16 Ng pdf-1 (1) 17 NG PDF 18 NG PDF-2 19 NG pdf-2 (1) 19 JAN PDF-1 20 NG pdf


(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[10/15, 4:13 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિશ્વના સૌથી મોટા આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન અંતર્ગત રાજ્યના સહકાર વિભાગને ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ એનાયત*
—–
*GST સુધારા, મેક ઇન ઈન્ડિયા, હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી જેવા વિવિધ વિષયો પર ૧.૧૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખાયા*
—–
*વિશ્વમાં સૌપ્રથમવાર કોઈ દેશના વડાપ્રધાનશ્રીને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ પાઠવવામાં આવ્યા*
—–
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે વધુ એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતાં ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજારથી પણ વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. જે અન્વયે તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ના અધિકારીઓ દ્વારા “Guinness World Records Recognition for Largest Postcard Numbers” એટલે કે “વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન” રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આમ, વિશ્વમાં સૌપ્રથમવાર કોઈ દેશના વડાપ્રધાનશ્રીને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે, જે સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે, તેમ પત્રકાર પરિષદમાં સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપકુમારે જણાવ્યું હતું.
વધુ વિગતો આપતા સચિવશ્રીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રના નાગરિકો દ્વારા વડાપ્રધાનશ્રીને આજદિન સુધી ભારતવર્ષમાં થયેલા તમામ નાગરિકલક્ષી કામગીરી માટે આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. જેમાં GST સુધારા, મેક ઇન ઈન્ડિયા અભિયાન, હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી, વિકાસ સપ્તાહ, જનધન યોજના, તમામ નાગરિકોના નાણાકીય સમાવેશીકરણ, બુલેટ ટ્રેનની શરૂઆત, વગેરે જેવા વિવિધ વિષયો ઉપર આભાર લેખન પોસ્ટકાર્ડ મારફતે દર્શાવવામાં આવ્યા હતા.
સચિવશ્રીએ કહ્યું હતું કે, જ્યારે પોસ્ટકાર્ડ લેખનનું આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે ૭૫ લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાશે એવો અંદાજ હતો. પરંતુ રાજ્યના નાગરિકોએ સહકારની શક્તિ દ્વારા મક્કમ અને સબળ પ્રયાસો કરી ટીપે ટીપે સરોવર ભરાય એમ અંદાજિત ૭૫ લાખના આંકડાને પણ ક્યાંય પાછળ મૂકીને ૧.૧૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખી, ભારત અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વ ફલક પર રોશન કરી ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ-૨૦૨૧માં સૌપ્રથમ સહકાર મંત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલયે ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત ખેડૂતો, પશુપાલકો અને ગ્રામીણ ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો માટે અનેક યોજનાઓ દ્વારા આર્થિક-સામાજિક ઉન્નતિનું વિશેષ કાર્ય કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સચિવશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ડેટા મુજબ પોસ્ટકાર્ડ લેખનનો સૌથી મોટો વર્લ્ડ રેકર્ડ અત્યાર સુધી ૬,૬૬૬ પોસ્ટકાર્ડ સાથે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન (SDC)-સેક્શન વોટર(સ્વિત્ઝરલેન્ડ) બાસેલ, સ્વિત્ઝરલેન્ડ પાસે હતો, જે હવે ગુજરાતનાં નામે થયો છે. જે અંતર્ગત સહકાર વિભાગ દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, લંડન સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ૩૫૦×૮૦ ફૂટના વિસ્તારમાં ૭૫,૦૦,૦૦૦નો આંકડો બનાવીને તેમાં પોસ્ટકાર્ડ લગાવવામાં આવ્યા હતા, જે માટે સહકાર વિભાગના ૫૦થી વધુ અધિકારીઓ તથા ૧૦૦થી વધુ કર્મચારીઓએ સતત ૩-૪ દિવસ સુધી ભારે જહેમત ઉઠાવી હતી.
—–
જીગર બારોટ
[10/15, 5:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત@75: એજન્ડા ફોર 2035’નું અનાવરણ*
***
*રાજ્ય સરકારે વર્ષ 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી દાયકા માટેનો વિકાસ એજન્ડા રજૂ કર્યો*
***
• _ગુજરાત સરકારના એજન્ડામાં 4I- ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન, ઈન્ડિવિજ્યુઅલ્સ અને ઇન્સ્ટિટ્યૂશન્સ સામેલ_
• _ગુજરાત @75: 7,500 શાળાઓમાં AI-આધારિત શિક્ષણ, 75 એડવાન્સ્ડ સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 75 લાખ નોકરીઓ ઊભી કરવાનું લક્ષ્ય_
• _રાજ્ય સરકાર આગામી દાયકામાં ₹7.5 લાખ કરોડનું રોકાણ કરીને રસ્તાઓ, સિંચાઈ, બંદરો, પરિવહન, પાણી અને ઊર્જા પુરવઠામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે_
***
*ગાંધીનગર, 15 ઓક્ટોબર 2025:* વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના સીમાચિહ્નરૂપ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રાજ્ય માટે આવનારા દાયકામાં વિકાસની રૂપરેખા નક્કી કરવા માટે ગુજરાત સરકારે આજે ‘ગુજરાત@75: એજન્ડા ફોર 2035’ ડોક્યુમેન્ટનું અનાવરણ કર્યું હતું.
આ રિપોર્ટનું અનાવરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ માઇલસ્ટોન ગુજરાતની સિદ્ધિઓની ઉજવણી અને ભવિષ્ય માટે રાજ્યની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત@2047ના વિઝન સાથે સુસંગત છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ એજન્ડા આગામી દાયકામાં ગુજરાતની દરેક વ્યક્તિ માટે ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ (સારી કમાણી, સારું જીવન)નું લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં સરકારના પ્રયાસોની સમીક્ષા કરશે.
*‘સમૃદ્ધ રાજ્ય; સમર્થ નાગરિક’ના સૂત્રને સાકાર કરવા પ્રતિબદ્ધ ગુજરાત સરકાર*
‘એજન્ડા ફોર 2035’ રિપોર્ટમાં ગુજરાતની 75મી વર્ષગાંઠ નિમિત્તે રાજ્યના લક્ષ્યો અને તેને પ્રાપ્ત કરવા માટેની વ્યૂહરચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો હેતુ રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગસાહસિકતા, માળખાગત સુવિધા અને પર્યાવરણીય ટકાઉપણું વગેરે ક્ષેત્રોને વેગ આપવાનો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં સંતુલિત અને સમાવિષ્ટ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. તે “સમૃદ્ધ રાજ્ય; સમર્થ નાગરિક” સૂત્રને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા સૂચવે છે.
*ગુજરાત @75: 7,500 શાળાઓમાં AI-આધારિત શિક્ષણ, 75 એડવાન્સ્ડ સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 75 લાખ નોકરીઓ ઊભી કરવાનું લક્ષ્ય*
રાજ્યના શિક્ષિત અને કુશળ યુવાનો ગુજરાતના વિકાસનો મુખ્ય પાયો છે, એટલે રાજ્ય તેમને સશક્ત કરવા પર ભાર મૂકશે. વર્ષ 2035 સુધીમાં ગુજરાતના દરેક બાળકને આધુનિક, ભવિષ્યલક્ષી શિક્ષણની સુવિધા મળશે. 7,500 શાળાઓમાં AI-આધારિત શિક્ષણ શરૂ કરવામાં આવશે, અને 75 એડવાન્સ્ડ સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે જેથી 75 લાખ *સ્કીલ* નોકરીઓનું સર્જન થાય.
રાજ્યનો ઉદ્દેશ દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ આપવાનો, મૅડિકલ કોલેજોની સંખ્યા વધારવાનો, એક વ્યાપક ડિજિટલ આરોગ્ય નેટવર્ક સ્થાપિત કરવાનો અને દરેક પરિવાર માટે આરોગ્ય વીમા કવરેજ સુનિશ્ચિત કરવાનો છે. આ પગલાં ગુજરાતનું *આરોગ્ય ક્ષેત્ર સુદ્રઢ* બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
*ક્લીન એનર્જી અને હરિત ભવિષ્યને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય*
ગુજરાત ક્લીન એનર્જી અને હરિત ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. આગામી 10 વર્ષમાં ગુજરાત 750 જગ્યાઓને હરિયાળી બનાવી અર્બન લંગ્સ તરીકે વિકસાવશે. રાજ્યમાં 7,500 મિયાવાકી જંગલો બનાવાશે, 75% મ્યુનિસિપલ ગંદા પાણીનું રિસાયકલ કરવામાં આવશે અને 75 આઇકોનિક બિલ્ડિંગ્સનું નિર્માણ પણ કરાશે. ડિજિટલ ગવર્નન્સ અને ઈ-સેવાઓ દરેક નાગરિકને સશક્ત બનાવશે.
*સમૃદ્ધ ખેડૂતો અને ગ્રામીણ વિકાસ:* પાકની ગુણવત્તામાં સુધારો, મૂલ્યવર્ધન અને એગ્રો-પ્રોસેસિંગ દ્વારા ખેડૂતોની આવક વધશે, જે ગ્રામીણ સમૃદ્ધિને વેગ આપશે.
ગુજરાત *ગ્રીન એનર્જી અને નેટ ઝીરો લક્ષ્યાંક* માં અગ્રેસર બનવાનું લક્ષ્ય ધરાવે છે. રાજ્યનું લક્ષ્ય આગામી દાયકામાં ગ્રીન એનર્જીને સંચાલિત કરવાનું છે, જેમાં હાઇડ્રોજન પ્લાન્ટ, 75 ગીગાવોટ પવન ઉર્જા, 7,500 ઇલેક્ટ્રિક બસો અને સૌર ઊર્જાના વ્યાપક ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ટકાઉ વિકાસને તો પ્રોત્સાહન આપશે, સાથે હજારો રોજગારીનું પણ સર્જન કરશે.
ગુજરાત *નવીનતા અને ઉદ્યોગસાહસિકતા કેન્દ્ર* તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરશે: 2035 સુધીમાં, ગુજરાત નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના નવા આયામો સર કરીને, સ્ટાર્ટ-અપ્સ અને સાહસોને પ્રોત્સાહન આપીને ભારતનું ઇનોવેશનન પાવરહાઉસ બનશે.
*મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર* થી રાજ્ય નવા શિખરો સર કરશે: ગુજરાત ₹7.5 લાખ કરોડનું રોકાણ કરીને રસ્તાઓ, સિંચાઈ, બંદરો, પરિવહન, પાણી અને ઊર્જા પુરવઠામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે.
*4I- ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન, ઈન્ડિવિજ્યુઅલ્સ અને ઇન્સ્ટિટ્યૂશન્સ*
ગુજરાતની આ યોજના- “4I” એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધા), ઇનોવેશન (નવીનતા), ઈન્ડિવિજ્યુઅલ્સ (વ્યક્તિઓ) અને ઇન્સ્ટિટ્યૂશન્સ (સંસ્થાઓ) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2035 માટેનો એજન્ડા આગામી દાયકામાં નીતિ અને અમલીકરણ માટે સ્પષ્ટ અને પરિણામલક્ષી માર્ગદર્શન પૂરું પાડે છે.
ગુજરાત સરકાર માટે આ ડોક્યુમેન્ટ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં GSIDS, GIDB, iHub, ઉચ્ચ શિક્ષણ વિભાગ, તેમજ પ્લાનિંગ અને ARTD ડિવિઝન્સ જેવા સરકારી વિભાગો, સંસ્થાઓ અને બોર્ડની સક્રિય ભાગીદારી છે.
2047 સુધીમાં ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં ‘ગુજરાત@75: એજન્ડા ફોર 2035’નું અનાવરણ સીમાચિહ્નરૂપ છે. તે ભારતમાં વિકાસ અને નવીનતાને આગળ ધપાવવામાં નોંધનીય ભૂમિકા ભજવશે.
*X-X-X*
[10/15, 5:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની લાયન્સ ક્લબના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સાથે ગાંધીનગરમાં બેઠક*
————
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાથી સેમિકન્ડર સુધી તમામ ક્ષેત્રોને પ્રાધાન્ય આપ્યું છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————
*:: મુખ્યમંત્રીશ્રી ::*
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સકારાત્મક નેતૃત્વના પરિણામે ભારતની ગ્લોબલ ઇમેજમાં વધારો થયો છે.
* વડાપ્રધાનશ્રીની ‘વસુધૈવ કુટુમ્બકમ’ અને ‘સૌના સાથ સૌના વિકાસ’ની રાજનીતિથી વિશ્વના દેશોમાં ભારત પ્રત્યોનો વિશ્વાસ દૃઢ થયો છે.
————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત-બેઠકમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાથી લઈને સેમિકન્ડક્ટર સહિતના ક્ષેત્રોના વિકાસને પ્રાથમિકતા આપી છે. તેના પરિણામે દેશ વિકાસના નિતનવા શિખરો સર કરી રહ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સકારાત્મક નેતૃત્વના પરિણામે ભારતની ગ્લોબલ ઇમેજમાં વધારો થયો છે. તેમણે ‘વસુધૈવ કુટુમ્બકમ’ અને ‘સૌના સાથ સૌના વિકાસ’ની જે રાજનીતિ આપી છે તેનાથી વિશ્વના દેશોમાં ભારત પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લાયન્સ ક્લબની વિશ્વભરના દેશોમાં સેવાભાવી સંસ્થા તરીકે ઉપસ્થિતિની પ્રસંશા કરી હતી અને વિકાસલક્ષી કાર્યોમાં સંસ્થાને રાજ્ય સરકારના યોગ્ય સહયોગની પણ ખાતરી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા અભિયાનોથી આવી રહેલા પરિવર્તનની પણ ભૂમિકા આપી હતી અને લાયન્સ ક્લબ દ્વારા સરકારના અભિયાનોમાં સક્રિય ભાગીદારીની પણ સરાહના કરી હતી.
આ પ્રસંગે લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ શ્રી એ. પી. સિંઘ તથા અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
————
[10/15, 5:38 PM] Dilip Gajjar.Mahiti.Press: 15-10-2025 MEETING WITH MEMBERS OF LIONS CLUB INTERNATIONAL – HON. CM PHOTO
https://photos.app.goo.gl/DCBhGe5zYDUcLRt56
[10/15, 5:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *દિવાળી પર્વ અનુસંધાને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તમામ જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજી*
*પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને ટ્રાફિક મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકવા સૂચનાઓ અપાઈ*
….
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે પોલીસ ભવન ખાતેથી તમામ શહેરના પોલીસ કમિશનરશ્રી તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યના નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં, દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે જાહેર સ્થળો તેમજ માર્કેટ પ્લેસ પર વિશેષ પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજ્યના પોલીસ વડાશ્રીએ સમીક્ષા બેઠકમાં આપેલી સૂચનાઓમાં ગીચ બજારો અને ભીડવાળી જગ્યાઓ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરીને હવાઈ સર્વેલન્સ હાથ ધરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તહેવાર દરમિયાન વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને, યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ યોજના ઘડવા અને તેના અમલીકરણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સુરક્ષાના પગલાં વધારવા માટે જ્વેલરી શોપના માલિકો સાથે બેઠક યોજવા અને જરૂરી માર્ગદર્શન આપવા પણ આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત SHE ટીમોને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવા પર ભાર મૂકવામાં આવ્યો, જેથી મહિલાઓ સલામત રીતે ખરીદી કરી શકે.
ખાસ કરીને સાંજના સમયે, જ્યારે બજારોમાં સૌથી વધુ ભીડ હોય છે, ત્યારે રસ્તાઓ પર મહત્તમ પોલીસ હાજરી સુનિશ્ચિત કરવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તમામ અધિકારીઓને દિવાળીના તહેવાર દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવા માટે એલર્ટ રહેવા માટે નિર્દેશ આપ્યો છે.
….
[10/15, 6:00 PM] Dilip Gajjar.Mahiti.Press: દિવાળીના તહેવારોમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ૩.૨૬ કરોડ
સભ્યોને ઘઉં, ચોખા, શ્રી અન્નનું ૧૭ હજારથી વધુ વાજબી ભાવની દુકાનોથી વિના મૂલ્યે વિતરણ:-
અન્ન-નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા
…………………..
અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ
અંત્યોદય અન્ન યોજનાના કુટુંબોને પ્રતિ કાર્ડ કુલ ૩૫ કિલો અનાજ અપાશે
…………………….
“રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા”-N.F.S.A. હેઠળ સમાવિષ્ટ રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો દિવાળીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ૩.૨૬ કરોડ સભ્યોને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ઘઉં, ચોખા, શ્રી અન્ન એટલે કે બાજરી અને જુવારનું રાજ્યભરની ૧૭ હજારથી વધુ વાજબી ભાવની દુકાનોથી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તેમ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.
મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના “અંત્યોદય અન્ન યોજના”ના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ કુલ ૩૫ કિલો અનાજ તેમજ “અગ્રતા ધરાવતા કુટુંબો” (P.H.H.) ને વ્યક્તિદીઠ ૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ ૧ કિલો રૂ.૩૦/- પ્રતિ કિલોના રાહતદરે તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિલો રૂ.૫૦/- પ્રતિ કિલોના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડદીઠ ૧ કિલો રૂ.૧/- પ્રતિ કિલોના રાહતદરે વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે N.F.S.A.-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ (સીંગતેલ) બજાર ભાવથી ઓછી કિંમતે કાર્ડદીઠ ૧ લીટર પાઉચ રૂ.૧૦૦/- પ્રતિ લીટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની ૧ કિલો ખાંડ, એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડદીઠ ૧ કિલો રૂ.૨૨/- પ્રતિ કિલોના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ ૧ કિલો રૂ.૧૫/- પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આમ, રાજ્ય સરકાર N.F.S.A.-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે પોષણ સલામતી પણ મળી રહે તે માટે આ યોજનાઓ થકી ગુજરાતના નાગરિકોના પોષણ સાથે સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
જનક દેસાઈ ………………
[10/15, 8:22 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/bhupendrapbjp/status/1978467408563302743?s=46
[10/15, 8:42 PM] Dilip Gajjar.Mahiti.Press: અખબારી યાદી :
તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫
કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ-૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન
ભારતમાં આયોજિત કરવાની ભલામણ કરી
*******
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના રમતગમતની સંસ્કૃતિને સતત પ્રોત્સાહન અને દૂરદર્શીતાના ભાગરૂપે ૨૪-મી કોમનવેલ્થ ગેમ્સ અને આ રમોતોત્સવનની શતાબ્દીની યજમાની માટે અમદાવાદને બોર્ડે સમર્થન આપ્યું
*******
બોર્ડની ભલામણને નવેમ્બર-૨૦૨૫માં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી સમક્ષ રજૂ કરાશે
*******
ભારતના રમત-ગમત ક્ષેત્રના વિકાસને વેગ આપવાની દિશામાં આજે એક એતિહાસિક અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા વર્ષ-૨૦૩૦માં યોજાનાર ૨૪-મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરવામાં આવી છે અને તેની યજમાની ગુજરાતનું અમદાવાદ શહેર કરે તેવી ભલામણ આ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. ૧૯૩૦માં શરુ થયેલા આ રમતોત્સવ શતાબ્દીની ઉજવણી અમદાવાદ ખાતે થાય તે શક્યતા હવે હાથવેંતમાં છે. આ ભલામણને હવે નવેમ્બર-૨૦૨૫માં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી સમક્ષ મૂકવામાં આવશે.
ભારતમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલો ઇન્ડિયા’થી પ્રતિભાવંત ખેલાડીઓની શોધ અને તેમના સંવર્ધન માટે સતત પ્રવૃત એવા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનના લીધે દેશમાં ૨૪-માં કોમનવેલ્થ રમતોત્સવ માટેની આ ભલામણ થઇ આવી છે.
માનનીય કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અથાક પ્રયાસોના લીધે ભારત ખેલકૂદના ક્ષેત્રમાં સતત આગેકુચ કરી રહ્યું છે. જેના લીધે કોમનવેલ્થ રમતોત્સવની શતાબ્દી અંતર્ગત ૨૪-માં કોમનવેલ્થ રમતોત્સવની યજમાની અમદાવાદને પ્રાપ્ત થવાની થવાના સંજોગો ઉજળા બન્યા છે.
આ ક્ષણને વધાવી લેતા કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે દેશના સૌ નાગરિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ મોદીજીના સતત પ્રયાસોને આભારી છે. રમતગમતને લગતી સબળ માળખાકીય સુવિધાઓ અને ખેલાડીઓ ઉભા કરીને તેને આંતર રાષ્ટ્રીય કક્ષા સમકક્ષ મુકવાના લીધે જ આ બહુમાન ભારતને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે.
‘ગુજરાત અને ભારત માટે આ ખરા અર્થમાં ગર્વની ક્ષણ છે’ તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતાને વખાણી હતી અને અમદાવાદની કોમનવેલ્થ ગેમ માટેની પસંદગીની એક્ઝીક્યુટીવ બોર્ડ ઓફ કોમનવેલ્થ સ્પોર્ટ્સના નિર્ણયને આવકાર્યો હતો.
વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ માત્ર એક રમત-ગમતની સ્પર્ધા જ નહીં, પરંતુ એક આંતરરાષ્ટ્રીય રમતોત્સવના અભિયાનની ૧૦૦ વર્ષની ઉજવણી હશે. આ ગેમ્સ કોમનવેલ્થના ૭૪ દેશો વચ્ચે ખેલભાવના અને સહકારની એક સદીનું પ્રતીક બનશે અને ગુજરાતનું અમદાવાદ શહેર આ ઇતિહાસનું સાક્ષી બનવા સજ્જ છે.
કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ ડૉ. પી.ટી. ઉષાએ ૧૦૦મી કોમનવેલ્થ ગેમ્સને “ગેમ્સ ફોર ધ ફ્યૂચર” ગણાવતા કહ્યું હતું કે, અમદાવાદની કોમનવેલ્થ ગેમ્સ – સ્થિરતા, સર્વસમાવેશકતા અને નવીનતા પર આધારિત હશે, જે કોમનવેલ્થ સ્પોર્ટની આગામી સદીનો પાયો વધુ મજબૂત બનાવશે તેમજ ભારતની બહાર પણ તેની સકારાત્મક અસરો વર્ષો સુધી જોવા મળશે.
આ સંદર્ભે કેન્દ્રીય રમત-ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ હશે. જે રમત-ગમત ક્ષેત્રે ભારતના વધતા નેતૃત્વ અને ભારત સરકારની એ માન્યતાને દર્શાવે છે કે, રમત-ગમત લોકોને એક કરી શકે છે, સર્વસમાવેશકતાને વેગ આપી શકે છે અને નવી પેઢીને પ્રેરણા આપી શકે છે. ભારતની આ સફળતા “વિકસિત ભારત @ ૨૦૪૭”ના રાષ્ટ્રીય વિઝનને મજબૂત કરશે, જ્યાં વિશ્વ-કક્ષાની રમતગમત, માળખાગત સુવિધાઓ અને યુવા વિકાસ આપણા દેશની વિકાસ ગાથા સાથે જોડાયેલા છે.
ગુજરાતના રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ તકને ભારત અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ ગણાવતા કહ્યું હતું કે, અમદાવાદમાં આયોજિત થનારી ૧૦૦મી કોમનવેલ્થ ગેમ્સ એ માત્ર વૈશ્વિક સ્પોર્ટ્સ ઈવેન્ટની યજમાની જ નહીં, સમગ્ર વિશ્વ સમક્ષ “આત્મવિશ્વાસ, સક્ષમ, ભવિષ્યલક્ષી અને નવા ભારતને રજૂ કરવાની એક સુવર્ણ તક બની રહેશે. ગુજરાત સરકાર કોમનવેલ્થના ૧૦૦ વર્ષના વારસાનું સન્માન કરીને કોમનવેલ્થ સ્પોર્ટની આગામી સદી માટેનો માર્ગ મોકળો કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
કોમનવેલ્થ સ્પોર્ટના ‘ગેમ્સ રીસેટ’ સિદ્ધાંતો – સક્ષમતા, સર્વસમાવેશકતા, સ્થિરતા અને વારસાને પ્રોત્સાહન આપતા ભારત સરકાર, ગુજરાત સરકાર અને કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયેલા આયોજનના પ્રસ્તાવની બોર્ડમાં ભારે પ્રશંસા કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ ભારતની વૈશ્વિક રમત-ગમતનું કેન્દ્ર બનવાની લાંબા ગાળાની મહત્વાકાંક્ષાને વધુ મજબૂત કરશે. આ વૈશ્વિક ઇવેન્ટ શહેરી નવીનીકરણ, યુવાનોની ભાગીદારી અને રમતગમતમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપશે.
[10/16, 8:27 AM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીશ્રીઓનો શપથ વિધિ શુક્રવાર, તા :૧૭ ઓક્ટોબરે સવારે ૧૧ .૩૦ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યમંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીશ્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવરાવશે.
[10/16, 8:28 AM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીશ્રીઓનો શપથ વિધિ શુક્રવાર, તા :૧૭ ઓક્ટોબરે સવારે ૧૧ .૩૦ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યમંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીશ્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવરાવશે.
[10/16, 2:46 PM] Dilip Gajjar.Mahiti.Press: સુરત મહાનગરપાલિકાના સર્ટિફાઇડ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું મુંબઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ માં બેલ રીંગિંગ કરીને લીસ્ટિંગ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
========
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:
* વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતે ઇકોલોજી અને ઈકોનોમી વચ્ચે ઉમદા સંતુલન જાળવ્યું છે
* સુરત શહેર અને મહાનગરપાલિકા સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે દેશભરમાં આદર્શ:
* સુરત મનપાના ‘મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ ઈસ્યુ’માં વૈશ્વિક રોકાણકારો થકી આંતરરાષ્ટ્રીય રૂચિ વધી છે
============
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રીંગિંગ કરીને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં લીસ્ટિંગ કરાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાએ જારી કરેલા રૂ.૨૦૦ કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ થકી ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે લોકોને ભાગીદાર બનાવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડનું ૮ ગણું સબસ્ક્રિપ્શન દર્શાવે છે કે રોકાણકારોએ ગ્રીન બોન્ડમાં રોકાણમાં અસાધારણ ઉત્સાહ બતાવ્યો છે.
સુરત મહાનગરપાલિકાના દીર્ઘદ્રષ્ટિયુક્ત આયોજન સુરતનો વિકાસ વધુ તેજ બનશે.
વર્ષ ૨૦૭૦ સુધીમાં વડાપ્રધાનશ્રીના નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં રાજ્ય સરકારે ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી પર વિશેષ ભાર મૂક્યો હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતે ઇકોલોજી અને ઈકોનોમી વચ્ચે ઉમદા સંતુલન જાળવ્યું છે.
ભારતના G20 અધ્યક્ષપદ હેઠળ ‘વન અર્થ, વન, ફેમિલી, વન ફ્યુચર’ ના સંદેશ સાથે સભ્ય દેશોએ પણ વડાપ્રધાનશ્રીના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતે ‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ ના રોડમેપ સહિત અનેકવિધ વિકાસલક્ષી આયામો શરૂ કર્યા છે. વડાપ્રધાનશ્રી હંમેશા જનભાગીદારીના અગ્રાહી રહ્યા છે. ‘સરકારી પદ્ધતિને અસરકારી બનાવવી’ એવા ધ્યેય સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારના જનહિતલક્ષી પ્રયાસો રહ્યા છે. .
સુરત શહેર અને મહાનગરપાલિકા સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે દેશભરમાં આદર્શ બન્યા છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સુરત મનપાના તંત્રવાહકોને અભિનંદન પાઠવ્યા હતા. આ સંદર્ભે તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં સૌપ્રથમ વાર ઈન્ટરનેશનલ ગ્રીન સર્ટીફીકેશન સાથે મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ પબ્લિક ઈસ્યુથી બહાર પાડવામાં આવ્યા છે, ત્યારે સુરત મનપાના ‘મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ ઈસ્યુ’માં વૈશ્વિક રોકાણકારો થકી આંતરરાષ્ટ્રીય રૂચિ વધી છે. મનપાએ વિકાસના ઉત્તમ આયોજન સાથે જનભાગીદારીને જોડી છે.
ગ્રીન પીપલ્સ ફાયનાન્સિંગ એ ગ્રીન ગ્રોથનું ઉત્તમ ઉદાહરણ બનશે એમ જણાવતા આ પહેલ શહેર માટે ન માત્ર નાણાકીય રીતે ફાયદાકારક સાબિત થશે, પરંતુ પર્યાવરણીય સ્તર પર પણ સકારાત્મક અસર કરશે. સુરત મહાનગરપાલિકાની આ આ યોજના હવે અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયી બનશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
આ અવસરે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ ન વિકાસ વિઝનને સાકાર કરવા સસ્ટેનેબલ એનર્જી પ્રેરક ઉદાહરણ બનશે. સુરતએ મીની ભારત છે, સૌએ સુરતના વિકાસના સાથ સહકાર આપ્યો છે. સુરત શહેરને અત્યાર સુધીમાં ૧૪ જેટલા વિવિધ એવોર્ડ મળ્યા છે.સુરતને ગ્રીન એનર્જી સાથે વિશ્વનું બેસ્ટ સિટી બનાવાશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા રૂા. ૨૦૦ કરોડના લીસ્ટેડ, ટેક્ષેબલ, રીડીમેબલ, સીકયોર્ડ નોન કન્વર્ટીબલ મ્યુનિસિપલ બોડ ડીબેન્ચર સ્વરૂપે ઇસ્યુ બહાર પાડવામાં આવ્યા હતા.
આ ગ્રીન બોન્ડ તા.૬/૧૦/૨૦૨૫ ના રોજ ખુલ્યા હતા. અને તા.૯/૧૦/૨૦૨૫ ના રોજ બંધ થાય હતા. આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડ ૨૦૦ કરોડની ડીમાન્ડ સામે ૮૦૦ કરોડ રૂપિયાનું ભરણું થયું છે. જેથી ડ્રો સીસ્ટમથી બોન્ડની ફાળવણી થશે. રીટેલ સેકટરમાં મહાપાલિકા દ્વારા કુલ બોન્ડના ૧૫ ટકા લેખે ૩૦ કરોડ રૂપિયાના ફાળવવા ઓફર મંગાવવામાં આવી હતી.
સુરત મહાનગર પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે સૌને આવકારતાં જણાવ્યું હતું કે, દેશમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય સર્ટિફાઇડ ગ્રીન બોન્ડ સુરત મહાનગરપલિકા લાવ્યું છે. ગ્રીન બોન્ડના માધ્યમથી એકત્ર થનારી રકમ પર્યાવરણનું જતન કરવા સાથે ગ્રીન એનર્જીને લગતા પ્રોજેકટના રિસોર્સ માટે ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત સોલાર પાવર પ્રોજેકટસ, જળસંચયને લગતા પ્રકલ્પો અને ગ્રીન પરિવહનની દિશામાં સાકાર થનારા પ્રોજકટમાં ગ્રીન બોન્ડ મહત્વના બની રહેશે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશિષ ચૌહાણએ ગુજરાત સરકાર અને સુરત મહાનગર પાલિકાને ગ્રીન બોન્ડના લિસ્ટીંગ બદલ અભિનંદન આપ્યા હતા.
આ અવસરે ભારત સરકારના સુજીતસિંહ, અગ્રણી શ્રી એન.કે.મહેતા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી વિક્રાંત પાંડે સહિત સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
[10/16, 2:46 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1bVz125iMTbLLRCc3xCoV0bm2MBDr1VBA?usp=sharing
[10/16, 4:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યભરમાં વિકાસ રથના માધ્યમથી કુલ રૂ. ૯૫૯ કરોડથી વધુના ૯,૨૫૪ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન*
*****************
*વિકાસ રથના માધ્યમથી વિવિધ યોજનાના ૨૪ હજારથી વધુ લાભાર્થીઓને રૂ. ૭૯ કરોડથી વધુની સહાયનું વિતરણ*
******
*વિકાસ સપ્તાહ અંતર્ગત ૨.૪૩ લાખથી વધુ નાગરિકોએ “ભારત વિકાસ શપથ” લીધી*
******
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ૨૪ વર્ષની જનસેવાને ઉજવવા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લા દીઠ એક ‘વિકાસ રથ’ને પ્રસ્થાન કરાવીને ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિકાસ રથ ગામડે-ગામડે ફરીને વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય તેમજ અન્ય નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી રહ્યો છે.
વિકાસ સપ્તાહ દરમિયાન ગામડે-ગામડે ફરી રહેલા રાજ્ય સરકારના ૩૪ વિકાસ રથ સાથે રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ ઉપરાંત ૯,૩૬૩થી વધુ સ્થાનિક પદાધીકારીશ્રી-અધિકારીશ્રીઓ અને ૨.૪૬ લાખથી વધુ નાગરીકો જોડાયા હતા. સપ્તાહ દરમિયાન વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં કુલ રૂ. ૯૫૯ કરોડથી વધુના ૯,૨૫૪ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યા હતા. જેમાં કુલ રૂ. ૭૦૪.૯૫ કરોડના ૪,૨૫૧ કામોના લોકાર્પણ તેમજ રૂ. ૨૫૪.૧૪ કરોડના ૪,૭૭૨ કામોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વિકાસ રથના માધ્યમથી જ વિવિધ યોજનાના ૨૪,૫૩૩ લાભાર્થીઓને કુલ રૂ. ૭૯.૨૪ કરોડની સહાય વિતરણ કરવામાં આવી હતી. સાથે જ, વિકાસ રથ સાથે જોડાયેલા કુલ ૨,૪૩,૭૫૪થી વધુ નાગરિકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” પણ લીધી હતી.
ગુજરાત સરકારની આ વિકાસ યાત્રામાં રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ વર્ગોને જોડવામાં આવી રહ્યા છે, જેથી “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સંકલ્પને સાકાર કરવામાં દરેક નાગરિક પોતાનું મહત્તમ યોગદાન આપી શકે.
******
ઋચા રાવલ
[10/17, 9:53 AM] Dilip Gajjar.Mahiti.Press: *શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ મીડિયાના મિત્રો માટે ભોજનની વ્યવસ્થા મીડિયા લોન્જ, મહાત્મા મંદિર ખાતે રહેશે*
[10/17, 10:37 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત*
*રાજ્યપાલશ્રી સમક્ષ મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા બાબતે અનુમતિ માંગવામાં આવી*
17 ઓક્ટોબર 2025, શુક્રવાર
ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલશ્રી પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માંગી હતી.
[10/17, 10:38 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત*
*રાજ્યપાલશ્રી સમક્ષ મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા બાબતે અનુમતિ માંગવામાં આવી*
17 ઓક્ટોબર 2025, શુક્રવાર
ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલશ્રી પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માંગી હતી.
[10/17, 12:30 PM] Dilip Gajjar.Mahiti.Press: *WATCH LIVE*
*Date* *17-10-25* | *Time* *12:35* *PM*
*LIVE: ગુજરાત રાજ્યના પદનામિત મંત્રીશ્રીઓનો ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહ.*
*LIVE: Swearing-in ceremony of the designated Ministers at Gandhinagar*
*YouTube :-* https://youtube.com/live/S_OSUS662a8?feature=share
*YouTube :-* https://youtube.com/live/5g59t-YJSvE?feature=share
*FB :-* https://www.facebook.com/share/v/1HHs2aujz4/
*FB :-* https://www.facebook.com/share/v/17QTijqrpb/
*Twitter :-* https://x.com/CMOGuj/status/1979079243478032569
*Twitter :-* https://x.com/Bhupendrapbjp/status/1979079243591225378
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
*PLEASE LIKE SHARE AND SUBSCRIBE*
[10/17, 2:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન*
…..
*નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા નવા વરાયેલા મંત્રીશ્રીઓમાં 5 કેબિનેટ મંત્રીશ્રીઓ, રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર)ના 3 મંત્રીશ્રીઓ અને રાજ્યકક્ષાના 12 મંત્રીશ્રીઓનો સમાવેશ*
…..
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મંત્રીશ્રીઓને મહાત્મા મંદિર પરિસરમાં ગૌરવશાળી સમારોહમાં શપથ ગ્રહણ કરાવ્યા*
…..
*કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્ય કક્ષાના શ્રી પરષોત્તમભાઈ સોલંકીને વર્તમાન મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા*
.. .. .. ..
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં.
આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રી સમક્ષ નાયબ મુખ્યમંત્રીશ્રી તરીકે શ્રી હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીશ્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં.
કેબિનેટ મંત્રી તરીકે શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્નભાઇ વાજા અને શ્રી રમણભાઈ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા.
રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) ધરાવતા મંત્રી તરીકે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી પ્રફુલ્લ ભાઇ પાનસેરીયા તથા શ્રીમતી મનિષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.
જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી કાંતિલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ કટારા, શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, શ્રી કૌશીકભાઈ વેકરીયા, શ્રી પ્રવિણકુમાર માળી, ડૉ. જયરામભાઈ ગામીત, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મહિડા, શ્રી પી.સી. બરંડા, શ્રી સ્વરૂપજી ઠાકોર અને શ્રીમતી રિવાબા જાડેજાએ રાજ્યપાલશ્રી સન્મુખ શપથ ગ્રહણ કર્યા હતાં.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કેબનેટ મંત્રીઓ સર્વશ્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજી ભાઇ બાવળીયા તથા રાજ્યકક્ષાના શ્રી પરષોત્તમભાઈ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યાં છે.
આ શપથ વિધિ સમારોહમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીશ્રી જગતપ્રકાશ નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સર્વશ્રી મનસુખ માંડવીયા,સી. આર. પાટીલ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ અગ્રણીઓ, સાધુ સંતો અને સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, પોલીસ મહાનિદેશકશ્રી તેમજ વિશાળ સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.
—–
[10/17, 2:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન*
…..
*નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા નવા વરાયેલા મંત્રીશ્રીઓમાં 5 કેબિનેટ મંત્રીશ્રીઓ, રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર)ના 3 મંત્રીશ્રીઓ અને રાજ્યકક્ષાના 12 મંત્રીશ્રીઓનો સમાવેશ*
…..
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મંત્રીશ્રીઓને મહાત્મા મંદિર પરિસરમાં ગૌરવશાળી સમારોહમાં શપથ ગ્રહણ કરાવ્યા*
…..
*કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્ય કક્ષાના શ્રી પરષોત્તમભાઈ સોલંકીને વર્તમાન મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા*
.. .. .. ..
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં.
આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રી સમક્ષ નાયબ મુખ્યમંત્રીશ્રી તરીકે શ્રી હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીશ્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં.
કેબિનેટ મંત્રી તરીકે શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્નભાઇ વાજા અને શ્રી રમણભાઈ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા.
રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) ધરાવતા મંત્રી તરીકે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી પ્રફુલ્લ ભાઇ પાનસેરીયા તથા શ્રીમતી મનિષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.
જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી કાંતિલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ કટારા, શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, શ્રી કૌશીકભાઈ વેકરીયા, શ્રી પ્રવિણકુમાર માળી, ડૉ. જયરામભાઈ ગામીત, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મહિડા, શ્રી પી.સી. બરંડા, શ્રી સ્વરૂપજી ઠાકોર અને શ્રીમતી રિવાબા જાડેજાએ રાજ્યપાલશ્રી સન્મુખ શપથ ગ્રહણ કર્યા હતાં.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કેબનેટ મંત્રીઓ સર્વશ્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજી ભાઇ બાવળીયા તથા રાજ્યકક્ષાના શ્રી પરષોત્તમભાઈ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યાં છે.
આ શપથ વિધિ સમારોહમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીશ્રી જગતપ્રકાશ નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સર્વશ્રી મનસુખ માંડવીયા,સી. આર. પાટીલ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ અગ્રણીઓ, સાધુ સંતો અને સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, પોલીસ મહાનિદેશકશ્રી તેમજ વિશાળ સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.
—–
[10/17, 3:45 PM] Dilip Gajjar.Mahiti.Press: https://photos.app.goo.gl/q9KJnpBLy77vCpSt7
[10/17, 4:34 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્ય મંત્રી મંડળના નવા સભ્યશ્રીઓનો પરિચય*
*:: કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ ::*
*૧. શ્રી જિતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી*
બેઠક નંબર: ૧૦૫, ભાવનગર (પશ્ચિમ) મત વિભાગ (ભાવનગર શહેર)
જન્મઃ તા. ૨૮મી જુલાઈ, ૧૯૭૦, વરતેજ.
વ્યવસાય: ખેતી અને બાંધકામ
સંસદીય કારકિર્દી: ૧૩મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. ૧૪મી ગુજરાત વિધાનસભા દરમિયાન તા.૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૦૯ ડિસેમ્બર ૨૦૨૨ સુધી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી તરીકે સેવાઓ આપી હતી. આ ઉપરાંત ૧૫મી વિધાનસભાના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રમુખ તરીકે તા. ૨૦મી એપ્રિલ, ૨૦૨૩થી કાર્યરત છે.
શોખ: વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, રમતગમત, પ્રવાસ
*૨. શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ*
બેઠક નંબર: ૧૭૬, ગણદેવી (અ.જ.જા.) મત વિભાગ (નવસારી જિલ્લો)
જન્મઃ તા ૧લી જૂન, ૧૯૬૯, મોગરાવાડી, નવસારી.
વ્યવસાય: ખેતી, વેપાર
સંસદીય કારકિર્દી: ૧૨મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. ૧૪મી ગુજરાત વિધાનસભામાં આદિજાતિ વિકાસ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી તરીકે સેવા આપી હતી.
શોખ: વાંચન, લેખન, સંગીત, ક્રિકેટ.
*૩. શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા*
બેઠક નંબર: ૮૩, પોરબંદર મત વિભાગ (પોરબંદર જિલ્લો)
જન્મઃ તા. ૧૭ ફેબ્રુઆરી ૧૯૫૭, મોઢવાડા, પોરબંદર.
વ્યવસાય: સામાજિક પ્રવૃત્તિ અને ખેતી
સંસદીય કારકિર્દી: ૧૧મી અને ૧૨મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ દરમિયાન શ્રીલંકા ખાતે યોજાયેલી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસીએશનના એશિયા વિસ્તારની બીજી કોન્ફરન્સમાં ગુજરાતના ડેલીગેટ તરીકે તેમણે ભાગ લીધો હતો.
શોખ: વાંચન, ટેનિસ, વૃક્ષા રોપણ, યુવક પ્રવૃત્તિઓ, વ્યસન નિર્મૂલન.
*૪. ડૉ. પ્રદ્યુમન ગનુભાઇ વાજા*
બેઠક નંબર: ૯૨, કોડીનાર (અ.જા.) મત વિભાગ (ગીર-સોમનાથ જિલ્લો)
જન્મઃ તા. ૧૮મી ઓગસ્ટ, ૧૯૬૯, કુતિયાણા.
વ્યવસાય: ડૉક્ટર
સંસદીય કારકિર્દી: ૧૨મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા.
પ્રવૃત્તિઓઃ ટ્રસ્ટી, નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન
શોખ: વાંચન, લેખન, પ્રવાસ, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
*૫. શ્રી રમણભાઇ ભીખાભાઈ સોલંકી*
બેઠક નંબર: ૧૦૯, બોરસદ મત વિભાગ (આણંદ જિલ્લો)
જન્મઃ તા. ૨૮મી એપ્રિલ, ૧૯૬૫, વટાદરા, તા-ખંભાત
વ્યવસાય: નિવૃત્ત શિક્ષક, ખેતી
સંસદીય કારકિર્દી: ૧૫મી ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડકશ્રી તરીકે તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૨૨થી કાર્યરત હતા.
પ્રવૃત્તિઓઃ વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત ૨૦૨ ઠાકોર સમાજના મંત્રી તરીકે પણ સેવા આપી.
શોખ: વાંચન
*:: રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ (સ્વતંત્ર હવાલો) ::*
*૬. શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ*
બેઠક નંબર: ૧૫૪, અંકલેશ્વર મત વિભાગ (ભરૂચ જિલ્લો)
જન્મઃ તા. ૨૫મી જૂન, ૧૯૬૫, મુ પો. કુડાદરા, તા. હાંસોટ, ભરૂચ
વ્યવસાય: ખેતી
સંસદીય કારકિર્દી: ૧૧મી, ૧૨મી, ૧૩મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. તેઓ સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તા. ૨જી માર્ચ, ૨૦૦૯ થી ૧લી ફેબ્રુઆરી, ૨૦૧૧ દરમિયાન સંસદીય સચિવ રહ્યા હતા. આ ઉપરાંત તેઓએ તા. ૨જી ફેબ્રુઆરી, ૨૦૧૧ થી તા. ૨૫ મી ડિસેમ્બર, ૨૦૧૨ દરમિયાન સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી તરીકે સેવાઓ આપી છે, તા. ૭મી ઓગસ્ટ, ૨૦૧૬ થી તા. ૨૫મી ડિસેમ્બર, ૨૦૧૭ દરમિયાન સહકાર વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળ્યો છે તેમજ ડિસેમ્બર, ૨૦૧૭ થી સપ્ટેમ્બર, ૨૦૨૧ દરમિયાન સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્વતંત્ર હવાલા અને વાહન વ્યવહાર વિભાગના રાજ્ય મંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું હતું. વધુમાં તેઓએ, વિધાનસભાની જાહેર સાહસો માટેની સમિતિ, પંચાયતી રાજ સમિતિ તેમજ ખાતરી સમિતિના સભ્ય-પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી છે.
શોખ: વાંચન, વ્યાયામ, પ્રવાસ, રમતગમત, સમાજસેવા, વૃક્ષારોપણ.
*૭. ડૉ. મનીષા રાજીવભાઈ વકીલ*
બેઠક નંબર: ૧૪૧, વડોદરા (અ.જા) મત વિભાગ (વડોદરા શહેર)
જન્મઃ તા. ૨૫મી માર્ચ ૧૯૭૫, વડોદરા
વ્યવસાય: સુપરવાઈઝર અને શિક્ષક, બ્રાઈટ ડે સ્કૂલ
સંસદીય કારકિર્દી: ૧૩મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. તેમણે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી તરીકે સપ્ટેમ્બર-૨૦૨૧ થી ડિસેમ્બર-૨૦૨૨ દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગનો સ્વતંત્ર હવાલો તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપી હતી.
શોખ: વાંચન
*:: રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ ::*
*૮. શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા*
બેઠક નંબર: ૬૫, મોરબી મત વિભાગ (મોરબી જિલ્લો)
જન્મઃ તા. ૮મી માર્ચ, ૧૯૬૨, જેતપુર, તા. જિ. મોરબી.
વ્યવસાય: ખેતી, ઉદ્યોગ, શિક્ષણ
સંસદીય કારકિર્દી: ૯મી, ૧૦મી, ૧૧મી, ૧૨મી તેમજ ૧૩મી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત હતા.
શોખ: વાંચન, સમાજસેવા, પ્રવાસ, રમતગમત, ક્રિકેટ, ટેનિસ, તરણ
*૯. શ્રી રમેશભાઈ ભુરાભાઈ કટારા*
બેઠક નંબર: ૧૨૯, ફતેપુરા (અ.જ.જા.) મત વિભાગ (દાહોદ જિલ્લો)
જન્મઃ તા. ૪થી મે, ૧૯૭૫, હિંગલા.
વ્યવસાય: ખેતી
સંસદીય કારકિર્દી: ૧૩મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત તેમણે સપ્ટેમ્બર-૨૦૨૧ થી ડિસેમ્બર-૨૦૨૨ દરમિયાન વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી તરીકે સેવાઓ આપી હતી.
પ્રવૃત્તિઓઃ સભ્ય, જિલ્લા પંચાયત-દાહોદ
શોખ: વાંચન, સમાજસેવા
*૧૦. શ્રીમતી દર્શનાબહેન મુકેશભાઈ વાઘેલા*
બેઠક નંબર: ૫૬, અસારવા મત વિભાગ (અમદાવાદ શહેર)
જન્મઃ તા. ૫મી સપ્ટેમ્બર, ૧૯૭૨, અમદાવાદ
વ્યવસાય: પૂર્વ શાળા આચાર્ય
પ્રવૃત્તિઓઃ અમદાવાદ મહાનગરપાલિકામાં બે સમયાવધિ સુધી કોર્પોરેટર રહ્યા હતા. આ ઉપરાંત તેમણે વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૩ દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે સેવાઓ આપી છે. તેઓ સફાઈ કામદાર નિગમના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલમાં વાલ્મિકી ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે.
શોખ: વાંચન, વક્તત્વ
*૧૧. શ્રી કૌશિકભાઇ કાંતિભાઇ વેકરિયા*
બેઠક નંબર: ૯૫, અમરેલી મત વિભાગ (અમરેલી જિલ્લો)
જન્મઃ તા. ૯મી જૂન, ૧૯૮૬, મોજે. ખીચા, તા. ધારી, જિ. અમરેલી.
વ્યવસાય: ખેતી, વ્યવસાય (શ્રી દ્રોણેશ્વર પેટ્રોલિયમ)
સંસદીય કારકિર્દી: ૧૫મી ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડકશ્રી તરીકે તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૨૨થી કાર્યરત હતા.
પ્રવૃત્તિઓઃ ડિરેકટર, ગુજરાત સ્ટેટ કો.ઓ. હાઉસીંગ ફાઈનાન્સ બોર્ડ, તા. ૨૯/૦૩/૨૦૧૬ થી કાર્યરત. પૂર્વ ડિરેકટર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલી.
શોખ: રાજપુરૂષોની જીવનગાથા અને વિશ્વના રાજકીય ઈતિહાસનું વાંચન, સામાજિક પ્રવૃત્તિઓ, જનસંપર્ક, પ્રવાસ, સિંહ દર્શન
*૧૨. શ્રી પ્રવિણકુમાર ગોરધનજી માળી*
બેઠક નંબર: ૧૩, ડિસા મત વિભાગ (બનાસકાંઠા જિલ્લો)
જન્મઃ તા. ૮મી માર્ચ ૧૯૮૫, ડિસા.
વ્યવસાય: ખેતી અને વેપાર
પ્રવૃત્તિઓઃ સંયોજક, પ્રદેશ ભારતીય જનતા પક્ષ દસ્તાવેજીકરણ વિભાગ. ટ્રસ્ટી, મહાત્મા જ્યોતિબા ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ, ડિસા.
શોખ: વાંચન, સાયક્લિંગ, વોલીબોલ
*૧૩. ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત*
બેઠક નંબર: ૧૭૨, નિઝર (અ.જ.જા.) મત વિભાગ (તાપી જિલ્લો)
જન્મઃ તા. ૧લી જૂન, ૧૯૭૫, કટારાવાણ, તા. ઉચ્છલ (તાપી)
વ્યવસાય: ખેતી અને પશુપાલન
પ્રવૃત્તિઓઃ પ્રમુખ, ભારતીય જનતા પક્ષ, તાપી જિલ્લો
શોખ: લેખન, વાંચન, સાંસ્કૃતિક કાર્યક્રમ
*૧૪. શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા*
બેઠક નંબર: ૪, અંજાર મત વિભાગ (કચ્છ જિલ્લો)
જન્મઃ તા. ૧લી જૂન, ૧૯૬૨, રતનાલ, તા. અંજાર, જિ. કચ્છ
વ્યવસાય: નિવૃત આચાર્ય
પ્રવૃત્તિઓઃ વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૦ સુધી અંજાર તાલુકા પંચાયતના સભ્ય તરીકે સેવાઓ આપી અને ત્યારબાદ વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય અને પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી હતી.
શોખ: વાંચન
*૧૫. શ્રી કમલેશભાઇ રમેશભાઈ પટેલ*
બેઠક નંબર: ૧૧૩, પેટલાદ મત વિભાગ (આણંદ જિલ્લો)
જન્મઃ તા. ૧૨મી એપ્રિલ, ૧૯૭૦, સંતોકપુરા, તા. બોરસદ
વ્યવસાય: ખેતી અને નોકરી (આચાર્યશ્રી, શાહપુર હાઇસ્કુલ)
પ્રવૃત્તિઓઃ તેમણે પેટલાદ તાલુકા ભારતીય જનતા પક્ષના પ્રમુખ, ચૌદ ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટના મંત્રી તેમજ પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.
શોખ: વાંચન અને સમાજસેવા
*૧૬. શ્રી સંજયસિંહ વિજયસિંહ મહિડા*
બેઠક નંબર: ૧૧૮, મહુધા મત વિભાગ (ખેડા જિલ્લો)
જન્મઃ તા. ૨૦મી ઓકટોબર, ૧૯૭૯, ત્રાણજા, તા. માતર
વ્યવસાય: ખેતી અને વેપાર
પ્રવૃત્તિઓઃ પ્રમુખ-તાલુકા પંચાયત-નડિયાદ, પૂર્વ ચેરમેન-કારોબારી સમિતિ-તાલુકા પંચાયત, તાલુકા સંગઠન મહામંત્રી ૨૦૨૦ સુધી, મંત્રી-મહિડા મેલડી માતાજી મંદિર સેવા સમાજ ટ્રસ્ટ, પૂર્વ કોષાધ્યક્ષ-જિલ્લા યુવા મોરચો, શિવાજી ફાઉન્ડેશન ખાતે સેવા પ્રવૃત્તિમાં સક્રિય.
શોખ: વાંચન અને સંગીત
*૧૭. શ્રી પુનમચંદ ધનાભાઈ બરંડા*
બેઠક નંબર: ૩૦, ભિલોડા (અ.જ.જા.) મત વિભાગ (અરવલ્લી જિલ્લો)
જન્મઃ તા. ૧લી જૂન, ૧૯૫૯, વાંકાટીંબા
વ્યવસાય: ખેતી
પ્રવૃત્તિઓઃ ભારતીય જનતા પક્ષના પ્રદેશ આદિજાતી મોરચાના મહામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી.
શોખ: વાંચન તથા રમત-ગમત
*૧૮. શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોર*
બેઠક નંબર: ૭, વાવ મત વિભાગ (બનાસકાંઠા જિલ્લો)
જન્મઃ તા. ૧લી જૂન ૧૯૭૯, બૈયક
વ્યવસાય: ખેતી, વ્યાપાર
પ્રવૃત્તિઓઃ ઉપપ્રમુખ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના
શોખ: વાંચન
*૧૯. શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા*
બેઠક નંબર: ૭૮, જામનગર (ઉત્તર) મત વિભાગ (જામનગર જિલ્લો)
જન્મઃ તા. ૫મી સપ્ટેમ્બર, ૧૯૯૦, રાજકોટ
વ્યવસાય: સમાજસેવા
પ્રવૃત્તિઓઃ સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી, માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ. કન્યા કેળવણી, સ્ત્રી સશક્તિકરણ વગેરેને લગતી પ્રવૃત્તિઓ તથા તે અંગેની કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સમાજ સુધી પહોંચાડવાની કામગીરી સાથે સંકળાયેલા છે.
શોખ: વાંચન, પ્રવાસ અને સમાજસેવા
*******************************
[10/17, 6:42 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડાની શુભેચ્છા મુલાકાત*
*પ્રાકૃતિક કૃષિ તેમજ સ્વદેશી અભિયાન જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા*
*17 ઓક્ટોબર 2025, શુક્રવાર*
ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડાએ શુભેચ્છા મુલાકાત કરી હતી.
રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે કેન્દ્રીય મંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત તેમજ સાલ ઓઢાડી સમ્માન કર્યુ હતુ. આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી જેવા મુદ્દાઓ પર સાર્થક ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશન અને તેના પ્રોત્સાહક પરિણામોથી કેન્દ્રીય મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.
[10/17, 7:42 PM] Dilip Gajjar.Mahiti.Press: રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓને વિભાગોની ફાળવણી
——–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મંત્રીશ્રીઓને તેમના વિભાગોની ફાળવણી કરી હતી. મંત્રીશ્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો આ પ્રમાણે છે.
[10/18, 9:21 AM] Dilip Gajjar.Mahiti.Press: *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અપીલ બાદ એક શુભેચ્છકની સરાહનીય પહેલ*
*શુભેચ્છા માટે હોર્ડિંગ/બેનર લગાડવાને બદલે હોસ્પિટલમાં ૩૦ જરૂરિયાતમંદની નેત્ર સર્જરી માટે દાન કર્યું*
*આ નેત્ર સર્જરીથી ૩૦ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં કાયમી પ્રકાશ લાવશે*
….
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શ્રી હર્ષ સંઘવીએ શપથ લીધા બાદ તેમણે રાજ્યના નાગરિકો અને કાર્યકર્તાઓને એક હૃદયસ્પર્શી અપીલ કરી હતી. તેમણે શુભેચ્છા માટે પોતાના અભિનંદનના હોર્ડિંગ્સ કે બેનરો ન લગાવવા વિનંતી કરીને, તેના બદલે જરૂરિયાતમંદ લોકોની સામાજિક સેવામાં યોગદાન આપીને તેમના જીવનમાં પ્રકાશ ફેલાવવાની અપીલ કરી હતી.
શ્રી હર્ષ સંઘવીની આ નમ્ર અપીલનો એક સકારાત્મક અને ઉત્કૃષ્ટ પ્રતિભાવ મળ્યો હોવાનું એક બાબત ધ્યાને આવી છે. સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાને એક શુભેચ્છક તરફથી એક અનોખું દાન મળ્યું છે. આ દાતાશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપતા હોર્ડિંગ બેનર લગાવવાના બદલામાં, ૩૦ જરૂરિયાતમંદ લોકોની નેત્રની સર્જરી કરાવી આપવા માટે સંસ્થાને દાન પૂરું પાડ્યું છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ ઉમદા કાર્યને બિરદાવ્યું છે.
શ્રી હર્ષ સંઘવીની સંવેદનશીલ અપીલને પગલે થયેલા આ દાનથી સ્પષ્ટ થાય છે કે, સન્માનના બદલે સામાજિક કલ્યાણને પ્રાધાન્ય આપવાની વિચારધારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. એક તરફ જ્યાં શુભેચ્છાઓના હોર્ડિંગ્સ થોડા દિવસોમાં ઉતારી લેવાય છે, ત્યાં આ ૩૦ નેત્ર સર્જરી જરૂરિયાતમંદ લોકોના જીવનમાં કાયમી પ્રકાશ લાવશે. આ ઘટના સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે ‘શુભેચ્છા’ ખરા અર્થમાં ‘સેવા’ માં પરિવર્તિત થઈ શકે છે.
….
[10/18, 12:57 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ-રોડ નેટવર્ક દ્વારા વિકસિત ગુજરાતથી સાકાર કરવા ૧૨૪ કામો માટે ૭૭૩૭ કરોડ રૂપિયા ફાળવ્યા*
—
*ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વઘુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા ૮૦૯ કિલોમીટર લંબાઈના ૯ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોરનું ૫૫૭૬ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાશે*
—
*રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે રૂ.૧૧૪૭ કરોડ મંજૂર કરતાં મુખ્યમંત્રીશ્રી*
—
*આ વર્ષના બજેટમાં રાજ્યના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત ૧૨ નવા હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાતમાંથી ૯ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણ માટેની મંજૂરી સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે કહેવું તે કરવુંનો સંકલ્પ સાકાર થશે*
—
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવીને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનથી વિકસિત ગુજરાત દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના અંતર્ગત કુલ ૧૨૪ કામો માટે રૂ.૭૭૩૭ કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ માટે માર્ગો અને પુલોની મહત્વતા ધ્યાને લેતા સમગ્ર ગુજરાતને સુવિધા સભર અને સલામત માર્ગોની કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તારો સુધી મજબૂત માર્ગોનું નેટવર્ક પુરુ પાડવાના દિશાનિર્દેશો માર્ગ મકાન વિભાગને આપ્યા છે.
તેમણે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવીને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે ૮૦૯ કિલોમીટર લંબાઈના ૯ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર માટે ૫૫૭૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
તદ્અનુસાર બગોદરા – ધંધુકા – બરવાળા – બોટાદના ૯૨.૨૩ કિલોમીટર લંબાઈ માટે ૬૭.૪૩ કરોડ, બોટાદ – ઢસા – ચાવંડ – અમરેલી – બગસરા – બિલખા – મેંદરડાના ૬૭.૩૦ કિ.મી. માટે રૂ.૧૫૮.૬ કરોડ, મેંદરડા – કેશોદ – માંગરોળના ૪૮.૫૫ કિ.મી માટે રૂ.૮૧.૩૮ કરોડ, ઊંઝા-પાટણ-શિહોરી-દિયોદર-ભાભરના ૧૦૫.૦૫ કિ.મી રોડ માટે રૂ.૮૫૮.૩૯ કરોડ, કરજણ – ડભોઇ – બોડેલીના ૭૧.૧૦ કિ.મી રોડ માટે રૂ.૩૩૧.૧૬ કરોડ, દહેગામ – બાયડ – લુણાવાડા – સંતરામપુર – ઝાલોદના ૧૬૭.૫૪ કિ.મી. માટે રૂ.૧૫૧૪.૪૧ કરોડ, અમદાવાદ – હરસોલ – ગાંભોઈ – વિજયનગરના ૧૪૩.૩૦ કિ.મી. રોડ માટે રૂ.૬૪૦.૩૦ કરોડ, સંતરામપુર – મોરવા હડફ – સંતરોડના ૪૯.૯૦ રોડ માટે રૂ. ૮૬૧.૭૧ અને સંતરોડ – દેવગઢ બારિયા – છોટા ઉદેપુરના ૬૪.૦૫ કિ.મી. રોડ માટે રૂ.૧૦૬૨.૮૨ કરોડ મંજૂર કર્યા છે.
આ નવા હાઈસ્પીડ કોરીડોરનું નિર્માણ થવાથી પરિવહન વધુ ઝડપી બનશે તેમજ પી.એમ. ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. હાઈસ્પીડ કોરીડોર બનવાના પરીણામે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે અને તેની આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ તથા વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. એટલુ જ નહિં, મહત્વના શહેરો સાથે ઝડપી જોડાણ મળતા અને મુસાફરી સરળ અને પ્રવાસનને પણ વેગ મળશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે રૂ.૧૧૪૭ કરોડ મંજૂર કર્યા છે. તેમાથી૨૭૧ કિ.મી. લંબાઈમાં ૨૦ કામો હાથ ધરવામાં આવશે.
આ ક્લાઈમેટ રેઝિલિયન્ટ અને નવતર ટેક્નોલોજીસભર રસ્તાઓના નિર્માણમાં વેસ્ટ પ્લાસ્ટિક, વ્હાઇટ ટોપિંગ, જીઓ ગ્રીડ અને ગ્લાસ ગ્રીડ, સિમેન્ટ/સ્ટેબીલાઈઝેસન, ફ્લાય-એશ, ગ્રીન ટેકનોલોજી જેવી નવી ટેકનોલોજીના ઉ૫યોગથી લાંબુ આયુષ્ય ઘરાવતા વધુ ટકાઉ અને મજબુત, લાઈફ-સાયકલ કોસ્ટમાં બચત થાય તેવા અને પર્યાવરણને અનુરૂપ માર્ગોનુ નિર્માણ થશે.
આ ઉપરાંત તેમણે રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણાના ૭૯ કામો ૮૦૩ કિ.મી.માં હાથ ધરવા માટે ૯૮૬ રૂપિયાની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના બજેટમાં રોડ નેટવર્કને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત ૧૩૬૭ કિ.મી.ના ૧૨ નવા હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે આ ૯ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણ માટેની મંજૂરી સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે કહેવું તે કરવુંનો સંકલ્પ લોકોને ઈઝ ઓફ લિવિંગ આપીને પાર પાડવાનું મહત્વનું કદમ ભર્યું છે.
—
[10/19, 5:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે*
———————
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તેના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમો*
———————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮રના પ્રારંભ દિવસે તારીખ ૨૨ ઓક્ટોબર, બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ નું આદાન પ્રદાન કરશે.
મુખ્યમંત્રી શ્રી બુધવારે
સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂ
તન વર્ષનો પ્રારંભ કરશે.
તેઓ ૦૭:૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજન માટે જશે.
મુખ્યમંત્રીશ્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે ૮:૦૦ કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે.
મુખ્યમંત્રીશ્રી ત્યાર બાદ ૮.૫૦ કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે.
શ્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૩૦ કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તે પહેલાં સવારે ૧૦:૦૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.
નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે.
———————
[10/20, 10:18 AM] Dilip Gajjar.Mahiti.Press: *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા, સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કર્યું*
*દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડતા ન પડે તે માટે સ્વાગત રેલી રદ કરાવી નાયબ મુખ્યમંત્રીશ્રી સીધા કાર્યક્રમ સ્થળે પહોંચશે*
…
રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા છે. જોકે, દિવાળીના પર્વ નિમિત્તે નાગરિકોને પરિવહન કે ટ્રાફિકની અડચણનો સામનો ન કરવો પડે તે ઉદ્દેશ્યથી તેમણે તેમની સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કરી સૌ કાર્યકર્તા અને શુભેચ્છક નગરજનોને રેલવે સ્ટેશનથી સીધા જ નિર્ધારિત સ્વાગત કાર્યક્રમ સ્થળ પર પહોંચી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી સુરત પહોંચતા, સુરતના કાર્યકરો તેમજ શુભેચ્છકો તેમના ભવ્ય સ્વાગત અને અભિવાદન રેલી માટે મોટી સંખ્યામાં આતુર હતા. પરંતુ શ્રી હર્ષ સંઘવીએ દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડ ન પડે તે માટે તેમની સ્વાગત રેલી ન યોજવા માટે સ્પષ્ટ જણાવી દીધું હતું.
દિવાળીના માહોલમાં ખૂબ મોટી સંખ્યામાં સુરતના માર્ગો પર જો સ્વાગત રેલી યોજાય તો સામાન્ય જનતાને મોટી અગવડતા પડતી. જનહિતને પ્રાથમિકતા આપતા શ્રી સંઘવીના આ પગલાંને કાર્યકરો તેમજ નાગરિકોએ પણ આવકાર્યો છે.
….
[10/20, 1:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ*
————-
*:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::*
* વિક્રમ સંવત ૨૦૮૨નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે
* ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અને “Vocal for Local”ના મંત્રથી “આત્મનિર્ભર ભારત”નો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવા સંકલ્પબદ્ધ થઈએ
* વડાપ્રધાનશ્રીએ દિવાળીના પર્વે “Next Gen GST Reforms” દ્વારા ખુશીઓનું ડબલ બોનસ આપ્યું
————-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિક્રમ સંવતના આ નવા વર્ષે સૌને નવા ઉત્સાહ, આનંદ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધવાની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દીપાવલીની દીપમાળા, અંધકારથી ઉજાસ તરફ જવાની પ્રેરણા આપે છે. આ પ્રેરણા સાથે ગુજરાત ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સકારાત્મક દ્રષ્ટિકોણથી વિકાસ તરફની ઊર્ધ્વગતિ કરી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને અપીલ કરી છે કે, આ તહેવારોમાં સૌ નાગરિકો સ્થાનિક વેપારીઓ, કારીગરો અને ઉદ્યોગકારો પાસેથી ખરીદી કરવા સંકલ્પબદ્ધ થઈને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’થી “Vocal for Local” દ્વારા “આત્મનિર્ભર ભારત”નો સંદેશ ઘરે-ઘરે પહોંચાડે.
તેમણે ઉમેર્યું છે કે, વડાપ્રધાનશ્રીએ દિવાળીના પર્વે “Next Gen GST Reforms” દ્વારા ખુશીઓનું ડબલ બોનસ લોકોને આપ્યું છે, તેના પરિણામે વ્યવસાયો વધુ સરળ બન્યા છે, વિકાસ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને ગુજરાત વધુ સમૃદ્ધિના નવા શિખરો સર કરી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લક્ષ્યને સુસંગત વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝનને સાકાર કરવા ‘એજન્ડા ફોર ૨૦૩૫’થી રાજ્યના સર્વાંગી વિકાસના લક્ષ્યો આપણે નક્કી કર્યા છે.
વિક્રમ સંવતના આ નૂતન વર્ષે, વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના વિઝનને વિકસિત ગુજરાતથી પાર પાડવા સૌ ગુજરાતીઓ સંકલ્પબદ્ધ બને તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી છે.
ગુજરાતે ભારતના ગ્રોથ એન્જિન તરીકે આગવી ઓળખ ઊભી કરી છે. વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થવા જઈ રહ્યું છે તે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. રાજ્યની સંસ્કૃતિ અને વિકાસ સમગ્ર દેશ માટે આવનારા વર્ષોમાં વધુ પ્રેરણારૂપ બને તેવી મંગળકામનાઓ તેમણે વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને તેજ ગતિએ આગળ ધપાવવાના દ્રઢ સંકલ્પ સાથે સૌ કોઈ વિક્રમ સંવતના નૂતન વર્ષે વિકાસ માર્ગે વધુ ગતિમય બને તેવી અંતરની શુભકામનાઓ પણ પાઠવી છે.
—————————————————————————–
NOG સાહિત્ય સરિતા ગ્રુપ આયોજિત દિવાળી વિશેષાંક (ઇ) બુક 2025 : સર્જકોની અદ્ભુત રચનાઓ.
https://drive.google.com/drive/folders/1z3xYuxhkZI94xuE73OlCfl9fDak3mG4s?usp=sharing
*આ લિંક દિપોત્સવી વિશેષાંક ઈ-બુક (૨૦૨૫) , સભ્યોને ઈ ટ્રોફી, એડમિન સભ્યોની ઈ ટ્રોફી 🏆 ની છે.*
*****************************
આપની આસપાસ બનતી ઘટનાઓ ના વિડીયો સમાચાર અને ફોટાઓ અમને અમારા અખબારી માધ્યમ તેમજ ચેનલમાં પ્રસારિત કરવા અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા ફોટા સમાચાર વિડિયો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.
