15,14,13 ઓક્ટોબર.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો ગાંધીનગર જિલ્લા સહિત જુવો)janfariyadnews youtube channel links જૂવો

15 NG pdf-1 (1)

13 NG pdf-1 (1) 14 NG PDF-2

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો 

[10/10, 5:01 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)-ઉત્તર ગુજરાત*
**
*મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે સેમિનાર ‘રિન્યુએબલ એનર્જી એકીકરણ માટે બેટરી સ્ટોરેજ સોલ્યુશનનું મહત્વ’ વિષય પર સેમિનાર યોજાયો*
**
*ઉર્જા સંગ્રહ, ટેકનોલોજીના પડકારો અને કોર એન્જિનિયરિંગની તકો જેવા વિવિધ વિષયો ઉપર નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવામાં આવી*
***

મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ‘રિન્યુએબલ એનર્જી: સ્ટોરેજ સોલ્યુશનની મહત્વપૂર્ણ ભૂમિકા’ વિષય પર સેમિનાર યોજાયો હતો.

ઉર્જા સંગ્રહ, ઝડપી ટેકનોલોજી, અને કોર એન્જિનિયરિંગ વિષય સાથે સૌર અને પવન જેવી નવીનીકરણીય ઉર્જા સ્રોતોનો વ્યાપ વધતાં ગ્રીડની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ઉર્જા સંગ્રહ એ સમયની જરૂરિયાત છે તેવો સૂર સેમીનારમાં વ્યકત થયો હતો.

ટૂંકા અને લાંબા ગાળાના સ્ટોરેજ સોલ્યુશન્સ વિષય પર ચર્ચા કરાઇ હતી.ઉપસ્થિત વક્તાઓ દ્વારા, ટેકનોલોજીકલ પરિવર્તનની ઝડપી ગતિ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) માટે જરૂરી કૌશલ્ય સમૂહ, રિસર્ચ અને ડેવલપમેન્ટ સાથે બેટરી અને સેલની ક્ષમતામાં થયેલા વિસ્ફોટક સુધારા પર વિગતે ચર્ચા કરાઇ હતી.

આ સેમીનારમાંવક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સહિતની કોર એન્જિનિયરિંગ શાખાઓ માટે વૈશ્વિક સ્તરે ઉર્જા સંક્રમણ તેમની સૌથી મોટી ભૂમિકા ભજવવાનો યોગ્ય સમય છે. ઉર્જા ક્ષેત્રમાં આ કૌશલ્યોની વૈશ્વિક માંગ એટલી ઊંચી છે કે જે કોઈ આ ક્ષેત્રમાં વિશેષતા વિકસાવવા માટે રોકાણને મોટો અવકાશ છે જેવી ઉર્જા સંલગ્ન બાબતો પર વિસ્તારથી ચર્ચા કરવા આ મંચ છે તેમ ચર્ચા કરાઇ હતી.

આ સેમિનારમાં સુશ્રી રાશી ગુપ્તા, સુશ્રી શુભ્રા ઠાકોર, શ્રી આનંદ અનુપમ, શ્રી અરુણકુમાર, શ્રી નરેશ ચંદક અને અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
****
[10/10, 5:19 PM] Dilip Gajjar.Mahiti.Press: ગિફ્ટ સિટીના કાર્યક્રમમાં મીડિયાના મિત્રોએ VIP પાર્કિંગમાં (બ્લુ પાર્કિંગમાં) પોતાનું વાહન પાર્ક કરવાનું રહેશે.

પાર્કિંગથી એન્ટ્રી પોઈન્ટ સુધી ઇલેક્ટ્રિક વાહન અને બસની વ્યવસ્થા રહેશે.

કાર્યક્રમના સ્થળે મીડિયાના મિત્રોએ VIP (બ્લુ) ગેટથી સંસ્થાનું કાર્ડ બતાવીને એન્ટ્રી મેળવવાની રહેશે.

પાર્કિંગનું લોકેશન: https://maps.app.goo.gl/UsFKbaWY9Me4XARUA
[10/10, 10:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ “મેરા દેશ પહેલે” ગુજરાતમાં સૌપ્રથમવાર ગિફ્ટ સિટીમાં 10 ઓક્ટોબરે યોજાઈ
*****
મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળના સભ્યો, સમાજ જીવનના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો અને વિશાળ સંખ્યામાં નાગરિકો એ આ મંચન માણ્યું
*******
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની એક અનોખી કહાની “મેરા દેશ પહેલે”નો ગુજરાતમાં સૌપ્રથમ શો તા. 10 ઓક્ટોબર 2025 ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સમાજ જીવનના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો અને વિશાળ સંખ્યામાં નાગરિકો એ મંચન માણ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલું છે. તેમના સમગ્ર જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવ માટે પ્રેરણાદાયી બન્યા છે. “મેરા દેશ પહેલે” શ્રી નરેન્દ્રભાઈ મોદીની એ અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે.

‘મેરા દેશ પહેલે’ના દેશના અન્ય રાજ્યોમાં સફળ અને પ્રશંસનીય મંચન બાદ ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટ સિટી પરિસરમાં આ શો વિનામૂલ્ય પ્રવેશથી યોજાવામાં આવ્યો હતો.

પ્રસિદ્ધ સર્જક શ્રી મનોજ મુંતશિર નિર્મિત “મેરા દેશ પહેલે”નું મંચન નિહાળવા માટે આમંત્રિતો સહિત ઑનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા પ્રવેશ મેળવેલા નાગરિકો એ આ પ્રસ્તુતિ માણી હતી.
*******
[10/11, 11:25 AM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *11-10-25* | *Time* *11:00* *AM*

*LIVE: વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે પંચાયત વિભાગનો ‘વિકસિત ગામ – વિકસિત ગુજરાત’ કાર્યક્રમ.*

*CM attends Viksit Gam – Viksit Gujarat program organized at Rajkot as a part of Vikas Saptah 2025*

*YouTube*  :- https://www.youtube.com/watch?v=TXM0RS9dZUA

*YouTube*  :- https://www.youtube.com/watch?v=g-0-vWZ-ocE

*FB*       :- https://www.facebook.com/share/v/1AuJczxs7f/

*FB*       :- https://www.facebook.com/share/v/1ZVEf6iZ3A/

*Twitter*  :- https://x.com/CMOGuj/status/1976887864412750178

*Twitter*  :- https://x.com/Bhupendrapbjp/status/1976887865184555419

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live

*PLEASE LIKE SHARE AND SUBSCRIBE*
[10/11, 11:30 AM] Dilip Gajjar.Mahiti.Press: _વિકાસ સપ્તાહ_
*પંચાયતી રાજ દિવસ: ‘સમરસથી સમૃદ્ધ’ થઈ રહી છે ગુજરાતની પંચાયત, 24 વર્ષોમાં 15,500 પંચાયતો સમરસ બની, ₹351 કરોડની વધારાની ગ્રાન્ટ મળી*
***
• *તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 29 ઓક્ટોબર, 2001થી ગુજરાતમાં લાગુ થઈ હતી સમરસ ગ્રામ યોજના*
• *રાજ્યમાં અત્યારસુધીમાં 828 મહિલા સમરસ પંચાયતો પણ બની છે, જેમને વધુ આર્થિક સહાય આપવામાં આવે છે*
• *વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના 34 જિલ્લાઓની ગ્રામપંચાયતોમાં થશે 918 કાર્યક્રમો*
• *ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સખીમંડળો અને વિવિધ કેટેગરીમાં જિલ્લાઓને સન્માનિત કરવામાં આવશે, સ્થાનિક ઉત્પાદનોનું પણ પ્રદર્શન કરવામાં આવશે*
***
*ગાંધીનગર, 11 ઓક્ટોબર, 2025:* 7 ઓક્ટોબર, 2001ના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લઇને વહીવટ થકી જનસેવાની પ્રેરણાદાયક યાત્રાની શરૂઆત કરી હતી, જે આ વર્ષે 24 વર્ષોનો ગૌરવપૂર્ણ પડાવ પૂરો કરી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર 7 થી 15 ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરી રહી છે, જેમાં 11 ઓક્ટોબર એટલે કે આજનો દિવસ પંચાયતી રાજ વ્યવસ્થા અને ગ્રામીણ સ્તરે સહભાગિતાને સમર્પિત હશે.

*શું છે ગુજરાતનું સમરસ ગ્રામ યોજના મોડલ અને શા માટે છે વિશિષ્ટ?*

ઉલ્લેખનીય છે કે, શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બનવાના થોડાક જ દિવસોમાં 29 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતમાં સમરસ ગ્રામ યોજના લાગુ કરવામાં આવી હતી, જેણે ગુજરાતની ગ્રામીણ તેમજ પંચાયત વ્યવસ્થાની કાયાપલટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાતની ‘સમરસ ગ્રામ યોજના’ ગ્રામીણ લોકતંત્રનું સફળ મોડલ છે, જેમાં ગામના તમામ વૉર્ડના સભ્યો અને સરપંચ સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાય છે. આ ચૂંટણીમાં સમય અને સંસાધનોની બચત થાય છે અને વિકાસકાર્યો પણ ઝડપથી આગળ વધે છે. આવી બિનહરીફ ચૂંટાયેલી પંચાયતોને સમરસ ગ્રામપંચાયતો કહેવામાં આવે છે, અને જો પંચાયતની તમામ સભ્યો મહિલાઓ હોય તો તેને મહિલા સમરસ ગ્રામ પંચાયત કહે છે.

સમરસ ગામોને રાજ્ય સરકાર તરફથી વિકાસકાર્યો માટે સામાન્ય રકમની ફાળવણી ઉપરાંત વધારાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી કરીને તેમના ગામમાં માળખાગત સુવિધાઓ વધુ સારી વિકસિત થઈ શકે. છેલ્લા 24 વર્ષોમાં રાજ્ય સરકારે સમરસ પંચાયતોને ₹351.20 કરોડની વધારાની ગ્રાન્ટ આપી છે, જેમાં તાજેતરમાં જ દોઢગણો વધારો પણ કર્યો છે.

*2001થી અત્યારસુધીમાં 15,553 ગ્રામપંચાયતો ‘સમરસ’ બની, 828 મહિલા સમરસ પંચાયતો*

પંચાયત વિભાગના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર અને વિકાસ સપ્તાહ હેઠળ પંચાયત વિભાગ દિવસ માટે રાજ્યના નોડલ અધિકારી ડૉ. ગૌરવ દહિયાએ જણાવ્યું કે, “તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સમરસ ગ્રામ યોજનાથી ગુજરાતના ગ્રામીણ વિકાસ અને પંચાયત વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આ યોજના આજે રાજ્યમાં અત્યંત લોકપ્રિય છે, કારણકે તેનાથી ગ્રામપંચાયતોને વિકાસકાર્યો માટે સામાન્ય ફાળવણીઓ ઉપરાંત વધારાની રકમ મળે છે. અત્યારસુધીમાં 15,553 ગ્રામપંચાયતો સમરસ બની છે, જેમાંથી 828 મહિલા સમરસ ગ્રામપંચાયતો છે.”

*વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના 34 જિલ્લાઓની ગ્રામપંચાયતોમાં થશે 918 કાર્યક્રમ*

આ વિકાસ સપ્તાહમાં પંચાયત વિભાગના 24 વર્ષોના કામોના ઉત્સવના સંદર્ભમાં ડૉ. ગૌરવ દહિયાએ કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, “વિકાસ સપ્તાહ હેઠળ આજે એટલે કે 11 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા વિકાસરથના વિશેષ આયોજન થકી ત્રણ મુખ્ય ગામોમાં કાર્યક્રમ થશે, જેનો ઉદ્દેશ ગ્રામ્ય જીવનમાં બદલાવ લાવવાનો અને યોજનાઓના લાભ સીધા ગ્રામજનો સુધી પહોંચાડવાનો છે. આ ઉપરાંત, રાજ્યના 34 જિલ્લાઓમાં પણ 9 દિવસો સુધી વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થશે, જેમાં ત્રણ તબક્કાઓમાં કુલ 918 કાર્યક્રમો થશે. તેમાં વિવિધ વિભાગોના લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવશે તેમજ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.”

*વિવિધ શ્રેણીમાં ઉત્કૃષ્ટ કાર્યો માટે સખી મંડળો અને જિલ્લાઓ થશે સન્માનિત, વિવિધ સ્થાનિક ઉત્પાદનોનું પ્રદર્શન પણ થશે*

પંચાયત વિભાગના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડૉ. ગૌરવ દહિયાના જણાવ્યા અનુસાર, આજે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા સખી મંડળોના ઉત્કૃષ્ટ કાર્યોને સન્માનિત કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં રાજકોટના 2, અમરેલીના, મોરબી અને જૂનાગઢના એક-એક સખી મંડળોને પુરસ્કાર આપવામાં આવશે. આ નિમિત્તે ગુજરાતભરના વિવિધ સખી મંડળોના ઉત્પાદનો અને કાર્યોનું પ્રદર્શન કરતા સ્ટોલ પણ લગાવવામાં આવશે.

આ ઉપરાંત, સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા જિલ્લાઓનું પણ સન્માન કરવામાં આવશે, જેમાં આદિવાસી જિલ્લામાં ડાંગ, બિન-આદિવાસી જિલ્લામાં અમદાવાદ, શ્રેષ્ઠ તાલુકામાં ખેડા, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતમાં નવસારી, શ્રેષ્ઠ ગામમાં ભરૂચ, શ્રેષ્ઠ શાળામાં રાજકોટ, શ્રેષ્ઠ સખી મંડળમાં સાબરકાંઠા અને શ્રેષ્ઠ જાહેર શૌચાલયમાં ભાવનગરને પુરસ્કાર આપવામાં આવશે.

*X-X-X*
[10/11, 11:33 AM] +91 81289 64121: *વિકાસ સપ્તાહ: મહિલા સશક્તિકરણના આભને આંબતી ગુજરાતની ડ્રોન દીદી*
******************************
*ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ ૧૮,૦૦૦ એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરીને રૂ. ૫૫ લાખથી વધુની આવક મેળવી*
******************************
*આગામી એક વર્ષમાં રાજ્યની વધુ ૧૦૨૪ મહિલાઓને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને “ડ્રોન દીદી” બનાવાશે*
******************************
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ સંભાળ્યો ત્યારથી જ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ્ય સ્તરે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમણે ગ્રામીણ મહિલાઓને માત્ર લાભાર્થી નહીં, પણ રાજ્યના વિકાસમાં સક્રિય આર્થિક ભાગીદાર બનાવવાની નીતિ અપનાવી હતી. વડાપ્રધાન બન્યા પછી, શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે વિસ્તાર્યા અને ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના પ્રયત્નો કર્યા છે.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મુદ્રા યોજના, લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં નમો ડ્રોન દીદી આજે માત્ર એક સરકારી યોજના નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પ્રગતિના નવા આકાશમાં ઉડવાની તક આપતું એક મંચ બની છે. જેના થકી રાજ્યની મહિલાઓના આર્થિક સમુદ્ધિનો માર્ગ મોકળો થયો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય “નમો ડ્રોન દીદી યોજના”ની અમલવારીમાં પણ અગ્રીમ હરોળના રાજ્ય પૈકીનું એક છે. ગુજરાતમાં અત્યારે સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની ૫૮ મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઉભો કર્યો છે. ગુજરાતની આ ૫૮ ડ્રોન દીદીઓએ રાજ્યના ૭,૦૦૦થી વધુ ખેડૂતોની ૧૮,૦૦૦ એકર જેટલી જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને રૂ. ૫૫ લાખથી વધુની આવક મેળવી છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં નમો ડ્રોન દીદી યોજનાના પ્રારંભિક તબક્કે વર્ષ ૨૦૨૩-૨૪માં કેટલીક ફર્ટીલાઇઝર કંપનીઓ દ્રારા પોતના CSR ફંડમાંથી સખી મંડળની આ મહિલાઓને ડ્રોન પૂરા પાડવામાં આવ્યા હતા. જેમાં IFFCO દ્વારા ૧૮, GNFC દ્વારા ૨૦ અને GSFC દ્વારા ૨૦ એમ કુલ મળી ૫૮ ડ્રોન તથા ૫૮ મહિલાઓને ડ્રોન તાલીમ પૂરી પાડવામાં આવી હતી.

આગામી એક વર્ષમાં ગુજરાતના સખી મંડળની વધુ ૧,૦૨૪ બહેનોને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં એક “ડ્રોન દીદી” કાર્યરત કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યમાં નવી ૧,૦૨૪ ડ્રોન દીદી કાર્યરત થતા ખેડૂતોનો ખેતી ખર્ચ, સમય અને રસાયણિક દવાઓનો અંધાધૂંધ ઉપયોગ ઘટશે તેમજ સખી મંડળની બહેનો માટે રોજગારીની તકોમાં પણ વધારો થશે.

*યોજના હેઠળ મળવાપાત્ર સહાય*
નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથ સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની બહેનોને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ( DGCA )ની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ૧૫ દિવસની ડ્રોન પાઇલટની ઘનિષ્ટ તાલીમ ઉપરાંત ડ્રોનની ખરીદીમાં ૮૦ ટકા સબસીડી સહાય તેમજ બાકીની ૨૦ ટકા લોનની રકમ ઉપર ૩ ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. એડવાન્સ ટેક્નોલોજીના સુયોગ્ય ઉપયોગથી આજે ડ્રોન દીદી કૃષિ ક્ષેત્રને નવી દિશાઓ આપી રહી છે.

*ડ્રોન દીદી બનવા માટેની લાયકાત*
સ્વ-સહાય જૂથ અથવા ક્લસ્ટર લેવલ ફેડરેશન સાથે જોડાયેલી કોઇપણ ગ્રામ્ય વિસ્તારની મહિલા ડ્રોન દીદી બની શકે છે. મહિલાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ અને ૫૦ વર્ષથી ઓછી હોવી જોઈએ. મહિલાએ ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. લાયકાત ધરાવતી મહિલાઓની રાજ્ય સરકાર દ્વારા પસંદગી કરવામાં આવશે અને DGCA માન્યતા પ્રાપ્ત ડ્રોન પાઇલટ તાલીમ સંસ્થામાંથી ડ્રોન પાઇલટની તાલીમ આપવામાં આવશે. તાલીમ બાદ DGCA પાસેથી રિમોટ પાઇલટ તરીકેનું લાયસન્સ પણ મેળવવાનું રહેશે.

મહિલાઓને આવકના નવા સ્ત્રોત ઉપલબ્ધ કરાવીને તેમને આત્મનિર્ભર બનાવવા, ખેતીને વધુ કાર્યક્ષમ અને ઉત્પાદક બનાવવા તથા પાકની ગુણવત્તા વધારીને ખેડૂતોની આવક વધારવા માટે વડાપ્રધાનશ્રીએ મહત્વકાંક્ષી નમો ડ્રોન દીદી યોજના અમલમાં મૂકી છે. આ યોજના દ્વારા મહિલાઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકશે અને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકશે.
****************************
નિતિન રથવી
[10/11, 11:44 AM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ “મેરા દેશ પહેલે” ગુજરાતમાં સૌપ્રથમવાર ગિફ્ટ સિટીમાં 10 ઓક્ટોબરે યોજાઈ
*****
મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળના સભ્યો, સમાજ જીવનના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો અને વિશાળ સંખ્યામાં નાગરિકો એ આ મંચન માણ્યું
*******
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની એક અનોખી કહાની “મેરા દેશ પહેલે”નો ગુજરાતમાં સૌપ્રથમ શો તા. 10 ઓક્ટોબર 2025 ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીમંડળના સભ્યો, સમાજ જીવનના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો અને વિશાળ સંખ્યામાં નાગરિકો એ મંચન માણ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલું છે. તેમના સમગ્ર જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવ માટે પ્રેરણાદાયી બન્યા છે. “મેરા દેશ પહેલે” શ્રી નરેન્દ્રભાઈ મોદીની એ અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે.

‘મેરા દેશ પહેલે’ના દેશના અન્ય રાજ્યોમાં સફળ અને પ્રશંસનીય મંચન બાદ ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટ સિટી પરિસરમાં આ શો વિનામૂલ્ય પ્રવેશથી યોજાવામાં આવ્યો હતો.

પ્રસિદ્ધ સર્જક શ્રી મનોજ મુંતશિર નિર્મિત “મેરા દેશ પહેલે”નું મંચન નિહાળવા માટે આમંત્રિતો સહિત ઑનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા પ્રવેશ મેળવેલા નાગરિકો એ આ પ્રસ્તુતિ માણી હતી.
*******
[10/11, 12:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા*
*****
*દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ*
******
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ દ્વારકા ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિશ્રીએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતાં.

રાષ્ટ્રપતિશ્રીએ ભગવાન દ્વારકાધીશને ભારતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.

રાષ્ટ્રપતિશ્રીએ ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન કરી ધન્યતા અનુભવી હતી.

દ્વારકાધીશ મંદિર ખાતે પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, જિલ્લા કેલકટર શ્રી રાજેશ તન્ના, રેન્જ આઇજી શ્રી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી શ્રી અમોલ આવતે, વહીવટદાર તથા નાયબ કલેકટર શ્રી હિમાંશુ ચૌહાણએ રાષ્ટ્રપતિશ્રીને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી, ગોલ્ડ પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ તથા પ્રસાદ આપી સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિશ્રી સાથે તેમના દીકરી શ્રી ઈતિશ્રી મુર્મૂ અને મહાનુભાવો જોડાયાં હતાં.
૦૦૦ ૦૦૦ ૦૦૦
[10/11, 12:36 PM] Dilip Gajjar.Mahiti.Press: *દ્વારકા હેલિપેડ ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું ઉષ્માભર્યું સ્વાગત*
******
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ તેમના ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસના તૃતીય દિવસે ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે આવી પહોંચતા દ્વારકા હેલિપેડ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

હેલિપેડ ખાતે પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, કલેક્ટર શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળાએ રાષ્ટ્રપતિશ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં.
૦૦૦ ૦૦૦ ૦૦૦
[10/11, 4:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના*
———-
*મનોજ મુંતશિર લિખિત-નિર્મિત ‘મેરા દેશ પહલે’ – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ નિહાળવા યુવાશક્તિ ગિફ્ટ સિટીમાં ઉમટી પડી*
———-
*પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જીવન યાત્રાના અનેક પહેલુંઓ વર્ણવતી રોમાંચક મ્યુઝિકલ ગાથા પ્રસ્તુત કરી*
———-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઇ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની ‘મેરા દેશ પહલે’નો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુક્રવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયો હતો.

શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગર જ્યાંથી તેમની પ્રેરણાદાયી જીવનયાત્રા શરૂ થઈ અને હવે દેશના વડાપ્રધાન તરીકે તેમણે ભારતને વિશ્વ ગૌરવ અપાવ્યું ત્યાં સુધીની સમગ્ર રોમાંચક સફર તથા રાષ્ટ્રને સમર્પિત તેમના જીવનની વણકહી બાજુઓની પ્રસ્તુતિ માત્ર સાંસ્કૃતિક પ્રસ્તુતિ જ નહિ, રાષ્ટ્રીય જનચેતનાના આંદોલનને પ્રેક્ષકોની નજર સમક્ષ તાદૃશ કરનારી બની રહી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ ઉદ્યોગ વ્યાપાર જગતના અગ્રણીઓ સર્વશ્રી પંકજ પટેલ, પ્રણવ અદાણી, ટોરેન્ટ પરિવાર, એસોચેમના શ્રી ચિંતન ઠાકર સહિત અનેક ગણમાન્ય અગ્રણીઓ, ઉદ્યોગ-વ્યાપારકારો અને મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી સહિતના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓએ આ મંચન માણ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરની શાળાના સાહસિક વિદ્યાર્થી તરીકે શરૂ થયેલી સફર સોમનાથ-અયોધ્યા રથયાત્રા, કાશ્મીર સુધીની એકતાયાત્રા અને અલગાવવાદીઓની ધમકીનો પડકાર ઝિલી લઈને શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવવા તેમજ વડાપ્રધાનશ્રી તરીકે દેશની સેનાને તેમણે આપેલા માર્ગદર્શનથી ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા, રામ મંદિર નિર્માણનો સંકલ્પ સાકાર થવા સહિતના સમગ્ર ઘટનાક્રમનું દ્રશ્ય-શ્રાવ્ય અને સંગીતમય મંચન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

લેખક, નિર્માતા અને પ્રસ્તુતકર્તા મનોજ મુંતશિરના રસાળ અને સચોટ સંચાલન સાથે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ ગિફ્ટ સિટી પરિસરને રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું.

વિશાળ સંખ્યામાં આ શૉને નિહાળવા ઉમટી પડેલી યુવાશક્તિ અને સમાજ જીવનના અગ્રણીઓની ઉપસ્થિતિએ પુરવાર કર્યુ છે કે, ‘મેરા દેશ પહલે’ એ માત્ર કોઈ સામાન્ય શૉ નહિં, પરંતુ નવી પેઢીની વિચારધારાનું પ્રતીક બની ગયો છે.

‘મેરા દેશ પહલે’ – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદીની દેશભરમાં થઈ રહેલી આ પ્રસ્તુતિ એ વાતનું પ્રમાણ છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘નેશન ફર્સ્ટ’ની ભાવના હવે ઐતિહાસિક સાંસ્કૃતિક આંદોલન બની ગઈ છે તેમાં વડાપ્રધાનશ્રીની વતનભૂમિ ગુજરાતના યુવાઓ સહિત સૌ કોઈ ઉત્સાહથી જોડાઈ રહ્યાં છે
——
[10/11, 5:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *11-10-25* | *Time* *05:00* *PM*

*LIVE: માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની ગરિમામયી ઉપસ્થિતિમાં ગુજરાત વિદ્યાપીઠનો 71મો પદવીદાન સમારોહ.*

*71st Convocation Ceremony of Gujarat Vidyapith in the august presence of Hon’ble President of India*

*YouTube*  :- https://www.youtube.com/watch?v=eib-xcOYs-o

*YouTube*  :- https://www.youtube.com/watch?v=Lrsx9laiOUg

*FB*       :- https://www.facebook.com/CMOGuj/videos/1758371481485828

*FB*       :- https://www.facebook.com/ibhupendrapatel/videos/1216156427205284

*Twitter*  :- https://x.com/CMOGuj/status/1976972597738062136

*Twitter*  :- https://x.com/Bhupendrapbjp/status/1976972554037526808

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live

*PLEASE LIKE SHARE AND SUBSCRIBE*
[10/11, 5:23 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ અંતર્ગત*

*વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં કુલ રૂ. ૨૨૫.૪૮ કરોડથી વધુના ૪,૩૪૧ જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન*
—–
*ગામડે-ગામડે ફરીને રથના માધ્યમથી વિવિધ યોજનાના ૧૩ હજારથી વધુ લાભાર્થીઓને રૂ. ૧૯.૮૬ કરોડની સહાય અપાઈ*
—–
*રાજ્યના કુલ ૮૧ હજાર કરતાં વધુ નાગરિકોએ ભારતના વિકાસની પ્રતિજ્ઞા લીધી*
—–
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના ૨૪ સફળ વર્ષોની ઉજવણી નિમિત્તે તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવા પંચાયત-ગ્રામ વિકાસ વિભાગ દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી દરેક જિલ્લા દીઠ એક ‘વિકાસ રથ’નું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા તા. ૦૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ વિવિધ જિલ્લામાં ૩૪ વિકાસ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત તા. ૧૦ ઓકટોબર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાક સુધીમાં વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં રૂ. ૧૧૯.૩૭ કરોડથી વધુના ૨,૧૮૬ કામોના લોકાર્પણ તેમજ રૂ. ૧૦૬.૧૧ કરોડથી વધુના ૨,૧૫૫ કામોના ખાતમુહૂર્ત એમ મળી કુલ રૂ. ૨૨૫.૪૮ કરોડથી વધુના ૪,૩૪૧ જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિકાસ રથના માધ્યમથી જ વિવિધ યોજનાના ૧૩,૧૨૦ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૧૯.૮૬ કરોડની સહાય વિતરણ પણ કરવામાં આવી હતી.

વધુમાં, આ વિકાસ રથ સાથે ૧૧૩ જેટલા રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ સહિત ૩,૪૪૮થી વધુ સ્થાનિક પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ તેમજ ૮૧ હજાર કરતાં વધુ નાગરીકો જોડાયા હતા તેમજ વિકાસ રથ સાથે જોડાયેલા સર્વેએ “ભારતના વિકાસની પ્રતિજ્ઞા” પણ લીધી હતી.

અત્રે નોંધનીય છે કે, વિકાસ સપ્તાહ દરમિયાન ગુજરાતના ગામડે-ગામડે ફરીને આ વિકાસ રથ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત વિકાસ રથ દ્વારા નાગરિકોને ગુજરાત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોની માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ રથના માધ્યમથી રાજ્યના નાગરિકો ગુજરાતના સર્વગ્રાહી વિકાસની સાફલ્ય ગાથાથી પરિચિત થઇ રહ્યા છે. ગુજરાત સરકારની આ વિકાસ યાત્રામાં રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ વર્ગોને જોડવામાં આવી રહ્યો છે, જેથી “વિકસિત ભારત@૨૦૪૭”ના સંકલ્પને સાકાર કરવામાં દરેક નાગરિક પોતાનું મહત્તમ યોગદાન આપી શકે.
—–
જીગર બારોટ
[10/11, 5:38 PM] Dilip Gajjar.Mahiti.Press: કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયા પંજાબના પ્રવાસે લુધિયાણામાં પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી.

મોદી સરકાર દરેક કદમ ઉપર પંજાબના દરેક અસરગ્રસ્ત પરિવાર સાથે ઉભી છે: નિમુબેન બાંભણિયા
લુધિયાણા, 11 ઓક્ટોબર, 2025

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે બે દિવસની સત્તાવાર મુલાકાતે છે. આજે, તેમણે રાહત અને પુનર્વસન કાર્યની સમીક્ષા કરવા માટે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે જિલ્લાના તલવંડી કલાન, બોંકર ડોગરા, ગોર્સિયન હકમારે, લોપોન અને ગિલ વિસ્તારોની મુલાકાત લીધી.
તેમની મુલાકાતના પહેલા દિવસે, માનનીય મંત્રીએ પંજાબના લોક કલ્યાણ માટે આલમગીરની મુલાકાત લીધી. તેમણે ગુરુદ્વારા શ્રી માંજી સાહિબમાં પૂજા કરી. ઉલ્લેખનીય છે કે મંત્રીએ પૂર રાહત કાર્યની પ્રગતિની સમીક્ષા કરી અને ઘરો, ખેતરો અને પશુધનની સલામતી અંગે માહિતી પૂરી પાડી. તેમણે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે જરૂરી સૂચનાઓ આપી. તેમણે જિલ્લા વહીવટીતંત્રને તેમનું સારું કાર્ય ચાલુ રાખવા અને પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે પરિવારોને વળતરનું સમયસર વિતરણ સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા અપીલ કરી.

આ ઉપરાંત, માનનીય મંત્રીએ અસરગ્રસ્ત પરિવારો, ખેડૂતો, મહિલા ઓ સાથે મુલાકાત કરી. તેમણે તેમની સમસ્યાઓ સાંભળી અને તેમને રાહત પગલાં ચાલુ રાખવાની ખાતરી આપી.

મંત્રીએ સ્થાનિક પંચાયત સભ્યો અને અન્ય અધિકારીઓ સહિત જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરીને ચાલુ પુનર્વસન કાર્યની પણ સમીક્ષા કરી. તેમણે જરૂરિયાતમંદ પરિવારોને રાશનનું વિતરણ પણ કર્યું.

અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારો સાથે વાતચીત કરતી વખતે, તેમણે તેમને જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સ્વયં પંજાબની મુલાકાતે આવ્યા હતા. 9 સપ્ટેમ્બરના રોજ, તેમણે આપત્તિનું મૂલ્યાંકન કરવા માટે પંજાબનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને અસરગ્રસ્ત લોકો માટે ₹1,600 કરોડ જાહેર કર્યા. તેમણે કેન્દ્રીય મંત્રીઓને પંજાબના લોકોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા પણ નિર્દેશ આપ્યો છે. કેન્દ્ર સરકાર પંજાબના દરેક પરિવાર સાથે ઊભી છે.શક્ય તેટલી ઝડપથી અસરગ્રસ્ત પરિવારો સુધી તમામ શક્ય સહાય પહોંચે. કેન્દ્ર સરકાર દરેક પગલા પર અસરગ્રસ્ત પરિવારો સાથે ઉભી છે. મોદીના નેતૃત્વમાં, કેન્દ્ર સરકાર આ સંકટની ઘડીમાં પંજાબના લોકોની સાથે ઉભી છે અને પુનર્વસન અને પુનર્નિર્માણ કાર્યને ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
માનનીય ગૃહમંત્રી અમિત શાહે પંજાબની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ગૃહમંત્રીના નિર્દેશો હેઠળ, કેન્દ્રીય ટીમે પંજાબમાં સર્વેક્ષણ કાર્ય પૂર્ણ કર્યું છે. કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે પંજાબના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રદાન કરી છે. ભંડોળનો 21મો હપ્તો જારી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પંજાબના આશરે 11 લાખ ખેડૂતોના ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કર્યું છે, જેનાથી તેમને તાત્કાલિક રાહત મળી છે. ખાદ્ય વિભાગ સાથે પણ પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને લોકોને પૂરતું રાશન મળે તે સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરી છે.

તેમણે કહ્યું કે પંજાબની ભૂમિ હંમેશા શૌર્યનું પ્રતીક રહી છે. સંકટના આ સમયમાં, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓએ સાથે મળીને કામ કર્યું છે. મંત્રીએ આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં પંજાબની આ પવિત્ર ભૂમિ ફરી એકવાર હરિયાળીથી ભરાઈ જશે અને દરેક વ્યક્તિ સામાન્ય જીવનમાં પાછા ફરશે.

આ મુલાકાત દરમિયાન માનનીય મંત્રી સાથે જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ લોપોનમાં દરબાર સંપ્રદાયની મુલાકાત લીધી.
ઉલ્લેખનીય છે કે મંત્રીશ્રી આવતીકાલે પૂરગ્રસ્ત ગામો સસરાલી કોલોની, રૂડ બાન અને બૂથગઢની મુલાકાત લેશે.
***
[10/11, 6:29 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાનરૂપે રૂ. 576 કરોડની રકમ ચૂકવણીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———-
*મુખ્યમંત્રીશ્રીએ વિકાસ સપ્તાહ અંતર્ગત ‘વિકસિત ગામ, વિકસિત ગુજરાત’ કાર્યક્રમમાં ‘સ્વચ્છતા હી સેવા’ અન્વયે શ્રેષ્ઠતા માટેના સન્માન અને સ્વ-સહાય જૂથોનું અભિવાદન કર્યું*
———-
*:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::*
* સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાના વડાપ્રધાનશ્રીના અભિગમથી સમરસતા અને ગ્રામીણ વિકાસને વેગ મળ્યો છે
* ગ્રામ પંચાયતોને સશક્ત-સમૃદ્ધ ગુજરાતનો આધાર બનાવીને વિકાસમાં સહભાગી કરવાની વડાપ્રધાનશ્રી નેમ સાકાર થઈ
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાનરૂપે રૂ. 576 કરોડની રકમ ચૂકવણીનો પ્રારંભ રાજકોટથી કરાવ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર, 2001થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળ દાયિત્વ સંભાળીને આજે વડાપ્રધાન તરીકે દેશને આપેલા સુશાસન અને વિકાસની ઉજવણી પ્રતિવર્ષ ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે તા. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવે છે.

આ વર્ષના વિકાસ સપ્તાહના પાંચમા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો ‘વિકસિત ગામ, વિકસિત ગુજરાત’ કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમમાં તેમણે રાજ્યની ગ્રામ પંચાયતોની ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાન રકમની ચુકવણીની પ્રતીકરૂપે શરૂઆત ઉપરાંત ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી પંચાયત સહિતની આઠ જેટલી સરકારી સંસ્થાઓનું સન્માન અને ચાર સ્વ-સહાય જૂથોનું અભિવાદન કર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ઓક્ટ્રોય નાબૂદી કરી હતી. ઓક્ટ્રોયની આવકના અભાવે ગામોનો વિકાસ અટકે નહીં, વિકાસ કામો સતત ચાલતા રહે તે માટે છેલ્લા એક દાયકામાં રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય નાબૂદીના વળતર પેટે વધારાના અનુદાન તરીકે રૂ. 576 કરોડથી વધુનું અનુદાન આપ્યું છે. એટલું જ નહિ, ગામડાઓમાં રોડ, વીજળી, પાણી જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે વડાપ્રધાનશ્રીએ નાણાપંચની ગ્રાન્ટમાં પણ ઉત્તરોત્તર વધારો કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સમરસ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયથી ગ્રામ પંચાયતોના વિકાસને વેગ મળ્યો છે અને આ વર્ષે તો રાજ્યમાં 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. પંચાયતના શાસનમાં યુવાનોની ભાગીદારી વધી રહી છે અને આ વર્ષે 42 ટકા સરપંચો 21થી 40 વર્ષના છે. પીએચ.ડી. થયેલા અનેક યુવાનો પણ સરપંચ બનીને ગામનું નેતૃત્વ કરી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સક્ષમ પંચાયતોને સશક્ત, સમૃદ્ધ ગુજરાતનો આધાર બનાવી છે. સમરસ ગ્રામ, તીર્થગ્રામ, ઈ-ગ્રામ વિશ્વગ્રામ, જ્યોતિગ્રામ, પાવન ગામ એવા ગ્રામવિકાસના અનેકવિધ સફળ આયામો આપ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિકાસ કામોની સકારાત્મક માનસિકતા અને કાર્ય સંસ્કૃતિ અંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, એક સમયે કોર્પોરેશનમાં રૂ. 10 હજારના કામની મંજૂરી માટે પણ લાંબો સમય લાગતો હતો. પરંતુ આજે રૂપિયા એક કરોડ સુધીનાં કામ તો કોર્પોરેટરો પણ કરાવી શકે છે.

ગ્રામીણ વિકાસ અને મહિલાઓના સશક્તિકરણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સખીમંડળોને દરેક પ્રકારની મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર હોય છે. ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બની રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની સિલ્વર જ્યુબિલી થવા જઈ રહી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય યાત્રામાં રાજકોટના યોગદાનને મહત્વનું ગણાવતા તેમણે કહ્યું હતું કે, રાજકોટની પ્રજાએ મૂકેલો ભરોસો આજે દેશના 140 કરોડ નાગરિકોનો જનવિશ્વાસ બન્યો છે.

વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે છેવાડાનો માનવી વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે તે માટે સરકારી યોજનાઓના નિર્માણમાં નાનામાં નાના માણસને કેન્દ્રમાં રાખવાની ચિંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આત્મનિર્ભર ભારત માટે શ્રી નરેન્દ્રભાઈએ દેશવાસીઓમાં જગાવેલા વિશ્વાસનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, મન કી બાતમાં રમકડાઓની આયાત ઘટાડવા અંગે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહવાન પછી દેશમાં ચિત્ર બદલાયું અને આજે ભારતમાં બનેલાં રમકડાં 143 દેશમાં નિકાસ થાય છે. વાઈબ્રન્ટ સમિટથી છેવાડાના વિસ્તારમાં ધંધા-રોજગાર વધે તેવી શ્રી નરેન્દ્રભાઈએ આપેલી પ્રેરણાને અનુસરતાં હવે ગુજરાતમાં રિજનલ વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહી છે.

ભારતને આત્મનિર્ભર અને વિકસિત અર્થવ્યવસ્થા બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા આપણે સ્વદેશીને અપનાવીએ, સ્વદેશી વસ્તુઓ જ વેચીએ, ખરીદીએ અને તેનો ઉપયોગ કરીએ તેવું આહવાન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

આ વેળાએ સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના કારણે આજે સરકારી વહીવટમાં ગામડું કેન્દ્રમાં આવ્યું અને ગોકુળગ્રામ, નિર્મળ ગામ અને સમરસ ગામ જેવા અભિગમથી ગ્રામીણ વિકાસને વેગ મળ્યો. સરપંચો ગામની પ્રગતિ પર ગર્વ કરતા થયા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં ગામડાંઓની નોંધપાત્ર પ્રગતિને લીધે અનેક ગામોને ‘વિકસિત ગામ’નો દરજ્જો મળ્યો છે. વડાપ્રધાનશ્રીના નિર્ણયના કારણે 14મા નાણાપંચથી ગ્રામ પંચાયતોને આવશ્યક અધિકાર, વ્યવસ્થા અને સત્તા આપવાનું શક્ય બન્યું છે. વિકાસ સપ્તાહની ઉજવણીના માધ્યમથી ગુજરાત સરકારની વણથંભી વિકાસયાત્રા ગામડે-ગામડે જઈ ગામડાંઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપી રહી છે.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબહેન રંગાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રી મિલિન્દ તોરવણેએ સ્વાગત પ્રવચન કર્યું જ્યારે પંચાયત વિભાગના અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયાએ આભારવિધિ કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લાનાં આશરે રૂ. 194 કરોડના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત કરીને ‘દિવાળી ભેટ’ આપી હતી. સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા સખી મંડળો દ્વારા નિર્મિત અનોખી વસ્તુઓ, પટોળા, માટીના વાસણો, હેન્ડીક્રાફટ, મોતીકામ જેવી વિવિધ વસ્તુઓના પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા. તેમજ ડ્રોન દીદીની નવી ટેકનોલોજીની ઉડાન સાથે કાર્યકુશળતાનું પ્રદર્શન યોજાયું હતું.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારી શ્રી ધીરજ પારેખ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર શ્રી મહેશભાઈ જાની, પી.જી.વી.સી.એલ. એમ.ડી. શ્રી સુધીર પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાંગર, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર, પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પી. જી. કયાડા, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, અગ્રણીઓ શ્રી ભરતભાઈ બોઘરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
———-
[10/11, 7:56 PM] Dilip Gajjar.Mahiti.Press: રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ સંપન્ન
……..
વિદ્યાર્થીઓ ગાંધીજીના આદર્શોને આત્મસાત કરી આત્મનિર્ભર ભારતના સંવાહક બને: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
……..
આપણે સૌ સ્વદેશી અપનાવીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવથી કાર્ય કરીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
……..
ગાંધી મૂલ્યો અને સ્વદેશીના સંવાહક બની યુવાશક્તિ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
……….
સૌપ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃતિના આધારે વિદ્યાર્થિઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાયા
……..
રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ૭ વિદ્યાશાખાઓના ૧૮ વિભાગોના ૭૧૩ જેટલા વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરાઈ
………

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં વિદ્યાપીઠ પરિસરમાં યોજાયો હતો.

વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સ્નાતકોને પદવી એનાયત કરવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાષ્ટ્રપતિશ્રીના દ્વારા ૭ વિદ્યાશાખાઓના ૧૮ વિભાગોના ૭૧૩ જેટલા વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરાઈ હતી.

સૌપ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃતિના આધારે વિદ્યાર્થિઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા.

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગુજરાત વિદ્યાપીઠના ઐતિહાસિક પરિસરમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મુખ્ય કાર્યસ્થળ એવી આ પવિત્ર ભૂમિ પર આવીને તેમને અત્યંત આનંદની અનુભૂતિ થઈ રહી છે. તેમણે આ સ્વાધીનતા સંગ્રામના આદર્શોની ભૂમિ પરથી બાપુની પાવન સ્મૃતિને આદરપૂર્વક નમન કર્યા હતા.

રાષ્ટ્રપતિશ્રીએ વિદ્યાપીઠના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરતાં જણાવ્યું કે, વર્ષ ૧૯૨૦માં બ્રિટિશ સરકાર વિરુદ્ધના અસહકાર આંદોલન દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે દેશવાસીઓને બ્રિટિશ હસ્તકની શાળાઓ અને કૉલેજોનો ત્યાગ કરી રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવા માટે આહ્વાન કરાયું હતું. આ આહ્વાનને પગલે દેશવાસીઓના સંસાધનોથી નિર્માણ પામેલી આ વિદ્યાપીઠ, રાષ્ટ્રનિર્માણ અને આત્મનિર્ભરતાના જીવંત આદર્શોનું ૧૦૫ વર્ષ જૂનું ઐતિહાસિક પ્રતીક છે.

તેમણે ઉમેર્યું કે, ઓક્ટોબર ૧૯૨૦માં સ્થાપનાથી લઈને જાન્યુઆરી ૧૯૪૮ સુધી સ્વયં મહાત્મા ગાંધીજી આ સંસ્થાના કુલાધિપતિ (ચાન્સેલર) રહ્યા હતા. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને શ્રી મોરારજી દેસાઈ જેવા મહાપુરુષોએ કુલાધિપતિ તરીકે વિદ્યાપીઠને માર્ગદર્શન આપ્યું. રાષ્ટ્રપતિશ્રીએ ભારપૂર્વક કહ્યું કે, દેશમાં ભાગ્યે જ કોઈ એવી સંસ્થા હશે જેને ૭૫ વર્ષ સુધી આવી મહાન વિભૂતિઓનું માર્ગદર્શન મળ્યું હોય, અને આ જ કારણે દેશવાસીઓને વિદ્યાપીઠ પાસેથી વિશેષ અપેક્ષાઓ હોવી સ્વાભાવિક છે.

રાષ્ટ્રપતિશ્રીએ ઐતિહાસિક દાંડી યાત્રા પૂર્વેના એક દીક્ષાંત સમારોહને યાદ કરતાં કહ્યું કે, ગાંધીજીએ તે સમયે વિદ્યાર્થીઓને દેશના સ્વરાજ આંદોલનમાં અગ્રેસર રહેવા આહ્વાન કર્યું હતું. આ દર્શાવે છે કે બાપુ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અભિયાનમાં અગ્રણી તરીકે જોતા હતા. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા ૫૦,૦૦૦ ગ્રામ્ય વિચરણ કરીને કરવામાં આવેલી સમાજ સેવાની પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી.

ગુજરાતની સ્વરોજગાર અને ઉદ્યમશીલતાની સંસ્કૃતિનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, દેશ-વિદેશમાં ગુજરાતીઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

તેમણે વિદ્યાર્થીઓને આત્મનિર્ભરતાની આ સંસ્કૃતિના સંવાહક બની તેને સમગ્ર દેશમાં પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું, “સ્વદેશીના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં તમારે સક્રિય ભૂમિકા ભજવવાની છે. ‘રાષ્ટ્ર સર્વોપરી’ની ભાવના સાથે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું છે.”
શિક્ષણનો સાચો અર્થ અને સામાજિક દાયિત્વ

ગાંધીજીના વિચારોને ટાંકીને રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, આશાનું કિરણ બહાર નહીં, પરંતુ આપણા હૃદયની અંદર શોધવાનું છે. તેમણે વિદ્યાપીઠના સૂત્ર ‘सा विद्या या विमुक्तये’ નો અર્થ સમજાવતા કહ્યું કે, જે વિદ્યા મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા છે. માત્ર આજીવિકા માટે વિદ્યા ગ્રહણ કરવી ઉચિત નથી, કારણ કે વિદ્યા તો આજીવન ચાલનારી પ્રક્રિયા છે. તેમણે વિદ્યાર્થીઓને સમાજ અને રાષ્ટ્રની પ્રગતિને ધ્યાનમાં રાખીને જીવન જીવવા અને સમાજ સેવા દ્વારા દેશનું ઋણ ચૂકવવા માટે પ્રેરણા આપી.

તેમણે ‘સર્વોદય’ના સિદ્ધાંતને અનુસરીને સમાજના વંચિત વર્ગોના હિતમાં કામ કરવા અને પર્યાવરણ અનુકૂળ વિકાસ માટે પ્રયાસ કરવા જણાવ્યું.

રાષ્ટ્રપતિશ્રીએ એ વાત પર ખુશી વ્યક્ત કરી કે વિદ્યાપીઠમાંથી સ્નાતક થનાર દીકરીઓની સંખ્યા દીકરાઓ કરતાં વધુ છે. તેમણે કહ્યું કે દીકરીઓને શિક્ષણમાં સમાન તકો અને જરૂર પડ્યે વિશેષ સુવિધાઓ મળવી જોઈએ. તેમણે નવી શિક્ષણ નીતિની પ્રશંસા કરતાં કહ્યું કે, આ નીતિએ સ્થાનિક ભાષાઓ, ભારતીય જ્ઞાન પરંપરા, ચારિત્ર નિર્માણ અને નૈતિક મૂલ્યોને શિક્ષણના મૂળમાં સ્થાન આપ્યું છે.
અંતમાં, તેમણે સૌ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

વિદ્યાર્થીઓએ સતત અધ્યયન કરતા રહેવું જોઈએ, તેનાથી જ્ઞાન સમૃદ્ધ બને છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પૂજ્ય બાપુએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના માત્ર શિક્ષણ માટે જ નહોતી કરી, પરંતુ રાષ્ટ્રને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવાનો તેમનો ઉદ્દેશ હતો. તેમણે સત્ય, અહિંસા અને ભારતીય મૂલ્યોને આધારે સ્વતંત્રતાનો માર્ગ દર્શાવ્યો હતો.

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, દીક્ષાંત સમારંભ દરેક સંસ્થાન માટે અત્યંત મહત્વનો પ્રસંગ છે. આજે તમે બધા જે પદવી પ્રાપ્ત કરી છે તે માત્ર તમારા માટે નહિ પરંતુ સમાજ અને રાષ્ટ્ર માટે જવાબદારીનો આરંભ છે.

તેમણે ભારતીય પરંપરામાં ગુરુ દ્વારા શિષ્યને આપવામાં આવતા અંતિમ ઉપદેશનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, સત્યનું આચરણ કરવું, ધર્મ એટલે કે કર્તવ્યનું પાલન કરવું અને સતત અધ્યયન કરતા રહેવું એ જ વિદ્યાર્થીઓનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. સતત અભ્યાસથી જ જ્ઞાન સમૃદ્ધ બને છે.

રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલા જ્ઞાનને પોતાના સુધી મર્યાદિત ન રાખવાની સલાહ આપતા કહ્યું કે, જેમ વાદળો સમુદ્રના ખારા પાણીમાંથી સારું પાણી ખેંચી, તેને જરૂરિયાતમંદો માટે વરસાવે છે તેમ તમારે પણ તમારું જ્ઞાન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કરવું જોઈએ.

પૂજ્ય બાપુના સ્વાવલંબન અને સ્વદેશી આધારિત રાષ્ટ્ર નિર્માણના વિચારનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આત્મનિર્ભર અને વિકસિત ભારતની દિશામાં દેશને આગળ લઈ જઈ રહ્યા છે. જો આપણે સૌ સ્વદેશી અપનાવીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવથી કાર્ય કરીશું તો પૂજ્ય બાપુના સપનાઓનું ભારત બનાવી શકીશું.

રાજ્યપાલશ્રીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, વિદ્યાર્થીઓ તેમના પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે જવાબદારીપૂર્વક કાર્ય કરે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે.

ગુજરાત વિદ્યાપીઠના ૭૧મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને સંબોધિત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ જ્યારે અમૃતકાળમાં આઝાદીની શતાબ્દી તરફ ગતિ કરી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આ સંસ્થામાંથી દીક્ષાંતનો અવસર ગૌરવમય છે.

તેમણે ઉમેર્યું કે, પરમ સન્માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે પદવી પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળવું એ વિદ્યાર્થીઓ માટે એક ઐતિહાસિક ક્ષણ છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિદ્યાપીઠના વારસાને યાદ કરતાં કહ્યું કે, મહાત્મા ગાંધીજીએ ૧૯૨૦માં યુવાશક્તિને સત્ય, અહિંસા અને આત્મનિર્ભર ભારતના શાશ્વત વિચારો સાથે રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કરવા આ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. આઝાદી માટે બ્રિટિશ સરકાર સામેની અસહકારની ચળવળનો પાયો રહેલી આ વિદ્યાપીઠનો આજનો પદવીદાન સમારોહ, વિકસિત અને આત્મનિર્ભર સ્વદેશી ભારતના સંવાહક યુવાઓના સમાજમાં પદાર્પણનો અવસર બન્યો છે.

દીક્ષાંત સમારોહની પ્રાચીન ભારતીય પરંપરાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રાચીન કાળમાં ગુરુકુળમાં શિક્ષણ પૂર્ણ થયા બાદ ઋષિકુમારોને સમાજ અને રાષ્ટ્ર માટે શિક્ષણનો ઉપયોગ કરવાનો ઉપદેશ અપાતો હતો. ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ અને પાંડવો પણ ગુરુકુળમાં શિક્ષિત-દીક્ષિત થયા હતા.

તેમણે જણાવ્યું કે, આજે એ જ ગુરુકુળ પરંપરાનું સ્થાન આધુનિક વિશ્વવિદ્યાલયોએ લીધું છે અને ગુજરાત વિદ્યાપીઠ મૂલ્યનિષ્ઠ તેમજ સમયાનુકૂલ શિક્ષણ આપતી આગવી સંસ્થા તરીકે ઉભરી આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના વિઝન પર પ્રકાશ પાડતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્રી મોદી સાહેબે સુરાજ એટલે કે ગુડ ગવર્નન્સનો મંત્ર આપ્યો છે. તેમણે જાતે હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતાને એક જન આંદોલન બનાવ્યું છે. ‘ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન’ના આહ્વાન દ્વારા સ્વદેશીને પ્રોત્સાહન આપ્યું છે, જેના પરિણામે છેલ્લા ૧૧ વર્ષમાં ખાદીના વેચાણમાં ૪૪૭ ટકાનો અભૂતપૂર્વ વધારો થયો છે.

તેમણે ઉમેર્યું કે, વિદ્યાપીઠ એક સદીથી વધુ સમયથી ગાંધીજીના સત્ય, અહિંસા અને શ્રમના મૂલ્યોને જીવંત રાખવામાં સફળ રહી છે. આ જ મૂલ્યોને આગળ વધારતા વડાપ્રધાનશ્રી પણ યુવાનોમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાનું સિંચન કરી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈએ ગરીબ, યુવા, અન્નદાતા કિસાન અને નારી શક્તિ (GYAN)ને વિકસિત ભારતના ચાર મુખ્ય સ્તંભ ગણાવ્યા છે, જેમાં યુવા શક્તિને વિશેષ મહત્વ આપ્યું છે. છેલ્લા એક દશકમાં સ્કીલ, શિક્ષણ અને સ્ટાર્ટઅપ જેવા ઇનિશિયેટિવ દ્વારા યુવાનોને સશક્ત બનાવવામાં આવ્યા છે અને નવી શિક્ષણ નીતિ દ્વારા યુવાઓના ઇનોવેશનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

પદવીધારક વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, “વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અન્ય કરતાં ખાસ છે કારણ કે તમે શિક્ષણની સાથે સ્વ-અનુશાસન, શ્રમનું ગૌરવ અને સ્વદેશી જેવા મૂલ્યો આત્મસાત કર્યાં છે.” તેમણે બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં આત્મનિર્ભરતા અને સ્વદેશીની વધતી મહત્તા પર ભાર મૂક્યો અને વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલા ‘હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી’ અભિયાનના સંવાહક બની સમાજમાં જાગૃતતા લાવવા આહ્વાન કર્યું.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના મતે દરેક વસ્તુનો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ સ્કીલ, ઇનોવેશન અને મહેનતનો કોઈ વિકલ્પ નથી અને આ ત્રણેય શક્તિઓ દેશના નવયુવાનોમાં રહેલી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ જ તાકાતથી આપણે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરી શકીશું.

અંતમાં, તેમણે સૌ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ અવસરે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓએ દીક્ષાંત પ્રતિજ્ઞા લીધી હતી.

કુલપતિ શ્રી હર્ષદ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ગુજરાત વિદ્યાપીઠે નવી શિક્ષા નીતિને શિક્ષણ અને વ્યવહાર બંનેમાં અપનાવી છે. વિદ્યાપીઠ દ્વારા સમાજમાં સ્વદેશી અને આત્મનિર્ભરતાની ભાવનાને સુદ્રઢ બનાવવા અમલમાં મુકાયેલા વિવિધ પ્રકલ્પો અને પહેલાની તેમણે વાત કરી હતી. વિદ્યાપીઠમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ સદભાવ, સેવા અને સ્વાવલંબનના વિચારોને ચરિતાર્થ કરશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ અવસરે ગુજરાત વિદ્યાપીઠના પ્રધ્યાપકો, શિક્ષણવિદ એવા મહાનુભાવો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
……..
[10/12, 9:33 AM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ ૨૦૨૫*

*ગતિ, પ્રગતિ અને જનસુવિધાની ગાથા: ગુજરાત મેટ્રો રેલ*

*અમદાવાદમાં દૈનિક સરેરાશ ૩૫ હજાર મુસાફરોથી શરૂ થયેલી સંખ્યા આજે વધીને ૧.૫ લાખ સુધી પહોંચી*

*અત્યાર સુધીમાં મેટ્રોમાં અંદાજે ૧૦ કરોડથી વધુ નાગરીકોએ મુસાફરી કરી*

*****************
આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાતની પ્રગતિની જીવંત સાબિતી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં આ પ્રોજેક્ટ અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા મહાનગરોમાં લાખો નાગરિકોના રોજીંદા જીવનને વધુ સરળ બનાવે છે.

સમયની સાથે કદમ મિલાવતું ગુજરાત, વિકસિત ભારતના સંકલ્પનું સાકાર સ્વરૂપ બનીને ઊભરી રહ્યું છે. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં, પરંતુ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઓળખાય છે. આ પ્રગતિની જીવંત સાબિતી છે – ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ.

અમદાવાદ મેટ્રોની સફર વર્ષ ૨૦૨૫માં નવા આયામો સર કરી રહી છે. શરૂઆતમાં જ્યાં દિવસના સરેરાશ ૩૫ હજાર મુસાફરો મુસાફરી કરતા હતા, તે આંકડો આજે વધીને ૧.૫ લાખ સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મેટ્રોમાં કુલ ૧૦.૩૮ કરોડ નાગરીકોએ મુસાફરી કરી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ ૯૯.૮૪ ટકા સમયસર સેવા આપીને મુસાફરોનો વિશ્વાસ જીત્યો છે.

ગુજરાતના શહેરો હવે ટ્રાફિક નહીં પરંતુ ટ્રાન્ઝિટની નવી ઓળખ સાથે આગળ વધી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ રાજ્યના આધુનિક પરિવહન સ્વપ્નને સાકાર કરતી એક મજબૂત કડી બની છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો નવેમ્બર ૨૦૧૪માં મંજૂર થયો હતો. માર્ચ ૨૦૧૯માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી ૬.૫ કિમીનો પ્રથમ ભાગ શરૂ થતાં અમદાવાદના નગરજનોને નવી સફરની શરૂઆત મળી. વર્ષ ૨૦૨૨માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૨ કિમીની લાઈનનું લોકાર્પણ થતાં મેટ્રો અમદાવાદ શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી.

બીજા તબક્કામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદને જોડતો કુલ ૨૮.૨ કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. મોટેરાથી સેક્ટર-૧ અને GIFT City સુધીનો ભાગ સપ્ટેમ્બર ૨૦૨૪માં શરૂ થયો જ્યારે સચિવાલય સુધીનો ભાગ એપ્રિલ ૨૦૨૫માં ખુલ્લો મુકાયો છે. ટૂંક સમયમાં અમદાવાદથી મહાત્મા મંદિર સુધીનો રૂટ સંપૂર્ણ કાર્યરત થતાં કુલ ૬૮ કિ.મી.ના રૂટ પરના ૫૪ સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે.

મોટેરાથી સચિવાલય સુધી દોડતી મેટ્રો માત્ર અંતર નથી ઘટાડી રહી તે બે નગરોના વિકાસને એક જ ધારા સાથે જોડે છે. વિદ્યાર્થીઓથી લઈને ઓફિસના કર્મચારીઓ સુધી, હવે દરેક માટે આ સફર ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બની છે.

ગુજરાતના શહેરો આજે આધુનિક પરિવહનના નવા યુગમાં પ્રવેશી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર સફરનું સાધન નથી, પરંતુ ગુજરાતના ગતિશીલ વિકાસનું પ્રતિક બની ગઈ છે.

મેટ્રોનું ભાડું માત્ર ₹૦૫ થી ₹૪૦ સુધીનું રાખવામાં આવ્યું છે. દૈનિક મુસાફર માટે પ્રતિ કિલોમીટર સરેરાશ રૂ. ૧ ના ભાડે સફર કરાવતી મેટ્રો સામાન્ય માણસ માટે ખરેખર બજેટ-ફ્રેન્ડલી મુસાફરી બની ગઈ છે.

મેટ્રો સ્ટેશનો માત્ર મુસાફરીના સ્થળ નથી એ ગુજરાતની સંસ્કૃતિ અને વારસાનું જીવંત પ્રદર્શન છે. દિવાલો પરના ચિત્રો, આર્ટ ઇન્સ્ટોલેશન અને કલા-સજાવટ મુસાફરીને વધુ આનંદદાયક બનાવે છે. દરેક સ્ટેશન એક “મિની આર્ટ ગેલેરી”ની અનુભૂતિ આપે છે.

દિવ્યાંગજન માટે ખાસ રેમ્પ, લિફ્ટ, ટૅક્ટાઇલ ફ્લોરિંગ અને આરામદાયક મુસાફરીની વ્યવસ્થા કરીને મેટ્રો સમાવેશી વિકાસનું પ્રતિક બની છે.

મુસાફરોની સુરક્ષા માટે મેટ્રો ટ્રેનોમાં કમ્યુનીકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રલ (CBTC) સિસ્ટમ, ફાયર અલાર્મ, સર્વેલન્સ કેમેરા અને ટનલ વેન્ટિલેશન જેવી અદ્યતન તકનીકો તૈયાર કરાઈ છે.

ગુજરાતની આ ગતિ અહીં અટકતી નથી. ડાયમંડ સિટી સુરતના ભવિષ્યને નવી દિશા આપવા માટે ૪૦.૩૫ કિમી લાંબી મેટ્રો લાઇનનું નિર્માણ થઈ રહ્યું છે.

“વહાલું ગુજરાત” હવે “દોડતું ગુજરાત” બની રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ એ માત્ર એક પરિવહન યોજના નથી, પરંતુ ભારતની બે સરકારોના સહયોગ, આર્થિક સંકલ્પ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ એક પ્રગતિશીલ માસ્ટરપ્લાન છે. મેટ્રો ફક્ત રેલ માર્ગ નહીં, પણ રાજ્યના પ્રગતિના માર્ગની નવી દિશા છે જ્યાં દરેક સ્ટેશન એક નવા વિકાસનું પ્રતિક છે.

*************************
ઋચા રાવલ
[10/12, 11:20 AM] Dilip Gajjar.Mahiti.Press: *સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર મહુડીમાં ભગવાન ઘંટાકર્ણના દર્શન પૂજન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
…………
*ભગવાન ઘંટાકર્ણની આરતી, પૂજા-અર્ચના કરીને રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ મહુડી જિનાલયમાં ભગવાન ઘંટાકર્ણની આરતી, પૂજા-અર્ચના કરી ને રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વિકાસ રથના પ્રસ્થાન માટે મહુડીની હતા તે દરમ્યાન તેમણે મહુડી તીર્થ ક્ષેત્રમાં ભગવાન ઘંટાકર્ણના દર્શન કર્યા હતા તેમજ ભગવાન ઘંટાકર્ણની આરતી, પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
………
[10/12, 12:07 PM] Dilip Gajjar.Mahiti.Press: _વિકાસ સપ્તાહ_
*13 ઓક્ટોબર, શહેરી વિકાસ દિવસ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના શહેરી વિસ્તારના ગરીબોને આવાસની સુવિધા પૂરી પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવ્યું*
***
*પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રાજ્યમાં 9.09 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય સંપન્ન*
***
*પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના સફળ અમલીકરણ માટે ગુજરાતને અત્યારસુધીમાં કુલ 14 એવોર્ડ*
***
*ગાંધીનગર, 12 ઓક્ટોબર 2025:* 7 ઓક્ટોબર 2025ના રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 24 વર્ષ પૂર્ણ થયા છે. વિકાસના આ સીમાચિહ્નરૂપ અવસરની ઉજવણી કરવા માટે દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત 12-13 ઓક્ટોબરે શહેરી વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2005માં શહેરી વિકાસ વર્ષ ઉજવણીથી આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરીકરણની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 2025નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના પરિવારોને પોતાના સ્વપ્નનું ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) જેવી મહત્વપૂર્ણ યોજના અમલી બનાવી છે, અને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય છે.

*રાજ્યના શહેરી વિસ્તારોના ગરીબોને મળ્યું સપનાંનું ઘર, 9.09 લાખથી વધુ આવાસોનું નિર્માણ થયું*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રઢપણે એવું માને છે કે, શહેરી વિકાસ એ ફક્ત માળખાકીય વિકાસ નથી, પરંતુ દરેક નાગરિકના જીવનસ્તરને ઊંચે લઈ જવાનો માર્ગ છે. આ ધ્યેયને સાર્થક કરતાં તેમણે વર્ષ 2015માં શહેરી વિસ્તારના ગરીબોને ઘરનું ઘર અપાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ની શરૂઆત કરી હતી. વડાપ્રધાનશ્રીએ આ યોજના હેઠળ અનેક લોકોને આવાસની સુવિધા પૂરી પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રાજ્યમાં 9.09 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય સંપન્ન થયું છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.

*પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના અમલીકરણમાં અગ્રેસર ગુજરાત*
ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. PMAY (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.

આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સિસ (ARHCs) યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ 393 આવાસોને મોડેલ-01 અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી – ઇન્ડિયાના લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતમાંથી 6 રાજ્યોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી ગુજરાત રાજ્યના રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી હતી. રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને EWS-2 પ્રકારના 39.77 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા કુલ 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

*પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ગુજરાતને અત્યારસુધીમાં કુલ 14 એવોર્ડ*
વર્ષ 2017માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પીએમ આવાસ માટે 3 એવોર્ડ આપવામાં આવ્યા હતા, તેમજ BLC ઘટક અંતર્ગત ગુજરાત રાજ્યના 3 લાભાર્થીઓને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રકશન કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, વર્ષ 2022માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે 7 વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતને અત્યારસુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 14 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.

*પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0*
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ની સફળતાના પરિણામે સપ્ટેમ્બર 2024થી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હાઉસિંગ ફોર ઓલ મિશનની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારતભરમાં આગામી 5 વર્ષમાં (2024–2029) 1 કરોડ પાકાં ઘરો બાંધવાની યોજના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ (AHP), બેનિફિશ્યરી લેડ કંસ્ટ્રક્શન (BLC), ઈન્ટરસ્ટ સબસિડી સ્કીમ (ISS), એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ (ARH) ઘટક હેઠળ વ્યક્તિ લાભ લઈ શકે છે. યોજના અંતર્ગત રાજ્યમાં કુલ 29,821 જેટલા આવાસો મંજૂર કરવામાં આવ્યા છે.

*X-X-X*
[10/12, 2:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડી જવું બન્યું વધુ સરળ*

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પીલવઈ-મહુડી ફોર લેન માર્ગનું લોકાર્પણ કર્યું*

*20 કરોડના ખર્ચે સાડા ચાર કિલોમીટરનો રોડ સિમેન્ટ કોન્ક્રીટ ફોર લેન કરાયો*

*દિવાળી – કાળી ચૌદસના તહેવારોમાં મહુડી દર્શને આવનારા યાત્રિકોને વાહન વ્યવહાર માટે સુલભતા થશે*
—–
*મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્યના રોડ નેટવર્કને વધુ સંગીન બનાવવા સિમેન્ટ કોન્ક્રીટ રોડ નિર્માણનો માર્ગ મકાન વિભાગનો અભિગમ*
—-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડીને પીલવાઈ સાથે જોડતા 4.45 કિલોમીટર રોડને રૂપિયા 20 કરોડના ખર્ચે ફોર લેન થવાની કામગીરી પૂર્ણ થતા આ માર્ગનું રવિવારે લોકાર્પણ કર્યું હતું.

આ માર્ગ ચારમાર્ગીય થવાથી મહૂડી તીર્થ ક્ષેત્રના દર્શને આવતા શ્રદ્ધાળુઓને વાહન યાતાયાતમાં વધુ સારી સુવિધા મળશે અને સમય તથા ઇંધણની બચત પણ થશે.

એટલું જ નહીં ,અમદાવાદ-ગાંધીનગરથી વિજાપુરને જોડતા આ મુખ્ય માર્ગ ના વિસ્તૃતિકરણને કારણે ટ્રાફિકજામ થવાની સમસ્યા પણ હળવી થશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ નેટવર્ક સંગીન અને સસ્ટેનેબલ બનાવવા માર્ગ અને મકાનને આપેલા દિશાનિર્દેશ અને માર્ગદર્શનમાં સિમેન્ટ કોંક્રીટના રોડ નિર્માણથી ચોમાસામાં વરસાદી પાણીની અસરોથી માર્ગો ને નુકશાન થતું અટકાવવા નો અભિગમ માર્ગ મકાન વિભાગે અપનાવ્યો છે.

તદ્દઅનુસાર, આ મહૂડી-પીલવઈ રોડ પણ સિમેન્ટ-ક્રોક્રિટનો અને મજબૂત ગુણવત્તાયુક્ત બનાવવામાં આવ્યો છે.

આ ફોરલેન કામગીરી 10 મહિનામાં પૂર્ણ થઈ છે અને દિવાળીના તહેવારો પહેલા તેનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કરતા આગામી કાળી ચૌદશે વિશાળ સંખ્યામાં મહૂડી મંદિર દર્શન માટે આવનારા યાત્રાળુઓને માટે વાહન વ્યવહાર સુલભ બનશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સમર્પણ અને સુશાસનના 24 વર્ષ પૂર્ણ થઈ 25માં વર્ષમાં પ્રવેશ અવસરે તારીખ 7 થી 15 ઓક્ટોબર રાજ્યવાપી વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે.

આ વિકાસ સપ્તાહમાં રાજ્યભરમાં અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ થઈ રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિકાસ સપ્તાહ અંતર્ગત આ મહુડી-પીલવઈ માર્ગના વિસ્તૃતિકરણ કામનું લોકાર્પણ કર્યું હતું.

આ અવસરે માણસાના ધારાસભ્ય શ્રી જે. એસ. પટેલ તેમજ પદાધિકારીઓ અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
…..
[10/12, 5:08 PM] Dilip Gajjar.Mahiti.Press: વિકાસ સપ્તાહ

*રાજ્યભરમાં વિકાસ રથના માધ્યમથી છેલ્લા પાંચ દિવસમાં કુલ રૂ. ૪૮૩ કરોડથી વધુના ૯,૨૫૪ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન*
******************
*ગામડે-ગામડે ફરતા રથના માધ્યમથી વિવિધ યોજનાના ૨૩,૬૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૪૪.૬૭ કરોડથી વધુની સહાયનું વિતરણ*
******************
*વિકાસ રથમાં ૧.૭૦ લાખથી વધુ નાગરિકોએ જોડાઈને વિકાસ સપ્તાહ અંતર્ગત “ભારત વિકાસ શપથ” લીધી*
******************
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ૨૪ વર્ષની જનસેવાને ઉજવવા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લા દીઠ એક ‘વિકાસ રથ’ને પ્રસ્થાન કરાવીને ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિકાસ રથ ગામડે-ગામડે ફરીને વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય તેમજ અન્ય નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી રહ્યો છે.

છેલ્લા પાંચ દિવસમાં ગામડે-ગામડે ફરી રહેલા રાજ્ય સરકારના ૩૪ વિકાસ રથ સાથે રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ ઉપરાંત ૭,૨૦0થી વધુ સ્થાનિક પદાધીકારીશ્રી-અધિકારીશ્રીઓ અને ૧,૭૨,૦૦૦થી વધુ નાગરીકો જોડાયા હતા. આ પાંચ દિવસમાં વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં કુલ રૂ. ૨૬૪.૯૨ કરોડથી વધુના ૪,૭૦૦ કામોના લોકાર્પણ તેમજ રૂ. ૨૧૮.૬૬ કરોડથી વધુના ૪,૫૫૪ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વિકાસ રથના માધ્યમથી જ વિવિધ યોજનાના ૨૩,૬૦૦થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. ૪૪.૬૭ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી હતી. સાથે જ, વિકાસ રથ સાથે જોડાયેલા કુલ ૧,૭૦,૦૦૦થી વધુ નાગરિકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” પણ લીધી હતી.

ગુજરાત સરકારની આ વિકાસ યાત્રામાં રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ વર્ગોને જોડવામાં આવી રહ્યા છે, જેથી “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સંકલ્પને સાકાર કરવામાં દરેક નાગરિક પોતાનું મહત્તમ યોગદાન આપી શકે.
******************
નિતિન રથવી
[10/12, 6:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *સોશિયલ મીડિયા પર સિંગલ પોસ્ટથી સમસ્યાનું નિવારણ કરતી ગુજરાત પોલીસનો વધુ એક સફળ કિસ્સો*

*ગુજરાત પોલીસની GP-SMASH ટીમને X (ટ્વિટર) પર મળેલી માહિતીના આધારે ગણતરીના સમયમાં પાંચ યુવાનોનું કરાયું સફળ રેસ્ક્યુ ઓપરેશન*

*ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપતી કોમેન્ટ X પર કરી, ગણતરીના સમયમાં પાંચેયના સફળતાપૂર્વક રેસ્ક્યુ અંગે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ટ્વીટર પર આપી અપડેટ*

*લોકેશનથી અજાણ માતાએ પોતાના દીકરા સહિત પાંચ યુવાનો ફસાયા હોવાની ટ્વીટ કરતાની સાથે જ સમગ્ર તંત્ર રેસ્ક્યુ ઓપરેશનમાં કામે લાગી ગયું*

*નર્મદા જિલ્લામાં ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી જતા પાંચ વિધાર્થીઓ ફસાઈ ગયા હતા*

*માતા સહિત રેસ્ક્યુ કરાયેલા યુવા વયના વિધાર્થીઓએ ગુજરાત પોલીસ સહિત સમગ્ર ટીમનો માન્યો આભાર*
….

ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા આધારિત ત્વરિત મદદ માટેની પહેલ ‘GP-SMASH’ (Gujarat Police – Social Media Monitering, Awareness and Systematic Handling) એ વધુ એક મહત્વની કામગીરી પાર પાડી છે. નર્મદા જિલ્લામાં આવેલા ઝરવાણી નજીક ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી ગયેલા વડોદરાની પારુલ યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓને ગુજરાત પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયના ત્વરિત માર્ગદર્શનની નિર્ણાયક ભૂમિકા રહી હતી.

ઘટનાની વિગત અનુસાર, સુભાષિની એમ. નામની એક મહિલાએ X (ટ્વિટર) પ્લેટફોર્મ પર ગુજરાત પોલીસને ટૅગ કરીને જાણકારી આપી હતી કે નર્મદા જિલ્લામાં ટ્રેકિંગ માટે ગયેલા તેમના દીકરા સહિત પાંચ યુવાનો રસ્તો ભૂલી ગયા છે અને ફસાઈ ગયા છે.

ગુજરાત પોલીસને આ બાબત ટેગ થતાની સાથે જ GP-SMASH ટીમના શિફ્ટ ઇન્ચાર્જ પીએસઆઇ શ્રી એસ.જી.ચૌહાણે આ બાબતે લોકેશન સહિત તમામ વિગત મેળવીને ત્વરિત કાર્યવાહી કરવા નર્મદા પોલીસને કોમેન્ટ કરી જરૂરી સૂચના આપી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવા જણાવ્યું હતું.

આ બાબત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના ધ્યાને X મારફતે આવતા તેઓશ્રીએ ત્વરિત સંવેદનશીલતા દાખવી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સાથે જ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે પણ તરત જ નર્મદા જિલ્લા પોલીસ વડાશ્રીને આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવા અને સ્થાનિક પોલીસ તથા ફોરેસ્ટ ટીમની મદદથી તમામ યુવાનોને રેસ્ક્યુ કરવા આદેશ આપ્યો હતો.

બનાવની વિગત એવી હતી કે, વડોદરાની એક ખાનગી યુનિવર્સિટીના પાંચ યુવા વિદ્યાર્થીઓ સવારે આશરે 10:30 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ ઝરવાણી વોટરફોલની ટિકિટ લઈને ઝરવાણી ગામના ભાંગરા ફળિયા ખાતે પોતાની બાઇકો મૂકીને ટૂંગાઇ હિલ સ્ટેશન ચડવાની શરૂઆત કરી હતી. બપોરે 2:30 વાગ્યાની આસપાસ તેઓ હિલ સ્ટેશન પર પહોંચ્યા, પરંતુ પરત ફરતી વખતે ભૂલા પડી ગયા હતા.

સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગની મદદથી આશરે 4:30 વાગ્યાની આસપાસ તમામ પાંચ યુવાનોને સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા અને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ કરાયેલા યુવાનોમાં (1) હિતેશ સુરેશ પેનમુસુ (ઉં.વ. 22), (2) હિમતેજ વારા પ્રસાદ વાલ સ્વામી, (3) વિકીયાત નાગેશ્વર રાવ ચીલીયાલા (ઉં.વ. 21), (4) લિખિત ચેતન્ય મેકા (ઉં.વ. 22) અને (5) સુશીલ રમેશભાઈ ભંડારુ (ઉં.વ. 20)નો સમાવેશ થાય છે, જે તમામ વડોદરાના માધવપુરા વિસ્તારમાં રહે છે.

રેસ્ક્યુ કરાયેલા વિદ્યાર્થીઓએ ગુજરાત પોલીસ અને મદદ કરનાર સ્થાનિક માણસોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ હાલમાં સહી સલામત છે. આ બાબતની પોસ્ટ મૂકનાર મહિલાએ પણ ગુજરાત પોલીસ સહિત સમગ્ર ટીમનો આભાર માન્યો છે. લૉ એન્ડ ઓર્ડર ડીઆઇજી શ્રી દીપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસની GP-SMASH ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કટોકટીના સમયમાં નાગરિકોને ત્વરિત મદદ પૂરી પાડવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.

[10/12, 8:35 PM] Dilip Gajjar.Mahiti.Press: ગુજરાતના ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશી એકતાનગરની મુલાકાતે પધાર્યા : જિલ્લા કલેકટરશ્રી અને SOU ના CEO અને જિલ્લાના ઉચ્ચ અધિકારી દ્વારા વી.આઈ.પી સર્કિટ હાઉસ ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું
——-
એકતાનગર ખાતે આગામી તા.૩૦ અને ૩૧ ઓક્ટોમ્બરે એક્તા પરેડમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેશે તે પૂર્વે તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા
———
સમીક્ષા બેઠકમાં સરદાર સરોવર નિગમ લિમિટેડના એમ.ડી. શ્રી મુકેશપુરી અને SOU અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને વિવિધ સ્થળ વિઝીટ કરી હેલીપેડ, પાર્કિંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડેમ વ્યુ પોઇન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ, વેલી ઓફ ફ્લાવર અને પ્રકાશપર્વ ટનલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતુ
———-
સરદાર પટેલ સાહેબની પ્રતિમાની પદપૂજા કરી પુષ્પાંજલિ અર્પી SOU ખાતે પધારેલા પ્રવાસીઓ સાથે સંવાદ કર્યો : એમ.ડી.શ્રી મુકેશ પુરી દ્વારા ચીફ સેક્રેટરીશ્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ અર્પણ કરાઈ
———
રાજપીપળા, રવિવાર:-ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશી (આઈ.એ.એસ) આજે તા.૧૨-૧૦-૨૦૨૫ ના રોજ બપોરે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ વી.આઈ.પી સર્કિટ હાઉસ એક્તાનગર ખાતે આવી પહોંચતા નર્મદા જિલ્લા કલેકટરશ્રી એસ. કે. મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળા, જિલ્લા પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલ, ડી.સી.એફ શ્રી અગ્નિશ્વર વ્યાસ અને નર્મદાના નાયબ વન સરંક્ષકશ્રી દ્વારા બુકે આપીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સર્કિટ હાઉસ ખાતે આગામી તા.૩૦ અને ૩૧ ઓક્ટોબર, ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ પૂર્વે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા પોલીસવડા સુશ્રી વિશાખા ડબરાલે પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા થકી પરેડની જાણકારી ચીફ સેક્રેટરીશ્રીને આપવામાં આવી હતી. સાથેસાથે પાર્કિંગ, ટ્રાન્સપોર્ટેશન અને લોકાર્પણ, ખાતમુહૂર્તના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સમગ્રતયા સુચારૂ કાર્યક્રમ અંગે ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશીએ વિવિધ સમિતિઓને પ્રેરક માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કર્યા હતા અને સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. શ્રી મુકેશપુરીએ રચનાત્મક સૂચનો કરી યોજાનાર કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતા અને પ્રકાશપર્વ તેમજ આરંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને બે દિવસ દરમિયાન યોજાનાર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જેમાં પાર્કિંગ, ટ્રાફિક નિયમન, આમંત્રણ પત્રિકા, બેઠક વ્યવસ્થા, લાઈટ, પાણી, સ્વચ્છતા, રહેઠાણ વગેરે બાબતો અંગે ચર્ચા-વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી.

બેઠક બાદ ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશી અને એમ.ડી. શ્રી મુકેશપુરી, જિલ્લા કલેકટરશ્રી એસ. કે. મોદી, CEO શ્રી અમિત અરોરા, જિલ્લા પોલીસવડા, નાયબ વનસંરક્ષકશ્રી અને વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ સ્થળ વિઝીટમાં જોડાયા હતા. જેમાં હેલીપેડ, પાર્કિંગ, એકતા પરેડ, ડેમ વ્યૂ પોઇન્ટ, વેલી ઓફ ફ્લાવર સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવામાં આવી હતી.

સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરી સરદાર સાહેબની પદપૂજા અને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ અર્પી હતી અને પ્રદર્શનકક્ષ ખાતે એસ.એસ.એન.એલ ના એમ.ડી.શ્રી મુકેશપુરી દ્વારા ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. એસ.ઓ.યુ. ખાતેની મુલાકાત વેળાએ ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશીએ પ્રવાસે પધારેલા પ્રવાસીઓ સાથે સીધો સંવાદ કરી અહીં આવીને કેવી લાગણી અનુભવો છો, તેમ પુછતા તેના પ્રત્યુતરમાં પ્રવાસીઓ્એ અમે અહીં આવીને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ તેવો ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો.

આ સમગ્ર મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ એસ.ઓ.યુ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા.

૦૦૦૦૦
[10/13, 11:15 AM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ : ૧૪ ઓક્ટોબર-કૃષિ વિકાસ દિન*

*વિકાસ સપ્તાહ અંતર્ગત ગુજરાતભરમાં આગામી તા. ૧૪-૧૫ ઓક્ટોબરના રોજ યોજાશે “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”*
************************************
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ પંચમહાલ-ગોધરાના છબનપુર ગામથી કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ*
************************************
*:: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ ::*
• રાજ્યમાં ૨૬૧ સ્થળો ખાતે યોજાનાર જિલ્લા-તાલુકા કક્ષાના કાર્યક્રમોનો મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ શુભારંભ કરાવશે

• મહોત્સવમાં કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના ૫ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડની સહાયનું વિતરણ કરાશે

• બે દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના આશરે ૩ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે

• મહોત્સવના બે દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ નિ:શુલ્ક પશુ આરોગ્ય કેમ્પ યોજાશે

• કાર્યક્રમોના સ્થળો ખાતે રાજ્યભરમાં કુલ ૨,૮૦૦ જેટલા કૃષિલક્ષી પ્રદર્શન સ્ટોલ ઉભા કરાશે
************************************
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં તા. ૧૪ ઓક્ટોબરના દિવસને “કૃષિ વિકાસ દિન” તરીકે ઉજવવામાં આવશે.

આ દિવસ દરમિયાન ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”નું પણ આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્ર અને રાજ્યના ખેડૂતોને સમર્પિત આ “કૃષિ વિકાસ દિન”ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ પંચમહાલ-ગોધરાના છબનપુર ગામ ખાતેથી “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાના મળીને કુલ ૨૬૧ સ્થળો ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ યોજાશે. જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના વિવિધ પદાધિકારીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને તેનો શુભારંભ કરાવશે. આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના આશરે ૩ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રવિ કૃષિ મહોત્સવ દરમિયાન રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોનું રાજ્ય સરકાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ, બાગાયત અને પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૫ લાખથી વધુ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડ જેટલી માતબર રકમની સહાયના મંજૂરી પત્રો અને સહાય હુકમોનું પણ વિતરણ કરવામાં આવશે. વધુમાં, રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને તેમના વિસ્તારમાં રવી ઋતુમાં વાવેતર કરવાના થતા પાકો અંગે તકનીકી માર્ગદર્શન ઉપરાંત પ્રાકૃતિક ખેતી, બાગાયત પાકોમાં નવીનતમ ટેક્નોલોજી જેવા વિવિધ વિષયો પર પણ માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ, પ્રગતિશીલ ખેડૂતો અને FPOના પ્રતિનિધીઓ દ્વારા પણ વિવિધ વિષયો પર વક્તવ્યો આપવામાં આવશે.

આ મહોત્સવમાં ખેડૂતોને રવિ પાકોના વાવેતર માટે આધુનિક કૃષિ તાંત્રિકતા અને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અંગે જાગૃત કરવા માટે પાક પરિસંવાદ, નવીન ટેકનોલોજી આધારિત કૃષિ પ્રદર્શનો, ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે અને ખેતીને લગત ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ નિષ્ણાતો-પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પૂરું પાડવામાં આવશે. આ બે દિવસ દરમિયાન પશુપાલન ખાતાએ પણ વિવિધ સ્થળોએ નિ:શુલ્ક પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું છે, જેનો પશુપાલકો લાભ લઇ શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના સ્થળો ખાતે પ્રગતીશીલ ખેડૂતોના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતીના આયામો, ડ્રોન ટેકનોલોજી જેવી આધુનિક કૃષિ તકનીક, કૃષિ તેમજ જમીન ચકાસણી, ખેડૂત ઉપયોગી સંશોધનો દર્શાવતા તેમજ ન્યૂ-એજીસ ફર્ટીલાઇઝરના વપરાશ માટે ખેડૂતોમાં જાગૃતિ કેળવતા વિવિધ પ્રદર્શનો સહિત કુલ ૨,૮૦૦ પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી કિસન સમ્માન નિધિ યોજના અંતર્ગત લેંડ સીડીંગ, ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ઇ-કેવાયસી અને સેલ્ફ રજીસ્ટ્રેશન બાબતના સ્ટોલ તથા ફાર્મ મિકેનાઈઝેશન, એગ્રો પ્રોસેસીંગ માટેના યંત્ર અને ઓજારોના સ્ટોલનો પણ સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકે, તેમની સમસ્યાનું નિવારણ લાવી શકે, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે, નવી ખેત પદ્ધતિઓથી અવગત કરી શકે તેમજ ખેડૂતોની સમસ્યાઓને આધારે સંશોધનો કરી શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫માં કૃષિ મહોત્સવની નવી પરંપરા શરુ કરી હતી. કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરુ થયેલી આ પરંપરાને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે.
************************
નિતિન રથવી
[10/13, 12:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) પ્રેસ રિલીઝ*

*FIEO અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટમાં 2,200થી વધુ બિઝનેસ મીટિંગનું આયોજન અને ₹500 કરોડથી વધુની એક્સપોર્ટ ઇન્ક્વાયરીઝ પ્રાપ્ત*

*ગાંધીનગર, 13 ઓક્ટોબર, 2025*: ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) અને ગુજરાત સરકાર દ્વારા વર્લ્ડ બૅન્ક RAMP પ્રોજેક્ટ હેઠળ, ગુજરાત સરકારના MSME વિભાગ અને iNDEXTbના સહયોગથી આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 9-10 ઑક્ટોબર, 2025ના રોજ ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (ઉત્તર ગુજરાત)ના ભાગ રૂપે યોજાયો હતો.

ઉદ્યોગ પ્રતિનિધિઓ તરફથી આ બે-દિવસીય કાર્યક્રમને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમમાં 17 દેશોના 40 આંતરરાષ્ટ્રીય બાયર્સ (ખરીદદારો) અને ગુજરાત અને સમગ્ર ભારતમાં વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા 850થી વધુ ભારતીય નિકાસકારો વચ્ચે 2,200થી વધુ વન-ટુ-વન મીટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાયરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) શ્રી અજય ભાદૂ (આઇએએસ) અને ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) કમિશનર શ્રી સંદીપ જે. સાગલેએ બાયર-સેલર મીટમાં હાજર રહીને બાયર્સ અને સેલર્સ બંને સાથે સંવાદ કર્યો અને વૈશ્વિક વેપાર સંબંધોને વેગ આપવા અને ગુજરાતની નિકાસ ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી.

FIEOના પ્રમુખ શ્રી એસ. સી. રાલ્હને જણાવ્યું કે, બે-દિવસીય આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટમાં કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, રસાયણો, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ અને એન્જિનિયરિંગ ગુડ્સ જેવા મુખ્ય ક્ષેત્રો કેન્દ્રસ્થાને હતા. આ આયોજન વૈશ્વિક વેપાર જોડાણો વધારવા અને સપ્લાય ચેઇન ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક મજબૂત માધ્યમ બન્યું હતું. આ ઉપરાંત, તેણે ગુજરાતને અગ્રણી નિકાસ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

*X-X-X*
[10/13, 1:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ – ૨૦૨૫*
****************
*રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે રૂ. ૧૬,૩૧૬ કરોડથી વધુના ૯૨૭ કામ મંજૂર*
****************

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય સુવિધાઓ, સામાજિક માળખાકીય સુવિધાઓ, વિકાસ, અર્બન મોબિલિટી તથા ગુજરાતના આગવી ઓળખના કામો તેમજ શહેરના આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટના કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે ‘અમૃત ૨.૦’ યોજના હેઠળ રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે રૂ. ૧૬,૩૧૬ કરોડથી વધુના ૯૨૭ કામ મંજૂર કરવામાં આવ્યા છે.

વડાપ્રધાનશ્રીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તા.૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશનું ગ્રોથ એન્જીન ગણાતું ગુજરાત આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વમાં શહેરી વિકાસ તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.

અટલ મિશન ફોર રેજ્યુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) યોજનાએ ભારત સરકારની એક મહત્વપૂર્ણ શહેરી વિકાસ યોજના છે. જેનો લક્ષ્ય શહેરી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓને મજબૂત બનાવીને લોકોના જીવનધોરણને સુધારવાનો છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. ૨૫ જૂન, ૨૦૧૫માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા અમૃત ૨.૦ મિશન તા.૧ ઓક્ટોબર ૨૦૨૧ના રોજથી સમગ્ર દેશમાં અમલમાં આવી હતી. શહેરી જીવનની ગુણવત્તા સુધારવા ‘અમૃત ૨.૦ મિશન’ અંતર્ગત માળખાકીય પાયાની સુવિધાઓના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે.

અમૃત ૧.૦ મિશન હેઠળ ગુજરાતના ૩૧ શહેરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત રાજ્યની ૨૨ ‘અ’ વર્ગની નગરપાલિકા તેમજ દ્વારકા નગરપાલિકાનો સમાવેશ થાય છે.
જ્યારે અમૃત-૨.૦ યોજના હેઠળ રાજ્યની તમામ નગરપાલિકા તથા મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા, બાગ-બગીચા અને તળાવ નવીનીકરણ કામો હાથ ધરવામાં આવેલ છે તથા રાજ્યના ૩૧ અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો પણ હાથ ધરવામાં આવેલ છે.

અમૃત ૨.૦ મિશન હેઠળ આવરી લેવાયેલા ગુજરાતના આ શહેરોમાં પાયાની માળખાકીય સુવિધા માટે રૂ. ૧૬,૩૧૬ કરોડથી વધુના ૯૨૭ કામ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારનો રૂ. ૪,૫૦૪ કરોડ, રાજ્ય સરકારનો રૂ. ૫,૫૯૭ કરોડ તેમજ રૂ. ૬,૨૧૫ કરોડ ULB- અર્બન લોકલ બોડીનો ફાળો છે. અમૃત ૨.૦ મિશન હેઠળ પ્રોજેક્ટ કમ્પોનન્ટ સિવાય કેપેસીટી બિલ્ડીંગ, અર્બન રિફોર્મ્સ સંબધિત કામગીરી પણ કરવામાં આવે છે.

‘અમૃત ૨.૦ યોજના’ હેઠળ છેલ્લા ૫ વર્ષમાં મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠાને લગતા રૂ. ૪૯૩૧ કરોડના ૧૪૯ કામો, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના રૂ.૫૪૩૭ કરોડના ૧૧૨ કામો, તળાવ નવીનીકરણના રૂ. ૨૦૭ કરોડના ૩૭ કામો, બાગ બગીચાના રૂ.૮ કરોડના ૦૪ કામો તેમજ નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠાના રૂ. ૩૭૩૯ કરોડના ૨૯૨ કામો, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના રૂ.૧,૪૪૦ કરોડના ૫૫ કામો, તળાવ નવીનીકરણના રૂ. ૪૪૩ કરોડના ૧૫૧ કામો તેમજ બાગ – બગીચાના રૂ. ૧૧૦ કરોડના ખર્ચે ૧૨૭ કામો મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મંજૂર કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘અમૃત૨.૦ યોજના’ હેઠળ શહેરી વિકાસ અંતર્ગત રાજ્યના તમામ શહેરો દ્વારા પાણી પુરવઠાના કામો જેમાં સોર્સ ઓગ્મેનટેશન, ટ્રાન્સમીશન લાઈન, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીના સંગ્રહ હેતુ ભૂગર્ભ ટાંકી તથા ઉંચી ટાંકી, પાણી વિત્તરણ પાઈપલાઈન નેટવર્ક તથા ઘર જોડાણ જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે. ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનાં કામો જેમાં ઘર જોડાણ, કલેક્શન નેટવર્ક, પમ્પીંગ સ્ટેશન – પમ્પીંગ મશીનરી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ટર્શ્યરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે.

 

– પ્રિન્સ ચાવલા
******************
[10/13, 4:08 PM] Dilip Gajjar.Mahiti.Press: _*વિકાસ સપ્તાહ *_
*14 ઑક્ટોબર, કૃષિ વિકાસ દિન: પ્રાકૃતિક ખેતી કરીને ડાંગના મંગીબેન બન્યા લખપતિ દીદી, શ્રીઅન્નમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવીને અન્ય મહિલાઓને પ્રેરણા આપી*
***
*પ્રાકૃતિક કૃષિ લાવી સમૃદ્ધિ: મંગીબેને પ્રથમ માસમાં જ નાગલી (શ્રીઅન્ન)ના ₹15,000ના ઉત્પાદનો વેચ્યા, આજે તેમનું યુનિટ દર મહિને ₹60,000ના ઉત્પાદનોનું વેચાણ કરે છે*
***
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને મળ્યું પ્રોત્સાહન*
***
*ગાંધીનગર, 13 ઑક્ટોબર 2025:* 7 ઑક્ટોબર, 2025ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત 7 થી 15 ઑક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. આ અંતર્ગત 14 ઑક્ટોબરનો દિવસ રાજ્યમાં કૃષિ ક્ષેત્રે થયેલી પ્રગતિને ધ્યાનમાં રાખીને ‘કૃષિ વિકાસ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સતત પ્રોત્સાહિત કર્યા છે, જેના પરિણામે રાજ્યના ખેડૂતો કૃષિની ટકાઉ પદ્ધતિ અપનાવીને નફો મેળવી રહ્યા છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે.

*‘આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ અભિયાનથી આદિવાસી ખેડૂતોના જીવનમાં આવ્યું પરિવર્તન*
જ્યારે પ્રાકૃતિક કૃષિની વાત થાય ત્યારે ‘આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ અભિયાનનો ઉલ્લેખ આવશ્યક બની જાય છે. આ અભિયાન દ્વારા વર્ષ 2021માં કુદરતી સૌંદર્ય ધરાવતા ડાંગ જિલ્લાને સંપૂર્ણપણે રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી આ પહેલે આદિવાસી ખેડૂતોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે. આ જ રીતે પ્રાકૃતિક રીતે ખેતી કરીને આહવા તાલુકાના ધવલીદોડ ગામના મંગીબેન ખાસ આજે લખપતિ દીદી બની ગયા છે.

*ડાંગના મંગીબેનનું સાહસ ફળ્યું: સ્થાનિક શ્રીઅન્ન નાગલીમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવ્યા*
મંગીબેનની સાહસથી સમૃદ્ધિની સફર અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી સાબિત થઈ છે. મંગીબેનને મિશન મંગલમ (NRLM) હેઠળ ફીલ્ડ કો-ઓર્ડિનેટરે સ્વ-સહાય જૂથ (SHG)માં જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. ડાંગ જેવા જંગલોથી ઘેરાયેલા અને ત્યાંની સમૃદ્ધ વન પેદાશોના મહત્વને સમજીને મંગીબેને નવું જ સાહસ શરૂ કર્યું. ડાંગમાં થતા શ્રીઅન્ન કે રાગી, જે નાગલી તરીકે ઓળખાય છે, તે ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. તેના સ્વાસ્થ્ય લાભો અને બજાર સંભાવનાને ધ્યાનમાં રાખીને મંગીબેને નાગલીની ખેતી અને પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમના જૂથ સાથે નાગલીમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું.

*એક ખેતમજૂરથી ઉદ્યોગસાહસિક બન્યા મંગીબેન*
સ્વ-સહાય જૂથમાં જોડાતા પહેલાં મંગીબેન સીઝનલ ખેતમજૂર તરીકે અને મનરેગા હેઠળ રોજગાર મેળવતા હતા. મંગીબેનના જીવનનો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (RSETI) તરફથી શ્રીઅન્નની પ્રોસેસિંગમાં નિ:શુલ્ક તાલીમ મેળવી. તાલીમ બાદ તેઓ નાગલી લોટ, લાડુ, કૂકીઝ અને સ્વાસ્થ્યપ્રદ મિશ્રણ બનાવતા શીખ્યા અને નાના પાયે એક ઉદ્યોગ શરૂ કર્યો. જ્યારે ગુજરાત સરકારે ડાંગને સંપૂર્ણપણે રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કર્યો ત્યારે મંગીબેને નાગલીની ઓર્ગેનિક ખેતી કરવાનું પસંદ કર્યું. ટકાઉ ખેતીથી ઉત્પાદનોની ન્યુટ્રિશનલ વેલ્યૂ (પોષણ મૂલ્ય) તો વધી, સાથે બજાર મૂલ્ય પણ વધ્યું.

*પ્રથમ માસમાં જ ₹15,000ના ઉત્પાદનો વેચ્યા, આજે યુનિટ દ્વારા દર મહિને ₹60,000ના ઉત્પાદનોનું વેચાણ*
મંગીબેને ઉદ્યોગ શરૂ કર્યાના પ્રથમ માસમાં જ ₹15,000ના ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું. ત્યારબાદ તેમણે પોતાના સ્વ-સહાય જૂથમાંથી વધુ 10 મહિલાઓને આ પ્રવૃત્તિમાં સામેલ કરી. આજે તેમનું યુનિટ દર મહિને ₹60,000 સુધીના નાગલીના પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે અને ₹20,000ની માસિક આવક મેળવે છે. સરકારના સહયોગથી તેઓ વિવિધ પ્રદર્શનો અને મેળાઓમાં ભાગ લે છે, બજારને વિસ્તૃત કરે છે અને પ્રાકૃતિક ખેતીના રાષ્ટ્રીય મિશન હેઠળ બ્રાન્ડિંગ અને પ્રમોશન પહેલોનો લાભ મેળવે છે.

મંગીબેનની ખેતમજૂરથી એક ઉદ્યોગસાહસિક બનવાની સફર એ લખપતિ દીદીની પહેલને પણ ઉજાગર કરે છે. તેમની આ સફર દર્શાવે છે કે, કેવી રીતે પ્રાકૃતિક ખેતીનો માર્ગ ડાંગની મહિલાઓ માટે નિયમિત રોજગારીનું માધ્યમ બન્યો છે અને અન્ય મહિલાઓને પણ આ દિશામાં કામ કરવા માટે પ્રેરણા આપી છે. એટલું જ નહીં, સ્થાનિક સંસાધનોના ઉપયોગ અને સામુદાયિક જોડાણ દ્વારા તે વિકાસનું ટકાઉ મૉડેલ પણ દર્શાવે છે.

*x-x-x*
[10/13, 6:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *અમદાવાદ કેન્દ્રનો ઔદ્યોગિક કામદારો માટેનો ઓગસ્ટ-૨૦૨૫ માસનો ગ્રાહક ભાવાંક*
———-
ઔદ્યોગિક કામદાર વર્ગ માટે અમદાવાદ કેન્દ્રનો માહે ઓગસ્ટ-૨૦૨૫નો ગ્રાહક ભાવાંક ભારત સરકારના ચંદીગઢ ખાતેના શ્રમ બ્યુરોએ અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદારો માટે માહે ઓગસ્ટ-૨૦૨૫ માટેના પાયાના વર્ષ(૨૦૧૬)ને ૧૦૦ ઉપર આધારિત ગણતરી કરેલ ગ્રાહક ભાવાંક ૧૪૪.૨ આંકને ૨૦૦૧ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૨.૭૩ના સાંકળતા આંકથી ગુણતાં અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (૨૦૦૧=૧૦૦)=૩૯૩.૬૬૬ થાય છે. આ આંકને ૧૯૮૨ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૪.૬૨ના સાંકળતા આંકથી ગુણતાં અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (૧૯૮૨=૧૦૦)=૧૮૧૮.૭૩૬૯૨ થાય છે.

આ આંકને ૧૯૬૦ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૪.૭૮ના સાંકળતા આંકથી ગુણતા અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (૧૯૬૦=૧૦૦)=૮૬૯૩.૫૬૨૪૭૮ થાય છે. આ આંકને રાજ્ય સરકારે સ્વીકારેલ ૩.૧૭ના સાંકળતા આંકથી ગુણતાં રાજ્ય શ્રેણીના ઔદ્યોગિક કામદાર વર્ગ માટેનો માહે ઓગસ્ટ-૨૦૨૫ મહિનાનો અમદાવાદ કેન્દ્રનો પાયાના વર્ષ (૧૯૨૬-૨૭=૧૦૦)પ્રમાણે ગ્રાહક ભાવાંક ૨૭૫૫૮.૫૯૩૦૫ થાય છે, તેમ નાયબ શ્રમ આયુક્ત, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

– પ્રિન્સ ચાવલા
———-
[10/13, 6:11 PM] Dilip Gajjar.Mahiti.Press: *ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા*

*રાજ્યવ્યાપી કુલ ૧૩ દરોડા દરમિયાન અંદાજે રૂ. ૪૧ લાખના ભેળસેળયુક્ત-શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જપ્ત-નાશ કરાયો*
—–
*આ ઝુંબેશ દરમિયાન કુલ ૮,૬૮૪ કિલો જપ્ત કરવામાં આવેલા જથ્થામાંથી ૨,૮૬૧ કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો*
—–
*દિવાળીના તહેવાર પૂર્વે તા. ૦૩ થી ૧૧ ઓકટોબર, ૨૦૨૫ દરમિયાન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશનું આયોજન*
—–
રાજ્યના નાગરિકોને દિવાળીના તહેવારમાં આરોગ્યપ્રદ ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ ૧૩ જેટલા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન અંદાજે રૂ. ૪૧ લાખના ભેળસેળયુક્ત-શંકાસ્પદ ખાદ્ય પદાર્થોને જપ્ત-નાશ કરવામાં આવ્યા હતા.

રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જેના પરિણામે દિવાળીના તહેવાર પૂર્વે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા અને ગ્રાહકોની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવાના હેતુસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

રાજ્યમાં તા. ૦૩ થી ૧૧ ઓકટોબર, ૨૦૨૫ દરમિયાન આયોજિત આ વિશેષ ઝુંબેશમાં સમગ્ર રાજ્યમાંથી ઘી, દૂધ-દૂધ ઉત્પાદનો, તેલ, મીઠાઈ અને બેકરી આઈટમ સહિતના કુલ ૨,૭૯૯ ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧,૧૧૪ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં તા. ૩ થી ૫ દરમિયાન ઘીના ૩૮૫ નમૂનાઓ, તા. ૬ થી ૮ દરમિયાન ૪૩૧ જેટલા દૂધ અને તેની બનાવટોના નમૂનાઓ તેમજ તા. ૯ થી ૧૧ ઓકટોબર દરમિયાન ૨૯૮ તેલ, મીઠાઈ અને બેકરી આઇટમના નમૂનાઓનો પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

આ રાજ્યવ્યાપી ઝુંબેશ દરમિયાન કુલ રૂ. ૩૪,૪૯,૩૬૨નો ૮,૬૮૪ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં રૂ. ૨૬.૨૨ લાખથી વધુ કિંમતનું ૪,૫૦૭ કિલો ઘી, રૂ. ૭ લાખની કિંમતની ૩,૪૧૧ કિલો દૂધ અને દૂધની બનાવટો, રૂ. ૯૦ હજારથી વધુના ૫૬૮ કિલો ખોયા તેમજ રૂ. ૩૬ હજારથી વધુનું ૧૯૮ કિલો કેસીનનો સમાવેશ થાય છે. આ જપ્ત કરવામાં આવેલા જથ્થા પૈકી રૂ. ૬.૪૮ લાખથી વધુનો ૨,૮૬૧ કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો.

વધુમાં, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ ઝુંબેશ હજુ પણ ચાલુ જ રાખવામાં આવી છે. જે અંતર્ગત ફિલ્ડ ઓફિસશ્રીઓ દ્વારા સતત ચકાસણી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.
—–
જીગર બારોટ
[10/14, 1:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત ૧૯ કારીગરોને પુરસ્કૃત કરાશે*
—–
*તાજેતરમાં મહેસાણા ખાતે આયોજિત VGRCમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉત્કૃષ્ઠ કામગીરી કરતાં ત્રણ કારીગરોને પુરસ્કાર અપાયા*
—–
રાજ્યની કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૧૬ અન્વયે હાથશાળ અને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે વર્ષ – ૨૦૨૪માં સિદ્ધિ પ્રાપ્ત કારીગરોને શ્રેણી મુજબ એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. વિવિધ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાના ૧૧ તથા ઝોન મુજબ ૦૮ એમ કુલ ૧૯ જેટલા કારીગરોને પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

જેના ભાગરૂપે તાજેતરમાં મહેસાણા ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ-VGRCમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉત્કૃષ્ઠ કામગીરી કરતાં કારીગરોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં ભરતકામ કેટેગરીમાં પ્રથમ ક્રમે આવનાર બનાસકાંઠાના તુલસી દીપકકુમાર રાઠોડને વોલ હેન્ગીંગ માટે તેમજ ઉત્તર ઝોનમાં પ્રથમ ક્રમાંકે પાટણના સાલવી પરેશકુમાર કાંતિલાલને પટોળા રૂમાલ તથા મહિલા કેટેગરીમાં બનાસકાંઠાના લેરીબેન વિષ્ણુભાઈ સુથારને પેચવર્ક સાડી માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યા અનુસાર હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહિલા અને યુવા કારીગરો સહિત ઔધોગિક સહકારી મંડળીઓ, એન.જી.ઓ. તથા વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યક્તિગત કારીગરોને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર આપવા માટે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા વર્ષ-૨૦૨૪ દરમિયાન વિવિધ શ્રેણી જેવી કે ટેક્ષટાઇલ, ભરતકામ, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/મેટલ ક્રાફ્ટ, અન્ય ક્રાફ્ટ, મહિલા, યુવા કારીગર, લુપ્ત થતી કલા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવેલા કારીગરો પૈકી ટેક્ષટાઇલ કેટેગરી માટે ક્રમશ: પ્રથમ અને દ્વિતીય ક્રમે કચ્છ જિલ્લાના અબ્દુલબશીર ફકીરમામદ ખત્રીને ચંદ્રોકણી બાંધણી દુપટ્ટા તથા સંજોટ પ્રકાશભાઇ પૂંજાને દેશી ધાબડો માટે આગામી સમયમાં પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત ભરતકામ કેટેગરીમાં દ્વિતીય ક્રમે કચ્છના ગરવા સવિતાબેન કાંતિલાલને ઉત્સવ ચણીયા માટે, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/મેટલ ક્રાફ્ટ કેટેગરીમાં પ્રથમ ક્રમે કચ્છના કુંભાર ઝુબેર દાઉદભાઈને માટી આભલા કલાની દિવાલ શો-પીસ તથા દ્વિતીય ક્રમે ભાવનગરના જાંબૂચા મંજુબેન છગનભાઈને મોર માટે એવોર્ડ આપવામાં આવશે.

તેવી જ રીતે અન્ય ક્રાફ્ટમાં કચ્છના ખત્રી સિધીક હસણને ટ્રી ઓફ લાઈફ માટે પ્રથમ ક્રમે અને દ્વિતીય ક્રમે અમદાવાદના ચિતારા વિશાલ જયંતીલાલને ટ્રેડિશનલ નવદુર્ગા માતાની પછેડી માટે એવોર્ડ અપાશે. વધુમાં મહિલા કેટેગરીમાં અમદાવાદના ચિતારા લતાબેન ચંદ્રકાંતભાઈને માતાની પછેડી પાવાની દેવી, યુવા કારીગર કેટેગરીમાં સુરેન્દ્રનગરના વાલેરા આદિત્ય અનિલભાઈને ડબલ ઇક્કત પટોળા સાડી તેમજ લુપ્ત થતી કલા અંતર્ગત સુરેન્દ્રનગરના રાઠોડ ઉકાભાઈ હરિભાઇને કોટન દુપટ્ટા માટે પુરસ્કાર આપવામાં આવશે.

રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા વર્ષ – ૨૦૨૪ માટે ચાર ઝોન મુજબ પણ એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ક્રમાંકે કચ્છના વણકર અરૂણકુમાર મેઘજીને કચ્છ વુલન શાલ અને મહિલા કેટેગરીમાં કચ્છના જમણાબેન અમરા હરીજનને કચ્છી ભરતકામ માટે, દક્ષિણ ઝોનમાં પ્રથમ ક્રમાંકે ભરૂચના શેખ મુનીરહુસેન યાકુબને મુનીરની સુજની માટે તથા મહિલા કેટેગરીમાં નવસારીના પટેલ સ્વાતિબેન હિરેનકુમારને ભીત ચિત્ર (વારલી પેઈન્ટીંગ) માટે તેમજ મધ્ય ઝોનમાં છોટાઉદેપુરના રાઠવા દેસિંગભાઈ ચિલીયાભાઈને પીઠોરા પેઇન્ટીંગ માટે પ્રથમ ક્રમે અને અમદાવાદના વનીતા કાર્તિક ચૌહાણને પેચવર્ક ગોદડી માટે મહિલા કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.
—–
જીગર બારોટ
[10/14, 4:56 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*

*વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો ખાતમુહૂર્ત-લોકાર્પણ સમારોહ*

*મહાનુભાવ:*
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
માન. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

*તારીખઃ* ૧૫/૧૦/૨૦૨૫, બુધવાર
*સમયઃ* સવારે ૧૦.૦૦ કલાકે
*સ્થળઃ* મુખ્ય કન્વેન્શન હોલ, મહાત્મા મંદિર, ગાંધીનગર

આ કવરેજ માટે મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.

*નોંધ:*
1. મીડિયાના મિત્રોનો પ્રવેશ ગેટ નંબર-૧ ખાતેથી રહેશે.
2. સ્થળ પર જ રજીસ્ટ્રેશન હોવાથી સંસ્થાનું ઓળખ કાર્ડ સાથે રાખવાનું રહેશે.
3. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર*
[10/14, 5:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ-૨૦૨૫ : કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ*
**********
*કૃષિમંત્રીશ્રી રાઘવજી પટેલે ગોધરા ખાતેથી રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો*
***********
*:: કૃષિમંત્રીશ્રી રાઘવજી પટેલ ::*
• તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કૃષિક્ષેત્રના વિકાસ માટે કૃષિ મહોત્સવની શરૂઆત કરી
• રાજ્યના ૨.૪ લાખ હેક્ટર વિસ્તારમાં ૫.૬૪ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
• ખેડૂતો માટે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકે તે અર્થે આઈ-ખેડૂત પોર્ટલ સેવા શરૂ
• છેલ્લા ૧૦ વર્ષમાં ૧ કરોડ વધુ ખેડૂતોને રૂ. ૧૨ કરોડથી વધુની કુદરતી આપદા સહાય
• ખેતી માટેની વીજ બિલમાં રાહત માટે બજેટમાં રૂ.૧૦ હજાર કરોડથી વધુની જોગવાઈ
***********
*મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયુ*
***********
*પંચમહાલ, મંગળવાર ::* ગુજરાતના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતીમાં પંચમહાલ જિલ્લાના આંગણે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ગોધરાના રામ દરબાર મંદિર પાસે છબનપુર ખાતે કરવામાં આવી હતી.
કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજી પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યા પછી તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ સૂત્ર સાથે ગુજરાતને વિકાસના પંથે આગળ વધાર્યું. ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે તેમણે સૌપ્રથમ કૃષિ મહોત્સવનું આયોજન કર્યું, જેના દ્વારા કૃષિ રથો મારફતે ખેડૂતોને નવા બિયારણ, સંશોધનો, કાયદાઓ અને યાંત્રિક સાધનો અંગે માહિતગાર કરાયા. પરિણામે, ગુજરાતનો કૃષિ વિકાસ દર ૯.૭૫% રહ્યો છે. આ પ્રગતિને આગળ ધપાવવા માટે, સરકારે ખેડૂતો માટે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકે તે અર્થે આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કર્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારે ખેડૂતોને વિવિધ યોજનાઓ દ્વારા નોંધપાત્ર સહાય પૂરી પાડી છે. યાંત્રિક સાધનોમાં ટ્રેક્ટર સહાય રૂ. ૪૫,૦૦૦-૬૦,૦૦૦ થી વધારીને રૂ. ૧ લાખ સુધીની કરાઈ છે, તેમજ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય પણ રૂ. ૭૫,૦૦૦થી વધારીને રૂ. ૧ લાખ કરી છે. ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે ‘ડ્રોન દીદી યોજના’ અમલમાં મૂકી છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૧ કરોડ વધુ ખેડૂતોને રૂ. ૧૨ કરોડથી વધુની કુદરતી આફત સહાય આપવામાં આવી છે. સિંચાઈ માટે નર્મદા ડેમનું કાર્ય પૂર્ણ થતાં સિંચાઈનો લાભ સમગ્ર ગુજરાતને મળ્યો છે, અને ખેતી માટેની વીજળીના બિલમાં રાહત માટે બજેટમાં રૂ. ૧૦ હજાર કરોડથી વધુની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત, પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી અત્યાર સુધીમાં ખેડૂતોને રૂ. ૨૧ હજાર કરોડથી વધુની સહાય મળી છે.
મંત્રીશ્રીએ વધુમા ઉમેર્યુ હતુ કે રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીન બિનઉપજાવ ન બને તે માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીના વ્યાપ પર સમગ્ર દેશમાં ભાર મૂકવામાં આવ્યો છે. જે માટે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે અને પ્રાકૃતિક કૃષિ બોર્ડની રચના કરી રૂ. ૧૫૦ કરોડનું ફંડ ફાળવ્યું છે. પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત હોવાથી, ખેડૂતને દેશી ગાય રાખવા માટે દર મહિને રૂ. ૯૦૦ (વાર્ષિક રૂ. ૧૦,૮૦૦)ની આર્થિક સહાય આપવામાં આવે છે. હાલમાં રાજ્યના ૨.૪ લાખ હેક્ટર વિસ્તારમાં ૫.૬૪ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જે ખરેખર આપણા સૌની માટે ગૌરવની વાત છે.
આગામી સમયમાં પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને સહાય આપી ઉદ્યોગ વિકસાવવામાં આવી રહ્યો છે. કેરી, શાકભાજી, સૂકી ડુંગળી અને લસણ જેવી કૃષિ પેદાશોની નિકાસ વધારવા પ્રયત્નો કરાયા છે. સરકાર ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવી વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્રે પૂરતા પ્રયત્નો કરી રહી છે તેમ જણાવી ખેડૂતોને પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લઈ ઉપયોગી અને જરૂરી માહિતી મેળવવા મંત્રીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ તકે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઇ ભરવાડ એ જણાવ્યુ હતુ કે ગુજરાતની વિકાસની ૨૪ વર્ષની વિકાસતાત્રાને વિકાસ સપ્તાહના રૂપે દર વર્ષે ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવે છે. વિકાસ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની વિકાસ યાત્રા, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને નાગરિકો માટે કરાયેલા કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો છે તેમ જણાવી તેમણે રવિ કૃષિ મહોત્સવનું આગામી રવિ પાકને ધ્યાનમાં રાખીને રાજ્યના ખેડૂતોને રવિ પાકોની કૃષિ તાંત્રિકતા, વિવિધ યોજનાઓ અને નવીન સાધન સામગ્રી વિશે જાણકારી મળી રહે તે આશયથી કરવામાં આવ્યું છે તેમ ઉમેર્યુ હતુ.
વધુમાં ઉપાધ્યક્ષશ્રીએ પંચમહાલ ડેરી, પંચમહાલ બેંક ગુજરાત, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીનું કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ધિરાણ આપવામાં આવે છે તેમ જણાવી પંચમહાલ બેંક અને ડેરીની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. તેમજ તેમણે ગુજરાતની અંદર પંચમહાલ ડેરી અને પંચમહાલ બેંક બંનેનું મોડેલ આખા દેશ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યું તેમ કહી પંચમહાલ ડેરી અને પંચમહાલ બેંકે ૧૦૦% સિદ્ધિ હાંસલ કરી છે તેમ જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં પ્રારંભમાં કૃષિ ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખેડૂતોને “પ્રાકૃતિક ખેતી અને કૃષિના નવતર પ્રયોગો જેવા વિષયો અંગે માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના અંદાજીત ૩૦ થી વધુ ખેડૂત લાભાર્થીઓને મંચ ઉપરથી મહાનુભાવોના હસ્તે કૃષિ વિભાગના વિવિધ ઘટકો અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમના અંતે મહાનુભાવોએ કૃષિ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, રાજ્યસભાના સાંસદ શ્રી જશવંતસિંહ પરમાર, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, જિલ્લાના ધારાસભ્યો સર્વ શ્રી જયદ્રથસિંહ પરમાર, ફતેસિંહ ચૌહાણ, સી.કે.રાઉલજી, શ્રીમતી નિમિષાબેન સુથાર, કૃષિ વિભાગના રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ.અંજુ શર્મા, પશુપાલન વિભાગના સચિવશ્રી સંદીપ કુમાર, ગુજરાત કિસાન સંઘના મહામંત્રીશ્રી આર કે પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રી, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.દેસાઈ, અગ્રણીશ્રી મયંકભાઈ દેસાઈ, કૃષિ વિભાગના ઉપસ્થિત અધિકારીશ્રીઓ, ખેતી નિયામકશ્રી તેમજ પદાધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂત-પશુપાલક ભાઈઓ-બહેનો, ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
***********
[10/14, 8:06 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ : સમયમાં ફેરફાર*

*વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો ખાતમુહૂર્ત-લોકાર્પણ સમારોહ*

*મહાનુભાવ:*
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
માન. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

*તારીખઃ* ૧૫/૧૦/૨૦૨૫, બુધવાર
*સમયઃ* સવારે ૧૦.૪૫ કલાકે
*સ્થળઃ* મુખ્ય કન્વેન્શન હોલ, મહાત્મા મંદિર, ગાંધીનગર

આ કવરેજ માટે મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.

*નોંધ:*
1. મીડિયાના મિત્રોનો પ્રવેશ ગેટ નંબર-૧ ખાતેથી રહેશે.
2. સ્થળ પર જ રજીસ્ટ્રેશન હોવાથી સંસ્થાનું ઓળખ કાર્ડ સાથે રાખવાનું રહેશે.
3. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર*

*********”*”””””””************

ગાંધીનગર જિલ્લા માહિતી ખાતાના સમાચારો

[10/13, 2:20 PM] Neha Talaviya.Mahiti: *જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 15-10-25 ના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે*
………….
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૫/૧૦/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે બલરામ મંદિર પરિસર, ઉમિયા માતાજીના મંદિર પાસે કલેક્ટર કચેરીની સામે, સેક્ટર-૧૨, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં ગાંધીનગર જીલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, તમામ હેડ, કોઈ પણ સ્નાતક કક્ષામાં ઊત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF50:10083107 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમજ રોજગાર કચેરીમાં નોંધણી કરાવવા ઇચ્છુક ઉમેદવારો પોતાના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, એલ.સી, લાગુ પડતી જાતિ અંગેનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે રૂબરૂ હાજર રહેવું એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.વધુ માહિતી માટે
ઇમેલ:dee-gnr@gujarat.gov.inવેબસાઇટ:anubandham.gujarat.gov.in
પર સંપર્ક કરવો.

*વંદન સોલંકી*
[10/13, 5:07 PM] Neha Talaviya.Mahiti: “Strong Leader – Nourish City” વિષયક સેમિનારનું સફળ આયોજન
********************
ગાંધીનગર, તા. ૧૩ ઓક્ટોબર
વિકસિત ભારત સપ્તાહ 2025 “રાષ્ટ્રીય પોષણ માસ” પોષણ સંગમ જાગૃતિ દિવસ તથા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) તથા ICDS વિભાગના સંયુક્ત ઉપક્રમે વનચેતના ખાતે “Strong Leader – Nourish City” શીર્ષક હેઠળ એક ઉચ્ચ-અસરકારક પોષણ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારનું અધ્યક્ષસ્થાન માનનીય મેયરશ્રી મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ તરીકે શહેરના સમૂહ નેતાઓને (Community Leaders) પોષણ, આરોગ્ય અને તંદુરસ્ત જીવનશૈલી અંગે જાગૃત કરી સુપોષિત અને સ્વસ્થ શહેરના નિર્માણ તરફ પ્રેરિત કરવાનો હતો.ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ તથા કિશોરીઓના સુખાકારી વિષે વિશેષ રીતે ચર્ચા કરી અને નગરસેવકોને પ્રકાશિત પુસ્તિકા મુજબ પોષણ સંબંધિત કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવા સૂચન આપ્યું.

આ સેમિનાર દરમિયાન લાભાર્થી મહિલાઓને પોષણ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું અને કુપોષણની સ્થિતિમાં સુધારો લાવનાર બાળકોના વાલીઓને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. જલધારા પટેલ, બાળરોગ નિષ્ણાત ડૉ. વિશાલ રાઠોડ, તેમજ યુનિસેફના ન્યુટ્રીશન સ્પેશિયાલિસ્ટ ડૉ. કવિતા શર્મા દ્વારા વિવિધ જાગૃતિ સત્રો યોજાયા, જેમાં ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન યોગ્ય પોષણ, સ્થૂળતા નિયંત્રણ અને સ્વસ્થ જીવનશૈલી જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, પક્ષના નેતાશ્રી અનિલસિંહ વાઘેલા, દંડકશ્રી સેજલબેન પરમાર, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી જે. એમ. ભોરણીયા, નાયબ કમિશનરશ્રી ચૌધરી, એમ.ઓ.એમ. ડૉ. કલ્પેશ ગોસ્વામી, આર.સી.એચ.ઓ. ડૉ. એચ. કે. રાઠોડ તેમજ યુનિસેફના ન્યુટ્રીશન સ્પેશિયાલિસ્ટ ડૉ. કવિતા શર્મા અધિકારીઓ, આંગણવાડી વર્કર બહેનો તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

********
અશ્વિન ઘટાડ
[10/13, 8:38 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *”વિકાસ સપ્તાહ”*

*જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલના હસ્તે પરબતપુરા ગામે રૂ.૧.૧૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૩ ઓક્ટોબર-
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન જે. પટેલના અધ્યક્ષસ્થાને પરબતપુરા ગામે આજરોજ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ગામના સર્વાંગી વિકાસ માટે મહાનુભાવોના હસ્તે કુલ રૂ. ૧.૧૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સર્વે દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને સક્રિય સહભાગિતા માટે આહ્વાન કરાયું હતું. ગ્રામજનોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો.
કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી શ્રી પી.ડી.પટેલ, સરપંચશ્રી જગદીશભાઈ પટેલ, ઉપસરપંચશ્રી હર્ષદકુમાર રાઠોડ અને અન્ય આગેવાનો સહિત આશરે ૩૧૫થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
દિવ્યા
[10/13, 8:38 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *વિકાસ સપ્તાહ*

*બિલોદરા ગ્રામજનોએ વિકાસ પ્રતિજ્ઞા લઈ વિકસિત ભારતમાં યોગદાન આપવા પ્રતિબધ્ધતા વ્યકત કરી*
૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૩ ઓક્ટોબર-
બિલોદરા ગામે આજરોજ સરપંચશ્રી જલ્પાબા કે. ચાવડાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે ગામના સર્વાંગી વિકાસ માટે કુલ રૂ. ૫.૦૦ લાખના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આશરે ૧૮૫થી વધુ લોકો જોડાયા હતા.
મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને સક્રિય સહભાગિતા માટે આહ્વાન કરાયું. અંતે સૌએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી અમૃતબેન રાઠોડ, ઉપસરપંચશ્રી રાજેંદ્રસિંહ ચાવડા, અગ્રણી શ્રી રમેશજી રાઠોડ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦
દિવ્યા
[10/14, 12:01 PM] Neha Talaviya.Mahiti: “તમારી મૂડી, તમારો અધિકાર” અનક્લેમ્ડ ફાઇનાન્સિયલ એસેટ્સ અભિયાન
********************************
તા.16 ઓક્ટોબર,મ્યુનિસિપલિટી કોન્ફરન્સ હોલ, સેક્ટર-7, ગાંધીનગર ખાતે “તમારી મૂડી, તમારો અધિકાર” અનક્લેમ્ડ ફાઇનાન્સિયલ એસેટ્સ અભિયાન વિષયક જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

નાણાં મંત્રાલય, ભારત સરકારના Unclaimed Financial Assets Campaign અંતર્ગત “તમારી મૂડી, તમારો અધિકાર” વિષયક જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પસમાં તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા પોતાના સ્ટોલ રાખવામાં આવશે. DEAF (Depositor Education and Awareness Fund Claims) અંગે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ અનક્લેમ્ડ ફિક્સ્ડ ડિપોઝિટ, એકાઉન્ટસ સંબંધિત વગેરે માર્ગદર્શન આપવામાં આવશે.

આ કેમ્પનો હેતુ એ છે કે, નાગરિકો પોતાના ખોવાયેલા કે ભૂલાયેલા નાણાકીય હક મેળવવામાં સક્ષમ બને અને પોતાની મૂડી પરનો અધિકાર મેળવી શકે.સર્વ નાગરિકોને વિનંતી છે કે આ જનજાગૃતિ અભિયાનમાં ભાગ લઈ પોતાની મૂડી સંબંધિત માહિતી મેળવવી અને તેનો લાભ લેવો.

**********
અશ્વિન ઘટાડ
[10/14, 3:39 PM] Neha Talaviya.Mahiti: *વિકાસ સપ્તાહ : ૧૪ ઓક્ટોબર કૃષિ વિકાસ દિવસ*
…..
*માણસા ખાતે જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઈ*
……
*ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતો સાથે મંત્રીશ્રીએ સંવાદ કર્યો*
………………….
*ખેડૂતોના લાભ માટે ખેતર સુધી સરકાર પોતે પહોંચી છે અને ‘લેબ ટુ લેન્ડ’નો મંત્ર સાકાર કર્યો છે – ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
………….
*“ધરતીપુત્રના પરિશ્રમની ગાથા એટલે આપણું ગુજરાત, અમલસાડી ચીકુ, ગિરનારી કેસર અને ભાલીયા ઘઉંની સુગંધ વિશ્વભરમાં પ્રસરાવે તે આપણું ગુજરાત”- ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
………………..
*મહાનુભાવોના હસ્તે ૧૫ જેટલા લાભાર્થીઓને ખેતીવાડી, પશુપાલન તથા બાગાયત વિભાગના વિવિધ યોજનાકીય લાભો સ્ટેજ પરથી આપવા માં આવ્યા*
……………
*મહાનુભાવો દ્વારા પ્રાકૃતિક કૃષિ પર ભાર મૂકી ભવિષ્યને સારા સ્વાસ્થ્યની ભેટ આપવા વધુમાં વધુ યોગદાન આપવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો*
…………………
ગાંધીનગર જિલ્લામાં મહેસાણા તાલુકાના ૪૧, કડવા પાટીદાર સમાજવાડી, ખાતે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના મંત્રીશ્રી તરીકે પોતે માણસાના નગરજનોનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કરવા આવ્યા હોવાનું જણાવતા, મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, માણસાના નગરજનો લાંબી વિચારસરણી સાથે ભવિષ્યદર્શી પણ છે. સાથે જ ટીમવર્ક દ્વારા સમાજમાં ભાગલા પાડવાની નીતિને બદલે એક જૂથ બની કઈ રીતે કાર્ય કરી,જરુરતમંદોને લાભ અપાવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ માણસા ટીમ છે,અને દરેક વર્ગના લોકોને ઉત્કર્ષ એ સૌથી મોટી સમાજ સેવા છે. આ કાર્ય માટે હંમેશા ધારાસભ્ય શ્રી જે .એસ પટેલ ની આગેવાનીમાં કાર્યરત ટીમ અભિનંદનને પાત્ર છે.
સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, સમસ્યા ગણાવતા સેકન્ડો જ લાગે, પણ સો વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવું કઠિન છે, અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રધાનમંત્રી હતા, ત્યારથી માંડી ભુપેન્દ્રભાઈ પટેલના સમય સુધી સરકારના નેતૃત્વમાં આ સમસ્યાઓનો નિકાલ શક્ય બન્યો છે.
આ સાથે જ નગરજનોના નાનામાં નાના પ્રશ્નો ઉપર ધ્યાન આપતા ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર જે રીતે કામગીરી કરી રહ્યું છે, તે કામગીરીને પણ તેમણે બિરદાવી હતી, અને બહિયલ ની ઘટનાનો ઉલ્લેખ કરતા જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગની કામગીરીને પણ વખાણી હતી.
ઉપરાંત પ્રસંગોચિત વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, બરાબર ૨૪ વર્ષ પહેલાંનું ગુજરાત અને આજના ગુજરાતની પરિસ્થિતિની તુલના કરવામાં આવે તો, અઢી દાયકા પહેલા દુકાળ, પાણીની અછત, વીજ માટે ખેડૂતોના રાત્રિના ઉજાગરા જેવી સમસ્યાઓ હતી. અને એમાં પણ પરસેવો પાડ્યા પછી પણ પાક થશે કે નહીં, તેની ચિંતા રહેતી. આ પરિસ્થિતિનો સકારાત્મક બદલાવ તાત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રીના એક વિચારથી શરૂ થયો. તેમણે સૌપ્રથમવાર ધરતીપુત્રોની ચિંતા કરી અને ૨૪ વર્ષમાં ૨૪ કલાક વીજળી અને પાણી મળતા થતા, ખેતીની તાસીર બદલી નાખી છે, ૨૪ વર્ષ પહેલા વરસાદ પર આધારિત માત્ર એક પાક લેવાતો, આજે દરેક ખેડૂત ઓછામાં ઓછા ત્રણ પાક લે છે, આ ઉપરાંત સોઈલ કાર્ડ જેવા નક્કર પગલાઓ દ્વારા ખેડૂતોના લાભ માટે ખેતર સુધી સરકાર પોતે પહોંચી છે અને ‘લેબ ટુ લેન્ડ’નો મંત્ર સાકાર કર્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતનો કૃષિ વિકાસ દર પહેલા ત્રણ ટકા હતો, જે આજે ડબલ ડિજિટ પાર કરી ગયો છે, વર્ષ ૨૦૦૧-૦૨માં ગુજરાતમાં ઉત્પાદન ક્ષમતાની વાત કરવામાં આવે તો તે ૧૮,૫૦૦ કરોડનું ઉત્પાદન હતું, જે વર્તમાન સમયમાં ૦૨.૭ લાખ કરોડે પહોંચી ચુક્યું છે‌. એવી જ રીતે ખેડૂતો માટેની યોજના ની વાત કરવામાં આવે તો પહેલા ટ્રેક્ટર માટે રૂપિયા ૪૫૦૦૦ આપવામાં આવતા હતા, જેને બદલે અત્યારે એક લાખ સુધીની સહાય મળે છે, સાથે જ તેમણે ખેડૂત વીમા યોજના, આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરેની પણ વાત કરી હતી. અને જણાવ્યું હતું કે, “ધરતીપુત્રના પરિશ્રમની ગાથા એટલે આપણું ગુજરાત, અમલસાડી ચીકુ, ગિરનારી કેસર અને ભાલીયા ઘઉંની સુગંધ વિશ્વભરમાં પ્રસરાવે તે આપણું ગુજરાત”

એટલેજ દેશના વિકાસમાં ખેતી અને ખેતી કરનારા ધરતીપુત્રોનો ખૂબજ મહત્વનો ફાળો રહેલો છે. ગુજરાત રાજ્યના ખેડૂતોએ કૃષિ, બાગાયત, પશુપાલન અને સહકાર વિભાગના કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવી, પોતાની આગવી સુઝબુઝના સમન્વય થકી ઉત્તમ ખેતી કરીને સમગ્ર દેશમાં ગુજરાતને આગવું સ્થાન અપાવ્યું છે.

આ પ્રસંગે તેમને ખેડૂતો સાથે પણ રૂબરૂ સંવાદ કર્યો હતો, જેમાં સરકાર અને ખેડૂતોના સાયુજ્ય થકી ગુજરાત પોતાને અવ્વલ બનાવવા તરફ આગળ વધી રહ્યું હોવાની ચર્ચા સાથે, લાભાર્થીઓએ લીધેલા લાભને પણ લાભાર્થીઓએ મંત્રીશ્રી સમક્ષ વર્ણવ્યા હતા.
આ અવસરે માણસાના ધારાસભ્ય શ્રી જે. એસ પટેલ દ્વારા ખેડૂતોને લગતી યોજનાકીય વિગતો સાથે ખેડૂતોની સતત ચિંતા કરી તેમને અનેક યોજનાઓનો લાભ આપતી સરકારનો, માણસાના ખેડૂતોવતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, સાથે જ ગાંધીનગર જિલ્લા પક્ષ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ડો. પ્રિયંકા પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ પર ભાર મૂકી ભવિષ્યને તારા સ્વાસ્થ્યની ભેટ આપવા પર પણ વધુમાં વધુ યોગદાન આપવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના હસ્તે ૧૫ જેટલા લાભાર્થીઓને સ્ટેજ પરથી જ લાભ આપવામાં આવ્યા હતા. જેમાં ખેતીવાડી પશુપાલન તથા બાગાયત વિભાગના વિવિધ યોજનાકીય લાભો સામેલ હતા.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ, ચેરમેન શ્રી ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ શ્રીમતી લીલાબેન પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ શ્રી રમેશ સિંહ રાઠોડ, એ.પી.એમ.સી માણસાના ચેરમેન શ્રી માધુભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલ તથા પ્રાંત શ્રી મયંક પટેલ સહિત વિવિધ અધિકારીઓ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
………………….
*નેહા તલાવિયા*
[10/14, 3:40 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1ISLFk1x8JYk8W4MYwONuBj0CwkqF2QSX?usp=sharing
[10/14, 5:47 PM] Neha Talaviya.Mahiti: *તા.14થી 16 ઓક્ટોબર સુધી ગાંધીનગર જિલ્લામાં કુલ 41 કેન્દ્ર પર 5920 ઉમેદવાર માટે રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા*
…..
*રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી કલેકટર શ્રી મેહુલ કે.દવે દ્વારા પરીક્ષાાર્થીઓ માટે થયેલી વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી*
…..
*મહાત્મા ગાંધી વિદ્યાલય અને શારદા વિદ્યાલયની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સુવિધા વાળા કેન્દ્ર તરીકે પસંદગી*
…..
પારદર્શક વહીવટ અને જનસુવિધા તથા વ્યવસ્થા એ જિલ્લા વહીવટી તંત્રનો મૂળભૂત ધ્યેય છે,અને આજ ધ્યેય સાથે કલેકટર શ્રી મેહુલ કે.દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે.ત્યારે ગાંધીનગર જિલ્લામાં કુલ 41 કેન્દ્ર ઉપર 5920 ઉમેદવાર માટે રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા તા.14 ,15 અને 16 ઓક્ટોબરના રોજ યોજાઇ રહી છે.જે અંતર્ગત રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી કલેકટર શ્રી મેહુલ કે.દવે દ્વારા પરીક્ષાાર્થીઓ માટે થયેલી વ્યવસ્થા તથા કામગીરીમાં રોકાયેલા સ્ટાફની પારદર્શક નીતિ અંગે અહેવાલ મેળવવામાં હતો.
વિગતે વાત કરવામાં આવે તો મહાત્મા ગાંધી વિદ્યાલય, સેક્ટર -16 ખાતે આવેલા સેન્ટર ખાતે આજે યોજાયેલી પરીક્ષા દરમિયાન કલેકટર શ્રી ગાંધીનગર શ્રી મેહુલ કે.દવે દ્વારા મુલાકાત લઇ સમગ્ર પરીક્ષાની કામગીરીની માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,ગાંધીનગર જિલ્લા ના કુલ 41 કેન્દ્ર પૈકી 2 કેન્દ્ર શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય અને શારદા વિદ્યાલય ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સુવિધા વાળા કેન્દ્ર તરીકે નોમિનેટ કરી પરીક્ષા લેવામાં આવી રહી છે.
……
*નેહા તલાવિયા*

*****************************

આપની આસપાસ બનતી ઘટનાઓના વિડિયો ફોટાઓ અને સમાચાર અમને અમારા રબારી માધ્યમ તેમજ ચેનલમાં પ્રસારિત કરવા માટે whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.

અહીં કોઈપણ પ્રકારના વિડીયો ફોટાઓ અને સમાચારો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેની છતાં પણ કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.