડાઇનિંગ હોલ), ઇન્ડોર રમતનાં સાધનો તેમજ તબીબી સારવાર માટે દવાખાનાનું અને પ્રોવિઝન સ્ટોર જેવી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલું છે.
આ સાથે સંકુલમાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગ મળી રહે તે માટે પણ દરેક યુનિટ દીઠ 2 અલોટેડ પાર્કિંગ જેમાંથી 1 બેઝમેંટ અને ૧ ગ્રાઉન્ડ ફ્લોર પર આપવામાં આવ્યા છે.
કેમ્પસના તમામ આંતરિક રસ્તાઓ આર.સી.સી.નાં બનાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ‘કેચ ધ રેઈન’ અને જળ સંચય ના આપેલા વિચારને અનુરૂપ ભૂગર્ભમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.
એટલું જ નહીં, આ નવનિર્મિત સદસ્ય નિવાસ સંકૂલ પરિસરમાં કુલ 600 નવા વૃક્ષોનું વાવેતર કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના પર્યાવરણ જાળવણીના સંકલ્પને સાકાર કરવા માટે નક્કર કદમ ભરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ભવિષ્યની સંભવિત આવાસ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાલના 12 બ્લોકના 216 આવાસોમાંથી 10 બ્લોકના 180 આવાસોમાં ફિક્સ તથા લુઝ ફર્નીચર સાથે અને બાકીના 2 બ્લોકના 36 આવાસો ફક્ત ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરવામાં આવ્યા છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે વર્ષ 1970-71માં ગુજરાત વિધાનસભાના સદસ્યોની રહેઠાણ સુવિધા માટે ગાંધીનગર સેક્ટર 17 માં 41.46 ચોરસ મીટરના એક બેડરૂમ, એક ડ્રોઈંગ રૂમ કિચન ટોયલેટ ની સુવિધા સાથેના આવાસો બનાવવામાં આવ્યા હતાં.
સમયાંતરે વધુ આવાસોની જરૂરિયાત ઊભી થતા 1990- 91 માં સેક્ટર 21 ખાતે 85.30 ચોરસ મીટર બાંધકામ વાળા બે બેડરૂમ ડ્રોઈંગ રૂમ કિચનની સુવિધા સાથેના કુલ 168 આવાસોના ત્રણ માળના કુલ 14 બ્લોકમાં નિર્માણ કરવામાં આવ્યા હતા.
હવે પ્રવર્તમાન સમયને અનુરૂપ તથા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નવા સુવિધા સભર સદસ્ય નિવાસ સંકુલનું નિર્માણ પૂર્ણ થતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ આવાસોમાં પ્રતિ યુનિટ 170.32 ચો.મી. કાર્પેટ એરિયાના બાંધકામ અન્વયે 3BHK માં ઓફિસ રૂમ વિથ વેઈટીંગ રૂમ, સર્વન્ટ રૂમ , 1 કિચન, 1 ડાઈનિંગ રૂમ, 1 લિવિંગ રૂમ વીથબાલ્કની, 1 ડ્રેસીંગ રૂમ અને 2 ટોઈલેટની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.
તમામ ઇન્ટિરિયર ફર્નિચર સાથેના આવાસો ઉપરાંત 2 લિફ્ટનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે આ નિવાસ સંકુલના લોકાર્પણ કર્યા પછી આવાસની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને અદ્યતન સુવિધાઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખશ્રી આશિષ દવે, સંગઠનના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ અને માર્ગ મકાન સચિવશ્રી પ્રભાત પટેલીયા તથા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
[10/23, 1:12 PM] Neha Talaviya.Mahiti: 22-10-2025 MLA QUARTERS PHOTO :https://photos.app.goo.gl/odL2UPLF74BBAb519
[10/27, 11:39 AM] Neha Talaviya.Mahiti: *અગત્યનું*
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,ગુજરાત રાજ્ય શાખા દ્વારા મીડિયા કર્મચારીઓના હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે.જે માટે ગાંધીનગર જિલ્લાના મીડિયાના મિત્રોને આ સાથે સામેલ લીંક મા રજિસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ છે.
[10/27, 11:39 AM] Neha Talaviya.Mahiti: Media Camp Registration Form – *Gandhinagar* ( 03-11-2025 )
https://forms.gle/PwwRuwgF49aco2hD6
[10/27, 12:07 PM] Neha Talaviya.Mahiti: *પરિવારથી વિખુટા પડેલા 80 વર્ષીય વૃદ્ધાને પરિવાર સાથે સુખદ મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર, ગાંધીનગર*
….
ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત “સખી વન સ્ટોપ સેન્ટર” યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે. આ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર, ઓડિટોરિયમ હોલ પાછળ, સિવિલ કેમ્પસ, સેક્ટર-12, ગાંધીનગર ખાતે તા.05/10/2025 ના રોજ પરિવારથી છૂટા પડી ગયેલા આશરે 80 વર્ષીય વૃદ્ધ બા ને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી.
ગાંધીનગર પથિકાશ્રમ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી બિનવારસી વૃદ્ધ મહિલા ને અજાણ્યા વ્યક્તિએ જોઈ જતાં તેમની મદદ કરી અને મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. બાદમાં વૃદ્ધાને સખીવન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપવામાં આવ્યો હતો.
સખી વન સ્ટોપ સેન્ટર, ગાંધીનગરમાં આ વૃદ્ધ બાને આશરે પાંચ દિવસ સુધી આશ્રય આપવામાં આવ્યો હતો. આ સમયગાળામાં તેમને સમયસર જરુરી વ્યવસ્થા પૂરી કરવામાં આવી હતી. વૃદ્ધા સાંભળવામાં અસમર્થ હોવાથી પ્રારંભિક તબક્કે તેમની સાથે વાતચીત કરવી મુશ્કેલ રહી હતી, તેમ છતાં સેન્ટરના સ્ટાફ દ્વારા ધીરજપૂર્વક તેમની સાથે બેસીને તેઓ શું જણાવવા માગે છે,તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમના પરિવારજનોને શોધવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ચર્ચા દરમિયાન કે તેમના પતિ ONGCમાં નોકરી કરતા હતા અને હાલમાં તેમનું પેન્શન મળે છે. પેન્શન લેવા જતા સમયે અજાણી બહેન તેમને સહાય કરતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.આ માહિતીના આધારે સખીવન વન સ્ટોપ સેન્ટરની ટીમે અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના ONGC કચેરીઓ તથા નજીકના પોલીસ સ્ટેશનોમાં તપાસ હાથ ધરી હતી. વૃદ્ધાએ સાબરમતી અને ચાંદખેડાનું નામ લેતા તેમને સીધા જ ONGC વિસત વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતાં. ત્યાં પહોંચતા વૃદ્ધાએ ઓળખ આપી કે તેમના પતિ અહીં સેવા આપતા હતા. ONGCના જુના રેકોર્ડ ચકાસતા વૃદ્ધાનું ઘરનું સરનામું મળ્યું હતું. જે પછી સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા વૃદ્ધાને સુરક્ષિત રીતે તેમના ઘરે દીકરા અને વહુ પાસે પહોંચાડવામાં આવ્યા હતાં.
બા ને તેમના દીકરાના ઘરે સુરક્ષિત રીતે મુકવામાં આવ્યા બાદ તેમણે પોતાના પરિવારજનોને મળતા આનંદ વ્યક્ત કર્યો હતો.
બાના પરિવારજનો સાથે વાતચીત દરમિયાન સમજાવવામાં આવ્યા કે બા ફરીથી આ રીતે ઘર છોડીને બહાર ન નીકળી જાય તે માટે યોગ્ય કાળજી રાખે. જો ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં “ગુમ થયાની ફરિયાદ” નોંધાવવા અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
………
*નેહા તલાવિયા*
[10/27, 12:53 PM] Neha Talaviya.Mahiti: *પ્રાકૃતિક કૃષિ થકી ૪૫૦૦ વર્ષ જૂના સોનામોતી ઘઉંની ખાસ વાવેતર પધ્ધતિ*
……
*વિશ્વમાં ઘઉંની આ જાતમાં જ ફોલિક એસિડ છે, બાકીના કોઈ પણ ઘઉંમાં ફોલિક એસિડ હોતું નથી. જે પચવામાં સરળ અને તંદુરસ્તી માટે ઉતમ છે*
…….
*સોનામોતી ઘઉંમાં લો-ગ્લુટેન, લો- સુગર,હાઇ-કેરોટીન,હાઈ-ફાઇબર, હાઈ- પ્રોટીન અને ફોલિક એસિડ મહત્તમ છે*
…….
સોનામોતી ઘઉંએ ૪૫૦૦ વર્ષ જૂનો ઘઉંનો એક પ્રકાર છે,જે મોહે-જો-દરો સંસ્કૃતિ વખતનો છે. આ એક પ્રાચીન ઘઉંની વેરાયટી છે.જેના વાવેતરની વિશેષ પદ્ધતિ છે.
*સોના મોતી ઘઉં માટે જમીન પસંદગી અથવા જમીન તૈયારી કરવાની રીત*
ચોમાસું પાક લીધા પછી આડી અને ઉભી કલ્ટીવેટરની ખેડ કરવી. ત્યારબાદ રોટોવેટરની આડી અને ઉભી ખેડ કરવી. જમીન ને તપવા દેવી. ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં જમીનને પિયત આપી (રેલાવી), દસ દિવસ રાખી, ઉગારો (નિંદામણ) ઉગવા દઈ, પછી કલ્ટીની ખેડ કરી નિદામણ જે હોય તે દુર કરવું. ત્યાર પછી પ્લોટ તૈયાર થઇ જશે. અંદાજે ઓકટોબરની ૨૦ તારીખ આસપાસ પ્લોટમાં પાણી આપી વરાપ આવ્યે કલ્ટી અને રોટો ની ખેડ કરી જમીન જીણી ભરભરી બનાવી તરત જ ભેજ હોય ત્યાંજ અંદાજે ૨૫ ઓકટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં સોનામોતી ઘઉં નું વાવતર કરી દેવું. ખેડૂત મિત્રો ચોમાસા પછીનું પહેલું પાણી વાવેતર પહેલા નિદામણ દુર કરવા ખુબ જ જરૂરી છે.
*બિયારણ નો દર*
એક વીઘા ૨૪ ગુંઠા મા બિયારણ અંદાજે ૧૭ થી ૧૯ કિલોગ્રામ બિયારણ જોઈએ એટલે કે એક ગુઠા દીઠ ૭૫૦ ગ્રામ બિયારણ જોઈએ.
*બિયારણ ને માવજત*
બીજની માવજત માટે સોનામોતી ઘઉંને બીજનો પટ આપવા માટે પાંચ લિટર ગૌમૂત્ર, ૫ કિલોગ્રામ ગોબર (છાણ), ૫૦ ગ્રામ ચૂનો અને એક મુઠ્ઠી વડ નીચે અથવા અવાવરુ જગ્યાની માટી. તે બધુ ૨૦ લીટર પાણી મા આ બધી વસ્તુ ૧૦૦ કિલોગ્રામ બિયારણ માટે જરૂરી છે. તમારી આગળ જેટલા સોનામોતી ઘઉં હોય તે પ્રમાણે આ દ્રાવણનો જથ્થામાં તૈયાર કરવું. તે દ્રાવણમાં આ બીજને ઉમેરવા. આ બીજ ઉમેરી ત્રણ ચાર કલાક રાખી બહાર કાઢી કોથળામાં સુકવી, ત્યારપછી તેને વાવેતર માટે તૈયાર કરવા.
*પાયાનુ ખાતર*
ઘન જીવામૃતનો ઉપયોગ પાયાના ખાતર તરીકે જમીનમાં ૨૦૦ કિલો કે ફુલ અવસ્થાએ પણ આપી શકાય.
*વાવેતર સમય*
ઉત્તમ સમય ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરના પ્રથમ અથવા બીજા પખવાડિયામાં સપ્તાહમાંજીવામૃત નો ઉપયોગ કરવો,આ જીવામૃત વચ્ચે ક્યારામાં પણ પાણી સાથે આપી શકો. એક એકરમાં ૨૦૦ લીટર લેખે
*પિયત*
સોનામોતી ઘઉં ખૂબ સેન્સિટીવ પાક છે. તે ઓછામાં ૧૪૦ દિવસનો કે વધુ દિવસનો પાક છે કે તેથી વધારે દિવસે પણ પાકી શકે. તેને સાત પાણીની જરૂર પડે. પાણી તમે જ્યારે વાવેતર કરો ત્યારપછી ૧૮ થી ૨૧ દિવસે જેને મુકુટ અથવા મૂળ અવસ્થા કહેવામાં આવે છે. જેને અંગ્રેજીમાં CRI કહેવામાં આવે છે. ત્યારપછી તેની અંદર ફૂટ આવવાની થાય એટલે પાણી આપવું. ત્યારબાદ ઘઉં ગાભે આવવાની વ્યવસ્થા વખતે, ત્યારપછીની ફુલ અવસ્થાએ. પછી દુધિયા દાણાની અવસ્થા આવે ત્યારે. પછી પોક અવસ્થાએ, આમ આ તમામ દિવસોએ ચોક્કસતાથી એના જે તબક્કા છે તેમાં એક પણ પિયત ન યુકાઈ જાય તે જોવાની ખાસ બાબત ધ્યાને રાખવી. અન્યથા ઉત્પાદનમાં ઘટાડો થશે, દાણો જીણો થશે. દાણો લીલો થશે અને પૂરતું પાણી નહીં હોય તો ખાસ CRI વખતે એટલે કે મુકુટ મૂળ અવસ્થાએ જો પિયતની વ્યવસ્થા સારી હોય અને ફુલ અવસ્થા સારી હોય તો એક એક પાણને બદલે બે બે પાણ પણ આપી શકાય
*નિંદણ નિયંત્રણ*
આ ઘઉંમાં નિયંત્રણ સામાન્ય રીતે આ પાકને ૧૮ ઇંચના ગાળે વાવવો. જેથી વચ્ચે બળદ કે નાના ટેકટરથી આંતર ખેડ થઈ શકે,. નિંદામણ નો બહુ પ્રશ્ન દેશી બીજ હોઈ આવવાનો નથી. બીજું બીજામૃત થી પટ્ટ કરીએ એટલે કોઈ પણ પ્રકારના બીજા રોગ કે ફૂગ નહિ આવે. સાથોસાથ આ ઘઉં એકવાર ઉગી ગયા પછી તેમાં કોઈ બીજો પ્રશ્ન આવતો નથી
*કાપણી*
આ લાંબા ગાળાનો પાક છે, એટલે પૂરેપૂરી અવસ્થામાં બીજ પાકી જાય પછી જ તેની કાપણી કરવી. કાપણી કર્યા બાદ, પાક સુકાયા બાદ, થ્રેશર દ્વારા બીજ કાઢવા માટે બપોર બાદ જ બીજ કાઢવા તેમજ જે થ્રેસર મગાવો. તે એકદમ ચોખ્ખું અંદરથી અગાઉના બિયારણ ન હોય તે ખાસ જોવું. અન્યથા અગાઉનાં થ્રેશરમાં ના બીજ મિક્સ થઈ જશે. સોનામોતી તમામ સફાઈની કામગીરી બને ત્યાં સુધી હાથ દ્વારા જ કરવી. કારણકે તે બિયારણમાં ઉપરનું એનેમલ કવચ તૂટી ન જાય અને તે ઘઉં સારી રીતે રહી શકે. આમ આ ઘઉં બહુ જ સેન્સેટીવ છે.
*સોનામોતી ઘઉં ની ખાસિયત*
વિટામિન્સ અને મિનરલ્સ થી ભરપુર છે. પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ અને ફાઈબરથી ભરપુર છે. ખાસ અગત્યનું એ છે કે, સોનામોતી ઘઉં એક જ એવી વિશ્વની જાત છે. જેમાં મહત્તમ ફોલિક અસિડ છે. વિશ્વમાં ઘઉંની આ જાતમાં જ ફોલિક એસિડ છે, બાકીના કોઈ પણ ઘઉંમાં ફોલિક એસિડ હોતું નથી. જે પચવામાં સરળ અને તંદુરસ્તી માટે ઉતમ છે.તથા ગ્લુટેન ઓછું છે. ઘઉંમાં ગ્લુટેન એક પ્રકારનું પ્રોટીન હોય છે. જે સુપાચ્ય હોતું નથી. ગ્લુટેન વધારે પડતું હોવાને લીધે.”સેલિયાક” ડીસીઝ (એક પ્રકારનો રોગ) થવાની શક્યતા વધી જાય છે. માટે ઓછા ગ્લુટેન વાળા ઘઉં ખરીદવા. જેથી ડાયાબીટીસના દર્દી આ ઘઉં નો ઉપયોગ કરી શકે છે.
જે ઘઉંનો દાણો વધુ કઠણ હોય અને જેમાં ઓછું ગ્લુટેન અને વધુ ફાઇબર હોય તેવા ઘઉં પચવામાં સરળ અને પૌષ્ટિક હોય છે. જે ઘઉં માં ફાઇબર વધારે હોય તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય આવા ઘઉં શરીરમાં સુગરના લેવલને કંટ્રોલ રાખે છે એટલે ડાયાબિટીસવાળા એ આવા ઘઉં ખરીદવા જોઈએ
આ અંગે વધુ માહિતી માટે ગાંધીનગરના પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્ર એલ. મંડીર (બી.એસ.સી. (એસી))નો મો.નં: ૫૯૩૨૭૧૫૭૫૩૬, ૯૪૨૮૪૦૫૭૬૭ પર સંપર્ક કરી તથા તેમના પ્રાકૃતિક ફાર્મ પ્રાતેનમાની મુલાકાત લઈ વધુ વિગતો રૂબરૂ મેળવી શકો છો.
….
*નેહા તલાવિયા*
[10/27, 2:40 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા તા.૨૮ અને તા.૨૯ ઓક્ટોબરના રોજ રોજગાર ભરતીમેળા યોજાશે*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૨૭ ઓક્ટોબર – જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૮ તથા ૨૯ ઓક્ટોબરના રોજ રોજગાર ભરતીમેળા યોજવામાં આવશે. જેમાં તા.૨૮/૧૦/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી,“સી”વીંગ, પહેલો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમ પાસે, સિવિલ હોસ્પિટલ સામે, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રોજગાર ભરતીમેળામાં ગાંધીનગર જિલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડ, કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઉત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. જે માટે અનુબંધમ જોબફેર આઇ.ડી માટે JF697478787 છે.
દ્વિતીય દિવસે તા.૨૯/૧૦/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ટેક મહિન્દ્રા,૧૯ મો માળ, QC બિલ્ડીંગ, ગીફ્ટ સીટી, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળામાં ટેક મહિન્દ્રા, ગાંધીનગર દ્વારા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૨ પાસ તથા કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઉત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે. આ રોજગાર ભરતી મેળા અનુબંધમ આઇ.ડી JF170920904 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે,તેમ જિલ્લા રોજગાર અધિકારી,સા.ની યાદી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[10/27, 2:50 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી: અધિકારીઓ-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન*
000000
*ખોરાકમાં ભેળસેળ કરતા લોકોને બક્ષવામાં નહીં આવે, ચેતવણી આપતા મંત્રીશ્રી પાનશેરીયા*
0000000
*આગામી સમયમાં આરોગ્ય તંત્રમાં મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે*
0000000
ગાંધીનગર તા.૨૭ ઓક્ટોબર –
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ(રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો) મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નવ વર્ષના કામગીરીના પ્રથમ દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. મંત્રીશ્રીએ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને માનવતા, આધ્યાત્મિકતા સાથે લોકોની સેવા કરવા માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીશ્રીએ વિભાગની તમામ શાખાઓની મુલાકાત લઈ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્તા અને કર્મને એકમેકમાં ભળી લોકસેવાના હેતુથી સેવા અને સમર્પણ થકી કામગીરી કરવાની પ્રેરણા આપી છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે આરોગ્ય વિભાગની ઉત્તમ કામગીરી નિભાવી, જેને આગળ ધપાવતા આગામી દિવસોમાં સમગ્ર આરોગ્ય વિભાગના કર્મીઓ સહકારની ભાવનાથી કર્મ કરી ગુજરાતની આરોગ્ય સેવાઓને સમગ્ર રાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંકે પહોંચાડશે. કોરોના જેવી મહામારીમાં પણ ભારતના આરોગ્યતંત્રએ પરિશ્રમ અને સ્વયંસુઝથી તાત્કાલિક સુવિધાઓ વિકસાવી ઉત્તમ કામગીરી કરી હતી ત્યારે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ નવા સંશોધનોની કામગીરી સાથે ટંગ મેનેજમેન્ટ પર પણ ધ્યાન આપશે. દર્દી નારાયણની આત્મીયતાપૂર્વક સેવાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
મંત્રીશ્રીએ ભેળસેળ કરનારા તત્વોને ચેતવણી આપતા કહ્યું હતું કે, ખોરાકમાં ભેળસેળ કરનાર એક પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. આવા ભયંકર પાપ કરનારા લોકો સુધરી જાય નહીંતર આગામી દિવસોમાં તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ આગામી દિવસોમાં આરોગ્ય વિભાગના સિવિલ હોસ્પિટલથી માંડી સી.એસ.સી., પી.એચ.સી. તથા તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.
માર્ગદર્શક મુલાકાતની તકે અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડો. રતનકંવર ગઢવીચરણ, આરોગ્ય કમિશનર(શહેર )શ્રી હર્ષદ પટેલ સહિત આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[10/27, 2:55 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/1QK45SoYnMFUEhAOaBk3Txgtc8Io8aZvG?usp=sharing
[10/27, 8:21 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ની જાહેરાત*
****
*07 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે*
****
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR)નું સમય પત્રક જાહેર કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે ચૂંટણી કમિશનર ડૉ. સુખબિર સિંહ સંધુ તેમજ શ્રી વિવેક જોશીની ઉપસ્થિતિમાં વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા.04/11/2025થી 04/12/2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ તા. 09/12/2025ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા. 09/12/2025થી 08/01/2026 સુધી સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકશે. 31/01/2026 સુધી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા.07/02/2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
આગાઉ થયેલ SIRને અનુસંધાને તા. 01/01/2002ને લાયકાત યોગ્ય ગણવામાં આવશે. 2002-2004માં યોજાયેલ આખરી SIRની મતદાર યાદીમાં નાગરિકો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે. નાગરિકતાના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ 12 દસ્તાવેજો માન્ય ગણાશે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની આ પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે હેતુથી NCC જેવા સ્વયંસેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે. આ તકે પ્રતિબુથ 1200 મતદારોની પહેલની અમલવારીના ભાગ સ્વરૂપે બૂથ રેશનલાઇઝિંગ કરી એક પરિવારના તમામ સભ્યો એક જ બૂથ પર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે ફેઝ -01ની જેમ ફેઝ-02માં પણ સુચારુ આયોજન કરી સમગ્ર પ્રક્રિયાના અંતે ‘ઝીરો અપીલ’ના ધ્યેય સાથે SIR યોજવા પર ભાર મુક્યો હતો.
[10/28, 6:20 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલેકટર શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં “સરદાર@૧૫૦ યુનિટી માર્ચ “ના આયોજન અંગે બેઠક યોજાઇ*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૨૮ ઓક્ટોબર –
“લોખંડી પુરૂષ”, ભારત વર્ષનાં મહાન નેતા સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા “સરદાર@૧૫૦ યુનિટી માર્ચ “એક ભારત આત્મનિર્ભર ભારત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે કલેકટર શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાએ યોજાનાર પદયાત્રાના આયોજન વિશે બેઠક યોજાઇ હતી.
આ યુનિટી માર્ચ સરદાર પટેલના દ્રઢ નેતૃત્વ,કુટનીતિક કૌશલ્ય અને રાષ્ટ્રીય એક્તા પ્રત્યે અતુટ પ્રતિબધ્ધતા અને તેમની અમર વિરાસતને સમર્પિત છે. આ પદયાત્રા સરદાર પટેલનાં “એકીકૃત ભારત” નાં દ્રષ્ટિકોણને પ્રધાનમંત્રીશ્રીનાં “વિકસિત અને આત્મનિર્ભર ભારત”નાં મિશનથી જોડીને જન ભાગીદારી થી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય અભિયાન બનશે.
આ ઉજવણીમાં જિલ્લા સ્તરે ૧૦ નવેમ્બર ૨૦૨૫ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૫ દરમ્યાન પદયાત્રા” નું આયોજન કરવામાં આવશે. જેમાં વિધાનસભા દિઠ એક પદયાત્રા યોજાશે. આ સાથે શાળાઓમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦
[10/28, 6:47 PM] Neha Talaviya.Mahiti: *પત્રકારોનું સ્વાસ્થ્ય નિરંતર જળવાઈ રહે, તે માટે ગુજરાત સરકાર દ્વારા એક સુંદર વ્યવસ્થા એટલે ‘ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા’*
……….
*મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ હેઠળ માહિતી અને પ્રસારણ વિભાગ તથા ગુજરાત રેડક્રૉસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત ભરમાં મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું સતત બીજા વર્ષે આયોજન*
…..
*ગાંધીનગર જિલ્લામાં તા. ૩- નવેમ્બરના રોજ સરકીટ હાઉસ ખાતે પત્રકારોનું હેલ્થ ચેકઅપ કરાશે*
…..
આપણા દેશમાં પ્રેસ-મીડિયાને લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવે છે.દેશમાં લોકશાહીને જાળવી રાખવા માટે તટસ્થ, સચોટ માહિતી નાગરિકો સુધી પહોંચાડવાનું નેક કામ પત્રકારો કરે છે. એક સ્વસ્થ અને તંદુરસ્ત પત્રકાર સમાજને જાગૃત રાખવાનું કામ કરે છે, જેથી તેમના સ્વાસ્થ્યની મહત્તા સમજીને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ, માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા મીડિયા સંકલનની સાથે સાથે પત્રકારોને પૂરતું મહત્ત્વ અને પત્રકારોને વીમા કવચ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
ગુજરાતના પત્રકારોનું સ્વાસ્થ્ય નિરંતર જળવાઈ રહે, તે માટે ગુજરાત સરકારના દિશા નિર્દેશમાં માહિતી અને પ્રસારણ વિભાગ તેમજ ગુજરાત રેડક્રૉસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં પત્રકારો/મીડિયા કર્મીઓ માટે ‘ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા’ અભિયાન,સતત બીજા વર્ષે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તા.૦૩ નવેમ્બરના રોજ જિલ્લાના મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મીડિયા કર્મીઓના બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને ઇસીજી સહિતના વિવિધ સામાન્ય ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવશે. આ ઉપરાંત વિટામિન D, વિટામિન B12, કોલેસ્ટ્રૉલ, થાઇરૉઇડ અને ડાયાબિટીસ સહિતનાં વિવિધ ટેસ્ટ પણ કરાશે. સાથે જ હેલ્થ ચેકઅપ ટીમ દ્વારા પત્રકાર મિત્રોને આરોગ્ય સંબંધિત અને સ્વસ્થ જીવન સંદર્ભે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.માટે આ હેલ્થ ચેકઅપ શિબિરમાં ગાંધીનગર જિલ્લાના દરેક પત્રકારો તથા મીડિયા કર્મીઓએ લાભ મેળવવા પોતાનું રજીસ્ટ્રેશન વહેલી તકે કરાવી લેવા માહિતી નિયામકશ્રી ગુજરાત રાજ્ય અને નાયબ માહિતી નિયામક ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
…..
*નેહા તલાવિયા*
[10/29, 11:02 AM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે, તાલીમવર્ગના સંચાલન માટે કો-ઓર્ડીનેટરની નિમણૂંક કરવા સ્નાતક પુરૂષ ઉમેદવારો પાસેથી અરજી મંગાવવા જોગ*
…….
ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી જીલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર દ્વારા પરીક્ષાલક્ષી નિવાસી તાલીમવર્ગનું આયોજન આગામી માસમા કરવામાં આવનાર છે. આ તાલીમવર્ગના સમગ્ર સંચાલન માટે તદ્દન હંગામી ધોરણે નિયત ઠરાવની જોગવાઈને આધીન રૂ. ૨૦,૦૦૦/- ના ફિક્સ માનદ વેતનથી કો-ઓર્ડીનેટરની નિમણૂંક કરવા માટે સ્નાતક પુરૂષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજીપત્રક તથા વિગતવાર માહિતી મેળવવા જીલ્લા રોજગાર કચેરી – “સી” વિંગ, પહેલો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમની બાજુમાં, સિવિલ હોસ્પિટલની સામે, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે સંપર્ક કરી જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૭ માં અરજી કરવા જિલ્લા રોજગાર અધિકારી શ્રી ની કચેરી, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવે છે.
…..
*નેહા તલાવિયા*
[10/29, 11:02 AM] Neha Talaviya.Mahiti: *પ્રાકૃતિક ખેતી*
……………………
*ખેતીમાં બીજ એ જ અગત્યની બાબત છે,બીજ સારું તો પાક સારો, પ્રાકૃતિક ખેતીમાં દેશી બીજ નો જ ઉપયોગ કરવો હિતાવહ*
……………………………….
*બીજના વિવિધ પ્રકાર*
ન્યુક્લીયર સીડ,બ્રીડર સીડ,ફાઉન્ડેશન સીડ,રજીસ્ટર્ડ સીડ,સર્ટિફાઇડ સીડ,લેબલ્ડ સીડ,ઓરીજીન સીડ વગેરે બીજના વિવિધ પ્રકારો છે.
જેમાંથી દેશી બીજની વાત કરવામાં આવે તો,દેશી બીજની કોઈ જાત(વેરાઈટી) નથી હોતી. દેશી બીજની શુદ્ધતા અને તંદુરસ્તી ખૂબ સારી હોય છે.માટે દેશી બીજ એ પાકનો આધાર છે, કોઈપણ જીવ હોય એનું ગૌત્ર હોય તેમ બીજ એ પાકનું ગૌત્ર છે.જેના ઉપર જ આખા પાકનો આધાર હોય છે.
દેશી બીજની ઓળખ અંગે વાત કરવામાં આવેતો તે સાઇનિંગવાળું,ટીપટોપ કન્ડિશન કે કોટિંગ કરેલું નથી હોતુ, જેથી દેશી બીજના વપરાશથી પાકમાં નસ્વાદ , સુગંધ અને તંદુરસ્તી મળે તેવા તત્વો મળે છે.
પ્રાકૃતિક દેશી બીજ એ સર્ટિફાઇડ નથી હોતુ,તેમા તેનો પ્રકાર કે નંબર પણ નથી હોતો.દેશી બીજ સારા, તંદુરસ્ત ,ચોખ્ખા ડુંડા માંથી ચુંટીને બિયારણ સ્વરૂપે મેળવી શકાય છે.અને તે પણ હાથ દ્વારા બીજ ફળ માંથી છુટુ પાડવામાં આવે છે,મશીન દ્વારા નહીં કારણ કે દેશી બીજનુ કવચ અગત્યનું છે.સાફ- સફાઈ કરી,
નકામો કચરો અને નાની મોટી સાઈઝના બીજને દૂર કરી,એકસરખું બિયારણ ભેગું કરવું યોગ્ય ગણાય છે. વિશેષમાં દેશી બીજની સ્ફુરણશક્તિ ઘણી જ સારી હોય છે.
આ દેશી બીજમાં સોના મોતી ઘઉં, બાજરી, પાલક, દેશી ચણા, કાબુલી ચણા, મગ, ધાણી રાય, અજમો અને જીરુ જેવા પાકોના પ્રાકૃતિક દેશી બીજ બિયારણોનું કલેક્શન રૂબરૂ નિહાળી સફળ પ્રાકૃતિક ખેતી માટે વધુ જાણકારી મેળવવા ગાંધીનગર જિલ્લાના ખેડૂત મિત્રો પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ, મુ. શિહોલી મોટી,તા.જી.ગાંધીનગર ખાતે મુલાકાત લઈ વધુ માર્ગદર્શન મેળવી શકે છે.
[10/29, 3:30 PM] Neha Talaviya.Mahiti: *ફોટો કેપ્શન*
તા.૨૯/૧૦/૨૦૨૫ના રોજ ગાંધીનગર જિલ્લાના વાવોલ ખાતે આવેલ ઇવીએમ અંગેના ડેડીકેટેડ વેર હાઉસની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મેહુલ કે.દવે દ્વારા બાહ્ય ચકાસણી કરવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન કલેકટરશ્રી દ્વારા સ્ટ્રોંગ રૂમની બાહ્ય સુરક્ષા વ્યવસ્થા અંગે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી શ્રી જય પટેલ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
[10/29, 4:25 PM] Neha Talaviya.Mahiti: *જનકલ્યાણના નિર્ધાર અને ગ્રામજનો સાથે આત્મીયતાથી તેમના પ્રશ્ર્નો નું નિરાકરણ એજ મુખ્ય ધ્યેય સાથે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામની મુલાકાત કરતાં કલેકટરશ્રી*
…….
*ગ્રામપંચાયત ખાતે આવેલ અરજદારો સાથે રૂબરૂ વાતચીત દ્વારા તેમને મળતી સુવિધા અને લાભ અંગેની માહિતી પણ કલેકટર શ્રી દ્વારા મેળવવામાં આવી*
…….
ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ કે.દવે દ્વારા સમયાંતરે ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત કરી,ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ દ્વારા તેમના પ્રશ્નો સાંભળી જરૂર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, તથા આ મુલાકાત દરમિયાન સરકારી શાળા, આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, આંગણવાડી કેન્દ્રો જેવા સ્થળોએ રૂબરૂ મુલાકાત કરી કલેકટર શ્રી દ્વારા સેવા, સલામતી અને અન્ય સુવિધાઓ ઉપરાંત યોજનાકીય લાભો યોગ્ય રીતે ગ્રામજનો સુધી પહોંચે છે, કે કેમ તે અંગે માહિતી મેળવવામાં આવે છે.
કલેકટરશ્રી દ્વારા કરવામાં આવતી આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રામજનો વચ્ચે રૂબરૂ પહોંચી, તેમની સાથે વાતચીત દ્વારા તેમની સમસ્યાઓનું સમાધાન તથા તેમના સુધી યોજનાકીય લાભો પહોંચે છે કે નહીં તે તપાસવાનો છે.
જનકલ્યાણના નિર્ધાર અને ગ્રામજનો સાથે આત્મીયતાથી તેમના પ્રશ્ર્નો નું નિરાકરણના ધ્યેયથી કલેકટર શ્રી મેહુલ કે.દવે દ્વારા શરૂ કરવામાં આવેલા, આ કાર્યને આગળ ધપાવતા તેમણે શેરથા ગામની મુલાકાત લઈ ગ્રામજનોને રૂબરૂ મળી, ગામના પ્રશ્નો સાંભળીને તેનું ઝડપથી નિરાકરણ કરવા, જે તે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
ઉપરાંત શેરથા ગામમાં આવેલ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તલાટી દફતરની તપાસણી કરીને, ગ્રામપંચાયતમાં આવેલ અરજદારો ને મળતી સુવિધા તથા અન્ય ગ્રામ્ય સુવિધામાં વધારો કરવા માટે શું કરી શકાય, તે માટે પણ કલેક્ટર શ્રી ગાંધીનગર દ્વારા ઉપસ્થિત લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રજૂ થયેલ પ્રશ્નો બાબતે સબંધિત વિભાગ સાથે ચર્ચા કરી ગ્રામજનોની સુવિધા વધારવાની દિશામાં આયોજન બદ્ધ કામગીરી કરવા પણ કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં કલેકટર શ્રી દ્વારા સ્વચ્છતા અને રોડ રસ્તાની બાબતે વધુ ભાર મૂકવામાં આવ્યો હતો.
……
*નેહા તલાવિયા*
[10/29, 4:46 PM] Neha Talaviya.Mahiti: મીડિયાના મિત્રોએ આ લિંકમાં તા.૦૨/૧૧/૨૦૨૫ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે,તા.૦૨ નવેમ્બરના રોજ સાંજે આ લિંક આપોઆપ બંધ થઈ જશે, માટે વહેલામાં વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેશો.
*નોંધ: આ લિંક માં મીડિયાના મિત્રોનું જ રજિસ્ટ્રેશન કરવાનું છે, માટે આપના પરિવારના કોઈ પણ સદસ્ય નું રજીસ્ટ્રેશન કરવાનું નથી*
[10/29, 7:09 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)*
____
*ગાંધીનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ*
____
*૦૪ નવેમ્બરથી હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા: ૦૭ ફેબ્રુઆરી ૨૦૨૬એ પ્રકાશિત થશે આખરી મતદાર યાદી*
____
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR)નું સમય પત્રક જાહેર કર્યું છે. આજ રોજ ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ગાંધીનગર ખાતે રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.
“SIR એક શુદ્ધિકરણ અને સમાવેશક કવાયત છે – ખાતરી કરવી કે કોઈ લાયક મતદાર બાકાત ન રહે અને કોઈ અયોગ્ય નામ ન રહે.”
આ બેઠકમાં ગાંધીનગર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને પ્રેઝન્ટેશન રજૂ કરીને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR) બાબતે જાણકારી આપી હતી. જેમાં SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ તા.૦૯/૧૨/૨૦૨૫ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા.૦૯/૧૨/૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે. તારીખ ૦૯/૧૨/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરાશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા. ૦૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
આખરી ૨૦૦૨ SIRની મતદાર યાદીમાં મતદારો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે. મતદાર તરીકે સમાવેશ માટે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ ૧૨ દસ્તાવેજો માન્ય ગણાશે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની આ પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે હેતુથી સ્વયંસેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉપસ્થિતોને BLO ની કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
SIR બાબતે તારીખ ૨૮ ઓક્ટોબરના રોજ ગાંધીનગર જિલ્લામાં ERO અને AERO માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. તે ઉપરાંત આગામી ૩ નવેમ્બર સુધીમાં તમામ BLO Supervisor, BLO અને BLAની તાલીમ પૂર્ણ કરવામાં આવશે.
આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
[10/30, 12:28 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ શપથ’ લીધાં*
…….
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ દર વર્ષે ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિતે શપથ લેવામાં આવ્યા હતા.
જેમાં નિવાસી અધિક કલેકટર શ્રી નિશા શર્મા, મુખ્ય જમીન સંપાદન અધિકારીશ્રી અર્જુનસિંહ વણઝારા સહિત અન્ય અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ‘રાષ્ટ્રીય એકતા દિવસ શપથ’ લઈને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબદ્ધ થયાં હતાં.
…….
*નેહા તલાવિયા*
********************************
આપને આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડીયો અને ફોટાઓ અમોને અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ સમાચારો વિડીયો અને ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે
